Saturday, August 6, 2011

ખાંડનો ખાલી ડબો – એક અવલોકન


ચા બનાવતાં ચાના ડબામાં બહુ ઓછી ખાંડ બાકી રહી હતી. પેન્ટ્રીમાં મોટા ડબામાંથી મારો કામચલાઉ સ્ટોક ભરી લીધો. એ પણ હવે ખાલી થવાની તૈયારીમાં જ છે.
અમારા જમાઈને ખબર આપી દીધી ,” સેમ્સ ક્લબમાં (જથ્થાબંધ વસ્તુઓ માટેનો સ્ટોર) જાઓ ત્યારે ખાંડનું મોટું પેકિંગ લાવવાનું છે.”
ત્યાંય એમનો સ્ટોક ખાલી થયે, મોટી મસ ટ્રકમાં સપ્લાયર પાસેથી ખરીદીને આવી જતો હશે. એ સપ્લાયર વળી જથ્થાબંધ માર્કિટમાંથી ખરીદી, પોતાનું ગોડાઉન ભરેલું રાખતો હશે. ખાંડનાં કારખાનાં જથ્થાબંધ માર્કેટને ભરપૂર રાખતા હશે. અને શેરડીના ખેડૂતો એ કારખાનાંઓને દરેક ફસલે મોટા પાયે શેરડીનાં સાંઠાં વેચતા હશે.

આખી સપ્લાય ચેનમાં સબ સલામત.
પણ કદીક એમ બને કે, શેરડીનું ઉત્પાદન જ બંધ થઈ જાય તો? અને કદિક એ દિવસ આવવાનો જ છે.
એ દિવસે?
વીજ સ્રોતો સૂકાશે – પાણીની અછત સર્જાશે – ખેતરો સૂકાં ભંઠ બનશે – સપ્લાય ચેન સૂકાશે. મારો ખાંડનો ડબો સાવ ખાલીખમ્મ પડ્યો રહેશે.
  • તમે કહેશો,
    • ” क्यूं काजी, सारे गांवकी चिंता?“
  • હા સ્તો ,
    • ‘ सब सलामत है.’
પણ આ અદકપાંસળી જીવની ઊંઘ ઘણી વાર આવા વ્યર્થ ખયાલોમાં ઊડી જાય છે.
તમારી ઊંઘ કદી આમ ઊડી જાય છે, વારુ?!
…………………………………………………….
આ જ સંદર્ભનું બીજુ એક અવલોકન - ‘ સાબુ પર સાબુ’
અને એક ભયાનક સ્વપ્ન – અમેરીકન હાઈવે પરની ત્રણ ઘટનાઓ ‘

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment