એકલું મીણ કેમ સળગતું નથી?
વાટ એ મીણનું દહન કરતું માધ્યમ છે. એટલે કે તેના વિના મીણને સળગાવવું શક્ય નથી. કહેવાનો અર્થ એ કે મીણબત્તીના મીણને સળગવા માટે માધ્યમની જરૂર પડે છે. મીણના ગલનબિંદુ કરતાં તેનું જવલનબિંદુ ક્યાંય ઊંચું છે. વળી તે સરેરાશ ૬૨૦ સેિલ્શયસ તાપમાને પીગળી જવાનો ગુણધર્મ તે ધરાવે છે. અન્ય બળતણની જેમ તે અતિ દહનશીલ નથી. એટલા માટે ઘન કે પ્રવાહી સ્વરૂપે સળગી ઊઠતું નથી. આમ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે તેની વાટ જ સળગે છે, જ્યારે મીણ તેની દહનક્રિયાને ધીમી પાડવાનો રોલ ભજવે છે.
ઘામાંથી બહાર નીકળેલું લોહી જામી જાય છે, પણ નસમાં લોહી કેમ જામતું નથી?
કારણ કે આપણા શરીરમાં લોહી બહુ ઝડપથી ફરે છે. આથી લોહીને નસમાં જામવાનો કોઇ મોકો મળતો નથી. હા, પણ જ્યારે લોહીનું ભ્રમણ અતિશય ઘટી જાય એ વખતે થોડું લોહી થીજીને ફોદા જેવું થઈ જાય છે. અંગ્રેજીમાં તેને ‘થ્રોમ્બોસિસ’ કહે છે. ઘામાંથી લોહી બહાર નીકળી જાય છે, પણ નસમાં લોહી જામતું નથી. શરીરમાં રહેલું વિટામીન ‘કે’ લોહીનું ઘનીભવન કરીને કપાયેલી રક્તવાહિનીઓનું મોઢું બંધ કરી દે છે.