માહીતિસભર વેબ સાઇટોનો ટુંકમાં પરીચય
ક્લે સંસ્કૃત લાયબ્રેરી
- સંસ્કૃત સાહિત્યને દુનિયાભરના લોકો માણી શકે એવાં મુખ્ય ઉદ્દેશ સાથે ‘ક્લે સંસ્કૃત લાયબ્રેરી’ અસ્તિત્વમાં આવી છે. સંસ્કૃતમાં લખાયેલા પુસ્તકો અંગ્રેજીમાં અનુવાદ સાથે હવે લોકો વાંચી શકશે.
- વધુ માટે વાંચો:
ગુજરાતી લખતાં, વાંચતાં અને બોલતાં શીખો
- હ્યુસ્ટનના શ્રી. કિરીટ ભક્ત અને વિશાલ મોણપરા અને વડોદરાના શ્રી. ઇન્દ્રવદન મિસ્ત્રીના સહીયારા પ્રયત્નોથી ભારતની બહાર સ્થાયી થયેલા કુટુ મ્બોના વિદેશમાં જન્મેલા બાળકો ગુજરાતી સહેલાઇથી શીખી શકે , તે માટે આ વેબ સાઇટ બનાવવામાં આવી છે.
- વધુ માટે વાંચો
ડીજીટલ ગાંધીજી
- દુનિયાભરથી ગાંધીજીને લગતી માહીતિસભર વેબ સાઈટોને આ ઈલેક્ટ્રોનિક સંગ્રહપોથીમાં એકત્રિત કરવામાં આવી છે.
- વધુ માટે વાંચો:
ગુજરાતી લેક્સીકોન નું ‘ઓપિનિઅન’ સામયિક અને ‘સન્ડે ઈમહેફીલ’
- પરિવાર કમ્યુનિકેન્શન્સ દ્વારા સંચાલિત અને વિપુલભાઈ કલ્યાણી દ્વારા સંપાદિત ‘ઓપિનિઅન’ સામયિક ૨૬મી એપ્રિલ ૧૯૯૫ના દિવસે વિપુલભાઈએ જ શરૂ કર્યું હતું. સાઉથ આફ્રીકા માં એક વખત પ્રકાશિત થતાં ગાંધીજી ના ‘ઓપિનિઅન’ સામયિકના નામ પરથી આ સામયિકની સફર શરૂ થઈ હતી. આ વૈચારિક સામયિક ગુજરાતી લેક્સીકોનની વેબ સાઈટ પરથી વાંચી શકાય છે. એમની જ સાઈટ પર થી ઉત્તમભાઈ ગજ્જર, બળવંતભાઈ પટેલ અને રતિલાલભાઈ ચંદરયા દ્વારા સંપાદિત ”સન્ડે ઈમહેફીલ’ પણ ઉપ્લબ્ધ થાય છે.
- વધુ માટે વાંચો:
- ઓપિનિઅન અને સન્ડે ઈમહેફીલ
વડોદરા માં મળેલી પ્રથમ ગુજરાતી ગઝલસભા
- વડોદરાને આપણા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તરીકે ઓળખવામાં આવે છે. એને અનુલક્ષીને ગઈ કાલે ખ્યાતનામ ગઝલકારોએ ગુજરાતી કવિતા ને પ્રોત્સાહિત કરવાં અને સાથે સાથે ગુજરાતી સાહિત્યને વિક્સાવવાના હેતુથી રાજ્યની પ્રથમ ‘ગઝલસભા’નુ આયોજન કર્યું હતું. એમાં જાણીતા કવિ રશીદ મીરે પણ ભાગ લીધો હતો. એમણે જણાવ્યું હતું કે ઉર્દુ ગઝલ પછી બીજાં ક્રમાંકે ગુજરાતી ગઝલ આવે છે.
- વધુ માટે વાંચો:
મ્યુસ ઈંડિયા ઈલેક્ટ્રોનીક લિટરરી જર્નલ – મોડર્ન ગુજરાતી કવિતા અને ગુજરાતી દલિત સાહિત્ય
- મ્યુસ ઈંડિયા ઈલેક્ટ્રોનીક લિટરરી જર્નલ:
એમાં ગુજરાતી કવિતા અને ગુજરાતી દલિત સાહિત્ય પર બે જુદાં જુદાં વિભાગો રાખ્યાં છે. - વધુ માટે વાંચો:
ગુજરાતી વિડિયો મેગઝીન – ચાંદની ન્યુઝ
- છેલ્લા અઠવાડિયાના સમાચારો તમે તમારા કમ્પ્યુટર પ૨ જોઈ તથા સાંભળી શકશો.
- જુઓ:
બાયોનેનોટેકનોલોજી, નેનો ડ્ર્ગ ડિલિવરી અને મેડિકલ ડિવાઈસીસ
- બાયોનેનોટેકનોલોજી, નેનો ડ્ર્ગ ડિલિવરી અને મેડિકલ ડિવાઈસીસ માટે કેવી રીતે પેટંટ પ્રોટેક્શન મેળવવું એ જાણવા વાંચો મારા એક બીજા બ્લોગ પર :
ભારત અને સાથે સાથે ગુજરાતના ઇન્ફોર્મેશન ને લગતાં પ્રોજેકટ્સ
- આપણે અહીં ઈટરનેટ અને નવી નવી ટેકનોલોજી વડે જ્યારે ખુબ આગળ વધી રહ્યાં છે ત્યારે હજી પણ આપણાં ભારત દેશમાં હજારો ગામડાંઓ છે જ્યાં નાનાં નાનાં બાળકોએ કોમ્પયુટર પણ જોયાં નથી. તો ઈટરનેટની તો શું વાત કરવી? ગયાં વર્ષે હું એંડી કારવીનની ડીજીટલ ડીવાઈડ નેટવર્ક વિષે વાકેફ થયો અને એની પર મેં મારી ઇન્ફોરમેશન ઈનીશીએટીવ્સ ઇન ઇંડિયાની કમ્યુનીટી શરું કરી. એનો એક બ્લોગ પણ શરું કર્યોં. એજ આશાએ કે વિવિધ ઇન્ફોરમેશન ને લગતાં પ્રોજેક્ટ્સ ની વિગતો આપણે જાણી શકીએ અને સાથે સાથે ભારત અને ગુજરાતના ગામડાંઓમાં ભણતરની ક્રાંતિ લાવવાંમાં આપણું કંઈક યોગદાન આપી શકીએ.
દેશગુજરાત પર ‘બદલાતું અમદાવાદ’ અને ‘રીડગુજરાતી’ ના મૃગેશભાઈની મુલાકાત
- દેશગુજરાતની વેબ સાઈટ પર તમે ગુજરાતને લગતી વિવિધ ઓડિઓ, એમપી૩, વિડિઓ, અને બીજા રસપ્રદ લેખો જોઈ શકશો.
- જુઓ:
ગુજરાત ની વોટર અને સેનિટેશન મેનેજમેન્ટ ની વેબ સાઈટ (વાસ્મો)
- પેયજળ અને સ્વચ્છતાના ક્ષેત્રે વાસ્મો લોકોની શક્તિમાં વિશ્વાસ મૂકે છે. આપણી આજ અને આવતી કાલ ઉન્નત બને એ હેતુથી, વાસ્મો લોકોની આગવી કોઠાસૂઝ અને આધુનિક જ્ઞાન-કૌશલ વચ્ચેના સેતુ તરીકે કામ કરે છે. ભારતનાં તમામ રાજ્યોમાં ગુજરાત જળવ્યવસ્થાપનના ક્ષેત્રે કદાચ સૌથી વધુ બહોળો અનુભવ ધરાવે છે. ગુજરાત જળને લગતી સૌથી વધુ સમસ્યાઓનો સામનો કરે છે અને તેથી જ, ગુજરાત આ સમસ્યાઓના વિવિધ પ્રકાર અને વિવિધ સ્તરના ઉપાયો શોધવાની સૌથી વધુ આવડત પણ કેળવી શક્યું છે. માંડીને વાત કરીએ, પેયજળ અને તેની સાથે સીધી રીતે સંકળાયેલા સ્વચ્છતાના ક્ષેત્રે, ગુજરાતની સ્થિતિની. ઘણી માહીતિ ઉપલબ્ધ છે પણ નામ અંગ્રેજીમાં શા માટે રાખ્યું છે?
- વધુ માટે વાંચો:
લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય
- રાજ્ય સરકારના કર્મચારીઓમાં ફરજનિષ્ઠા વધારવા તથા વહીવટી કામકાજને ભ્રષ્ટાચારમુક્ત બનાવવાના હેતુથી આ વિભાગ કાર્યરત છે.
લાંચ રુશ્વવત વિરોધી બ્યુરો, ગુજરાત રાજ્ય, અમદાવાદની શરૂઆત તા.૩0/0૯/૧૯૬૩ના રોજ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત રાજ્ય અલગ થયા પછી કરવામાં આવી. - વધુ માટે વાંચો:
ગુજરાત સરકાર ગૃહવિભાગ
- મુંબઈ રાજયમાંથી તા.1/5/1960થી ગુજરાત એક સ્વતંત્ર રાજય તરીકે અસ્તિત્વમાં આવતાં સૌ પ્રથમ ગૃહ, માહિતી પ્રસારણ અને નાગરિક પુરવઠા વિભાગ નામનો એક અલગ વિભાગ અસ્તિત્વમાં આવ્યો.
- વધુ માટે વાંચો:
સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ, ગુજરાત
- રાષ્ટ્રની રક્ષામાં પોતાના પ્રાણની આહુતિ આપવા હંમેશાં તત્પર આપણા શૂરવીર સૈનિકો પ્રત્યેનું ઋણ અદા કરવા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટ કાર્યરત છે. તેઓના પરિજનો માટેની કલ્યાણ અને પુનર્વસવાટ યોજનાઓના અમલીકરણની જવાબદારી સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ ડાયરેકટરેટના શિરે છે.
- વધુ માટે વાંચો:
ગુજરાત રાજ્યની ન્યાય સહાયક કચેરી
- ગુજરાત રાજ્યમાં ન્યાયસહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની સ્થાપના તા. ૧-પ-૧૯૭૪નારોજ અમદાવાદ ખાતે તત્કાલીન મહામહિમ રાજ્યપાલશ્રી કે. કે. વિશ્વનાથનના વરદ્ હસ્તે કરવામાં આવેલી. આ સમયે આ ખાતાનું કુલ મહેકમ ર૭ અધિકારી/કર્મચારીનું હતું. અને તેમાં રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર તથા જીવશાસ્ત્ર વિભાગો કાર્યરત કરવામાં આવ્યા. દક્ષિણ ગુજરાત ક્ષેત્રમાં નોંધાતા ગુનાઓની તપાસ માટે જરૂરિયાતને લક્ષમાં લઈ સને ૧૯૮૩માં સુરત ખાતે પ્રાદેશિક ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા શરૂ કરવામાં આવી. જેમાં પ્રોહિબિશન, રસાયણશાસ્ત્ર, ઝેરશાસ્ત્ર, જીવશાસ્ત્ર જેવા વિભાગો શરૂ કરવામાં આવ્યા. વડોદરા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બનતા ગુનાઓની તપાસ માટે અલાયદી વ્યવસ્થાની જરૂરિયાત જણાતાં સને ૧૯૯૫માં જિલ્લા ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળાની શરૂઆત કરવામાં આવી. પ્રારંભિક તબકકે પ્રોહિબિશનને લગતા કેસોની તપાસ માટેની સુવિધા ઊભી કરવામાં આવી.
- વધુ માટે વાંચો:
નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ
- ઈંડિઅન નેશનલ પોર્ટલ ઓફ ઈંડિયાની વેબ સાઈટ પર જુઓ કઈ રીતે ૨૬મી જાન્યુઆરી ઊજવાઈ હતી. અહીંથી ભારતનો તિરંગો ધ્વજ પણ ડાઉનલોડ કરી શકશો. કોને કોને પદ્મવિભુષણ, પદ્મભુષણ અને પદ્મશ્રી ના અવોર્ડસ મળ્યાં તે પણ જાણી શકશો. આપણાં સૌ ના જાણીતા તરલા દલાલ ને પણ પદ્મશ્રીનો એવોર્ડ અપાયો છે.
- વધુ માટે વાંચો:
ભારત રક્ષક ફોરમ
- ભારત રક્ષક ફોરમની આ વેબ સાઈટ માં ભારતીય ડીફેન્સ ને લગતી ફોરમ મુકવામાં આવેલી છે. આ બધી ફોરમો માં દેશ ના સંરક્ષણ વિષે ઘણાં વિચારો ની આપ-લે થાય છે. ભારતીય સ્પેસ અને મિસાઈલ ટેક્મનોલોજી પર પણ ઘણી માહીતિ ઉપ્લબ્ધ છે. આશા રાખીએ કે ભારત ના વિકાસમાં આપણે સૌ યથાશક્તિ ફાળો આપી શકીએ.
- વધુ માટે વાંચો:
પરિષદ-શતાબ્દી – નિરંજન ભગત
વાંચોઃ પરિષદ-શતાબ્દી - ગાંધીજી અને ગુજરાતી સાહિત્ય પરિષદ – ૪
- ટાગોર અને ગુજરાતી સાહિત્ય પરિષદ – ૧
- ટાગોર અને ગુજરાતના રાસ-ગરબા
- નિષ્ઠા અને નમ્રતાની મૂર્તિ કેશવ હર્ષદ ધ્રુવ
શ્રી યોગેશ્વરજી કૃત સ્વર્ગારોહણ પર વાંચો:
- રામાયણ
- ગીતા
- શિવમહિમ્નસ્તોત્ર
- શ્રીમદ્ ભાગવત
- અન્ય પુસ્તકો
- કવિતાઓ
- ગોપી ગીત
- શ્રી યોગેશ્વરજી ના ભજનો
- નરસિંહ મહેતા અને મીરાંબાઈ ના ભજનો
- પાતંજલ યોગદર્શન સ્વર્ગારોહણ પર સાંભળો
- પુરૂષોત્તમ ઉપાધ્યાય અને હંસા દવે ના ભજનો
- આશિત અને હેમા દેસાઈ ના ભજનો
- અન્ય ભજનો
ભગવદ ગોમંડલ
નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો મહાજ્ઞાનકોશ