
ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.
તું કંઇ સ્વાદિષ્ટ વસ્તુ ખાઇ રહી છે, લાવ મને આપ આ રીતે તોફાની હાથી ચંદન વનમાં ઘૂસી ગયા અને બધા પ્રાણીઓને હેરાન કરવા લાગ્યા.હાથીના ઝૂંડે વનમાં બહુ જ નૂકશાન કર્યું. ઘર તોડી નાખ્યા, બગીચાઓ વેરવિખેર કરી નાખ્યા અને તળાવનું પાણી પણ ગંદુ કરી નાખ્યું. આટલા બધા હાથીને કેવી રીતે ભગાડવા?કોઇને કંઇ ઉપાય ન મળ્યો.કોઇએ પણ જવાબદારી લીધી નહીં ત્યારે કીડીઓ આગળ આવી. હાથીઓને અમે ભગાડી દઇશું.
એકવાર ફરીથી વિચારી લો કે શું તમે આ કામ કરી શકશો?હા, અમે આ કામ કરીશું.કીડીઓએ તેમના મિત્ર ઘુવડને કહ્યું હાથી ક્યાં સૂએ છે તે આજે રાત્રે તપાસ કરી દેજો. બીજા દિવસે રાત થતાં જ બધી કીડીઓ હાથી જ્યાં સૂતા હતા તે જગ્યાએ પહોંચી ગઇ.જુઓ તો ખરા હાથીડાઓ કેટલી મસ્તીમાં સૂઇ ગયા છે.
ઢગલાબંધ કીડીઓ સૂતેલા હાથીઓની સૂંઢમાં ઘૂસી ગઇ અને સૂંઢમાં જોર જોરથી ચટકા ભરવા લાગી.અરે સૂંઢમાં કીડીઓ કેવી રીતે ભરાઇ ગઇ?બધા હાથીઓ પીડાથી કણસવા લાગ્યા. અરે સૂંઢમાં કીડીઓ કેવી રીતે ભરાઇ ગઇ?તમે ચંદન વન છોડીને નહીં જાઓ ત્યાં સુધી કીડીઓ તમને કડતી રહેશે.આખરે હાથી ચંદન વન છોડીને નાઠા. પ્રાણીઓએ કીડીઓનો આભાર માન્યો.
શીખ : એકતામાં ઘણી તાકાત છે. જે રીતે નાની કીડીઓએ મળીને હાથીને ભગાડી દીધા એ જ રીતે આપણે ભેગા મળીને મોટામાં મોટી મુશ્કેલીને દૂર કરી શકીએ છીએ.
0 comments:
Post a Comment