Showing posts with label હાસ્યલેખ. Show all posts
Showing posts with label હાસ્યલેખ. Show all posts

Friday, January 13, 2012

Gujarati Natak : મસ્ત મજા ની લાઈફ (Mast majani life)



Naramdas's control of his business empire, ended the day he married Rajeshwari, on his first wife's death at childbirth. All that Naramdas wanted was that Rajeshwari be the mother to his newborn son. All that Rajeshwari wanted was Naramdas' immense wealth and his business empire. The only hitch was Vijay- Naramdas's son was the sole heir to the fortune. Rajeshwari manipulates Vijay to such an extent, that her word is his command. And Vijay does her bidding without hesitation. Fine. But when Vijay marries Radhika, a simple but educated village girl; thing start to heat up. Radhika realizes that Rajeshwari true objective is Naramdas' wealth. But can she change her husband Vijay's mind about the danger he is facing?
Watch this Natak on Youtube
મસ્ત મજા ની લાઈફ (Mast majani life)

ગુજરાતી નાટક : છેલછબીલા



ગુજરાતી નાટક : છેલછબીલા

ગુજરાતી નાટક : જલસા કરો જયંતીલાલ



We saw જલસા કરો જયંતીલાલ (Jalsa karo jyantilal) this weekend, enjoyed it. If you watch “Tarak mehta ka ulta chasma” on Sab TV, you will like Jethalal’s acting. I have embedded entire play (its broken into two parts) here.

Wednesday, January 11, 2012

ગુજરાતીને લલકારતા નહી,,,,, નૈ તો…???


હુ ભુરીયો દ્વારકાવાળો.
એક વાર મારે મુંબઈ જાવાનું થ્યુ.હુ પેલા તો દ્વારકાથી રાજકોટ મારા મિત્રને ત્યાં ઉતર્યો અને બે દિવસ રાજકોટ મિત્રને ત્યાં રોકાયા બાદ રાજકોટથી પુના જાતી રેલગાડીમાં બેઠો.
મારી બાજુમાં એક ૨૭ વરહના ભાઈ બેઠા.ટ્રેન તો ચાલતી થઈ.હવે તમને બધાયને ખબર છે કે હુ તો દોઢડાહ્યો.કોકને અટક ચારો કર્યા વગર છુટકો નહિ.
મે બાજુવાળા ભાઈને ટાઈમ પુછ્યો.ઈ ભાઈએ કિધુ “અભી તો ૪ બજે હૈ,આપ કો કહા જાના હૈ ?”….હું વિચાર કરુ કે લાગે છે આ ભૈ ગુજરાતી અને હિન્દી કા બોલે ?…
મે કિધુ “મુઝે,મુંબઈ મુકામે જાના હૈ”..
ઈ ભાઈ એ કિધુ “અચ્છા ,અચ્છા….”
મે કિધુ “ઓર તમારે કહા જાના હૈ..?”
..ઈ ભાઈએ કિધુ “અંકલેશ્વર જાના હૈ..?”
..મે કિધુ “પણ યે તો સુપર ફાસ્ટ ગાડી હૈ,ક્યાંક જ ઉભી રેતી હૈ.મોટા મોટા ટેશને ઉભી રેતી હૈ,અંકલેશ્વર બહોત નાના શહેર હૈ,વહા નહી ઉભી રેતી”..
ઈ ભાઇ મારુ હિન્દી હાભળિને દાંત કાઢતો કાઢતો ક્યે સે “તુ ગુજરાતી છો ?”…..
મે કિધુ “માથેથી પગના તળિયા હુધી પાક્કો ગુજરાતી”….
ઈ ભાઈએ કિધુ “હુય ગુજરાતી છુ”..
મે કિધુ “એલા કોડા, તો અત્યાર હુધી હુ મગજનું દહી કરતો’તો”…
પછી અમારા બેયનું જાયમુ હો.ઠેટ ઈ ભાઈનું ટેશન નજીક આવ્યુ યા હુધી.અને પસી ખબર પડી કે મારો હારો કાઠિયાવાડી નિકળો…
ઈ ભાઈએ કિધુ કે “એલા ભુરા, અંકલેશ્વર તો ગાડી નહી ઉભી રહે ,તો હવે હુ કરવુ ?”…
મે કિધુ થોડીક “ધાયણા રાખ…. જો, અંકલેશ્વર ટેશન આવે એટલે ગાડી ધિમી પડે,તારી ઠેકડો મારીન ઉતરવાની તૈયારી હોય તો બોલ?”..
ઇ ભાઈએ કિધુ ” ઠેકડો મારવામાં આપડૉ પેલો નંબર હો “….
અંકલેશ્વર ટેશન આયવુ એટલે મે કિધુ ” માર ઠેકડો…”….ઓલા ભાઈએ જે ઠેકડો માયરોને કે ઈ દોડતો દોડતો આગલા ડબ્બા હુધી પોચી ગ્યો,,ઓલા આગલા ડબ્બાના દરવાજા પાહે ઉભેલા ભાઈને એમ કે એને ઉપર ચડવુ હૈશે,,,તો ઇમણે ભાઈનું બાવણુ
પકડીન ઉપર ખેચી લિધો..સિધો સુરત ભેગો કરી દિધો…અને ઈ ભાઇ સુરત ઉતરી ગ્યા…
સુરતથી વલસાડ હુધી તો હું કંટાળી ગ્યો.કેમ કે..મારી બાજુમાં બે છોકરીયુ આવીને બેઠી…હવે એની હામે દોઢડાહ્યુ થવા જાય તો..સેંડલ ખાવાની તૈયારી રાખવી પડે…
હવે વલસાડથી એક ભાઈ મારી બાજુમાં બેઠા હો…ઈ ભાઈનુ રુપ જોઈન તો લાગતુ’તુ કે આ ભાઇ તાજો તાજો રંડાણો હોય .પહેલવાન જેવો બાંધો,વાહે બે છોકરા લટકાયવા હોય એવો થેલો,પાટલુંગમાં કોકે બ્લેડ મારી દિધેલી,માથુ તો જાણે દેશી કુકડાની
કલગી જેવુ…અને વાહે એની જરસી માં લખ્યુ’તુ “Aal Izz well”..મે મનમાં કિધુ
“ઓલ ઇઝ ક્યાથી વેલ ?…”
થોડીક વાર તો બેય મુંગા બેઠા રહ્યા…ઓલા અંકલેશ્વરવાળા ભાઈ હારેનો મારો અનુભવ હતો એટલે પેલા મે પૂછી લિધુ.. “તમે ગુજરાતી છો ?”..
એણે જવાબ આપ્યો ” કાઈ જાલા ?”[મરાઠીમાં] (કાઈ જાલા એટલે શુ થયુ ?)
મે કિધુ “કાઈ નથી જાયલુ ?…”
મે પસી હિન્દીમાં કિધુ ” આપ ગુજરાતી હૈ ?”…
એણે કિધુ ” નહી ,નહી..મરાઠી”….
મે કિધુ “તૈ ઠિક લ્યો…! “
થોડીકવાર થૈ એટલે મારા મિત્ર ને ત્યાંથી મેથીના થેપલા અને સુકી ભાજી [બટેકાનું શાક] લિધુતુ ઇ કાઈઢુ..હવે આપણા ગુજરાતીનો સ્વભાવ છે કે જમવાનું શરુ કરતા પહેલા આજુ-બાજુ વાળાને આમંત્રણ આપી અને પછી જ જુહટવાનું શરુ
કરીયે…
મે ઓલા મરાઠી ભાઇને કિધુ…”હાલો ખાના ખાવા”
મરાઠી ભાઈ [દાંત કાઢતો ,કાઢતો]..” તુમ ગુજરાતી લોગો કો આલુ બહુત પસંદ હૈ ક્યાં ?….યે દેખ મેરી મસલ્સ..?..યે દેખ સીક્સ પૅક એબ્સ ..?તુ ગુજરાત લોગ આલુ ઓર ખિચડી હી ખાઓ…અંડા ઓર ચિકન ખાને સે બનતે હૈ સીક્સ પૅક એબ્સ..ખિચડી
ખાને સે નહી ..!”
હુ મનમાં વિચાર કરુ કે આણે એક કાઠિયાવાડી અને ગુજરાતીને લલકાર્યો સે.આને કાઈક મેથી પાક ચખાડવો પડસે…પેલા હું મિત્રને ઘરેથી જી મેથીના થેપલા અને સુકી ભાજી લ્યાયવો તો …ઈ પેટ ભરીને જુહટી લિધી..પસી ઓલા મરાઠીનો વારો
હતો..જુહટવાનો….!
જી રેલ્વેમાં મુસાફરી કરતા હૈસે એને ખબર હૈસે કે રેલગાડીમાં એક આપાતકાલિન ચેન હોય સે.. ઈ ખેચવાથી ગાડી ઊભી રહી જાય.હવે જો ઈ ચેન કોઈ આપાતકાળ વગર ખેચવામાં આવે તો ..ઈ ચેન ખેચવા વાળાને રેલ્વે પોલિસવાળા જેલ
ભેગો કરી દયે…
.હવે ગુજરાતીના સીક્સ પૅક એબ્સ બતાવાનો વારો હતો..
હુ ઊભો થ્યો અને ચેન ખેચવાનો પ્રયત્ન કરવા લાગ્યો…હુ અમથો-અમથો બળ લગાવીને ચેન ખેચવાનો ઢોગ કરતો હતો.
ત્યાં ઓલો મરાઠી પેહેલવાન ભાઈ ઊભો થ્યો…અને મારા હાથ માંથી ચેન છોડાવીને કિધુ “તુમ ગુજરાતી લોગ મે ઈતની ભી તાકત નહી હૈ ક્યાં..?..હા હા હા..અને જે જોરથી ચેન ખેયચો.. ટ્રેન ત્યાં જ ઊભી રહી ગઈ..અને ટ્રેનમાં રેલ્વે
પોલિસવાળા આવી ગ્યા…
પોલિસવાળાએ કિધુ “ચેન કિસને ખીચી ..?”
ડબ્બા બધાય બેઠા’તા..ઈ બધાયે ઓલા મરાઠી હામુ આગળી ચિંધી..
પોલિસવાળાએ ઓલા મરાઠીને પકડી લિધો….પસી મે ઓલા મરાઠીને કિધુ “આ જોઈ લે ગુજરાતીના સીક્સ પૅક એબ્સ….,એકલી મુર્ગી અને ઈડાં નો ખવાય..!..દાળ-ભાત,ખિચડી પણ ક્યાંરેક ખવાય…હો

