Saturday, December 4, 2010

‘ગમ્મત’


                                                        આંગળીઓની કરામત


દોસ્તો આજે આપણે હાથની આંગળીઓની કરામત જોઇએ. આ ફોટા જુઓ. આપણી આંગળીઓ કેવા સંદર દેખાવો આપી શકે છે?????





‘કાગળ કાપણી’





Friday, December 3, 2010

બાળકોની રમતો


ટામેટું


ટામેટૂં



ટામેટૂં

બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.

આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.

ઉદાહરણરૂપ થોડા સવાલો

સવાલ-તારા પપ્પાનું નામ શું છે???

જવાબ-ટામેટું

સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???

જવાબ-ટામેટું

જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.




રમતા રમતાં શીખીએ



બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.

તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-

રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..

હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે

ગુલાબ-ROSE—રોઝ

ચંપો-CHAMPA—-ચમ્પા

મોગરો-MOGRA—-મોગરા

સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર

હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….

આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.

આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….


વરૂનો જમવાનો ટાઇમ



આ રમતમાં પહેલાં પાકવાની ક્રિયા આવે છે.

તેની અનેક રીતો છે. જેમકે

(૧)બધા બાળકો એકબીજાનો હાથ પકડી ગોળાકારે ઉભા રહે

એક બાળક બહાર રહે.

તેણે માત્ર ઉંધી કે ચત્તી, બેમાંથી એક જ શબ્દ બોલવાનો રહે.

હવે વર્તુળાકરે ઉભેલા બાળકો હાથ ઝુલાવી, પોતાની મરજી મુજબ એક હથેળી પર બીજી હથેળી ચત્તી કે ઉંધી મૂકે

આ વખતે જો બહાર ઉભેલ બાળક ચત્તી એમ બોલે તો જેની હથેળી ચત્તી હોય તે પાકી જાય.

કોઇ એક પાકેલું બાળક બહાર ઉભું રહે અને બહાર ઉભેલ બાળક પાકવા આવે.

ફરી આ જ પ્રક્રિયા થાય .

આમ કરતાં કરતાં છેલ્લે જે એક બાળક રહે તેણે દાવ આપવાનો રહે. (૨)બધા જ બાળકો વર્તુળાકારે ઉભા રહે અને કોઇ એક નીચેનું ગીત ગાય.

અંડેરી ગંડેરી ટીકડી ટેન

આઇસન માઇસન વેરી ગુડ મેન

ઓ મીસ્ટર કેટલા વાગ્યા?

વ, ટુ એન્ડ થ્રી…

અંડેરી બોલતી વખતે પોતાની તરફ આંગળી ચીંધવાની

ગંડૅરી વખતે બીજા નંબરની તરફ

ટીકડી વખતે ત્રીજા તરફ

ટેન વખતે ચોથા તરફ…

આમ છેલ્લે જ્યારે વન,ટુ એન્ડ થ્રી…

થ્રી જેના તરફ આવે તે પાકી જાય અને વર્તુળની બહાર નીકળે.

આમ વારંવાર કરી છેલ્લે જે એક બાળક બચે તેણે દાવ આપવાનો રહે

. આ સિવાય કોઇ પણ રીત પાકવાની ક્રિયા કરી રમતની શરૂઆત થઇ શકે…

હવે આજે આપણે “વરૂનો જમવાનો ટાઇમ” રમત રમીશું..

આ રમતમાં પાક્યા બાદ જેને માથે દાવ આપવાનો આવ્યોહોય તે બાળક પીઠ બતાવી ઉભો રહ. તે વરૂભાઇ કહેવાશે.

બાકીનાં બાળકો આ વરૂભાઇથી ૨૦ કદમ પાછળ એક આડી લાઇનમાં ઉભા રહે. હવે બધા બાળકો સાથે વરૂભાઈને પૂઃએ “વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો??? “”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૨ (બે) વાગ્યા” એટલે બાળકોએ બે કદમ વરૂની દિશામાં આગળ વધવાનું ફરી પૂ્છાય’”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૪ (ચાર)વાગ્યા એટલે બાળકોએ ૪(ચાર) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું વળી પૂછાય વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૩(ત્રણ) વાગ્યા” એટલે બાળકોએ ૩(ત્રણ) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું આમ ક્યારેક બાળકો પૂછે”વરૂભાઈ,વરૂભાઈ કેટલો ટાઇમ થયો???” અને વરૂભાઇ લાગ જોઇને બોલે-”જમવાનો ટાઇમ” એટલે બધા બાળકોએ ભાગવાનું અને વરૂભાઇ તેમની પાછળ દોડે અને કોઇ એકને પકડી લે. હવે પકડાયેલ બાળક વરૂભાઇ બને અને નવેસરથી રમત શરૂ થાય. સમય પૂછતાં પૂછતા, જો કોઇજો બાળક વરૂભાઈની સાવ નજીક પહોંચી તેની પીઠ પર ધબ્બો મારી દે તો પહેલાના વરૂભાઈએ જ ફરી વરૂભાઇ બનવું પડે…..અને રમત ફરી શરૂ થાય….. બાળકો રમી જો જો ખૂબ મઝા પડશે

પત્નીને ખુશ રાખવાના ઉપાયો


પત્ની ના હોય તેને પણ જરૂર વાંચવું, પાણી પહેલા પાળ બાંધવી સારી ભાઈ !!






પત્નીને ખુશ રાખવાના ઉપાયો (ભાગ-1)



આમ તો માનનીય બ્રહ્માજીએ અમુક એવા મોડેલ ટેસ્ટીંગ વગર નીચે ધરતી પર મોકલીઆપ્યા છે કે ઉપરથી ભગવાન આવીને લાખ યત્ન કરે તો પણ કોઈ વાતે ખુશ ના થાય.પણ પડ્યું પાનું નિભાવી લેવું એ ભારતીય સંસ્કૃતિ છે, અને પુરુષે આ પોતાની પત્નીને ખુશરાખવા વિષયે યથાશક્તિ પ્રયત્ન કરવો જોઈએ. તો અહી પત્નીને ખુશ રાખવાના થોડાકઉપાય બતાવ્યા છે. એ તમારે જાણવા જોગ.



1. તમે તમારી પત્ની સાથે વાતચીત કરતા હોવ ત્યારે વચ્ચે ના બોલો



2. સવારે ઓફિસ જતા મોજા જાતે શોધી લો



3. ઓફિસથી ઘેર આવીને મોજા બાથરુમમાં જાતે ધોવા નાખો



4. સાસુ સસરા કે કોઇ પણ પિયરીઆ ઘેર આવે તો એક નકલી પૂછડી ચોટાડી જોર જોરથીહલાવો (પણ એમને ચાટવાની કોશિશ ન કરશો!)



5. એ બીજા શહેરની હોય તો એના શહેરની કોઇ પણ ખુબી શોધી એના વખાણ કરો (અરે,આ તો શાયરોનુ શહેર નહી? પેલા કવિ “બેવકુફ” અહીનાં જ નહીં?)



6. એની કોઇ પણ સહેલીના રુપના વખાણ ક્યારેય ન કરો



7. એની સહેલી ઘેર આવી હોય તો ડ્રોઇંગ રૂમમાં વારેઘડીયે આંટા ન મારો



8. એની મમ્મીની રસોઇના વખાણ કરો



9. “હું કેવી લાગુ છુ” નો પ્રમાણિકપણે જવાબ આપવો શકય ના હોય તો એમ કહો કે “ આજેતો તું સાવ જૂદીજ લાગે છે”



10. એના મામાની સરકારમાં બહુ પહોંચ છે એવુ કહો, સાસુ પણ ખુશ રહેશે



11. "તારા પપ્પા બહુ સોશિયલ છે” એવુ મહિને ઓછામા ઓછુ એક વાર કહો



12. ટીવી જોતી વખતે : “અરે, જોતો, આ કેટરિનાએ તારા જેવી જ હેરસ્ટાઇલ કરી છે” એવુકહો.



13. તમારી વાત ટુંકમાં કરો.



14. એના પિયરિયાનો ફોન હોય અને “આજે શાક કેવી રીતે દાઝી ગયુ?” એ વિષય પરલાંબી વાતચીત ચાલતી હોય તો તમે તમારા અગત્યના કામ પડતા મુકી ધીરજપુર્વક એફોન પુરો થાય ત્યાં સુધી રાહ જુઓ.



15. જમવા બેસતી વખતે પાણી જાતે ભરી લો



16. એની વાત ધ્યાન પુર્વક સાંભળો છો એવુ એટલીસ્ટ બતાવો તો ખરા જ.



17.. એ કશુ કહેવા આવે તો છાપુ બાજુ પર મુકી વાત સાંભળો.



18. એ વાત કહેતી હોય ત્યારે ટી.વી. મ્યુટ કરી દો!



19. ઉતરન અને ક્રિકેટ મેચ સાથે ચાલતા હોય તો ઉતરન ચાલતી હોય તે ચેનલ મુકો. એજો ભુલે ચુકે સામો વિવેક કરે તો એમ કહો કે “મેચ તો રોજ આવે છે”



20. એ એમ કહે કે “આજે બહુ ગરમી છે” તો પંખો ફાસ્ટ કરો યાર!



21. એ એમ કહે કે “આજે બહુ થાકી ગઇ છુ ” તો તરત કહો કે “ચાલ, આજે બહાર જમવાજઇએ”



22. એ એમ કહે કે “આજે રસોઇ કરવાનો મુડ નથી” તો તરત કહો કે “સાચુ કહુ, હું તો પીઝામંગાવવાનુ જ વિચારતો હતો”



23. વાત વાતમાં એના સોગંદ ખાવ (તારા સમ, તુ સાચે આજે જુદી લાગે છે!)



24. બેડરુમમાં બામની વાસ સહન ના થાય તો ફરિયાદ કર્યા વગર કોક દિવસ ડ્રોઇંગરુમમાસુઇ જાવ.



25. કોઇ પણ ફરિયાદ કરવી હોય તો સીધી નહી પણ આડકતરી રીતે કરો જેમ કે: દાળપાણી જેવી હોય તો “ આજે દાળ કંઇક જુદી જ હતી!” અને રોટલી કાચી બને તો “આ વખતેઘંઉ સારા નથી આવ્યા” એમ કહો.



Part 1 માટે મિત્ર વર્તુળ નો સારો પ્રતિસાદ ને અનુસન્ધાને Part 2 રજુ કરુ છું :



Part 2 કી-વર્ડઝ :મોનોલોગ, પિયરિયા,તકેદારી, ફોન મેનર્સ, કકળાટ, ખર્ચો, જાતે કરો



26. અઠવાડિયે એક વાર તો સમય અનેસંજોગો જોઇ ને પૂછી લો કે "કેમ આજે ઢીલી લાગેછે?"



27. શાક સારુ ના બન્યુ હોય તોઅંદર ટોમેટો સોસ નાખો, ફરિયાદ ન કરો.



28. એક હાથથી ભાખરી ન તૂટતી હોય તો બીજો હાથ વાપરો ! ભગવાને બે હાથ શેના માટેઆપ્યા છે?



30. સફેદ કપડા ક્યારેય ન ખરીદો.અથવા તો પાન-મસાલા છોડી દો.



31. બેલ વાગે તો દરવાજો ખોલવાતમે જાવ, એમાંકાંઇ વારા થોડા પડાય બોસ!



32. ઓફિસનુ કામ ઘરે ન લાવો., શકય હોય તો ઘરનુ કામ ઓફિસ લઇ જાવ.



33. તહેવારો પર નવા કપડા ખરીદવા રૂપિયા ઢીલા કરો.



34. એના ડ્રેસ ખરીદવા સાથે જવાનુ એ પોતે કહે તો પણ ટાળજો, છેવટે બન્ને ખુશ રહેશો!



35. નવા ડ્રેસમાં એ જાડી લાગેતો એમ કહેજો કે " આ ડ્રેસ એક સાઇઝ નાનો આવી ગયોલાગે છે"



36. એનો ભાઇ બહુ ઇન્ટેલીજન્ટછે તેવુ જાહેર કરો



37. લાલ કપડામાં પોસ્ટ ઓફિસનાડબલા જેવી લાગે છે તેવી લોથલ જોક ન મારવી. લાલકપડામાં

સાગરમાં ડિમ્પલ કાપડિયા આવીજ લાગતી હતી એમ કહો.



38. તમે ખરીદેલી વસ્તુની સાચીકિંમત એના મોંઢે બોલવા દો, અને પછી એની બોલેલીકિંમતની આજુબાજુનો કોઇ પણ આંકડો પાડી દો.તમે જો ડાહ્યા થઇ ને પહેલાજ સાચીકિંમત જાહેર કરશો તો "તમે છેતરાયા" એવુ પ્રમાણપત્ર આપશે અથવાએના માટેતમે"કાયમ હલકી વસ્તુ લાવો છો" એ વાત પર મામલો બીચકશે



39. ઓફિસેથી ઘેર પાછા આવતા પહેલા મોબાઇલના ઇન બોક્સમાંથી SMS ડીલીટ કરીનેઆવો.,

શક્ય હોય તો મોબાઇલનુ રીસન્ટકોલ લીસ્ટ પણ ડીલીટ કરીને ઘેર આવો.



40. એની મોટી બહેનના ગંદા-ગોબરાતોફાની છોકરાને જોતા જ તેડી લો, અને કહો "કેટલોક્યુટ અને નૉટી છે!"



42. એ રડે તો રૂમાલ નહીં,એને જે જોઇતુ હોય તેલાવી આપો.



43. રક્ષાબંધને સાસરે જ જમવાનુ ભાઇ ! બેસતું વર્ષ અને ભાઈબીજ પણ સાસરે જઉજવવા. અને રવિવારે સાસરે ના જવું હોય તો ખર્ચો કરીને બીજે ગમે ત્યાં ફરવા જવાનું.



44. દાળમાંથી કોથમીર અને બીજો કચરો કાઢતા કાઢતા કોઇના બાવડા સુજી ગયા હોયતેવા વૈજ્ઞાનિક પુરાવા નથી, માટે ખોટી ફરિયાદ કરવાનું

ગુજરાતી ભાષાનો ઉદભવ


                                            ગુજરાતી ભાષાનો ઉદભવ



માનવ સભ્યતાના વિશ્વના આજના દેશો માં ૯૦૦ જેટલી ભાષાઓ લોકો બોલે છે .વાણી વ્યવહાર કરે છે .આમાંની પ્રાચીન ભાષાઓનો ઉદ્દભવ ઈ.સ પૂર્વે ૩૫૦૦ એટલે કે લગભગ ૫૫૦૦ વર્ષ પહેલાઓ માનવામાં આવે છે .આ ભાષાઓ આર્યકુળની ભાષાઓ તરીકે ઓળખાય છે .શુરુઆત ની ભાષાઓ હેમિટિક,હિટ્ટાઇટ,સેમેટિક,આર્ય -ઇન્ડોયુંરોપીયના દ્રાવિડી,એસ્ટ્રિડ્ ..વગેરે ૧૪ જેવી ભાષા હોવાનું સમર્થન છે .આર્યભાષાઓ આર્ય ,આર્ય -ઇન્ડોયુંરોપિયન, ઇન્ડોજર્મેનિક,ઇન્ડો આર્ય અને વિરોઝ્ના નામે ઓળખાતી હતી .

પ્રાચીન આર્ય ભાષા નાં બે મુખ્ય વિભાગો છે .એક `શતમ યુથ “એટલે કે એશિયા નો વિભાગ અને બીજો `કેન્તુમ યુથ ` એટલે યુરોપ નો વિભાગ .શતમ યુથ ભાષામાં શુદ્ધ આર્યો -ઇન્ડો ઈરાનીયન ,સ્લાવ ,બાલ્ટિક ,આર્મેનીયમ વગેરે ભાષાનો સમાવેશ થાય છે .કેન્તુમ યુથમાં ગ્રીક ,લેટીન ,જર્મન ,કેલ્ટિક અને તોખારીયન ભાષાઓ છે .શુદ્ધ આર્ય અથવા ઈરાનીયન વિભાગ માં ઈરાનીયન -ગાથા ,અવેસ્તિક ,દાર્દેરિક ,પૈશાચ અને ભારતી વેદિક -પ્રાકૃત ,ભારતી ની ત્રણ ભૂમિકા છે -સંસ્કૃત ,પ્રાકત અને અપભ્રંશ

સંસ્કૃતિ ત્રણ છે .વૈદિક સંસ્કૃત ,લૌકિક સંસ્કૃત અને પાણિનિયન નું શિયટ સંસ્કૃત, લૌકિક સંસ્કૃતમાની પ્રાકૃત ભાષામાં પાલી,અર્ધમાગધી ,પ્રાકૃતિ અશોક નાં શિલાલેખની ,મહારાષ્ટ્રી,શૌરસેની ,માગધી ,પૈશાચી,ચુલુંકા ,અપભ્રંશ વગેરે ભાષાઓનો ઉદભવ થયો આર્યાવર્ત ભારત ની હિન્દી ,ગુજરાતી ,બંગાળી,મરાઠી જેવી ભાષાઓ આદી ભગિની ભાષાઓ અપભ્રંશમાંથી ઉતારી આવી છે ગુજરાતની ગુજરાતી ભાષા આર્યકુળ ની ભાષાઓ સાથે સંબંધ ધરાવે છે આર્યવૃત-ભારતમાં ભાષા અને વાણીનો ગુજરાતી ભાષા જેવો વિસ્તાર ,વિશ્વ ની ભાષાઓ માં ભાગ્યેજ કોઈ ભાષામાં થયો હશે ,ગુજરાતના ઈતિહાસ માં -સાહિત્યમાં “ગુજરાત“શબ્દની વ્યુત્પત્તિઓ દર્શાવવામાં આવી છે ,પણ તેમાંથી એકે સંપર્ણ પ્રતીતીકારક નથી ,આ તમામ વ્યુત્પત્તિઓમાં ગુર્જર +રાષ્ટ્ર એટલે “ગુર્જર રાષ્ટ્ર “ગુર્જર પ્રજા ના રાષ્ટ્ર પરથી `ગુજરાત `નામનો ઉદભવ થયો હોવાનું સમર્થન છે .ગુજરાત નામનો ઉલ્લેખ ઈતિહાસ માં આરબ મુસાફરોએ ,અબુજૈદે ઈ.સ ૯૧૬ માં અલમસુદીએ ઈ.સ ૯૪૩ માં ને અલબરૂની એ કર્યો હોવાનો ઉલ્લેખ છે .તે સમયે ગુજરાતમાં ગર્જર પ્રજા વસતી હશે .આજ થી ૧૫૦૦ વર્ષ પહેલા દક્ષીણ ગુજરાત `લાટ` કે અપરાની નાં નામે અને ઉત્તર ગુજરાત `આનર્ત ` નાં નામે ઓળખાતા હોવાનું સમર્થન છે

અહી ક્લિક કરો ==ભાષાની સફર ==

ગુજરાતી સાહિત્ય માં ગુજરાતી સબ્દોનો પહેલવહેલો ઉપયોગ કવિ પ્રેમાનંદ ને કર્યો હોવાનો ગૌરવ છે .ભાલણે અપભ્રંશ અથવા ગુર્જર ભાષા જે માર્કંડરાય ગુર્જરી અપભ્રંશ કહેવાતી તેનો સાહિત્યમાં ઉપયોગ કર્યો છે .પ્રેમાનંદ નો યુગ ઈ.સ ૧૬૦૦ – ૧૭૦૦ મનાય છે .નરસિહ મહેતા ઈ.સ ૪૦૦-૫૦૦ અપભ્રંશ ગીરા અને અખાએ પ્રાકૃત ભાષાના શબ્દો થી સાહિત્ય શોભાવ્યું .ગુજરાતની ગુજરાતી ભાષાનું નામ ઈ.સ ૭૦૦ ની આસપાસ થી અપાયું હોવાની કેટલાક ઈતિહાસકારો નું ,સાહિત્યવિદોની માન્યતા છે .નરસિહ રાવ દિવેટિયા ગુજરાતી ભાષા નો આરંભ ૫૫૦ ગણાવે છે આપહેલા ગુજરાતી ભાષા બોલાતી હતી પરંતુ ગુજરાતી નાં નામે ઓળખાતી ન હતી .ઈ.સ ૧૦ મી -૧૧ મી થી શરુ થયેલી ગુર્જર અપભ્રંશ રૂપે શરુ થયેલી ગુજરાતી નો વિકાસ ત્રણ સ્વરૂપે જોઈ શકાય છે ,પ્રથમ ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી રૂપે અથવા મધ્યકાલીન ગુજરાતી રૂપે અને ત્રીજી અર્વાચીન ગુજરાતી રૂપે .આ ભાષાઓ ની ત્રણે ભૂમિકા વિષે જાણીએ ,

**ગુર્જર અપભ્રંશ ***



ઈ.સ ૧૦ મી -૧૧ મી સતક થી ૧૪ માં સતક સુધીમાંગુર્જ્જર અપભ્રંશ અથવા પ્રાચીન ગુજરાતી ભાષા બે વિભાગમાં મૂકી શકાય પ્રથમ ૧૧ મી સદી સુધી અને બીજો ૧૨ મી સદી થી ૧૪ મી સદીનાં પૂર્વાધ સુધી .ગુર્જર અપભ્રંશ કે પ્રાચીન ગુજરાતી નું પ્રથમ દર્શન હેમચંદ્ર નાં પ્રાકૃત વ્યાકરણમાના અપભ્રંશ વિભાગના દુહાઓમાં અને પછીના વિભાગ નું દર્શન `ભરતેશ્વર બાહુ બલીરામ` (ઈ.સ ૧૧૮૫),`નેમિનાથ , ચતુંયપાદીકા `અને `આરાધનામાં `થાય છે

***મધ્યકાલીન ગુજરાતી ***



ઈ.સ ૧૪ મી સદીના ઉત્તરાર્ધથી ૧૭ મી સદીના પૂર્વાધ સુધીના ૭૫ વર્ષ નાં ચાર ઉપવિભાગ પાડી શકાય .૧૪ મી સદીમાંજે ગુજરાતી ભાષા ગુજરાત અને રાજસ્થાન માં બોલાતી તે લગભગ સરખી હતી.તેથી તે ભાષા “જૂની રાજસ્થાની “નાં નામે ઓળખાયી.આ બીજા ભાષાકીય વિભાગમાં આટલા ગ્રંથો માર્ગ સૂચક સ્થંભો તરીકે ગણાવી શકાય .નેમિનાથ ફાગુ ,મુગ્ધાવ બોધ ,ઔકિતક,વસંત વિલાસ ,ગૌતમ સ્વામી રાસ,કાન્હડદે પ્રબંધ ,કાદંબરી ,વિમલ પ્રબંધ અને નરસિહ -મીરાના ભજનો .

***અર્વાચીન ગુજરાતી ***



સત્તરમી સદીથી અત્યાર સુધીનો સમય અર્વાચીન ગુજરાતી તરીકે ઓળખાવી શકાય .પરમાનંદ ના ઓખાહરણથી અર્વાચીન ગુજરાતી ની શરૂઆત થઇ .અર્વાચીન ગુજરાતી બે વિભાગમાં પ્રથમ પ્રેમાનંદ થી દયારામ સુધીનો એટલે (ઈ.સ ૧૬૮૦-૧૮૫૦ ) સુધીનો અને બીજો નર્મદ થી અત્યાર સુધીનો એટલે (૧૮૫૦ થી આજ ) સુધીનો ગણાય ભાષાની અર્વાચીનતા પ્રેમાનંદ થી ૧૭ મી સદી થી સારું થઇ ગણાય .પરંતુ સાહિત્યિક દ્રષ્ટીએ ગુજરાતી સાહિત્યની અર્વાચીનતા નર્મદ યુગથી ગણાવી શકાય .ગુજરાતી સાહિત્ય ૧૦૦૦ વર્ષ જેટલું પ્રાચીન હોવાની માન્યતા છે .

ગુજર્ર અપભ્રંશ -પ્રાગહેમ યુગમાં ચંડનાં વ્યાકરણ `પ્રાકૃત લક્ષણ ` માં મળે છે ચંડ ઈ.સ ૫૦૦ થી ૧૦૦૦ નાં પ્રાકૃત લક્ષણ અનુસાર ૬ઠ્ઠી સદી માં થયો હોવાનો ઉલ્લેખ છે .અપભ્રંશ ગુજરાતીનો સૌથી જુનો સાહિત્ય નો નમુનો `વાસુદેવાહિંડી માંથી ` મળે છે આ જુના સાહિત્ય નો નમુનો ઈ.સ ૫૮૯ ની મનાય છે .ઉતોધન સૂરીની`કુવલય માલા ` માં (ઈ.સ ૭૭૯) કેટલાક અપભ્રંશ પદો છે જેમાં ૧૮ દેશો અને બધા દેશો ની ભાષાનો ઉલ્લેખ છે .તે સમય નાં ગુર્જરો વાતવાતમાં ‘ન ઉરે ભાલ્લઉં’ અર્થાત નાં ભલે તથા -“અમ્ન્હ્ કાઉ તુમ્હ “ અર્થાત હું કાઈ તમારા જેવો નથી.. એવી અપભ્રંશ ગુજરાતી ભાષાનો વાણીનો ઉપયોગ કરતા .ઈ.સ ૧૧૦૦ થી ૧૨૦૦ સુદી નાં સમય દરમિયાન સાહિત્યકાર `હેમચંદ્ર ` કેન્દ્ર સ્થાને હોવાથી તે યુગ ને હેમ યુગ નામ અપાયું .કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય તેમના યુગના વિદ્રત શિરોમણી હતા .એટલી જ નહિ પણ સમગ્ર ઈતિહાસમાં તેમની વીદ્રુતા ને કોઈ ટપી શક્યું નહિ .છેલ્લા ૧૦૦૦ વર્ષ થી ઈતિહાસ માં ભારત માં હેમચન્દ્રાચાર્ય જેવો વિદ્વાન બીજો કોઈ થયો નથી સકળ શાસ્ત્રો નું જ્ઞાન તેમની કૃતિઓ માં જોવા મળે છે વિધાના ક્ષેત્રમાં તેમને ગુજરાતનું ગૌરવ વધાર્યું હતું