Saturday, October 8, 2011

વિચિત્ર વિશ્વ




૧. આલ્બાટ્રોસ નામનાં પંખી આખી જિંદગી આકાશમાં (હવામાં) ગાળે છે. માત્ર ઇંડાં મૂકવા ટાપુ ઉપર ઉતરે છે!


૨. નવું જન્મેલું બાળક માત્ર ૮ ઇંચ દૂરનું જોઇ શકે છે! તેથી તેની નજીક જાઓ તો જ તે ‘નજર મિલાવે’ છે!

૩. અમેરિકનો દરરોજ જેટલા પિઝા થાય છે તેને લાઇનસર ગોઠવીએ તો તેનું ક્ષેત્રફળ ૧૮ એકર થાય છે.

૪. ‘છીંક’ની ઝડપ ૧૬૫ કિ.મી./કલાક છે અને આશરે ૫૦૦૦ ભેજકણો સાડા ત્રણ મીટર દૂર ફેંકાય છે!

ખડખડાટ



ગામડાનો એક માણસ મુંબઇ ફર્યા પછી પોતાના ગામ પાછો આવ્યો. તેના મિત્રોએ પૂછ્યું, ‘મુંબઇ વિશે અમને કંઇક કહે ને. તે ત્યાં શું જોયું?’


પેલો માણસ બોલ્યો, ‘મુંબઇ તો સરસ છે, પણ ત્યાંની સરકાર થોડી કંજુસ છે. એક ડ્રાઇવરનો પગાર બચાવવા એક બસની ઉપર બીજી બસ રાખીને ચલાવે છે.

***

રામ (આનંદને) : તારા દાંત કેવી રીતે તૂટયાં?

રામ : હસવાના કારણે.

આનંદ : હસવાના કારણે? આવું તો વળી થતું હશે?

રામ : અરે યાર, હું એક પહેલવાનને જોઇને હસી રહ્યો હતો એટલે.

****

ફેરિયો : ચપ્પું-છરીની ધાર તેજ કરાવી લો.

એક બહેન : ‘ભાઇ, અક્કલ પણ તેજ કરી આપો છો?’

ફેરિયો : ‘હા, બહેન, જો તમારી પાસે હોય તો...’

****

જજ (ગુનેગારને) : ક્યા ગુનાના કારણે તું આજે અહીં છે?

ગુનેગાર : જજસાહેબ, માત્ર એક છીંકના કારણે.

જજ : એ કેવી રીતે?

ગુનેગાર : મેં છીંક ખાધી, ત્યાં જ મકાનમાલિક જાગી ગયો અને તેણે મને પકડી પાડ્યો

દરિયાનું પાણી સતત કેમ વહે છે?



બે સમુદ્રો કે સમુદ્રોના વિભાગોને જોડતી પાતળી જળપટ્ટીને ‘સામુદ્રધુની’ કહે છે. ગ્રીનલેન્ડ અને બેફિન બેટ વચ્ચે ૫૦થી ૩૨૦ કિ.મી. જેટલી પહોળી ‘ડેવિસ’ સામુદ્રધુની છે.




મહાસાગરોમાં સમાયેલું અખૂટ જળ સ્થિર નથી. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ વહેતું રહે છે. દરિયાનાં પાણીમાં જુદી જુદી ઊંડાઈએ પણ જળપ્રવાહો વહેતા હોવાનું જણાયું છે. ઉપલી સપાટી ઉપરના કેટલાક પ્રવાહ ગરમ હોય છે તો ઊંડે-ઊંડે ઠંડા પ્રવાહો પણ વહે છે. પૃથ્વી ઉપરના પવનના પ્રવાહોની માફક સાગરમાં જુદી જુદી ગતિથી નાના-મોટા અનેક પ્રવાહો સતત વહે છે. આ પ્રવાહો કેવી રીતે ઉત્પન્ન થતા હશે? એ સવાલ આપણને ચોક્કસ થાય. પૃથ્વીની દૈનિક ગતિ તેમજ ભૂપૃષ્ઠ, તાપમાન અને પવનના કારણે દરિયામાં વિવિધ પ્રવાહો ઉત્પન્ન થાય છે.

નાણું



નાણાંને રૂપ નથી,પણ આકર્ષે છે સૌને.


નાણાંને હાથ નથી,પણ કામ કરે છે બધે.

નાણાંને પગ નથી,પણ પહોંચી શકે છે બધે.

નાણાંને જીભ નથી,પણ એનો અવાજ છે બધે.

નાણું ઘાસ નથી, પણ સૌને જીવાડે છે બધે.

નાણાંને પેટ નથી,પણ પૂરું કરે છે બધે.

નાણું ભીખ નથી,પણ માગે છે બધે.

નાણું દાન નથી,પણ દાન કરે છે બધે.

નાણું હસાવે છે ને નાણું રડાવે પણ છે.

નાણું તારક છે ને મારક પણ છે.

નાણાંથી ઘણા તરી જાય છે ને ઘણા મરી પણ જાય છે.

નાણું ભગવાન નથી, પણ પૂજાય છે બધે.

વિજ્ઞાનનું જ્ઞાન





એકલું મીણ કેમ સળગતું નથી?


વાટ એ મીણનું દહન કરતું માધ્યમ છે. એટલે કે તેના વિના મીણને સળગાવવું શક્ય નથી. કહેવાનો અર્થ એ કે મીણબત્તીના મીણને સળગવા માટે માધ્યમની જરૂર પડે છે. મીણના ગલનબિંદુ કરતાં તેનું જવલનબિંદુ ક્યાંય ઊંચું છે. વળી તે સરેરાશ ૬૨૦ સેિલ્શયસ તાપમાને પીગળી જવાનો ગુણધર્મ તે ધરાવે છે. અન્ય બળતણની જેમ તે અતિ દહનશીલ નથી. એટલા માટે ઘન કે પ્રવાહી સ્વરૂપે સળગી ઊઠતું નથી. આમ, મીણબત્તી સળગાવવામાં આવે ત્યારે તેની વાટ જ સળગે છે, જ્યારે મીણ તેની દહનક્રિયાને ધીમી પાડવાનો રોલ ભજવે છે.



ઘામાંથી બહાર નીકળેલું લોહી જામી જાય છે, પણ નસમાં લોહી કેમ જામતું નથી?



કારણ કે આપણા શરીરમાં લોહી બહુ ઝડપથી ફરે છે. આથી લોહીને નસમાં જામવાનો કોઇ મોકો મળતો નથી. હા, પણ જ્યારે લોહીનું ભ્રમણ અતિશય ઘટી જાય એ વખતે થોડું લોહી થીજીને ફોદા જેવું થઈ જાય છે. અંગ્રેજીમાં તેને ‘થ્રોમ્બોસિસ’ કહે છે. ઘામાંથી લોહી બહાર નીકળી જાય છે, પણ નસમાં લોહી જામતું નથી. શરીરમાં રહેલું વિટામીન ‘કે’ લોહીનું ઘનીભવન કરીને કપાયેલી રક્તવાહિનીઓનું મોઢું બંધ કરી દે છે.