Thursday, July 14, 2011

વિવિધ દેશના સુવાક્યો


“જે મઘમાંખીના મુખમાં મઘ હોય છે,તેમની પુછડીમાં ડંખ જરૂર હોય છે”.(England ).


“ગરીબી દરવાજે આવે છે ,ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે .”(England )

“ ભૂખ્યા માણસને એક માછલી આપવાથી તમે તેનો એક દિવસનો ખોરાક આપી શકશો પણ જો તેને માછલી પકડતા શીખવાડશો તો આખી જિંદગી નો ખોરાક આપી શકશો. “(ચીન)

“ જે રસ્તો સૌથી વધુ ધસાયેલો હશે ,એ સૌથી વધુ સલામત હશે.”(ચેકોસ્લોવિયા)


“ જયારે પૈસો બોલે છે ત્યારે સત્ય ચુપ થઈ જાય છે.”(રશિયા)

“ સ્ત્રીના આભૂષણો તેના પતિએ શાંતિ માટે ચૂકવેલી કિંમત છે.”(આફ્રિકા )

“આપણે બધા સાહસિકો જ છીએ,કેમ કે જીવન એ એક લાંબો જુગાર,એક લાંબુ સાહસ જ છે.”(સુભાષચંદ્ર બોઝ )

“એ ખોવાયેલો આનંદ જે કદાચ ગર્ભાશયમાં અનુભવ્યો હતો,અને જે કદાચ આપણે સ્વીકારવા તૈયાર નથી પણ મૃત્યુ માં મળશે.”(જેક કેરુએક )

“જન્મદિવસ ની પાર્ટીમાં જયારે મીણબત્તી નો ખર્ચ બર્થ-ડે કેક કરતા વધારે થવા લાગે ત્યારે બર્થ-ડે પાર્ટીઓં બંધ કરવી જોઈએ!”(અમેરિકન કોમેડીઅન બોબ-હોય )

“હવે આપણે થોડા પાગલ માણસોની જરૂર છે.જુઓં ડાહ્યા માણસોએ આપણને ક્યાં લાવી દીધા છે?”(બર્નાર્ડ શો )

“ભરપુર આત્મવિશ્વાસ થી ખોટે માર્ગે જવાની કલાને તર્ક કહેવાય છે .” (નિમિત દુદાણી)

“ધર્મ,સેક્સ,માહિતી,સનસનાટી વગેરેથી છાપા-મેગેઝીન એવા છલકાશે કે લોકો ગંભીર વાંચન ભૂલશે. પછી અખબારો ખાઈ શકાય એવા કાગળ પર ચોકોલેટની શાહીથી છપાશે .જેથી તે વાંચીને તેની પસ્તી નો તરત જ લોકો નાસ્તો કરી જશે !’(જુલે વર્નની કલ્પના )

“જો તમે નાણાં ઉધાર આપો છો,તો તમે એ નાણાં ગુમાવો છો અથવા નવો શત્રુ બનાવો છો.” (નિમિત દુદાણી)

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment