Tuesday, August 7, 2012

ચાણક્યની રાજનીતિ


;સ્વામી સચ્ચિદાનંદ

 ચાણક્યના અર્થશાસ્ત્રનો સાર લખવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે ગુમરાહ થયેલી આપણી પ્રજા ચાણક્યને ઓળખે અને તેના તરફ વળે.મારું માનવું છે કે ભારતની પ્રજા અને તેમાં પણ હિન્દુ પ્રજા બીમાર વિચારોની શિકાર થયેલી છે. જેમાંથી એક બીમાર જીવનદર્શન વિકસ્યું છે.જે તેની ગુલામીનું તથા દરિદ્રતાનું કારણ છે. જો પ્રજા આ બીમાર વિચારોમાંથી મુક્ત થઇ શકે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે .ચાણક્યના વિચારો અને જીવનદર્શન આ દિશામાં મહત્વનું કાર્ય કરી શકે તેમ છે. એટલે આ નાનો સરખો પ્રયાસ થયો છે. આ અનુવાદ ગ્રંથ નથી પણ એના વિશેનો ગ્રંથ છે. ચાણક્યના વિચારોનો સાર છે. આમ તો ૨૩૦૦ વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથમાં કેટલુક અપ્રસ્તુત થઇ ગયું હોય તો પણ ચાણક્યની ખાસિયત એ છે કે તે સદા પ્રસ્તુત છે.કારણકે તે કોરો આદર્શવાસી નથી. વાસ્તવવાદી છે. ધરાતાલનો માણસ છે. પ્રસ્તુત પુસ્તકનાં નાનાં-નાનાં સુત્રો દ્વારા ચાણકયે નિશ્ચિંત વિચારો રાખ્યા છે .પ્રત્યેક સૂત્રમાં એટલો બધો અર્થ સમાયેલો હોય છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય . પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને સમાવી લીધું છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment