નમસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસનાં એક બહુ વગોવાયેલા પાત્ર “ઝેન્થિપી” (Xanthippe (Greek: Ξανθίππη))ની. તે સોક્રેટિસની પત્નિ અને ત્રણ સંતાનોની માતા હતી, તેમના અને સોક્રેટિસના ત્રણ સંતાનોના નામ આ પ્રમાણે છે; લેમ્પ્રોકલ્સ (Lamprocles), સોફ્રોનિસ્કસ (Sophroniscus) અને મેનેક્ઝેનસ (Menexenus). પ્લેટોના લખાણોને આધારભુત ગણી અને કહી શકાય કે તે સોક્રેટિસ કરતા લગભગ ૪૦ વર્ષ નાની હતી. ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ, ગ્રીક ભાષા મુજબ જોઇએ તો ’ઝેન્થોસ’ = સોનેરી વાળ અને ’હિપ્પોસ’ = અશ્વ અથવા ઘોડો,ઘોડી. આમ ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ ’સોનેરી વાળ વાળી ઘોડી’ તેવો થાય છે, એ સમયમાં ગ્રીસમાં ઘોડો એ સન્માનનિય પ્રાણી ગણાતું, અને નામની શાથે ’હિપ્પોસ’, એટલેકે ઘોડા જેવું, શબ્દ લગાવવો તે સન્માન ગણાતું હતું. (ભારતીય સભ્યતામાં જેમ ’સિંહ’ શબ્દ લગાવવાનું સન્માનજનક ગણાય છે તેવું જ) સોક્રેટિસના શિષ્યો દ્વારા વિવિધ લખાણોમાં તેમના વિશે લખાયેલું મળે છે, તે કકર્શા અને દલીલબાજીમાં માહેર સ્ત્રી તો હતી જ, પરંતુ તે માટે ત્યારના સંજોગો પણ જવાબદાર હતા. વધુ જાણકારી માટે આપ વિકિપીડિયા પર જોઇ શકો છો. (લેખના અંતે બધીજ લિંક આપેલી છે.)
અહીં આપણે માટે, માન.શ્રી મનુભાઇ પંચોળી ’દર્શક’ દ્વારા રચાયેલી કથા ’સોક્રેટિસ’ ના આધારે, સોક્રેટિસની અર્ધાંગ્નિ ઝેન્થિપીના પાત્રનું અવલોકન ઘણું જ રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે એક કર્કશા અને ઝઘડાળુ સ્ત્રી તરીકે પ્રસિદ્ધી પામેલી આ સ્ત્રીના ગુણો અને ભાવનાઓનું વર્ણન શ્રી દર્શકે બહુજ ન્યાયપુર્ણ અને તેના વિશેની સામાન્ય છાપથી ઉલ્ટું જ કરેલ છે. એ પાછળ કંઇક તો તથ્ય હશેજ ને ! જે સામાન્યલોકો ન પામી શકે, ફક્ત શ્રી દર્શક જેવા ઉમદા વિચારક જ પામી શકે. તો ચાલો આ કથાના વિવિધ સંવાદો દ્વારા આપણે પણ બહુવગોવાયેલી આ ઝેન્થિપીનું એક નવા જ સ્વરૂપે દર્શન કરીએ. આ શાથે સંદર્ભ માટે સંવાદની આગળપાછળની ઘટનાઓ પર થોડી સમજુતી હું મારી અલ્પમતિ મુજબ ઉમેરીશ. કશી શરતચૂક જણાય તો ધ્યાન દોરવા વિનંતી.
* ક્રિશ્યસ, કે જેના પિતાને દેશદ્રોહ બદલ દેહાંતદંડની સજા મળેલ છે, તે પ્રથમ વખત સોક્રેટિસને મળે છે, અને સોક્રેટિસ તેને પોતાના ઘરે લઇ જાય છે ત્યારનો આ સંવાદ છે.
ક્રિશ્યસ: “હું આ ગામમાં રહેવાનો જ નથી. કોઇ મારી શાથે બોલતું નથી.”
ત્યારે સોક્રેટિસ કહે છે: “હું બોલું છું ને ? આ ઝેન્થિપી પણ બોલશે” બુમ મારીને કહે, “અહીં આવ તો. આ છોકરો કહે છે મારી શાથે કોઇ બોલતું નથી. તે દાયોમીદ (ક્રિશ્યસનો પિતા) નો છોકરો છે.”
ઝેન્થિપી ડોકિયું કરી કહે, “તેથી શું ? બાપાના ગુનામાં છોકરાને શું ? ચાલ તને નાસ્તો આપું.”
* મીડિયાને પ્લેગની બિમારી લાગુ પડી છે, એ સમાચાર ઝેન્થિપી સોક્રેટિસને આપે છે ત્યારનું આ દૃષ્ય છે:
ઝેન્થિપી, “પેલી છોકરીને પણ પ્લેગે ઝડપી છે.”
“કોને ? મીડિયાને ?”
“હા, કાલે સવારે અહીં આવી ત્યારે તાવે ધ્રુજતી હતી. ઉઠીને જવાની પણ શક્તિ નહોતી. હાથ ઝાલીને હું ક્રીટોને (મીડિયાના કાકા) ત્યાં પહોંચાડી આવી.”
સોક્રેટિસ કહે છે કે ચાલ હું તેની ખબર કાઢી આવું ત્યારે ઝેન્થિપી કહે: “જઇ આવો, બહુ ગરવી છે. મને તે અત્તર બનાવવાનું શીખવતી હતી; ભારે કાબેલ છે એમાં; કાલે જ પહેલુંવહેલું અત્તર ગાળ્યું. બતાવું તમને ?”
“લાવ જોઇએ.”
ઝેન્થિપી ઘરમાં જઇ કૂંજા આકારનું એક નાનકડું પાત્ર લઇ આવી. દાટો ખોલી, હથેળીમાં લઇ સોક્રેટિસના ખભે, છાતીએ લગાડતાં કહે : “કેવું બહેકે છે ! લાગે ફુલફટાક, પણ બધું જાતે કર્યું…..” વાત કરતાં કરતાં તે સોક્રેટિસની હથેળી પર અત્તર લગાડતી હતી.
સોક્રેટિસ બાળક સમા ઉત્સાહથી કહે, “સુગંધ ગમે છે. કવિતા કરવાનું સુઝાડે તેવી છે.”
(અહીં થોડા સમય પહેલાં જ, ઝેન્થિપી જે મીડિયાની સ્ત્રીસહજ ભાવે અદેખાઇ કરતી હતી તે મીડિયા અત્યારે બિમાર છે ત્યારે તેની પ્રત્યે સ્ત્રીસહજ લાગણી અને કરુણા પણ દર્શાવતી જણાય છે. તે ઉપરાંત અત્તર લગાવવાનું દૃષ્ય એક સહજ, પ્રેમાળ દાંપત્યનું દર્શન પણ કરાવે છે. આપણે પણ ક્યારેય આવું દૃષ્ય ભજવાયું હોય તો યાદ કરી અને ગુલાબજાંબુ જેવું મોં કરવું !! )
* સોક્રેટિસ, પેરિકલીસ (એથેન્સનો રાજા, કહો કે નૂતન એથેન્સનો નિર્માતા અને એથેન્સમાં લોકશાહીનો પુરસ્કર્તા) અને એસ્પેશિયા (એથેન્સની કલાવંતી, મીડિયાની માતા અને પેરિકલીસની પ્રેમીકા. જે પોતે અતિસુંદર અને મેધાવી છે), ત્રણે એસ્પેશિયાના નિવાસસ્થાને રાત્રે બેઠા હોય છે ત્યારનું આ દૃષ્ય છે :
પેરિકલીસ : “તમને આજે રાતે જવા દેવાના નથી. ઝેન્થિપીને સંદેશો પહોંચાડીશું.”
સોક્રેટિસ કહે, “તમારો, એસ્પેશિયાનો નહીં !” (???સમજાયું ? આવી વાતમાં તો સોક્રેટિસના દાદાએ પણ પત્નિથી બીવું પડે !!)ત્રણે જણા હસી પડ્યાં. પેરિકલીસ ફરી આસવ લેતા કહે, “મોં પર લગામ વગરની આવી સ્ત્રીથી તમે છુટાછેડા કેમ નથી લેતા ?” સોક્રેટિસ કહે, “એ મારું રહસ્ય છે. ગમે ત્યાં પ્રગટ ન થાય. પણ ઝેન્થિપીની બદનક્ષી ન થાય માટે મારે કહેવું જોઇએ કે જેણે અન્યનાં ઘોડાં કેળવવાં હોય તે પોતાને ત્યાં કેવું રાખે ?”
“વધારે તોફાની.”
“તો પેરિકલીસ, મારો ધંધો વાદવિવાદ કરવાનો છે. મારે ત્યાં વાદવિવાદમાં મને પણ ઘડીભર પજવી નાખે તેવી સ્ત્રી મેં સમજપૂર્વક રાખી છે. તે મને તાલીમ આપે છે.”
એસ્પેશિયા કહે, “તમે તો બધાના ગુણો જ જોવાના. જતાં પહેલાં તમારા ગુણોની કોઇ કદર કરે તો સારું.”
સોક્રેટિસ, “હમણાં તો તમે પેરિકલીસની ચિંતા કરો તે વધારે જરૂરી છે. મારી ચિંતા તો આંખમાં એરંડિયું આંજીને ઝેન્થિપી કરે છે; બીજાને તે ચિંતા કરવા દે તેમ જ નથી.”
(ઝેન્થિપી માટે સ્વયં સોક્રેટિસે આપેલા આ શરપાવથી વધુ શું ગણવું !!)
મેં તો અહીં સોક્રેટિસ અને ઝેન્થિપીના ગૃહસ્થજીવનનાં પરિચયને બહાને, જીવનનાં વિવિધ રંગોનો પરિચય કરાવવાનો પ્રયાસ કરેલ છે. આપ સૌ આ નવલકથા વાંચો તેવો આગ્રહ છે. અહીં આપણે ફક્ત ઝેન્થિપીને કેન્દ્રમાં રાખી અને કથાના અમુક અંશો જોયા છે, ફરી ક્યારેક સોક્રેટિસને વિશે પણ વિચાર કરીશું. મીડિયા અને એપોલોડોરસ એ બે પાત્રો શ્રી દર્શકના માનસસંતાનો છે, એ સિવાયના લગભગ બધા જ પાત્રો ઔતિહાસિક છે. જે તે પાત્ર વિશે વધુ જાણકારી મળે તે ઉદ્દેશથી જે તે પાત્ર વિશેના વિકીપીડિયા પરના લેખની કડીઓ અહીં આપેલી છે. આપને આ લેખ ગમ્યો હશે તેવી આશા રાખું છું.
અને અંતે આ લેખનું પ્રયોજન કેમ થયું તે વિશે: ’સોક્રેટિસ’ પુસ્તક મારા પરમમિત્ર શ્રી ભાવેશ જાદવે ભેટ આપેલું, (અહીં તેમણે પુસ્તક પર લખેલા શબ્દોનું ચિત્ર રજુ કરેલ છે) ભાવેશભાઇ અત્યારે બિમારી સબબ, ગંભીર હાલતમાં, હોસ્પિટલના બિછાને ઝઝુમી રહ્યા છે. અમે મિત્રો શક્ય તેટલા મદદરૂપ થવા કોશિશ કરીએ છીએ, આ દરમિયાન આ પુસ્તકનું ફરી વાંચન કરવાનું બહાનું મળ્યું, અને તે પરથી આ લેખનું પ્રયોજન થયું. મિત્ર ભાવેશભાઇ જલ્દી સ્વશ્થતા પ્રાપ્ત કરે તેવી અંતઃકરણની પ્રાર્થનાસહ:
વધુ વાંચન માટે : વિકિપીડિયા પર.

* સોક્રેટિસ ઘણી વાર કહેતો, “દેવતાઓના મર્મમાં શું છે તે જાણવાનું દેવે આપણને સોંપ્યું જ નથી ! તે આપણા અધિકાર બહારનું છે ! આપણે તો આપણા મનનું જ જાણીએ.” આવું સાંભળી અને ઝેન્થિપીનું મન વિચારે ચડતું કે, કદાચ દેવતાઓ જ આપણા મનને ચકરાવે ચડાવતા હોય તો પછી દેવતાને પગે જ માથું મૂકવું સારું ને ? મનને ડહોળીને શું કરવું છે ? દેવતાને મૂકી મન પાસે જનારો દેવોનો અપરાધી તો નહીં થતો હોય ! અને પછી મનમાં ગણગણે છે, “દેવ ઝિયસ મારા ઘરવાળાને ક્ષમા કરજો ! પોતાને ઓળખવાનું કાંઇ સહેલું છે ?…… નકામી વાતો કરે છે એ ! શા માટે એ બીજાની માફક કંઇ કમાતો નથી?”……. પછી શેરીમાં પડતા બારણા તરફ જોઇ બબડી, “પણ ક્યાં ગયો હશે મારો ઘરવાળો ? વાતો કરતો ઉભો હશે પટાંગણમાં, કે શરાફબજાર કે શાકબજારમાં. પડખે જ તાજા શાકના સુંડલા હશે, મચ્છીની મજાની સોડમ આવતી હશે, પણ લાવવાનું સૂઝે ક્યાંથી ! અરેરે, એવા ભાગ્ય જ ક્યાંથી !…. તે તો પૂછતો હશે, તમે તો સરસ વાત કરી, પણ સરસ એટલે શું ભાઇ ?” (આપણા બ્લોગરોની અર્ધાંગ્નિઓના મનોભાવો પણ ક્યારેક જાણવા મળે તો લગભગ આવા જ હશે કે ?) અને પછી કહે: “કપાળ તમારું સરસ એટલે”, સહેજ મરકીને વળી મનમાં કહે, “એનામાં કાંઇક જાદુ તો છે જ; નહીંતર કાંઇ મોટા રાજાના કુંવર જેવો ક્રિશ્યસ અને એલ્કીબીડીઝ (આ બંને નબીરાઓ છે) પાળેલાં કુરકુરિયાંની જેમ પાછળ પાછળ ભમે ખરાં ? બીજા તો ઠીક પણ ક્રિશ્યસ કોઇનેય ન સારે તેય એની પાસે સીધો દોર જેમ ચાલે છે; ને હું ય કોઇને સારું ખરી ? તેય એને…”
(અહીં અંદરખાને ઝેન્થિપીનાં મનમાં સોક્રેટિસ પ્રત્યેનો અહોભાવ સ્પષ્ટ જોવા મળે છે. પતિ કશું કમાતો ધમાતો નથી, એ શું કરે છે તેની કશી સમજ તેના અબુધ મનમાં ઉતરતી નથી, પરંતુ તે જ્ઞાની છે અને તેમના જ્ઞાનીપણા પ્રત્યે પત્નિને અહોભાવ તો છે જ, શાથે શાથે પતિનું કશું બુરું ન થાય તે માટેની ચિંતા પણ પોતાની સમજ મુજબ છે જ)
* ’મીડિયા’ એ અતિસ્વરૂપવાન અને મેધાવી પાત્ર છે, આમ તો તે દેવદર્શિની બનવાની ઇચ્છાથી ડેલ્ફી (કે જે એથેન્સનું એક પ્રાચિન દેવળ છે)માં રહે છે, તે એક કલાવંતીની પુત્રી હોય છે, અને ત્યારના રીવાજ મુજબ કલાવંતીના સંતાનોને નાગરિક હક્કો મળતા નહીં, પુત્રી હોય તો કાં તો કલાવંતી બને અથવા તો એથી ઘણું પ્રતિષ્ઠિત એવું દેવદર્શિની (દેવદાસી)નું પદ પામે. આ મીડિયાને જાણવા મળે છે કે દેવોની ભવિષ્યવાણી મુજબ સોક્રેટિસ ગ્રીસનો સૌથી ડાહ્યો અને જ્ઞાનિ માણસ છે, તેથી કુતુહલવશ તે સોક્રેટિસને મળવા તેને ઘરે આવે છે. સોક્રેટિસ હાજર નથી, અહીં મીડિયા ઝેન્થિપીને પુછે છે કે, “હું સોક્રેટિસ પાસે વાતો કરવા આવું તો હરકત નથી ને ?” ઝેન્થિપી: “આવજો ને ? પણ તે ઘેર ઓછા જ હોય છે; પુરુષોને ખાવા સુવા માટે જ ઘર જોઇએ.”
અહીં ઝેન્થિપીનું થોડું વર્ણન પણ કરેલું છે, ’ઝેન્થિપી ઓકના ઝાડ જેવી છે; વાવાઝોડાનીયે એને અસર ન થાય, તો સામાન્ય લહેરખીનો તો હિસાબ શો ? સોક્રેટિસને આજીવિકાનું સાધન તો મામુલી છે.કમાવા માટે વ્યવસાય તો કરે તેવું નથી. એટલે કાંઇક કમાવાનું પુરુષોનું કામ પણ ઝેન્થિપીએ જ કરવું પડે છે.
દેવોએ આ જોયું હશે એટલે તો બાળપણથી એને સુંવાળી બનાવી નથી, પણ અંદરથી તો સ્ત્રી છે એટલે મીડિયા જેવી સ્વરૂપવતી કન્યાને સોક્રેટિસ પાસે આવેલી જોઇ ત્યારે તેને ગમ્યું નહીં, પણ આખી વાત જાણી ત્યારે નવાઇ પામ્યા વિના પણ રહી શકી નહી.’

(અહીં ’કલાવંતી’ એટલે ગણિકા જેવો અર્થ સમજવો, જો કે ત્યારની સમાજરચનામાં આ વ્યવસાય હાલ જેવો, સાવ હલ્કો ગણાતો નહીં. પ્રાચિનભારતમાં પણ જ્યારે ગણરાજ્યોની પ્રથા હતી ત્યારે કલાવંતીઓ ’નગરવધુ’ તરીકે ઓળખાતી, સામાન્ય રીતે આજે આપણે જે હલ્કા અર્થમાં લઇએ છીએ સાવ તેવો તેમનો દરજ્જો ન હતો. તેઓ કલા, વિજ્ઞાન, જ્ઞાન, સાહિત્ય વગેરેની ઉચ્ચકક્ષાની જાણકારી ધરાવતી સ્ત્રીઓ હતી. ભારતીય પરિપ્રેક્ષ્યમાં આવો જ પરિચય શ્રી ધુમકેતુ એ લખેલી છે. “નગરી વૈશાલી”, “આમ્રપાલી” વગેરે નવલકથાઓમાં મળે છે. આ નવલકથાઓ વાંચવા જેવી છે.)
* ઉપરના પ્રસંગમાં જ ઘણી વાર સુધી રાહ જોયા છતાં સોક્રેટિસ ઘરે આવ્યા નહીં અને મીડિયા જવા માટે ઉભી થાય છે, તે પર આ સંવાદ થાય છે: ઝેન્થિપી કહે, “થોભો ને, હવે તે આવવા જ જોઇએ. આજકાલના લોકોની જેમ તેને ગમે ત્યાં ભોજન લેવું ગમતું નથી.”
મીડિયા કહે, “તમારૂં ભોજન સ્વાદિષ્ટ થતું હશે.” દેવદર્શિનીના મોંનો આ વિનોદ ઝેન્થિપીને સ્પૃહણીય બન્યો. (અહીં સ્ત્રીના અંતરમાં જગ્યા બનાવવા માટેનો એક માર્ગ બતાવ્યો હોય તેવું નથી લાગતું !! તેમની ભોજનકલાનાં વખાણ કરો ! ક્યારેય દુ:ખી નહીં થાવ, આ અશોકમુનીનું અજમાવાયેલું આર્શિવચન છે ! )

ઝેન્થિપી: “સ્વાદની તો એમને કશી લપછપ નથી, સારું થયું હોય ને પૂછીએ તોયે કહે ઠીક, ને ન સારું થયું હોય ને પૂછીએ તોયે કહેશે ઠીક. આપો તે પેટ ભરીને જમી લે, બાકી તો હાથ સારા નથી – હાટ સારાં છે એમ કહેવત છે ને !” (શું કહેતો હતો હું ? આ છે ઘરસંસારમાં શાંતી જાળવી રાખવાનો ’સોક્રેટિક માર્ગ’ !! )આ પછી તો સોક્રેટિસ ઘરે આવે છે અને તેની અને મીડિયાની વચ્ચે ઘણી જ્ઞાનપ્રદ ચર્ચાઓ થાય છે. અહીં જરા અન્ય એક સંદર્ભ પણ સમજાવું તો આ સમયે એથેન્સમાં પ્લેગનો રોગચાળો ફાટી નીકળ્યો હોય છે, અને એ સમયના, રોગચાળા સામે લડવા માટેના પ્રચલિત ઉપાય પ્રમાણે, રાજ્ય તરફથી દરેક ઘરમાં ધૂપ કરવાની સુચના અપાયેલ છે. આ માટે બળતણ રાજ્ય તરફથી મળતું હોય છે. હવે જુઓ આ પછીનું લખાણ:
’ઝેન્થિપીને મોડી રાત સુધી થયા કર્યું કે, બૈરાંની જાતને વળી આ જ્ઞાન અને આ ડહાપણ અથવા સારું શું ને નરસું શું તેની ચાપાચીપ શી ? આદમી એ બધી માથાકૂટ કરે જ છે ને ? ને તે કરીનેય ફળ શું ? ફરી તે આવતી કાલના બળતણનો વેંત કેમ કરવો તેનો વિચાર કરવા લાગી. ત્યાં યાદ આવી ગયું કે કાલે તો ધૂપ કરવા બળતણ આવવાનું જ હતું ને, તેમાંથી થોડું બચાવી લેવાશે. થોડી નિરાંત અનુભવી એટલે મીડિયા યાદ આવી. તેનો સરલ જિજ્ઞાસાથી તરવરતો ચહેરો મનમાં ઉઠ્યો. “ચાર છોકરાં થાય તો બધુંય પાતાળમાં ઊતરી જાય,” તે બબડી. પડખે સૂતેલ, મોટેથી નસકોરાં બોલાવતા સોક્રેટિસના પહોળા લીસા ખભા ઉપર હાથ ફેરવી તે બોલી, “આવો જબ્બર ખભાવાળો પુરુષ નહીં કમાતો હોય તેમાં પણ કાંઇ વિચાર હશે ને ?”

* થોડા દિવસો પછી ક્રિશ્યશ અને મીડિયા પ્રથમ વખત સોક્રેટિસને ઘરે એકઠ્ઠા મળે છે અને ક્રિશ્યશ સોક્રેટિસ પ્રત્યેનો પોતાનો અહોભાવ વર્ણવે છે ત્યારનો પ્રસંગ:
મીડિયા: “તમને સોક્રેટિસ માટે અતિભક્તિ છે.”
ક્રિશ્યશ: “તમે સાચાં હો તો સારું. દેવો અને સોક્રેટિસ વચ્ચે મતભેદ પડે તો સોક્રેટિસને સાચા માનવા તેમ હું કહું.”
અંદરથી ઝેન્થિપી બરાડી ઊઠી, “આમ કહીકહીને જ તમે મારા ભલાભોળા ઘરવાળાનું સત્યાનાશ વાળ્યું છે. તેને સુખીથી રહેવા દો ને.”
ક્રિશ્યશ હસીને કહે, “પણ તેણે રહેવું હોય તો ને ? તે બોલતા બંધ થાય તો અમારાં મગજ પણ ભમતાં બંધ થઇ જાય.”
ઝેન્થિપી કહે, “એવું થાય તો હું એપોલોને બે કુકડા ધરાવું.” (તે યુગથી લઇ અને આજ સુધી પણ, સ્ત્રીઓના મનમાં એ ભાવના તો દૃઢ છે કે ’અમારા એ ભોળા બહુ !!!” બીજું કે તે સમયે બલી આપવાનો રિવાજ હશે જ, પરંતુ અહીં જે ’એપોલો દેવ’ને બે કુકડા ચઢાવવાની માનતા છે તે જવના લોટમાંથી બે પીંડા બનાવી અને એપોલોને ધરાવવા બાબતે છે.) અને પછી બબડે છે, “છોકરા ઓછા હતા તે એક છોકરી પણ આવી.”

* એક દિવસ ’એપોલોડોરસ’ (કે જે સોક્રેટિસનો શિષ્ય છે અને નગરનાં આગેવાન અને શ્રીમંત કુટુંબનો નબીરો છે), મીડિયા અને સોક્રેટિસ, સોક્રેટિસના ઘરે બેસી ચર્ચાઓ કરતા હોય છે ત્યારે ઝેન્થિપી અંદરથી અવાજ પાડે છે: “વાળુ તૈયાર છે, હો.”
સોક્રેટિસ કહે (એપોલોડોરસ અને મીડિયાને): “તમને વાળુ માટે નિમંત્રણ નથી આપી શકતો.” પછી હસીને કહે, “એને માટે પણ ઘણી હિંમત જોઇએ છે.”
વાળુ પીરસતા ઝેન્થિપી કહે, “તે લોકોને વાળુ કરવાનું કહેતાં હું ક્યાં રોકતી હતી ?”
જવના દારૂમાં રોટલી ઝબોળતા સોક્રેટિસ કહે, “ના રે, પણ તેની જ હિંમત આ આરોગવાની ન ચાલે. છોકરો છે એનેટસનો, ઘેર બાર બાદશાહીવાળો; અને બીજી છે ડેલફીની, નાવણ અંઘોળમાં અત્તર નાખનારી.”
(અહીં સોક્રેટિસે પોતાની ગરીબી પર કટાક્ષ કર્યો છે કે ઝેન્થિપીની રસોઇકલા પર તે વિચારણીય છે !)
સોક્રેટિસ કહે (એપોલોડોરસ અને મીડિયાને): “તમને વાળુ માટે નિમંત્રણ નથી આપી શકતો.” પછી હસીને કહે, “એને માટે પણ ઘણી હિંમત જોઇએ છે.”
વાળુ પીરસતા ઝેન્થિપી કહે, “તે લોકોને વાળુ કરવાનું કહેતાં હું ક્યાં રોકતી હતી ?”
જવના દારૂમાં રોટલી ઝબોળતા સોક્રેટિસ કહે, “ના રે, પણ તેની જ હિંમત આ આરોગવાની ન ચાલે. છોકરો છે એનેટસનો, ઘેર બાર બાદશાહીવાળો; અને બીજી છે ડેલફીની, નાવણ અંઘોળમાં અત્તર નાખનારી.”
(અહીં સોક્રેટિસે પોતાની ગરીબી પર કટાક્ષ કર્યો છે કે ઝેન્થિપીની રસોઇકલા પર તે વિચારણીય છે !)
* મીડિયાને પ્લેગની બિમારી લાગુ પડી છે, એ સમાચાર ઝેન્થિપી સોક્રેટિસને આપે છે ત્યારનું આ દૃષ્ય છે:
ઝેન્થિપી, “પેલી છોકરીને પણ પ્લેગે ઝડપી છે.”
“કોને ? મીડિયાને ?”
“હા, કાલે સવારે અહીં આવી ત્યારે તાવે ધ્રુજતી હતી. ઉઠીને જવાની પણ શક્તિ નહોતી. હાથ ઝાલીને હું ક્રીટોને (મીડિયાના કાકા) ત્યાં પહોંચાડી આવી.”
સોક્રેટિસ કહે છે કે ચાલ હું તેની ખબર કાઢી આવું ત્યારે ઝેન્થિપી કહે: “જઇ આવો, બહુ ગરવી છે. મને તે અત્તર બનાવવાનું શીખવતી હતી; ભારે કાબેલ છે એમાં; કાલે જ પહેલુંવહેલું અત્તર ગાળ્યું. બતાવું તમને ?”
“લાવ જોઇએ.”
ઝેન્થિપી ઘરમાં જઇ કૂંજા આકારનું એક નાનકડું પાત્ર લઇ આવી. દાટો ખોલી, હથેળીમાં લઇ સોક્રેટિસના ખભે, છાતીએ લગાડતાં કહે : “કેવું બહેકે છે ! લાગે ફુલફટાક, પણ બધું જાતે કર્યું…..” વાત કરતાં કરતાં તે સોક્રેટિસની હથેળી પર અત્તર લગાડતી હતી.
સોક્રેટિસ બાળક સમા ઉત્સાહથી કહે, “સુગંધ ગમે છે. કવિતા કરવાનું સુઝાડે તેવી છે.”
(અહીં થોડા સમય પહેલાં જ, ઝેન્થિપી જે મીડિયાની સ્ત્રીસહજ ભાવે અદેખાઇ કરતી હતી તે મીડિયા અત્યારે બિમાર છે ત્યારે તેની પ્રત્યે સ્ત્રીસહજ લાગણી અને કરુણા પણ દર્શાવતી જણાય છે. તે ઉપરાંત અત્તર લગાવવાનું દૃષ્ય એક સહજ, પ્રેમાળ દાંપત્યનું દર્શન પણ કરાવે છે. આપણે પણ ક્યારેય આવું દૃષ્ય ભજવાયું હોય તો યાદ કરી અને ગુલાબજાંબુ જેવું મોં કરવું !! )
* સોક્રેટિસ, પેરિકલીસ (એથેન્સનો રાજા, કહો કે નૂતન એથેન્સનો નિર્માતા અને એથેન્સમાં લોકશાહીનો પુરસ્કર્તા) અને એસ્પેશિયા (એથેન્સની કલાવંતી, મીડિયાની માતા અને પેરિકલીસની પ્રેમીકા. જે પોતે અતિસુંદર અને મેધાવી છે), ત્રણે એસ્પેશિયાના નિવાસસ્થાને રાત્રે બેઠા હોય છે ત્યારનું આ દૃષ્ય છે :
પેરિકલીસ : “તમને આજે રાતે જવા દેવાના નથી. ઝેન્થિપીને સંદેશો પહોંચાડીશું.”
સોક્રેટિસ કહે, “તમારો, એસ્પેશિયાનો નહીં !” (???સમજાયું ? આવી વાતમાં તો સોક્રેટિસના દાદાએ પણ પત્નિથી બીવું પડે !!)ત્રણે જણા હસી પડ્યાં. પેરિકલીસ ફરી આસવ લેતા કહે, “મોં પર લગામ વગરની આવી સ્ત્રીથી તમે છુટાછેડા કેમ નથી લેતા ?” સોક્રેટિસ કહે, “એ મારું રહસ્ય છે. ગમે ત્યાં પ્રગટ ન થાય. પણ ઝેન્થિપીની બદનક્ષી ન થાય માટે મારે કહેવું જોઇએ કે જેણે અન્યનાં ઘોડાં કેળવવાં હોય તે પોતાને ત્યાં કેવું રાખે ?”
“વધારે તોફાની.”
“તો પેરિકલીસ, મારો ધંધો વાદવિવાદ કરવાનો છે. મારે ત્યાં વાદવિવાદમાં મને પણ ઘડીભર પજવી નાખે તેવી સ્ત્રી મેં સમજપૂર્વક રાખી છે. તે મને તાલીમ આપે છે.”
એસ્પેશિયા કહે, “તમે તો બધાના ગુણો જ જોવાના. જતાં પહેલાં તમારા ગુણોની કોઇ કદર કરે તો સારું.”
સોક્રેટિસ, “હમણાં તો તમે પેરિકલીસની ચિંતા કરો તે વધારે જરૂરી છે. મારી ચિંતા તો આંખમાં એરંડિયું આંજીને ઝેન્થિપી કરે છે; બીજાને તે ચિંતા કરવા દે તેમ જ નથી.”
(ઝેન્થિપી માટે સ્વયં સોક્રેટિસે આપેલા આ શરપાવથી વધુ શું ગણવું !!)
મેં તો અહીં સોક્રેટિસ અને ઝેન્થિપીના ગૃહસ્થજીવનનાં પરિચયને બહાને, જીવનનાં વિવિધ રંગોનો પરિચય કરાવવાનો પ્રયાસ કરેલ છે. આપ સૌ આ નવલકથા વાંચો તેવો આગ્રહ છે. અહીં આપણે ફક્ત ઝેન્થિપીને કેન્દ્રમાં રાખી અને કથાના અમુક અંશો જોયા છે, ફરી ક્યારેક સોક્રેટિસને વિશે પણ વિચાર કરીશું. મીડિયા અને એપોલોડોરસ એ બે પાત્રો શ્રી દર્શકના માનસસંતાનો છે, એ સિવાયના લગભગ બધા જ પાત્રો ઔતિહાસિક છે. જે તે પાત્ર વિશે વધુ જાણકારી મળે તે ઉદ્દેશથી જે તે પાત્ર વિશેના વિકીપીડિયા પરના લેખની કડીઓ અહીં આપેલી છે. આપને આ લેખ ગમ્યો હશે તેવી આશા રાખું છું.
અને અંતે આ લેખનું પ્રયોજન કેમ થયું તે વિશે: ’સોક્રેટિસ’ પુસ્તક મારા પરમમિત્ર શ્રી ભાવેશ જાદવે ભેટ આપેલું, (અહીં તેમણે પુસ્તક પર લખેલા શબ્દોનું ચિત્ર રજુ કરેલ છે) ભાવેશભાઇ અત્યારે બિમારી સબબ, ગંભીર હાલતમાં, હોસ્પિટલના બિછાને ઝઝુમી રહ્યા છે. અમે મિત્રો શક્ય તેટલા મદદરૂપ થવા કોશિશ કરીએ છીએ, આ દરમિયાન આ પુસ્તકનું ફરી વાંચન કરવાનું બહાનું મળ્યું, અને તે પરથી આ લેખનું પ્રયોજન થયું. મિત્ર ભાવેશભાઇ જલ્દી સ્વશ્થતા પ્રાપ્ત કરે તેવી અંતઃકરણની પ્રાર્થનાસહ:
વધુ વાંચન માટે : વિકિપીડિયા પર.
0 comments:
Post a Comment