Saturday, October 8, 2011

વિજ્ઞાનનું જ્ઞાન





એકલું મીણ કેમ સળગતું નથી?


વાટ એ મીણનું દહન કરતું માધ્યમ છે. એટલે કે તેના વિના મીણને સળગાવવું શક્ય નથી. કહેવાનો અર્થ એ કે મીણબત્તીના મીણને સળગવા માટે માધ્યમની જરૂર પડે છે. મીણના ગલનબિંદુ કરતાં તેનું જવલનબિંદુ ક્યાંય ઊંચું છે. વળી તે સરેરાશ ૬૨૦ સેિલ્શયસ તાપમાને પીગળી જવાનો ગુણધર્મ તે ધરાવે છે. અન્ય બળતણની જેમ તે અતિ દહનશીલ નથી. એટલા માટે ઘન કે પ્રવાહી સ્વરૂપે સળગી ઊઠતું નથી. આમ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે તેની વાટ જ સળગે છે, જ્યારે મીણ તેની દહનક્રિયાને ધીમી પાડવાનો રોલ ભજવે છે.



ઘામાંથી બહાર નીકળેલું લોહી જામી જાય છે, પણ નસમાં લોહી કેમ જામતું નથી?



કારણ કે આપણા શરીરમાં લોહી બહુ ઝડપથી ફરે છે. આથી લોહીને નસમાં જામવાનો કોઇ મોકો મળતો નથી. હા, પણ જ્યારે લોહીનું ભ્રમણ અતિશય ઘટી જાય એ વખતે થોડું લોહી થીજીને ફોદા જેવું થઈ જાય છે. અંગ્રેજીમાં તેને ‘થ્રોમ્બોસિસ’ કહે છે. ઘામાંથી લોહી બહાર નીકળી જાય છે, પણ નસમાં લોહી જામતું નથી. શરીરમાં રહેલું વિટામીન ‘કે’ લોહીનું ઘનીભવન કરીને કપાયેલી રક્તવાહિનીઓનું મોઢું બંધ કરી દે છે.




કડવા કારેલા ખવાય તો કાકડી કેમ નહીં?



કારેલાંમાં કુદરતી કડવાશ રહેલી છે. કારેલાં ગુણકારી પણ છે. કારેલાં ખાવાથી પેટની અંદરની જીવાત, નકામા જંતુઓ મરી જાય છે. એનાથી વિપરીત કાકડીની કડવાશ એ એક જાતની રાસાયણિક વિકૃતિ ઊભી કરે છે. આ વિકૃતિ પચવામાં ભારે હોય છે. એટલે જ લોકો કડવી કાકડીને ખાવાને બદલે ફેંકી દે છે.



ઝાકળ ફક્ત ઝાડ પાન ઉપર જ કેમ જામે છે?



વરસાદી ઋતુમાં એમાંય ખાસ કરીને વહેલી સવારે વાતાવરણ એકદમ ખુશનુમા હોય, ભીનાશ પડતું હોય ત્યારે તમારામાંથી મોટા ભાગના લોકોએ ઝાડ પાન ઉપર ઝાકળ જામેલી જોઈ હશે. પહેલાંના વખતમાં એવી પણ માન્યતા હતી કે વરસાદના ટીપાંની જેમ ઝાકળ પણ વાદળમાંથી પડે છે. હકીકતમાં વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ઝાકળ ઉપરથી પડતી નથી પણ અમુક કુદરતી કારણોસર તે ઉત્પન્ન થાય છે. તમને ખબર છે કે આપણી ચોતરફ હવામાં થોડીક ભીનાશ અને ભેજનું પ્રમાણ હોય જ છે. જ્યારે હવા ઠંડી સપાટીના સંપર્કમાં આવે છે ત્યારે હવાનો અમુક ભાગ થીજી જાય છે એટલે કે જામી જાય છે.



આ કારણે ઉપરની સપાટી પર સાવ નાના-નાના ટીપાં રૂપે ભીનાશ આવી જાય છે. એને જ ઝાકળ કહેવામાં આવે છે. હવે, તમને તરત જ એવો સવાલ થશે કે તો પછી આ ઝાકળ રસ્તા પર કે દીવાલ પર કેમ નથી દેખાતી? પણ મિત્રો, રસ્તાઓ કે દીવાલો સૂરજના પ્રખર તાપને કારણે છેક અંદર સુધી ગરમ થઇ જાય છે. વળી, આ ગરમી અંદર ઘણા સમય સુધી રહે છે. એનાથી ઊલટું, ઝાડ પાન વગેરે ગરમ થતાં હોવા છતાં ઝડપથી ઠંડા પણ થઇ જાય છે. આમ, આ જ કારણોસર ઝાડ પર જ હંમેશાં ઝાકળ વધુ દેખાય છે.

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment