Wednesday, September 28, 2011

ખડખડાટ




પપ્પા : પપલુ, દુનિયામાં કોઇ કામ અશક્ય નથી.


પપલુ : તો પછી તમે છીંક આવે ત્યારે આંખો ખુલ્લી રાખીને દેખાડજો.



*** *** ***




શિક્ષકે એક વિદ્યાર્થીને પૂછ્યું : ગુસ્સો કરવો ફાયદાકારક છે કે નુકસાન કારક?

વિદ્યાર્થી : ફાયદાકારક છે?

શિક્ષક : કેમ?

વિદ્યાર્થી : સર, જ્યારે પણ મમ્મી ગુસ્સે થાય છે ત્યારે મારા પપ્પા તરત ખિસ્સામાંથી પાંચસોની નોટ કાઢીને આપી દે છે.



*** *** ***



વિજ્ઞાનના કલાસમાં ટીચરે પપ્પુને પૂછ્યું :કાગળથી માનવી ગરમ થઇ શકે છે?

પપ્પુ : જી, બિલકુલ થઇ શકે છે.

ટીચર : કઇ રીતે?

પપ્પુ: હજુ થોડાક દિવસો પહેલાં મારું રીઝલ્ટ લઇને હું ઘરે ગયો. એને જોતાં જ પિતાજી ગરમ થઇ ગયા.



*** *** ***



મોનુ : આ શું ક્રિકેટની રમત રમો છો. કોઇ બહાદુરીની રમત રમો બહાદુરીની.

સોનુ : અચ્છા, તું કઇ બહાદુરીની રમત રમે છે?

મોનુ : સાપ સાથે રમું છું, સાપ સાથે!

સોનુ : કઇ રીતે?

મોનુ : મારા મોબાઇલમાં સાપની ગેમ છે...!

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment