રોયલ રાજસ્થાન
હું મારા નાના, નાની અને મારી મોટી બહેન સાથે રાજસ્થાનના પ્રવાસે ગઇ હતી. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન. ત્યાં ઘણા પ્રસિદ્ધ નગરો જેવા કે ઉદેપુર, જયપુર, બિકાનેર, પોખરણ, શ્રીનાથજી વગેરે આવેલા છે. અમે સૌથી પહેલા શામળાજી, કેસરીયાજીના દર્શન કર્યા. ત્યાર બાદ ગુજરાતની સીમા પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ત્યાં ઉદયપુરમાં ઘણા સ્થળે ફર્યા અને ત્યાંનો સિંઘી પેલેસ જોયો. આ પેલેસમાં અમે રાજા-મહારાજાઓના રીતરિવાજો, તેમના યુદ્ધના અવનવા શસ્ત્રો, તેમની શાહી ગાદી તેમજ રાણીના વસ્ત્રો જોયા.
ઉદેપુરમાં અમે મહારાણા પ્રતાપનું સ્મારક જોવા પણ ગયા. ત્યાં તેમના ઘોડાની મૂર્તિ જોઇ તથા મહારાણા પ્રતાપે બંધાવેલા સોનાના સ્તંભ જોયા. તેનો આકાર, ઊંચાઇ બધું ખૂબ જ સરસ અને અદ્ભુત હતું.પછી અમે બધા શ્રીનાથજી પહોંચ્યા. ત્યાં ભગવાન શ્રીનાથજી બાવાના સુંદર દર્શન થયા. ત્યાંથી અમે જયપુર પહોંચ્યા. જયપુરમાં હવામહેલ, જલમહેલ, સીટીગેટ જેવા સ્થળોએ ફર્યા. ત્યાંની વિશ્વપ્રસિદ્ધ ટોકીઝ ‘રાજમંદિર’ જોઇ. જે જોવાનો લહાવો ખૂબસુરત હતો. એ ટોકીઝ એક રાજાએ બંધાવી હતી.
પિંક સીટી જયપુર જોયા પછી બિકાનેર પહોંચ્યા. બિકાનેર જડતર કલા માટે ભારતમાં પ્રસિદ્ધ છે. અહીં અમે રાજાનો મોટો મહેલ જોયો. આ મહેલના વિવિધ ઓરડાઓ, તેનો દરબાર, તેની ગાદી, યુદ્ધ વખતે છુપા રસ્તા માટે ઉપયોગમાં લેવાતી સુરંગો પણ જોઇ. આ પછી અમે પોખરણ ગયા અને ત્યાં ભારતે કરેલો પ્રથમ અણુ વિસ્ફોટક જોયો. પોખરણ રાજસ્થાની મોજડી માટે ઘણું પ્રસિદ્ધ છે. ત્યાર બાદ અજમેર ગયા કે જ્યાં પ્રસિદ્ધ જામા મિસ્જદ જોઇ. ત્યાં ખ્વાજા ગરીબ નવાજની દગૉ છે. તે પણ વિશ્વપ્રસિદ્ધ છે.
છેલ્લે અમે બધા માઉન્ટ આબુ ગયા. જ્યાં વિવિધ જોવાલાયક સ્થળો છે. જેમાં વિશ્વપ્રસિદ્ધ દેલવાડાના દેરા, સન પોઇન્ટ જેવી ઘણી જગ્યાએ અમે ફર્યા. આબુ જઇએ એટલે અંબાજી અને પછી બહુચરાજીની ઊંઝા દર્શન કરવા જવું જ જોઇએ. બંને માતાના દર્શન કરીને અમે પ્રવાસ પૂરો કર્યો.
ઘટા પંડ્યા, ધો.૭, નાલંદા વિદ્યાનીકેતન, (અમરેલી)
0 comments:
Post a Comment