
“આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !