Thursday, July 28, 2011

ડાયનોસોર પાર્ક


tyrannosaurus.jpgટાયરેનોસોરસ(અત્યાચારી ગોધા) iquanodon.jpg ઈગ્વાનોડોન(ઈગ્વાના દાંત rajasaurus-narmadensis.jpgરાજાસોરસ નર્મદેન્સીસ
megalosaurus1.jpg મેગાલોસોરસ(રાક્ષસી ગરોળી) triceratops.jpg ટ્રાયસીરેપ્ટીસ(ત્રિશૃંગી ચહેરો), brontosaurus.jpg બ્રોન્ટોસોરસ(ગર્જતી ગોધા), dinonix.jpg ડાયનોનીક્સ(ભયંકર નહોર), stegosaurus.jpg સ્ટેગોસોરસ alosaurus1.jpg એલોસોરસ
રીના અને મીનુ રમતા રમતા ઉમેશભાઈ પાસે આવ્યા અને બોલ્ય,” અમારી પરીક્ષા થોડા ક જ દિવસોમાં પતી જશે પછી અમને વેકેશનમાં કશું ક નવું જોવા લઈ જશો ને?”ઉમેશભાઈ બોલ્યા,”જરૂર,જરૂર.તમ્ને હું ડાયનોસોરપાર્ક જોવા લઈ જઈશ.”મીનુ અને રીના તો જોઈ જ રહ્યા.

ડાયનોસોર નામ સાંભળ્યું હતું પણ તેનો ય વળી પાર્ક? તેમની આંખોમાં નવાઈ જોઈ ઉમેશભાઈ બોલ્યા,”ગુજરાત રાજ્યની રાજધાની કઈ?” મીનુ તરત બોલી,”ગાંધીનગર.”ઉમેશભાઈ કહે,”ગાંધીનગરમાં ઈન્દ્રોડાપાર્ક આવેલો છે.તેમાં ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા ડાયનોસોર પાર્ક બનાવવામાં આવ્યો છે તે ખૂબ સુંદર છે.તેમા જાતજાતના ડાયનોસોરના મોડલ બનાવીને મૂક્યા છે.” રીના બોલી,”આ બધા પ્રાણીઓ આપણી પૃથ્વી પર ક્યારે જીવતા હતા?” ઉમેશભાઈ કહે,”આવો હું તમને તેની થોડી વિગત આપું”
આ પ્રાણીઓ અબજો વર્ષો પહેલાં પૃથ્વી પર જીવતા હતા.પછી તે બધા જ મૃત્યુ પામ્યા.તેમના મૃત શરીરો જમીનની નીચે દટાઈ ગયા.તેની ઉપર માટી,રેતી છવાતા જ ગયા અને છેવટે તે મોટા મોટા પહાડોરૂપે ક્વ પછી ખીણોમાં અવશેષ બની ગયા.વૈજ્ઞાનિકોએ ઘણી મહેનત કરી,ખડકો ખોદાવ્યા,જમીન ખોદાવી અને વર્ષોના વર્ષો સુધી અભ્યાસ કરી તેમના અવશેષો શોધી કાઢ્યા જેને અશ્મિઓ કહેવાય છે.અંગ્રેજીમાં તેને Fossils કહે છે.આ અશ્મિઓના અભ્યાસ પરથી તે કેવા હશે તેનાં ચિત્રો તૈયાર થયા અને તે જોઈને મોડેલ બનાવ્યા. ડાયનોસોર પાર્કમાં આવા મોડેલ્સ મૂકેલા છે.”
આવો તેમાનાં કેટલાકની માહિતી તમને આપું.
(૧)એલોસોરસ

તેઓ ૧૪-૧૫ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા હતા મહાકાય પ્રાણીનાં અવશેષનાં શોધક હતા ફરદીનાદ વોન્ડોવીયર( ૧૮૬૯ ની સાલમાં શોધ્યા).તેનું વજન ૪.૫ ટન અને કદ-૪૦ ફૂટ લાંબા તથા ૧૦ફૂટ ઊંચા.તેનાં અવશેષો ૧૮૬૯ માં અમેરિકાના કોલોરાડોમાંથી મળી આવ્યા હતા.
(૨)સ્ટેગોસોરસ

તેઓ ૧૪ કરોડથી ૧૫.૬ કરોડ વર્ષ પહેલાપૃથ્વી પર જીવતા હતા. આ મહાકાય પ્રાણીનાં અવશેષનાં શોધક હતા,એમ્.પી.કેલ્સ(૧૮૭૬ ની સાલમાં શોધ્યા.)તેને સ્ટેગોસોરસ નામ આપનાર જીવાવશેષશસ્ત્રી ઓથનીલ સીમાર્શ (૧૮૯૯ની સાલ) હતા..તેનું વજન ૨ ટન સુધીનું અને કદ-૮.૯ મીટર લાંબા તથા ૨.૭૫ મીટર ઊંચા.તેનાં અવશેષો દક્ષિણ ભારતમાંથી મળી આવ્યા છે.
(૩)ડાયનોનીક્સ(ભયંકર નહોર)
આ પ્રાણીઓ ૧૩.૫ કરોડ વર્ષ પૂર્વે પૃથ્વી પર જીવતા હતા આ મહાકાય પ્રાણીનાં અવશેષનાં શોધક વૈજ્ઞાનીક હતા પ્રો.જ્હોન ઓસ્ત્રોમા.તેમણે ૧૯૬૯ માં આ પ્રાણીઓનાં અવશેષો શોધ્યા.તેમનું વજન ૫૦થી૭૫ કિલોગ્રામ અને કદ ૩ મીટર લાંબા તથા ૨.૫ મીટર ઊંચા હતા.
(૪)બ્રોન્ટોસોરસ(ગર્જતી ગોધા)

તેઓ ૧૧ કરોડથી ૧૪.૫ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા હતા આ મહાકાય પ્રાણીનાં અવશેષનાં શોધક હતા ઓથનિયેલ ચાર્લ્સ માર્શ (૧૮૭૭ ) તેમનું વજન ૩૦ થી ૩૫ ટન(૩૦,૦૦૦ થી ૩૫,૦૦૦ કિલોગ્રામ્ અને કદ-૨૧ મીટર લાંબા તથા ૮ મીટર ઊંચા હતા.
(૫)ટાયરેનોસોરસ(અત્યાચારી ગોધા)

આ પ્રાણીઓ ૮.૫ થી ૯ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા હતા.તેમને શોધનાર વૈજ્ઞાનિક હતા,હેન્રી ઓસ્બોર્ન(૧૯૦૫) તેમનું વજન ૫ થી ૭ ટન(૫૦૦૦ થી ૭૦૦૦ કિલોગ્રામ હતું અને કદ-૧૩ મીટર લાંબા તથા ૫ મીટર ઊંચા હતા.
(૬)ટ્રાયસીરેટોપ્સ(ત્રિશૃંગી ચહેરો)

આ પ્રાણીઓ ૮.૫ થી ૯ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા હતા.તેમના શોધક વૈજ્ઞાનિક હતા,ઓથનિયેલ ચાર્લ્સ માર્શ(૧૮૮૯) તેમનું વજન ૬ થી ૧૨ ટન(૬૦૦૦ થી ૧૨૦૦૦ કિલોગ્રામ તથા કદ-૯ મીટર લાંબા હતા.
(૭)મેગાલોસોરસ(રાક્ષસી ગરોળી)

આ પ્રાણીઓ ૭.૫ કરોડ વર્ષ્થી ૮ કરોડ વર્ષ પહેલાં પૃથ્વી પર જીવતા હતા.તેમના શોધક હતા,વિલિયમ બકલેન્ડ(૧૮૨૪) તેમનું વજન ૧ થી ૧.૫ ટન(૧૦૦૦ થી ૧૫૦૦ કિલોગ્રામ) અને કદ્-૯ થી ૨૨ મીટર ઊચા તથા ૬૦૦૦૦૦ તથા કદ-૧૦ ફુટ ઊંચા હતા.
(૮)રાજાસોરસ નર્મદેન્સીસસ
આ પ્રાણીઓ ૬.૫ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર જીવતા હતા.તેમના શોધક વજ્ઞાનિક હતા સુરેશ શ્રીવાસ્તવ(૧૯૮૨-૮૪).તેઓ ૯ મીટર લાંબા અને ૩ મીટર ઊંચા હતા.
(૯)ઈગ્વાનોડોન(ઈગ્વાના દાંત)
આ પ્રાણીઓ ૬.૫ કરોડથી ૭ કરોડ વર્ષ પહેલા પૃથ્વી પર જીવતા હતા.તેમના શોધક વૈજ્ઞાનિક હતા,ગિડિઓન મેન્ટેલ(૧૮૨૫).તેમનું વજન ૫ ટન(૫૦૦૦ કિલોગ્રામને કદ-૯ થી ૧૧ મીટર લાંબા તથા ૫ મીટર ઊંચા હતા.
ઉમેશભાઈ બોલ્યા,” આ બધા પ્રાણીઓનાં મોડેલ તમને ડાયનોસોર પાર્કમાં જોવા મળશે…..વેકેશનમાં આપણે ત્યાં જઈશું અને જોઈશું.”
મીનુ અને રીનાને બહુ જ મઝા આવી ગઈ…..

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment