Thursday, July 14, 2011

સુવક્યો

મુશ્કેલીઓ પાછળ પણ ઇશ્વરીય સંકેત હોય છે. ઇશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઇએ.

..........................................................................................................................................

ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.

- શૂન્ય પાલનપુરી

..........................................................................................................................................

હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ.

- ગાંધીજી

..........................................................................................................................................

ઊઠો, બહાદુર અને મજબૂત બનો, પોતાના ખભા પર જવાબદારી લો અને તમે જોશો કે તમે જ તમારા ભાવિના નિર્માતા છો.

- સ્વામી વિવેકાનંદ

..........................................................................................................................................

મિત્રો ગમે તેટલા હોય પરંતુ દુશ્મન એક જ હોય તે પૂરતું છે.

..........................................................................................................................................

ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ જ થોડો, બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે.

- બરકત વિરાણી

..........................................................................................................................................

સમયને નષ્ટ થવા ન દો, કેમ કે તે જીવન નિર્માણનું પરિબળ છે.

..........................................................................................................................................

સુખ સમયમાં છકી નવ જવું, દુઃખમાં ન હિંમત હારવી, સુખ-દુઃખ સદા ટકતાં નથી, એ નીતિ ઉર ઉતારવી.

- અજ્ઞાત

..........................................................................................................................................

ઇશ્વર એક વખતમાં એક જ ક્ષણ આપે છે અને બીજી ક્ષણ આપતાં પહેલાં તેને લઇ લે છે.

..........................................................................................................................................

પાપ અને દુરાચાર એક માનસિક કે આત્મિક રોગ છે, તેને મટાડવા ઉપદેશ રૂપી દવા જરૂરી છે.

- ઇસુ ખ્રિસ્ત

..........................................................................................................................................

પોતાની અજ્ઞાનતાનો અનુભવ જ બુદ્ધિમત્તાના મંદિરનું પ્રથમ સોપાન છે.

..........................................................................................................................................

ફક્ત નિર્મળ અને કર્મહીન વ્યક્તિ જ નસીબને દોષ આપે છે.

..........................................................................................................................................

કાર્ય કરવું એટલે શરીરથી પ્રભુને પ્રાર્થના કરવી.

- શ્રી માતાજી

..........................................................................................................................................

સ્ટેનોગ્રાફર વાંસળીવાદક થઇ શકે. બસ શ્રદ્ધા અને સ્વરની સાધના કરશો તો જ્યાં ઇચ્છો ત્યાં ઇશ્વર તમને પહોંચાડશે.

- પંડિત હરિપ્રસાદ ચૌરસિયા

..........................................................................................................................................

એકાગ્ર ચિત્તે કામ કરવાથી સફળતા જરુર મળે છે.

..........................................................................................................................................

જો હું મારા તમામ વ્યવહારમાં પ્રામાણિક હોઉં તો મને કદી ડર લાગવાનો નથી.

- સ્વામી વિવેકાનંદ

..........................................................................................................................................

બૂરાઇ કરવાના અવસર ઘણી વખત આવે છે, પરંતુ ભલાઇની તક ફક્ત એક જ વાર.

..........................................................................................................................................

બાળકને નિર્દોષ અને પ્રેમાળ કૌટુંબિક વાતાવરણ મળે એજ અગત્યનું છે. શુદ્ધ વાત્સલ્યનો આસ્વાદ મળતો હોય ત્યાં જીવન સુરક્ષિત રહે છે.

- કાકાસાહેબ કાલેલકર

..........................................................................................................................................

બુદ્ધિમાન એ છે કે જે બોલતા પહેલા વિચારે છે, જ્યારે બીજા બોલ્યા બાદ વિચારે છે.

..........................................................................................................................................

જે મનુષ્ય પારકા ધનની, રૂપની, કૂળની, વંશની, સુખની અને સન્માનની ઇર્ષા કરે છે તેને પાર વિનાની પીડા રહે છે.

- વિદુર નીતિ

..........................................................................................................................................

સચ્ચાઇ અને પ્રામાણિકતા ધરાવનારને કોઇ પ્રલોભન ડગાવી શકતું નથી.

..........................................................................................................................................

જિંદગી એવી નથી જેવી તમે એના માટે કામ કરો છો, એ તો એવી બની જાય છે જેવી તમે એને બનાવો છો.

- એન્થની રયાન

..........................................................................................................................................

મનુષ્ય જ્ઞાન સ્વરૂપી ધન જો પોતાના મગજમાં ભરી લે તો કોઇ તેને છીનવી શકતું નથી.

..........................................................................................................................................

થઇ શકે છે કે તમારું કામ મહત્વહીન થઇ જાય, પરંતુ તેનાથી મહત્વપૂર્ણ એ છે કે તમે કંઇક કરો.

-મહાત્મા ગાંધી

..........................................................................................................................................

સાચવવા પડે એ સંબંધો કદી સાચા નથી હોતા,અને જો સંબંધો સાચા હોય તો એને સાચવવા નથી પડતા..

..........................................................................................................................................

વ્યવહાર નથી બદલાતા સંજોગો બદલાય છે, માણસ નથી બદલાતા ખાલી તેમના અભિગમ બદલાય છે…

..........................................................................................................................................

માણસને સાચા સ્વરૂપમાં ઓળખવો હોય તો તેને સતાસ્થાને બેસાડો.

..........................................................................................................................................

જીવન માં એટલી બધી ભૂલો ના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય !!

..........................................................................................................................................

જીવન માં ફક્ત એક સારી વ્યક્તિ નો સાથ હોય તો આખી જિંદગી જીવી શકાય છે,

પણ ક્યારેક ફક્ત એ એક સારી વ્યક્તિ ની શોધ માં આખી જિંદગી વીતી જાય છે. !!

..........................................................................................................................................

દરેક માણસ પાસે એક એવું મોટું કબ્રસ્તાન હોવું જોઇએ, કે જેમાં એ પોતાના મિત્રોના દોષો દફનાવી શકે

..........................................................................................................................................

મિત્ર એ એવી વ્યક્તિ છે કે જે તમારા હ્દય મા ગુંજ્તા ગીત ને જાણે છે ,

અને એ જ ગીત ને યાદ કરાવે છે જ્યારે તમે ગીત ના શબ્દો ભુલી જાઓ છો.

..........................................................................................................................................

પોતાને ગમે ને ઇ કામ કરવુ યેનુ નામ શોખ,,બીજા ને ગમે ને ઇ કામ કર વુ ઇ સેવા...બીજાનુ કામ પોતાને ગમે ને કરવુ ઇ નુ નામ સાધના...!

..........................................................................................................................................

0 comments:

Facebook Blogger Plugin: Bloggerized by AllBlogTools.com Enhanced by ૧darkhorse.blogspot.com

Post a Comment