દાળ ઢોકળી -સ્વાદિષ્ઠ ગુજરાતી વાનગી
સામગ્રી
૨૫૦ ગ્રામ તુવર-દાળ
૨૦૦ ગ્રામ ઘઉંનો લોટ
૨ ચમચી હળદર
૨ ચમચી લાલ મરચું
૧ ચમચી અજમો
૩-૪ લવિંગ
૨-૩ તજ
૧ ચમચી રાઈ
૧૦-૧૫ મીઠા લીમડાના પત્તા
૨ લીલા મરચા (ટુકડા કરેલા)
ચપટી હિંગ
૧/૨ ચમચી આંબલીની પેસ્ટ
૨૫ ગ્રામ કાજુ
૫૦ ગ્રામ સિંગદાણા
૧/૨ ચમચી ગરમ મસાલો
૧ ચમચી ટામેટાની પેસ્ટ
૩ ચમચી તેલ
૧ ચમચી ઘી
સ્વાદ અનુસાર મીઠું
પદ્ધતિ
થાળીમાં ઘઉંનો લોટ લઇને તેમાં પાણી ઉમેરો.
હવે તેમાં હળદર, લાલ
મરચું અને અજમાની એક એક ચમચી નાખો, અને સ્વાદ
અનુસાર મીઠું ઉમેરો.
હવે બધાને બરાબર ગુંદી લો.
૧ ચમચી તેલ નાખીને લોટને ફરીથી ગુંદો.
રોટલી વણીને ઈચ્છા મુજબ ઢોકળીના ટુકડા કાપી લો.
હવે તુવર-દાળને ચોક્ખા પાણીથી ધોઈને પ્રેશર કુકરમાં ૧૦ મિનીટ સુધી
બાફો.
૧૫ મિનીટ સુધી ઠરવા દો.
તુવર-દાળને
પ્રેશર-કુકર માંથી કાઢી લો.
હવે તપેલીમાં ૨ ચમચી તેલ અને ૧ ચમચી ઘીને ગરમ કરો.
ઉકાળેલા તેલ/ઘીમાં લવિંગ, તજ
અને રાઈ નો વઘાર કરો.
વઘારમાં મીઠા લીમડાના પાન, લીલા
મરચાંના ટુકડા અને ચપટી હિંગ નાખો.
હવે તેમાં બાફેલી તુવર-દાળ ઉમેરો.
હવે તેમાં આંબલી, કાજુના ટુકડા,સિંગદાણા, ગરમ
મસાલો અને ૧ ચમચી લાલ મરચું નાખો, બરાબર હલાવી ને મિક્ષ કરો.
હવે એમાં ટામેટાની પેસ્ટ, ૧ ચમચી હળદર,મીઠું અને ૨ કપ પાણી ઉમેરો.
બરાબર ઉકળવા દો.
કાપેલા ઢોકળીના ટુકડાને ઉકળતી દાળ માં એક પછી એક ઉમેરો.
૧૦ મિનીટ ઉકળવા દો.
ગરમા ગરમ પીરસો અને સ્વાદિષ્ટ બનાવવા ઉપરથી ઘી નાખો.