આ કોઈ ફિલસૂફીની વાત નથી. ખરેખર રમતની વાત છે. એને મારા પ્રિય ‘હોબી વિશ્વ’ બ્લોગ પર તો મૂકવાનો જ છું; પણ પહેલાં અહીં.
કારણ સાવ સરળ છે – આ ‘ગદ્યસૂર’ માટેનો પણ પ્રિય વિષય છે – કદાચ વધારે પ્રિય. ( આદતવશ, અંતે એક ફકરો ઉમેરવાની અંચાઈ કરું પણ ખરો હોં! આપણે તો ભાઈ રમતારામ!)
વાત જાણે એમ છે કે, આધુનિક વૈજ્ઞાનિકોનાં જીવનનો ટૂંક પરિચય આપતી એક ચોપડી હાથમાં આવી ગઈ. એમાં નરસૈંયાની યાદ અપાવી દેનાર ‘બેનોઈટ મેન્ડરબ્રોટ’ મળી ગયો; એ જ રીતે જીવનની રમતનો સર્જક ‘જોહ્ન કોન્વે’ પણ મળી ગયો.