Wednesday, August 8, 2012

૧૧ મી સપ્ટેમ્બર



૧૧ મી સપ્ટેમ્બર નો આ દિવસ ઇતિહાસ ની તવારીખોમાં સંગ્રહાયેલો પડ્યો છે.આ દિવસ વિશ્વફલક પર સારી અને નરસી છાપ પડતો ગયો છે.આ દિવસ મહાત્મા ગાંધી સાથે સંકળાયેલો છે,તો મહમદ અલી જિન્હા ની મૃત્યુતિથી પણ છે.આ દિવસ વિવેકાનંદ થી વલ્ડૅ ટ્રેડ સેન્ટર અને વલ્ડૅ વાઇલ્ડ ફંડ ને યાદ કરવાનો છે.
૧૧ સપ્ટેમ્બર,૧૮૯૩



હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

તો હું એટલે આ ઘુવડ સમો ઘૂઘવાટ કરતો હું અને અંગ્રેજી નો " I " અને  "I is always capital ".
અને મારા શિક્ષકો એટલે કોણ ? મારા આ હું ને ઓગાળનાર અને હું માંથી મને એક આદર્શ વિદ્યાર્થી - વ્યક્તિ બનવાનો પથ સૂચવનાર વિરલ વ્યક્તિઓ.

મારા શિક્ષકો એટલે તે મહાનુભાવો કે જેમણે મને ભાન કરાવ્યું કે - "I know that I know nothing "

તારીખ પાંચમી સપ્ટેમ્બર આપણે સર્વે આપણા ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન નાં જન્મદિવસ ને "શિક્ષકદિન" તરીકે ઉજવીએ છીએ. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. તેમણે એકવાર કહ્યું હતું કે - "હું પહેલા શિક્ષક્ છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું ."

આમ તો શિક્ષકરૂપી આ વિશાળતા તેમજ ગહનતા ને શબ્દોના સીમાડામાં બાંધવાનો પ્રયાસ એ જ સાગર ને ગાગર માં સમાવવા જેવી વાત થઇ.મારા શિક્ષકો માટે હૃદય -સાગર ના ઊંડાણ માં જે લાગણી અનુભવું છું , તે લાગણી પૂરેપૂરી આંસુ કે સ્પર્શ દ્વારા પણ વ્યક્ત થઇ ન શકે.આ સમયે જે કઈ મન:સ્થિતિ અક્ષરો સ્વરૂપે આકાર લે તે બહુ બહુ તો લાગણી નો અનુવાદ હોઈ શકે.કોઈ વ્યક્તિને સમજવા શબ્દો ચાલે,પરંતુ શિક્ષક જેવી વિભૂતિ ને અનુભૂતિ દ્વારા જ સમજી શકાય.
આપણા જીવનમાં ઈશ્વરથી પણ વધુ વંદનીય જો કોઈ હોય તો તે આપના શિક્ષકો જ છે.આ સંદર્ભ માં કબીરજી એ સુંદર વાત કરી છે :

" गुरु गोविन्द दोनों खड़े,किसको लागू पाय ?
बलिहारी गुरु आपकी , गोविन्द दियो बताय !"


એક ચાઇનીઝ કહેવત છે.
"જો તમારે એક વર્ષનું આયોજન કરવું હોય તો અનાજ વાવો,
જો તમારે દસ વર્હનું આયોજન કરવું હોય તો વૃક્ષ વાવો ,
જો તમારે સો વર્ષનું આયોજન કરવું હોય તો બાળકને કેળવણી આપો "

તો આ કેળવણી-શિક્ષણ આપવાનું કામ કોણ કરે છે ? આપણા શિક્ષકો જ.
આપણા માતાપિતા આપણને જન્મ જરૂર આપે છે,પરતું જે રીતે શિલ્પકાર પથ્થર ને ટીપી ટીપીને સુંદર શિલ્પ બનાવે છે,હીરાઘસુ હીરાને ઘસી ઘસી ને પાસાદાર અને ચમકતા બનાવે છે  તે જ રીતે આપણા શિક્ષકો આપણા જીવન ઘડતરનું ભગીરથ કાર્ય કરે છે.કોઈપણ વ્યક્તિ જીવનમાં સફળતા મેળવે કે ઉચ્ચતમ શિખરો સર કરે ત્યારે તેની પાછળ તેના શિક્ષક નો સિંહફાળો હોય છે.

કોઈપણ રાષ્ટ્રના વિકાસ અને રક્ષણ માટે શિક્ષક અને સૈનિક અંગો છે. જે રાષ્ટ્રના શિક્ષક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય વિકાસ સાધી ન શકે. તેવી જ રીતે જે રાષ્ટ્રના  સૈનિક નબળા હોય તે રાષ્ટ્ર ક્યારેય શાંતિથી ઉંઘી ન શકે અને એ નાતે શિક્ષક એ તંદુરસ્ત સમાજ નિર્માણ માટે નું પાયાનું પરિબળ છે.

મારા સ્વાનુભવો ને આધારે કહું તો પાપા પગલી માંડતી મારી જીવનયાત્રા માં મારા શિક્ષકો ની પ્રેરણા અને પ્રોત્સાહન ખૂબ જ મળ્યા છે.

મશહૂર  તબલાવાદક ઉસ્તાદ ઝાકીર હુસૈન સાહેબ ને થોડા વર્ષો પહેલા એક પત્રકારે પૂછેલ કે તમો તો લગભગ વિદેશમાં જ તબલા નું પ્રશિક્ષણ આપો છો.તમને ભારત અને વિદેશ માં શો તફાવત જણાય છે ?
ત્યારે તેમને જવાબ આપેલ કે મારા ભલે વિદેશ ના શિષ્યો વધારે હોય,પરંતુ ભારત માં જે ગુરુ-શિષ્ય પરંપરા છે તે વિદેશોમાં ક્યાય નથી અને તેથી જ હું વિદેશોમાં એક સાચો - સારો શિક્ષક નથી બની શકતો.

અફસોસની વાત એ છે કે આપણે પશ્ચિમની સંસ્કૃતિ ના આંધળા અનુકરણમાં ગુરુ-શિષ્ય પરંપરા ની અવગણના કરીએ છીએ અને કદાચ તેથી જ સમાજ માં શિક્ષકો નું મૂલ્ય ઓછું અંકાય છે.


ઝડપી પરિવર્તનનાં આ યુગમાં જયારે બધું ઝડપથી બદલાઈ રહ્યું છે ત્યારે શિક્ષણવ્યવસ્થા અને શિક્ષકો ચોક્કસ બદલાયા છે.આશ્રમ માં ઝાડ નીચે બેસી જ્ઞાન ના પાઠ ભણાવતા શિક્ષક બ્લેક બોર્ડ અને  ચોક સ્ટીક વાપરતા થયા અને તેથી પણ વધુ આગળ  વધી "મલ્ટીમીડિયા " અને લેટેસ્ટ ટેકનોલોજી નો તેમણે સહારો લીધો. ગુરુ દ્રોણ થી લઇ ને આજના મોડર્ન યુગ ના મેડમો અને સરો ને હૃદયપૂર્વક વંદન અને શિક્ષકદિન નિમિતે આપને સર્વે સંકલ્પ કરીએ કે આપણે સાચા અર્થમાં શિક્ષકો ને ઓળખીએ અને "ગુરુ દેવો ભવ:" નો મંત્ર ચરિતાર્થ કરીએ .

- જગત  અવાશિયા
તા. ૦૫-૦૯-૧૯૯૯
(શાળાકાળ દરમિયાન આપેલ વ્યક્તવ્ય) 

હું અને મારા શિક્ષક



હું એટલે કોણ ? હું એટલે હું જ . કવિ 'મીનપિયાસી' એ સુંદર કહ્યું છે :

" પરમેશ્વર તો પહેલું પૂછશે,
કોઈનું સુખ દુઃખ પૂછ્યું 'તુ ?
દર્દ ભરેલી આ દુનિયા માં ,
કોઈનું આંસુ લૂછ્યું ' તુ ?
કબૂતરોનું ઘૂ...ઘૂ...ઘૂ ...,
ઉંદર-ચકલા ચૂ..ચૂ...ચૂ..,
છ્છુન્દરો નું છૂ...છૂ...છૂ...,
ભમરા ગૂંજે ગૂ...ગૂ...ગૂ...,
આ કુંજન માં શી કક્કાવારી ?
હું કુદરત ને પૂછું છું,
ઘુવડ સમા ઘૂઘવાટ કરતો,
માનવ ગરજે હું...હું....હું...! "

“જોય ઓફ ગિવિંગ વિક ” – વાય વિક ઓન્લી ??


જોય ઓફ ગિવિંગ એટલે કે “આપવામાં આનંદ”..!

 “આનંદ”,”ખુશી”,”મઝા”,”સંતોષ”,”ફન” કે પછી “જોય” આ બધું જ જીવન માં કૈક મળ્યાનો ભાવ ઉત્પન્ન કરે છે.જાણે કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કર્યાનો ઉન્માદ જગાડે છે.પણ એક વાત નોંધવા જેવી કે પૈસાને તેનાં ચલણમાં (રૂપિયો કે ડોલર....) મોલવી શકાય,ગોલ્ડ ને તોલા માં તોલી શકાય કે પછી ક્વોન્ટીફાયેબલ રાશિઓ(જેવી કે દ્રવ્ય,કદ,વજન,તાપમાન,દબાણ…વગેરે)ને માપી પણ શકાય.પણ તમે “ફન” ને મેઝર કરવાનું “ફનોમીટર” કે પછી આનદ માપવાના “આનંદોમીટર” વિષે સાંભળ્યું છે ?? આ કદાચ શક્ય જ નથી કારણકે આવું “ફનોમીટર” ફન ને માપવા આધાર (બેઇઝ) તરીકે કોને લે ? માણસની સ્માઈલ? – બનાવટી હાસ્ય તો માણસને સરસ આવડે છે. માણસની લાગણીથી ભીની થયેલ આંખો ? – મગરના આંસુ સારવામાં કંઈ મોટી વાત નથી ! હ્રદય ની ધડકન ?- એતો માણસની દુરસ્ત કે નાદુરસ્ત સ્થિતિઓમાં પણ ભિન્ન પરિણામો આપે છે. આમ આવા કોઈ “ફનોમીટર” શોધાઈ શકવાના અણસાર પણ દૂર દૂર સુધી ક્યાય જણાતા નથી !

શ્રદ્ધા અને માન્યતા



શ્રદ્ધા એટલે શું ? માન્યતા એટલે શું? આ બેઉનો એક બીજા સાથે શું સંબંધ છે? આ સવાલોનો શું ઉત્તર છે તે સમજવા પ્રકાશ અને પડછાયાનું ઉદાહરણ લઇએ. કારણ પડછાયા અને પ્રકાશ વચ્ચે જેવો સંબંધ છે તેવો જ સંબંધ શ્રદ્ધા અને માન્યતા વચ્ચે છે. પ્રકાશ એ શકિત છે, અને જયારે તેના માર્ગમાં કોઇ દીવાલ આવે ત્યારે તે દીવાલનો પડછાયો પડે છે અને તે સ્થળે પ્રકાશ ઝાંખો લાગે છે. વળી પડછાયો જોઇને એ દીવાલ શેની બનેલી છે એ જાણી શકાતું નથી.

નાસ્તીકોની સભામાં ભજન



સ્વાભાવથી હુ નાસ્તીક છું. કોઈ પણ જાતનાં કર્મકાંડમાં મને શ્રદ્ધા નથી બેસતી. તેમ છતાં સુરતની એક જાણીતી નાસ્તીક અથવા તો એ લોકો જેને રેશનાલિસ્ટ સોસાયટી તરીકે ઓળખાવે છે તેમણે એક સમયે મને તેમની સભામાથી કાઢી મુકવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો. તેનું કારણ એ હતું કે તેમનો સક્રિય કાર્યકર હોવા છતાંય મે તે નાસ્તીક સભા દ્વારા ડાંગ જીલ્લાના મહાડ ખાતે આયોજીત એક વિજ્ઞાન શિબિર દરમ્યાન ભજનો ગાયા હતા. એક વખત અજાણતાં જ મેં આ સમગ્ર કિસ્સો મારી સાથે કામ કરતા એક ધાર્મિક સંપ્રદા

પરદેશમાં વસતાં ગુજરાતીઓ માટે ગુજરાતી પબ્લીકેશન હોવું જોઇએ કે નહિ?



દેશ હોય કે પરદેશ, જયાં ગુજરાતી છે ત્યાં ગુજરાતી ભાષાનું સ્થાનિક પબ્લીકેશન હોવું જ જોઇએ. આ મારો વ્યક્તિગત મત છે અને જરુરિયાત પણ. કારણ હું ગુજરાતી છું. મારી પહેલી ઓળખ મારું ગુજરાતીપણું છે. સમાજ કે દેશ કોઇ પણ હોય, નાગરિક ક્યાંયનો પણ હોય, એક માણસની ઓળખ તેનાં કપડાં કે ખોરાક નહિ પણ ભાષા છે. પરદેશમાં આવીને આપણી ઓળખ વૈશ્ર્વિક બની જાય છે, પણ તેથી આપણી મૂળ ઓળખ મટી નથી જતી. વળી ગ્લોબલ વલ્ડમાં હોવાનાં કારણે આપણને આખી દુનિયામાં શું થાય છે તે ખબર છે પણ આપણે જ્યાં છીએ તે સીડની કે ઓસ્ટ્રેલિયાનાં ગુજરાતી સમાજમાં શું થાય છે તે નથી ખબર. ઇન્ટરનેટ પર ભારતનાં છાપાં કે સામયિકો નાં વાંચીએ તો આપણને આપણાં ગામમાં કે શહેરમાં શું થાય છે તે પણ ખબર નથી પડતી. એટલે ના તો આપણે જ્યાં છીએ ત્યાંની આપણને ખબર છે કે ના તો આપણને જ્યાંથી આવ્યાં છીએ ત્યાંની ખબર છે. આ સ્થિતીમાં મને મારું વૈશ્ર્વિક હોવું ખટકે છે જેણે મારું વિશ્ર્વ નાનું કરી નાંખ્યુ છે. અહીં બધું જ મળે છે, સિવાય કે લખાયેલું અને છપાયેલું ગુજરાતી, જે વાંચીને જ આપણી સવાર પડતી હતી.

બિહાર અને ગુજરાત - ભાગ એક



આમ તો સરખામણી કરવી એ કંઈ સાચી રીત નથી. પરંતુ આપણે આપણો કક્કો ખરો કરવા ઘણી વાર સરખામણી કરી નાંખીએ છીએ. તાજેતરમાં આપણા મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનાં હરિફ કેશુભાઈને ઉદ્દેશીને  કહ્યું કે બિહાર જાતિવાદનાં રાજકારણને કારણે પાછળ રહ્યું હતું. તો તરજ જ તેની પ્રતિક્રિયા રૂપે બિહારનાં મુખ્ય પ્રધાને કોમવાદનું રાજકારણ ખેલનારને આવું કહેવાનો અધિકાર નથી તેવું નિવેદન આપ્યું હતંુ. આમ મોદી વિરૂદ્ધ નિતિશનાં આ યુદ્ધને કારણે જ મને સાત વર્ષ પહેલા બિહાર વિધાનસભાની ચૂંટણી કવરેજ કરવા માટે મેં વિતાવેલા ત્રણ મહિના કરતા વધુ સમયની યાદ સ્મરણ પટ્ટ પર તાજી થઈ ગઇ.

મુંબઈમાં તો દરરોજ યુપીબિહારનાં લોકો વિરૂદ્ધનાં નિવેદનો સાંભળું છું. ખાસ કોઈ અસર થતી નથી. કારણકે બધુ લોકોને ભરમાવા માટે તેમજ સત્તા મેળવવા માટે જ હોય છે. તેમ છતા લોકોમાં વિવિધ જાતનાં પૂર્વગ્રહો હોય જ છે. હું પણ એમાંથી કંઇ બાકાત નથી. હૈદરાબાદની એક ટીવી ચેનલમાં કામ કરતો ત્યારે પણ બિહારનાં લોકો વિરૂદ્ધ એક અલગ પ્રકારનાં દ્વેષની લાગણી થતી. તેનું કારણ એ પણ હતું કે અમારી એક માત્ર ગુજરાતી ચેનલને બાદ કરતા ત્યાંથી પ્રસારીત થતી લગભગ તમામ યુ,પી, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, બિહાર તથા ઉર્દુ ચેનલમાં તમામ જગ્યાઓ પર બિહારથી આવેલા લોકોનો દબદબો હતો. અમારા ગુજરાતીઓ કરતા આ લોકો ઘણાં જ હોંશિયાર તમામ રીતે. તેઓની સાથે પરિચયમાં આવતો તો ઘણીવાર થતું કે આ લોકો આટલા બધાં હોંશિયાર છે તો પણ પ્રદેશ આટલો પછાત કેમ ?

સોમનાથ જયોર્તિલિંગ



જેનું સ્મરણ આપણે પ્રથમ કરીએ છીએ એ સોમનાથ મહાદેવનું પવિત્ર જયોર્તિલિંગ નૈૠત્ય દિશામાં અરબી સમુદ્ભને કિનારે સૌરાષ્ટ્રના પ્રભાસ ક્ષેત્રમાં આવેલું છે. જયાં નિરંતર વહેતી હિરણ્યા, સરસ્વતી અને કપિલા નામની નદીઓનો ત્રિવેણી સંગમ થાય છે. આ જયોર્તિલિંગ વેરાવળ રેલ્વે સ્ટેશનથી મોટર રસ્તે ૭ કિ.મી. દૂર આવેલ છે.


 આ જયોર્તિલિંગના પ્રાગટયની કથા પ્રમાણે આ પ્રભાસ ક્ષેત્રમાં સદીઓ પહેલાં ચંદ્ભના તેજથી આકર્ષાઈને દક્ષ પ્રજાપતિએ પોતાની ૨૭ કન્યાઓનાં લગ્ન ચંદ્ભમા સાથે કર્યા હતાં. પરંતુ ચંદ્ભને રોહિણી નામની કન્યા વધુ પ્રિય હતી જેથી બાકીની કન્યાઓ દુઃખી રહેતી હતી. છેવટે દુઃખ સહન ન થતાં, તેમણે પિતાજીને આ બાબતે ફરિયાદ કરી. એટલે નારાજ થઈને દક્ષરાજાએ ચંદ્ભને શાપ આપ્યો કે, તારા તેજનો ક્ષય થશે અને તું હંમેશને માટે અદશ્ય થઈને જ રહીશ. પરિણામે ચંદ્ભ અદશ્ય થઈ ગયો. શાપમાંથી મુકત થવા માટે બ્રાજીની સલાહ અનુસાર ચંદ્ભમાએ પ્રભાસમાં આવીને મૃત્યુંજય ભગવાનની કઠિન આરાધના કરી. પરિણામે આશુતોષ ભગવાન પ્રસન્ન થયા અને ચંદ્ભમાને અમરત્વનું વરદાન આપ્યું. પણ કરેલ અપરાધ માટે કહ્યું કે, પંદર દિવસ સુધી તારી કલા દરેક રાતે ઘટતી જશે અને પછીના પંદર દિવસ સુધી તારી કલા દરેક રાતે વધતી વધતી પૂર્ણિમાને દિવસે તું પૂર્ણ રૂપે પ્રકાશિત થશે. ત્યારબાદ ચંદ્ભમાની પ્રાર્થનાનો સ્વીકાર કરીેને ભગવાન શંકરે પ્રભાસ ક્ષેત્રમાં જયોર્તિલિંગના રૂપમાં વાસ કર્યો. ચંદ્ભમાએ ભગવાન શંકરને પોતાના ઈષ્ટદેવ માન્યા અને ત્યારથી ભગવાન પ્રભાસ ક્ષેત્રમાં ‘ચંદ્ભના નાથ’ એટલે કે ‘સોમ-નાથ’થી પૂજાય છે.

હનુમાન ચાલીસા




શ્રી ગુરુચરણ સરોજ રજ. નિજ મન મુકુર સુધારિ,
બરનઉં રઘુવર બિમલ જસુ. જો દાયક ફલ ચાર.

બુધ્ધિ હિન તનુ જાનિ કે, સૂમિરૌ, પવન કુમાર
બલ, બુધ્ધિ, વિધ્યાદેહુ મોહિહરહુકલેસવિકાર

જય હનુમાન જ્ઞાન ગુન સાગર,
જય કપીસ તિહંુ લોક ઉજાગર.

રામદૂત અતુલિત બલ ધામા,
અંજનિ પુત્ર પવનસુખ નામા.

મહાબીર બિક્રમ બજરંગી,
કુમતિ નિવાર સુમતિ કે સંગી.

કંચન બરન બિરાજ સુબેસા,
કાનલ કુંડલ કુંચિત કેસા.

હાથ વ્રજા ઔર ધ્વજા બિરાજૈ,
કાંધે મુંજ જનેઉં સાજે.

શંકર સુવન કેસરી નંદન,
તેજ પ્રતાપ મહા જગ વંદન.

વિધ્યાવાન ગુની અતિ ચાતુર,
રામ કાજ કરિબે કો આતુર.

પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા,
રામ લખન સીતા મન બસિયા.

સુક્ષમ રુપ ધરિ સિયહિં દિખાવા,
બિકટ રુપ ધરી લંક જરાવા.

ભીમરુપ ધરિ અસુર સંહરિ,
રામચંન્દ્ર કે કાજ સંવરિ.

લાય સજીવન લખન જિયાયે,
શ્રી રઘુવીર હરષિ ઉર લાયે.

રઘુપતિ કીન્હીં બહુત બડાઈ,
તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ.

સહસ્ત્ર બદન તુમ્હરો જસ ગાવૈ,
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ.

સનકાદિક બ્રાદિ મુનીસા,
નારદ સારદ સહિત અહીંસા.

જમ કુબેર દિગપાલ જહાં તે,
કવિ કોવિદ કહિ સકે કહાં તે.


તુમ ઉપકાર સુગ્રીવહી કીન્હાં,
રામ મિલાય રાજપદ દીન્હાં.

તુમ્હરો મંત્ર બિભીષન માના,
લંકેશ્ર્વર ભયે સબ જાના.

જાુગ સહસ્ત્ર જોજન પર ભોનુ,
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ.

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં,
જલધિલાંધી ગયે અચરજ નાહીં.

દુર્ગમ કાજ જગત કે જેતે,
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે.

રામ દુઆરે તુમ રખવારે,
હોત ન આજ્ઞા બિનુ પૈસારે.

સબ સુખ લહૈ તુમ્હારી સરના,
તુમ રક્ષક કાહુ કો રડના.

આપન તેજ સમ્હારૌ આપે,
તીનો લોક હાંક તે કાંપે.

ભુત પિસાચ નિકટ નહિં આવૈ,
મહા બીર જબ નામ સુનાવૈ.

નાસે રોગ હરે સબ પીરા,
જપત નિરંતર હનુમંત બિરા.

સંકટ સે હનુમાન છુડાવૈ,
મન કર્મ વચન ધ્યાન જો લાવૈ.

સબ પર કામ તપસ્વી રાજા,
તિન કે કાજ સકલ તુમ સાજા.

ઔર મનોરથ જો કોઈ લાવે,
સોઈ અમિત જીવન ફલ પાવે.

ચારો જાુગ પરતાપ તુમ્હારા,
હૈ પ્રસિધ્ધ જગત ઉર્જિયારા.

સાધુ સંત કે તુમ રખવારે,
અસુર નિકંદન રામ દુલારે.

અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા,
અસ બર દીન જાનકી માતા.

રામ રસાયન તુમ્હરે પાસા,
સદા રહો રઘુપતિ કે દાસા.

તુમ્હરે ભજન રામકો પાવે,
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ.

અન્ત કાલ રઘુબર પુર જાઈ,
જહાં જન્મ હરી ભકત કહાઈ.

ઔર દેવતા ચિત ન ધરઈ,
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ.

સંકટ કટે મિટૈ સબ પીરા,
જો સુમરિ હનુમંત બલવીરા.

જૈ, જૈ, જૈ, હનુમાન ગોસાઈ,
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ.

જો સતબાર પાઠ કર કોઈ,
છુટહિ બન્દિ મહા સુખ હોઈ.

જો યહ પઢૌ હનુમાન ચાલીસા,
હોય સિધ્ધિ સાખી ગૌરીસા.

તુલસીદાસ સદા હરિ ચેરા,
કીજે નાથ હદય મહં ડેરા.

પવન તનય સંકટ હરણ મંગલ મૂરત રુપ
રામલખનસીતા સહિત હદયબસહુ સુરભૂપ