Wednesday, April 14, 2010
મોહનદાસ કરામચંદ ગાંધી ના વિચારો તેમજ કાર્યો થી પ્રભાવિત બરાક ઓબામા નું વક્તવ્ય.
૨-ઓક્ટોબર ૨૦૦૮
ગાંધી સેવાદિન
પ્રિય મિત્રો,
આજે સમગ્ર અમેરિકા અને વિશ્વભરમાં ઉજવતા મહાત્મા ગાંધી ના જન્મ દિવસે તેમની સેવા – તેમના કાર્યો ના સ્મરણોત્સવ માં જોડાવા નો મને આનંદ છે. લોકો ને એકત્રિત કરી ને શાંતિપુર્ણ રીતે પોતાની માંગણીઓ અને સામર્થ્યપુર્વક હકારાત્મક પરિવર્તનો લાવવાની ગાંધીજી ની પ્રતિબદ્ધતા આજે પણ એટલી જ સામર્થ્યશીલ છે.
તેમની શક્તિ અને અપ્રતિમ હીંમતના ઉદાહરણે લોકોમાં અત્યાચાર સામે લડવા , શાસન થી મુક્તિ મેળવવા ની ચિનગારી પેટાવી .તેમના સ્વતંત્રતા મેળવવાના સુત્રીકરણ માં અનેક વ્યુહરચનાઓ હતી પરંતુ ગાંધીજી એ ધાક સામે હિંમત નો માર્ગ અપનાવ્યો.
આપણે આજના સમય માં પડકારો નો સામનો કરવા જે પુરુષાર્થ કરી રહ્યા છીએ તે માટે અમેરિકા પાસે ઘણા વિકલ્પો છે ..આપણે પણ આપણી શક્તિ અને અટલ શ્રદ્ધાથી નવપ્રાપ્તિ ના ઉચ્ચ માર્ગ તેમજ નૈતિક નેત્રુત્વ માટે ની પરિસ્થિતિની પરિભાષા એ સંયુક્ત રાજ્ય ને – {યુનાઇટેડ સ્ટેટ } ને ઉચ્ચ કક્ષા એ મુક્યુ છે.
ગાંધીજી ના વિચારો સાર્વભૌમિક છે .વિશ્વભરના અગણિત લોકો તેમની શક્તિ અને ચારિત્ર્ય થી પ્રભાવિત છે.
તેમના સ્વાતંત્ર સંગ્રામ થી પ્રેરીત અમેરિકા ની યુવાન પેઢી સદીઓ થી ચાલ્યા આવતા પૂર્વ યુરોપ તેમજ દક્ષિણ આફ્રિકા ના સમાન હિતો પ્રત્યેની ઉદાસીન સમાજ રચના દૂર કરવા ના અધિકાર માટે શાંતિપૂર્ણ ક્રાંતિ તરફ દોરાયા છે. નેલ્સન મંડેલા ,દલાઈ લામા ,તેમજ ડો.માર્ટીન લ્યુથર કીંગે પોતાના વક્ત્યવમાં ગાંધીજી ના ભારે રૂણ નો સ્વીકાર કર્યો છે. મારા કાર્યાલય માં મુકાયેલુ તેમનુ તૈલચિત્ર મને હંમેશા યાદ અપાવે છે કે સાચુ પરિવર્તન વોશિંગટન થી નથી આવવાનુ પણ એ ત્યારે જ આવશે જ્યારે લોકો તેને વોશિંટન સુધી લઈ આવશે.
આ ચુનાવ અતિ મહત્વનો નો છે. આ આપણા માટે પરિવર્તન નો સમય છે.આપણે એ જોવાનુ છે કે ઘણે દુર સુધી માં સામાન્ય અમેરીકન નાના માં નાની વાત માટે વધુ માં વધુ મહેનત કરે.આપણે જોયુ છે કે વિશ્વ માં ક્ષીણ થતા જતા આપણા અસ્તિત્વ માટે યુધ્ધ માં અમેરિકનો એ જીંદગી ગુમાવવી પડે તે માન્યતા ને વધુ સમય માટે સહન કરી શકાય નહી.હું માનુ છું કે પરિવર્તન માટે તમે સજાગ બનો , કાર્યશીલ બનો. ગાંધીજીની માન્યતા ને અનુરૂપ વિશ્વ ના પરિવર્તન માટે આજ રોજ થી જ ૪ નવેમ્બર સુધી અને તેથી પણ આગળ વધી ને આપણી જાત ને ફરી સમર્પિત કરીએ.
આપનો વિશ્વાસુ
બરાક ઓબામા
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment