Thursday, July 14, 2011

સુવાક્યો, તેની રમુજી ટીપ્પણીઓ સાથે :)


* “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ… (બીજું કોઈ આવીને કહી જાયને આપણે ખોટે ખોટે મજામાં એવો જવાબ આપવો….)


* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય… (કમ સે કમ કોઈ આવીને જોવે તો થોડોક વટ પડે ને ભાઈ…)

* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં… (શું ખબર, કભી કભી ગધા ભી કામ મેં આ જાતા હૈ…)


* આનંદમાં આવો ત્યારે વ્હીસલ વગાડતાં શીખો… (હા, પણ ઉઘરાણી વાળા સામે હોય ત્યારે નહી. ત્યારે તો રડતો જ ચહેરો રાખવાનો…)

* કોઇને પણ આપણી વાત કહેતા પહેલાં બે વખત વિચાર કરો… (અને ત્રીજી વખતે ફટાક કરતું ચોંપડી દો…)

* મહેણું ક્યારેય ન મારો… (ભગવાને હાથ પગ શું કામે આપ્યા છે???)

* એક વિદેશી ભાષા શીખી લેવી સારી… (કમ સે કમ ચેટીંગ ઉપર તો કામ આવે…)

* કોઇપણ આશાવાદીની વાતને તોડી પાડશો નહીં, શક્ય છે કે એની પાસે માત્ર એક જ આશા હોય… (ખોટું એ રડવા બેસે ને તમારો સમય બગડે, એટલે ખોટે ખોટે પણ હીંમત આપવી…)

* ક્રેડિટ કાર્ડ સગવડ સાચવવા માટે છે, ઉધારી કરવા માટે નહીં, આ બાબત ખાસ યાદ રાખવી… (ભાઈ!!! વસુલી કરવા વાળાઓ હાથ પગનો સાચો ઉપયોગ કરી જાણતા હોય છે…)

* રાત્રે જમતી વખતે ટી.વી અવશ્ય બંધ રાખો…. (ખોટું ટી.વી. પર સારું સારું જમવાનું જોઈને જીવ બાળવો…)

* દરેક રાજકારણીને શંકાની નજરે જુઓ… (કોમેન્ટની કોઈ જરૂર ખરી???)

* સંતાનો નાના હોય ત્યારેથી જ તેમને પૈસાની કિંમત અને બચતનું મહત્વ સમજાવી દેવું… (તમને જ લાભ થશે…)

* જેને તેમે ચાહતા હોય તેની સતત કાળજી લેતા રહો… (એમાં ક્યાં કોઈને કંઈ કેવું પડે એવું છે…)

* કોઇપણ કોર્ટ કેસથી અને પોલીસ કેસથી હજારો જોજન દૂર રહો… (હા, પણ તમે પાછા વકીલ કે પોલીસવાળા હોય તો ત્યાં જ જવું હોં !!!)

* રવિવારે બપોરે સૂઇ જવાનું રાખો… (જોયું ?? રવિવારનું કીધું છે !!! ટૂંકમાં આડે દિવસે જે ઓફીસમાં લંબાવતા હોય એ નહી કરવાનું, કંપની ઉપર થોડીક તો દયા ભાવના રાખવાની કે નહી…)

* લોકોને તમારી સમસ્યાઓમાં કોઈ રસ નથી હોતો એટલું યાદ રાખો… (એટલે જેની ને તેની પાસે રડવા ન બેસી જાવું…)

* અફસોસ કર્યા વિનાનું જીવન જીવો… (આલ ઈઝ વેલ)

* ક્યારેક હારવાની પણ તૈયારી રાખો… (ખાસ કરીને જ્યારે હાલની ભારતીય ક્રીકેટ ટીમ સામે રમતા હોય ત્યારે- મિત્રો, શું ક્યો છો?)

* મા-બાપ,પતિ-પત્ની કે સંતાનોની ટીકા કરવાનું મન થાય ત્યારે જીભ પર કાબૂ રાખો… (મા-બાપ હાલનું અને સંતાન ભવિષ્યનું ATM છે, એની સાથે ચેડા નહી કરવાના…)

* ફોનની ધંટડી વાગે ત્યારે રિસિવર ઉપાડીને સ્ફૂર્તિભર્યા અવાજે વાત કરો… (સિવાય કે ફોન બોસનો હોય, ખોટૂં સ્ફુર્તી જોઈને કામે વળગાડે)

* બીજાની સિદ્ધિનો યશ તમે લઇ લેશો નહીં… (એની સિદ્ધિ અને એનો યશ આપણે શું કરવા મામા બનીને ડબકા મારવાં…)

* દિવસની શરુઆત તમારા મનગમતા સંગીતથી કરશો… (પછી ઘરના બીજા રેડીયો ચાલુ થાય અને તમને મોકો મળે ન મળે…)

* ધરડાં માણસો સાથે ખૂબ સૌર્જન્યતાથી અને ધીરજથી વર્તન કરો… (અરે, મીલ્કત બીલ્કત નામે કરી જાય તો લ્હેર પડી જાય કે નહી !!!)

* ગંભીર બિમારીમાં ઓછામાં ઓછા ત્રણ મોટા ડોકટરોનો અભિપ્રાય લો… (અભિપ્રાયની વાત છે, ટ્રીટમેન્ટની નહી…)

* જે માણસ પગાર ચૂકવે છે તેની ક્યારેય ટીકા ન કરો… (એ તે કંઈ કેવાની વસ્તુ છે???)

* સંતાનોને કડક શિસ્ત પાઠ ભણાવ્યા પછી તેઓને ઉષ્માપૂર્ણ ભેટવાનું ભૂલશો નહીં… (મગજ બગજ વિફરે ને ખોટૂં ઈન્જર્ડ કરીદે…)

* અઠવાડિયે એક વખત ઉપવાસ કરો… (એક જ વખત !!!)

* બૂટ હંમેશા પોલિશ્ડ રાખવા… (ભલે પછી થીગડાં માર્યા હોય…)

* મારામારી થાય તો પહેલો મુક્કો આપણે જ મારવાનો અને જોરદાર મારવાનો… (પછી… ભાગી જવાનું મારા વ્હાલા…)

* મત તો આપવો જ… (સચીનજી અને અમીતાભજી કહે છે ભાઈ, એની વાતમાં ના પડાય…)

*જમ્યા પછી ઇશ્વરનો આભાર અવશ્ય માનવો… (ખાલી જમીને જ નહી, ઈશ્વરનો આભાર હંમેશા માનતો જ રહેવો…)

આભાર…

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment