જેનું સ્મરણ આપણે પ્રથમ કરીએ છીએ એ સોમનાથ મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ નૈૠત્ય દિશામાં અરબી સમુદ્ભને કિનારે સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે. જયાં નિરંતર વહેતી હિરણ્યા, સરસ્વતી અને કપિલા નામની નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. આ જયોર્તિલિંગ વેરાવળ રેલ્વે સ્ટેશનથી મોટર રસ્તે ૭ કિ.મી. દૂર આવેલ છે.
આ જયોર્તિલિંગના પ્રાગટયની કથા પ્રમાણે આ પ્રભાસ ક્ષેત્રમાં સદીઓ પહેલાં ચંદ્ભના તેજથી આકર્ષાઈને દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓનાં લગ્ન ચંદ્ભમા સાથે કર્યા હતાં. પરંતુ ચંદ્ભને રોહિણી નામની કન્યા વધુ પ્રિય હતી જેથી બાકીની કન્યાઓ દુઃખી રહેતી હતી. છેવટે દુઃખ સહન ન થતાં, તેમણે પિતાજીને આ બાબતે ફરિયાદ કરી. એટલે નારાજ થઈને દક્ષરાજાએ ચંદ્ભને શાપ આપ્યો કે, તારા તેજનો ક્ષય થશે અને તું હંમેશને માટે અદશ્ય થઈને જ રહીશ. પરિણામે ચંદ્ભ અદશ્ય થઈ ગયો. શાપમાંથી મુકત થવા માટે બ્રાજીની સલાહ અનુસાર ચંદ્ભમાએ પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાનની કઠિન આરાધના કરી. પરિણામે આશુતોષ ભગવાન પ્રસન્ન થયા અને ચંદ્ભમાને અમરત્વનું વરદાન આપ્યું. પણ કરેલ અપરાધ માટે કહ્યું કે, પંદર દિવસ સુધી તારી કલા દરેક રાતે ઘટતી જશે અને પછીના પંદર દિવસ સુધી તારી કલા દરેક રાતે વધતી વધતી પૂર્ણિમાને દિવસે તું પૂર્ણ રૂપે પ્રકાશિત થશે. ત્યારબાદ ચંદ્ભમાની પ્રાર્થનાનો સ્વીકાર કરીેને ભગવાન શંકરે પ્રભાસ ક્ષેત્રમાં જયોર્તિલિંગના રૂપમાં વાસ કર્યો. ચંદ્ભમાએ ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માન્યા અને ત્યારથી ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં ‘ચંદ્ભના નાથ’ એટલે કે ‘સોમ-નાથ’થી પૂજાય છે.
સોમનાથ મહાદેવનું જયોર્તિલિંગ ત્રણેક ફૂટ ઊંચું અને બારેય જયોર્તિલિંગમાં સૌથી વિશાળ છે. પવિત્ર સોમનાથ મંદિરના પટાંગણની દક્ષિણે દરિયા તરફની પાળ પર પથ્થરના એક મોટા સ્તંભ પર કમળ પુષ્પમાં બેસાડેલો પૃથ્વીનો વિશાળ ગોળો છે. જેમાં પૃથ્વીને ચીરતું એક દિશા સૂચક તીર મૂકેલું છે જે દક્ષિણ દિશા દર્શાવે છે. આ સ્તંભના પાયા પર લખ્યું છે કે આ તીરમાંથી નીકળતા જયોતિમાર્ગની દિશામાં નાવ લઈને અહીંથી સાગરમાં પ્રવાસ કરવા નીકળો પડો તો વિના અવરોધે સીધા દક્ષિણ ધુ્રવ જઈ શકો.
આ મંદિરની સમૃદ્ધિ અને જાહોજલાલીએ ભૂતકાળમાં અનેક સમ્રાટો અને બાદશાહોને લલચાવ્યા છે. આ મંદિર પર અત્યાર સુધીમાં અનેક વખત વિધર્મી આક્રમણો થયાં છે. આ મંદિરનો ઈતિહાસ ખૂબ જ રોમાંચક છે. જૂનામાં જૂના મળી આવેલ પુરાવાને આધારે સિદ્ધ થાય છે કે, આ અતિ પ્રાચીન જયોર્તિલિંગના ભગ્ન મંદિરને ઈ.સ. ૬૪૯ માં માળવાના રાજા ભોજરાજે પથ્થરથી બંધાવેલું આ મંદિરની સમૃદ્ધિ કહેવાય છે કે, આ મંદિરનું ગર્ભગૃહ સોનાથી અને બારણાં ચાંદીથી મઢેલાં હતાં અને તેમાં ખૂબ જ કિંમતી રત્નો જડવામાં આવ્યાં હતાં તથા હીરા, મોતી, નીલમ અને બીજા રત્નો જડેલા છપ્પન થાંભલાઓ હતા.
આઝાદી બાદ, સરદાર વલ્લભભાઈ પટેલના ઉત્સાહ, ધગશ અને પ્રયત્નોને લીધે અહીં એક ભવ્ય મંદિરનું નિર્માણ થયું અને ૧૯૫૧ની ૧૧મી મેના શુભ દિને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો રાજેન્દ્ભ પ્રસાદના શુભ હસ્તે સોમનાથ જયોર્તિલિંગની પુનઃ પ્રતિષ્ઠા પરંપરાગત રીતે ધામધૂમથી કરવામાં આવી.
આ મંદિરની નજીકના જોવા લાયક સ્થળોમાં ઉત્તરમાં ૨૩૮ કિ.મી. દૂર ભારતનું પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા આવેલું છે. અહીં દ્વારકાધીશનું પ્રખ્યાત જગમંદિર આવેલું છે. વેરાવળની ઉત્તરે ૮૩ કિ.મી. દૂર ઐતિહાસિક નગર જૂનાગઢ તથા ગુજરાતનો સૌથી ઊંચો ગિરનાર પર્વત આવેલ છે. દરવર્ષ મહાશિવરાત્રિના પવિત્ર દિવસે ગિરનારના તળેટીમાં ભવનાથ મહાદેવનો ભવ્ય મેળો ભરાય છે.
0 comments:
Post a Comment