Wednesday, September 28, 2011

ઝડપી કોણ?



.
સિંહ હરીફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. બે કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવાનું હતું.

એક હતું સુંદરવન. વનમાં વિવિધ વૃક્ષો, છોડ અને વેલાઓની વચ્ચે જાતભાતના પશુ, પંખી, કીટક રહેતા હતા. વનનો રાજા સિંહ પોતાના ખોરાક પૂરતો જ શિકાર કરતો. બધા પ્રત્યે સમભાવ રાખતો. પ્રાણીઓ પણ સિંહની આમન્યા રાખતા. એક દિવસ બધા પશુઓ ભેગા થયા હતા. ત્યાં જ સસલાં અને હરણો વચ્ચે ચર્ચા ચાલતી હતી.


સસલાઓ કહે, અમે દોડવામાં ઝડપી. અમારી સાથે કોઇ દોડી શકે નહીં. હરણો કહે, ભાઇ તમે ખૂબ ઝડપી દોડી શકો તે તો ખરું પણ અમેય તમારી જેમ ઝડપથી દોડી શકીએ છીએ. આમ બંને જુથ વચ્ચે ચડસાચડસી થઇ. કોણ ઝડપી દોડી શકે તે બાબતે બંને ચર્ચામાં આવી ગયા. છેવટે વાંદરાભાઇ વચ્ચે પડ્યા. બંનેને સમજાવી ન્યાય માટે સિંહ પાસે જવાનું નક્કી કર્યું.

સિંહના દરબારમાં સસલાઓના પાંચ જણ અને હરણાંઓના પાંચ જણ અને વાંદરાભાઇ એક એમ મળીને અગિયાર જણા ગયા. સિંહ સમક્ષ વાંદરાભાઇએ કહ્યું, ‘સસલાં અને હરણાંમાં કોણ ઝડપથી દોડી શકે છે તે બાબતે તમારો ન્યાય આપો. આ બંનેના જુથ વચ્ચે ચડસાચડસી થઇ છે. બેમાંથી એકેય હાર માનવા તૈયાર નથી. એટલે તેમને સમજાવી તમારી પાસે લાવ્યો છું.’

સિંહ હોશિયાર અને બુદ્ધિશાળી હતો. તેણે કહ્યું, ‘ભાઇ, તમારામાંથી કોણ ઝડપી? તે તો પ્રત્યક્ષ અનુભવ કરીએ તો જ ખ્યાલ આવે. બંને વચ્ચે હરીફાઇ રાખીએ. જે ઝડપી હશે તે પ્રથમ આવશે.’ સિંહના દરબારમાં જ હરીફાઇનો દિવસ નક્કી થયો. અને હરીફ સંદર્ભે બંને જુથમાંથી એક એકની પસંદગી કરવાની તક આપી. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે રહેશે તેવું નક્કી થયું.

બંને જુથમાંથી એક એક જણની દોડની હરીફાઇ માટે પસંદગી કરી લીધી. સસલાના જુથે નક્કી કર્યું કે આપણે તો દોડવામાં કાચા નથી એટલે પસંદગી પામનારને કોઇ પણ પ્રકારની તાલીમ આપી નહીં. જ્યારે હરણાના જુથે દોડવાની હરીફાઇમાં પસંદગી પામેલ હરણને દોડવાની યોગ્ય તાલીમ આપી.

હરીફાઇના દિવસ બંને જુથ હાજર થયા. સિંહ પણ હરિફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. એક કલાકમાં પાંચ કિમી અંતર કાપવાનું હતું. પાંચ કિમીને અંતે વાંદરાભાઇએ એક કૂતરાને ઊભો રાખ્યો હતો. જે પ્રથમ આવે તેને જ પસંદ કરવાનો હતો. હરીફાઇ શરૂ થઇ. સસલાભાઇ અને હરણભાઇ દોડવા લાગ્યા. બંને લગભગ સરખા અંતરે દોડતા હતા.

બે કિલોમીટર ગયા હશે ત્યાં જ સસલાભાઇને હાંફ ચઢ્યો. થોડા ઊભા રહેવા વિચાર્યું. તે ઊભા રહ્યા. હરણ તો દોડતું જ રહ્યું. સસલાભાઇએ પણ થોડીવાર પછી દોડવાનું શરૂ કર્યું. હરણ અટક્યા વિના સતત દોડતું જ રહ્યું અને સસલાભાઇ પાછળ પડી ગયા. હરણ જીતી ગયું. વાંદરાભાઇ અને કૂતરાભાઇએ પરિણામ જાહેર કર્યું કે દોડવાની બાબતમાં સૌથી ઝડપી હરણ છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment