Showing posts with label અવલોકન. Show all posts
Showing posts with label અવલોકન. Show all posts

Wednesday, August 8, 2012

નાસ્તીકોની સભામાં ભજન



સ્વાભાવથી હુ નાસ્તીક છું. કોઈ પણ જાતનાં કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી બેસતી. તેમ છતાં સુરતની એક જાણીતી નાસ્તીક અથવા તો એ લોકો જેને રેશનાલિસ્ટ સોસાયટી તરીકે ઓળખાવે છે તેમણે એક સમયે મને તેમની સભામાથી કાઢી મુકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેમનો સક્રિય કાર્યકર હોવા છતાંય મે તે નાસ્તીક સભા દ્વારા ડાંગ જીલ્લાના મહાડ ખાતે આયોજીત એક વિજ્ઞાન શિબિર દરમ્યાન ભજનો ગાયા હતા. એક વખત અજાણતાં જ મેં આ સમગ્ર કિસ્સો મારી સાથે કામ કરતા એક ધાર્મિક સંપ્રદા

Saturday, August 6, 2011

ફુદીનાનો ક્યારો – એક અવલોકન


ગઈ સાલ એક મિત્રના ઘેરથી ફુદીનાના ચાર પાંચ છોડ લાવીને વાવ્યા હતા. બે એક મહિનામાં તો આખો ક્યારો એમના વંશવેલાથી ઊભરાઈ ગયો હતો. છેક ઊનાળાનો પણ અંત આવવામાં હતો ; ત્યાં મને સૂઝ્યું કે, શિયાળા માટે તેના પાન સૂકવીને સાચવી રાખ્યા હોય તો સારૂં. પણ દરેક છોડ પર ફૂલ મ્હાલતા હતા. મેં તો એ ફૂલ સમેત જ ફુદીનાની ડાળીઓ વાઢી લીધી હતી. પણ પછી તો મને કહેવામાં આવ્યું કે, સૂકવણી માટે ફૂલ તો નકામાં. મેં તે ચાખી જોયાં. ખરેખર તેમનામાં કડવાશ હતી. ફુદીનાનું સત્વ તેમાં બહુ જ ઘનિષ્ઠ થઈને ( concentrated) આવી ગયું હતું .

પરબીડિયું – એક અવલોકન


આજે કોન્ટ્રાક્ટથી ચાલતી એક પોસ્ટ ઓફિસમાં ટપાલ નાંખવા ગયો હતો. એક ખોખામાં ઘણા બધા પરબીડિયાં પડેલાં હતાં. મારું પરબીડિયું પણ મેં એમાં નાંખી દીધું. એક મિત્રનું સરનામું એની ઉપર કર્યું હતું. એ મિત્ર, એનું કુટુમ્બ, એનું ઘર, એની સાથે ગાળેલ સુખદ સમય અને ઘણી બધી યાદો – બધું જ સ્મરણપટ પર છવાઈ ગયું.

પણ એ ખોખામાં બીજાં પરબીડિયાં પણ હતાં.
જાતજાતનાં સરનામાં લખેલાં પરબીડિયાં. એમાં કોઈનો પ્રેમપત્ર હશે. કોઈના સુખદ કે દુખદ સમાચાર હશે. કોઈના ભરાયેલા બીલો હશે. કોઈના સારા પ્રસંગ માટે મોકલેલું ગિફ્ટ કાર્ડ હશે. કોઈકની નોકરી માટેની અરજી હશે. કોઈકનું રાજીનામું હશે.

કુકિન્ગ પ્લેટફોર્મ – એક અવલોકન


જીવનના પ્રભાત સમા, સવારના પહોરમાં કુકિન્ગ પ્લેટફોર્મ આગળ હું મારી સવારીય ફરજો નિભાવવા પહોંચી જાઉં છું. એ સાવ ચોખ્ખું ચંદન જેવું છે – સાવ નવજાત શિશુ સમાન. એ કોરી સ્લેટ જેવું, સાવ ખાલીખમ્મ છે.
ચા બનાવવાની સામગ્રી એક પછી એક, હું કાઢતો જાઉં છું – ચા, ખાંડ, દૂધ, આદુ, ઈલાયચી. એમ જ બધાં સાધનો – તપેલી, સાંડસી, ગળણી, પ્યાલા, રકાબી. દસ વરસના મહાવરાથી પ્રાપ્ત કરેલી, ચા બનાવવાની ક્ળાના જ્ઞાનના આધારે, હું માપથી તપેલીમાં પાણી લઉં છું; અને શક્તિના સ્રોત સમો સ્ટવ ચાલુ કરી, એને ગરમ કરવા મૂકું છું. પછી એ જ જ્ઞાનથી જાણીતા થયેલ માપથી ચા અને આદુ એમાં પધરાવું છું.

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન


ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.
અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”
ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.

બારણું – એક અવલોકન


મારી રૂમમાં હું બેઠો છું. બારણું બંધ છે. રૂમની બહાર શું છે, તે હું જોઈ શકતો નથી. રૂમની બહારથી પણ કોઈ અંદર જોઈ શકતું નથી. બારણું ખોલ્યા વગર હું બહાર જઈ શકતો નથી; તેમ જ કોઈ અંદર આવી શકતું નથી. બારણાં અને ભીંત વચ્ચે કશો ફરક નથી. માત્ર એટલો જ ફરક કે, બારણું ખોલી શકાય છે!
દિવાનખંડ અને રસોડાને કોઈ બારણું જ નથી. ત્યાં આવન-જાવન મુક્ત છે.
ઘરને પણ બારણું છે; એમાં બહાર જોઈ શકાય તેવું છિદ્ર છે. એમાંથી હું બહાર જોઈ શકું છું; પણ બહારની વ્યક્તિ અંદર જોઈ શકતી નથી.