Thursday, July 28, 2011


abdul-kalam.jpg
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો….
નિષ્ફળતાને સફળતાનું પહેલું પગથિયું કહેવાય છે.
વિજેતા તે નથી કે જે કદી પણ નિષ્ફળ ન થયો હોય….પણ વિજેતા તે છે કે જેણે કદી ભાગતો નથી(છોડતોનથી)….

——————————————
એક ગરીબ પિતાના સાત બાળકોમાંથી પાંચમા નંબરનો દીકરો,તે નાના ગામમા છાપા વેચતો અને ગુજરાન ચલાવતો.
તે અતિશય સ્માર્ટ ન હતો. પણ તેને ધર્મથી અને રોકેટની બનાવટથી ખૂબ આકર્ષાયો હતો.તેણે પહેલ રોકેટ બનાવ્યું તે તૂટી ગયું,તેણે બનાવેલી મીસાઈલો અનેક વખત તૂટી ગઈ અને તે અનેક વખત હાસ્યાસ્પદ બન્યો.તે એ માણસ કે જેણે એકલા હાથે ભારતનો અવકાશ ક્ષેત્રે સાહસિક મીસાઈલ કાર્યક્રમ સફળ બનાવ્યો(સ્પેસ ઓડીસી સ્ક્રીપ્ટ કરી)…
**************************તે છે ડો.અબ્દુલ કલામ(ભારતના રાષ્ટ્રપતિ)
ઓફિસરોએ તેને સમાચાર પ્રસારણ માટેની નોકરીની કસોટીમાં નાપાસ જાહેર કર્યો કારણકે તેનો અવાજ સમાચાર વાંચન માટે યોગ્ય નથી તેમ બતાવાયું.તેને એમ પણ કહેવાયું તે કદી પણ મશહૂર નહીં બની શકે કેમકે તેનું નામ ખૂબ લાંબુ છે…..
****************************તે છે અમિતાભ બચ્ચન
શિક્ષિકાએ એક છોકરાને ક્લાસમાં ધ્યાન ન આપવા માટે અને સીધાસાદા દાખલા પણ ન ગણી શકવા માટે ખૂબ ધમકાવ્યો.તેણે જણાવ્યુ કે તે જીવનમાં ક્યારેય કશું હાંસલ નહીં કરી શકે
***********************તે છોકરો હતો–સર આલ્બર્ટ આઈન્સ્ટાઈન
એક નાનકડી છોકરી-જે અધૂરા માસે જન્મી અને તે જીવશે કે કેમ તે પણ એક સવાલ હતો.તે ૪ વર્ષની હતી ત્યારે તેને ડબલ ન્યુમોનિયા થયો અને સ્કારલેટ ફીવર થયો. જેનાથી તેના ડાબા પગે પેરેલીસીસ (પક્ષઘાત)થયો.તે ધાતુના કેલીપર્સની સહાયથી ચાલતી. ૯ વર્ષની ઉંમરે તેણે ધાતુના કેલીપર્સ ફગાવી દીધા કે જેના પર તે ચાલવાનો આધાર રાખતી હતી અને તેના વગર ચાલવા લાગી.૧૩ વર્ષની ઉંમરે ડોક્ટરોને પણ ચમત્કાર લાગે તે રીતે વ્યવસ્થિત ચાલવા લાગી.આ જ ઉંમરે તેણે દોડવીર બનવાનું વિચાર્યું.તેણે હરિફાઈમાં ભાગ લીધો.બધાએ તેને આ વિચાર પડતો મૂકવાનું કહ્યું.પણ તેણે કોઈનું પણ ના સાંભળ્યું.એક વખત તે હરિફાઈમાં વિજેતા બની.પછી બીજી વખત પણ વિજેતા બની અને પછી દરેક વખતે વિજેતા બનવાનો આ ક્રમ ચાલુ જ રહ્યો.
***************આ નાનકડી છોકરી તે વિલ્મા રૂડોલ્ફ જેણે ઓલેમ્પીક રમતોમાં ત્રણ સુવર્ણચંદ્રકો મેળવ્યા.
એવા કેટલાય મહાપુરુષો છે જેમણે પોતાના જીવનમાં અનેક સંઘર્ષો અને અનેક નિષ્ફળતાઓ બાદ જ્વલંત સફળતા મેળવી હતી.આવા કોઈ પ્રેરક ઉદાહરણો તમે જાણતા હો તો જરૂર લખી મોકલજો.આપણા બાળકોના વિકાસમાં તે ખૂબ મહત્વનો ભાગ ભજવશે……

1 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment