Showing posts with label કવિતા. Show all posts
Showing posts with label કવિતા. Show all posts

Wednesday, January 11, 2012

હું એક શિક્ષક છું




હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં,
હું સમાજનું હ્યદય ધબકતું સ્થાન ને મારા હણતા નહીં.

મેં કલાકો ગળા ઢઈડીને વર્ગખંડ મહેકાવ્યા છે,
મેં કળીઓને ફૂલ બનાવી બાગબાગ મહેકાવ્યા છે,
મેં વાવી છે શિષ્ટ સભ્યતા હવે આ મોસમ લણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં

આદર્શોના ઈંધણ નાખી મેં સંસ્કારો રાંધ્યા છે,
ડૉક્ટર, વકીલ કે ઈન્સ્પેક્ટર મેં પાયેથી બાંધ્યા છે,
હું પાયાનો પથ્થર કોઈ જૂઠ ઈમારત ચણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

ખાણમાં નાખી હાથ અને મેં કૈંક હીરાઓ ઝળકાવ્યાં,
શબ્દનો સેવક થઈને સાક્ષરતાનાં નેજાં ફરકાવ્યાં,
અને તમે શું આપ્યું ? પૂછો મા ! ઝખમને ખણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

હા, હું હકથી , વટથી કહું છું સમાજ મારો ઋણી છે,
વેતન લઈને વતન સાચવ્યું તોય વાત અણસૂણી છે,
આદર ના આપો તો માફી,આરોપો બણબણતા નહીં,
હું એક શિક્ષક છું શિક્ષક કદી નમાલો ગણતા નહીં.

-શ્રી સાંઈરામ દવે

હમ એક ઐસે દેશમે રહતે હૈ



હમારે રંગ ઢંગ અત્યંત નિરાલે હે
હમ એક ઐસે દેશમે   રહતે   હૈ 
જહા હમારે ઘર પર એમ્બ્યુલંશ ઓંર પુલીસ કી તુલના મેં પીઝા જ્લ્દ  પહુંચતા  હૈ 
જહા આપકો કર લોન ૫% પર મિલતા હૈ  શિક્ષા ઋણ ૧૨% પર મિલતા હૈ 
જહા ચાવલ ૪૦ રૂ . પ્રતિ કિલો હૈ શિમ કાર્ડ મુફ્ત હૈ 
જહા જૂતે એ.સી. વાલી દુકાન મેં મિલતા હૈ ઓંર સબ્જી ફૂટપાથ પર બિકતી હૈ 
જહા લેમન જ્યુસ એસેસ વાલા મિલતા હૈ ઓંર બર્તન ક્લીનર લેમન   કા  મિલતા હૈ 

Saturday, October 8, 2011

નાણું



નાણાંને રૂપ નથી,પણ આકર્ષે છે સૌને.


નાણાંને હાથ નથી,પણ કામ કરે છે બધે.

નાણાંને પગ નથી,પણ પહોંચી શકે છે બધે.

નાણાંને જીભ નથી,પણ એનો અવાજ છે બધે.

નાણું ઘાસ નથી, પણ સૌને જીવાડે છે બધે.

નાણાંને પેટ નથી,પણ પૂરું કરે છે બધે.

નાણું ભીખ નથી,પણ માગે છે બધે.

નાણું દાન નથી,પણ દાન કરે છે બધે.

નાણું હસાવે છે ને નાણું રડાવે પણ છે.

નાણું તારક છે ને મારક પણ છે.

નાણાંથી ઘણા તરી જાય છે ને ઘણા મરી પણ જાય છે.

નાણું ભગવાન નથી, પણ પૂજાય છે બધે.

Monday, August 8, 2011

દીકરો અને દીકરી




  • દીકરો વારસ છે



    • દીકરી પારસ છે!

  • દીકરો વંશ છે



    • દીકરી અંશ છે!

  • દીકરો આન છે



    • દીકરી શાન છે!

  • દીકરો તન છે



    • દીકરી મન છે!

  • દીકરો માન છે



    • દીકરી સ્વમાન છે!

  • દીકરો સંસ્કાર છે



    • દીકરી સંસ્કૃતિ છે!

  • દીકરો આગ છે



    • દીકરી બાગ છે!

  • દીકરો દવા છે



    • દીકરી દૂવાં છે!

  • દીકરો ભાગ્ય છે



    • દીકરી વિધાતા છે!

  • દીકરો શબ્દ છે



    • દીકરી અર્થ છે!

  • દીકરો ગીત છે



    • દીકરી સંગીત છે!

  • દીકરો પ્રેમ છે



    • દીકરી પૂજા છે!

  • દીકરો વાદળ છે અને વરસે છે



    • દીકરી ધરતી છે અને તરસે છે!

  • દીકરો એક પરિવારને તારે છે



    • દીકરી દસપરિવારને તારે છે!!

    Thursday, July 14, 2011

    ચાલ ને સખી, બાળક બનીએ




    ચાલ ને સખી, બાળક બનીએ



    ફરી પા-પા પગલી માંડીએ



    આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ



    જીવનમાં નિર્દોષતા ભરીએ



    કોઈને ફરિયાદ ન કરીએ



    ચિંતા અને ફિકરની ફાકી કરીને



    રોજ જીવન નવું જીવીએ



    ફૂલ, પંખી ને પવન ની દોસ્તી કરીએ



    હાથમાં લઈને હાથને દોડીએ



    દરિયાને કિનારે જઈને



    શંખ, છીપ ને મોતી વીણીએ



    દુર ગગનમાં વસતાં પેલા



    ચાંદ ને તારા ની પાસે જઈએ



    ચાલ ને સખી, બાળક બનીએ