
દુનિયાનું ટચૂકડું હેલિકોપ્ટર
મિત્રો, તમે હેલિકોપ્ટર તો જોયું છે ને! તમે જાણો છો, ફક્ત એક જ જણ બેસી શકે તેવું એક ટચૂકડું હેલિકોપ્ટર જાપાનની ‘ઇન્ટરનેશનલ એરોસ્પેસ’ નામની કંપનીએ બનાવ્યું છે. તેને ‘કોમ્પેકટકોપ્ટર’ એવું નામ આપવામાં આવ્યું છે.આ ટચૂકડા હેલિકોપ્ટર જેવું લાગતું આ કોપ્ટર દૂરથી ખુરશીમાં બેસીને ઊડતા હોઇએ તેવું લાગે છે. આ કોપ્ટરમાં એક વ્યક્તિ બેસીને આગળ આવેલો સળિયો પકડીને હેલિકોપ્ટરને ઉડાડી શકે છે. હેલિકોપ્ટરમાં પગ મૂકવા માટે એક નાનકડો સળિયો મૂકવામાં આવેલો છે. એલ્યુમિનિયમ પાઇપોથી બનેલું અને ગેસોલીન નામના ઇંધણથી ચાલતું હેલિકોપ્ટર ૩૦થી ૬૦ મિનિટ સુધીની સફર એક વારમાં કરી શકે છે. ‘‘
વિશ્વની કાગળની સૌથી મોટી ક્રેઇન
ક્રેઇન વિશે તો આપણે ઘણું બધું જાણીએ છીએ. વજનદાર વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે તેમજ ભૂકંપ જેવી હોનારતમાં કાટમાળ ખસેડવામાં ‘ક્રેઇન’નો ઉપયોગ થતો જોવા મળે છે. વિશ્વની કાગળની સૌથી મોટી ક્રેઇન એ તો વિશ્વની અજાયબી જેવી છે. ઉત્તર જાપાનના ઓડેટા શહેરમાં ૨૫૩ ફૂટ પહોળી પેપર ક્રેન ૧૯૯૮માં બનાવવામાં આવી હતી. આ ક્રેન ૬૦૦ માણસોએ ૮૦ સ્કવેર મીટર કાગળને વિવિધ પેપર ફોલ્ડિંગ ટેકનિકથી બનાવી છે.‘
0 comments:
Post a Comment