Saturday, October 8, 2011

ખડખડાટ



ગામડાનો એક માણસ મુંબઇ ફર્યા પછી પોતાના ગામ પાછો આવ્યો. તેના મિત્રોએ પૂછ્યું, ‘મુંબઇ વિશે અમને કંઇક કહે ને. તે ત્યાં શું જોયું?’


પેલો માણસ બોલ્યો, ‘મુંબઇ તો સરસ છે, પણ ત્યાંની સરકાર થોડી કંજુસ છે. એક ડ્રાઇવરનો પગાર બચાવવા એક બસની ઉપર બીજી બસ રાખીને ચલાવે છે.

***

રામ (આનંદને) : તારા દાંત કેવી રીતે તૂટયાં?

રામ : હસવાના કારણે.

આનંદ : હસવાના કારણે? આવું તો વળી થતું હશે?

રામ : અરે યાર, હું એક પહેલવાનને જોઇને હસી રહ્યો હતો એટલે.

****

ફેરિયો : ચપ્પું-છરીની ધાર તેજ કરાવી લો.

એક બહેન : ‘ભાઇ, અક્કલ પણ તેજ કરી આપો છો?’

ફેરિયો : ‘હા, બહેન, જો તમારી પાસે હોય તો...’

****

જજ (ગુનેગારને) : ક્યા ગુનાના કારણે તું આજે અહીં છે?

ગુનેગાર : જજસાહેબ, માત્ર એક છીંકના કારણે.

જજ : એ કેવી રીતે?

ગુનેગાર : મેં છીંક ખાધી, ત્યાં જ મકાનમાલિક જાગી ગયો અને તેણે મને પકડી પાડ્યો

Wednesday, September 28, 2011

ખડખડાટ




પપ્પા : પપલુ, દુનિયામાં કોઇ કામ અશક્ય નથી.


પપલુ : તો પછી તમે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીને દેખાડજો.



*** *** ***

Sunday, July 24, 2011

હાસ્યલેખ!! અંધશ્રદ્ધા


મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે ! મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે ! (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે ! અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !! :-)
અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.
આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)
મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !! હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.

આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !!
તો અંતે મુમુક્ષુઓના લાભાર્થે વર્તમાનપત્રનાં સમજદાર વ્યવસ્થાપકશ્રી દ્વારા મુકાયેલી ચેતવણી પણ જુઓ. બધા પોતપોતાનો ધર્મ તો બજાવે જ છે, છતાં કોઇ ધરાર ફસાઇ તો તેને શું કહેશું ?? આપ સૌને વિનંતી કે આસપાસ કોઇ આમ ધરાર ફસાતું હોય તો, સંબંધ બગડવાનું જોખમ લઇને પણ, તેને ફસાતા રોકવાનું પુણ્યકાર્ય જરૂર કરશો. આભાર.