Saturday, October 8, 2011

ખડખડાટ



ગામડાનો એક માણસ મુંબઇ ફર્યા પછી પોતાના ગામ પાછો આવ્યો. તેના મિત્રોએ પૂછ્યું, ‘મુંબઇ વિશે અમને કંઇક કહે ને. તે ત્યાં શું જોયું?’


પેલો માણસ બોલ્યો, ‘મુંબઇ તો સરસ છે, પણ ત્યાંની સરકાર થોડી કંજુસ છે. એક ડ્રાઇવરનો પગાર બચાવવા એક બસની ઉપર બીજી બસ રાખીને ચલાવે છે.

***

રામ (આનંદને) : તારા દાંત કેવી રીતે તૂટયાં?

રામ : હસવાના કારણે.

આનંદ : હસવાના કારણે? આવું તો વળી થતું હશે?

રામ : અરે યાર, હું એક પહેલવાનને જોઇને હસી રહ્યો હતો એટલે.

****

ફેરિયો : ચપ્પું-છરીની ધાર તેજ કરાવી લો.

એક બહેન : ‘ભાઇ, અક્કલ પણ તેજ કરી આપો છો?’

ફેરિયો : ‘હા, બહેન, જો તમારી પાસે હોય તો...’

****

જજ (ગુનેગારને) : ક્યા ગુનાના કારણે તું આજે અહીં છે?

ગુનેગાર : જજસાહેબ, માત્ર એક છીંકના કારણે.

જજ : એ કેવી રીતે?

ગુનેગાર : મેં છીંક ખાધી, ત્યાં જ મકાનમાલિક જાગી ગયો અને તેણે મને પકડી પાડ્યો

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment