Friday, July 1, 2011

બાળકના મનમાં ગુસ્સો કયાંથી આવ્યો...


કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે અગિયાર મહિનાનું બાળક ભ ીંત સાથે માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે. જમીન પર માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે જમીન પર આળોટી ગુસ્સો પ્રગટ કરે છે ઘરની ચીજવસ્તુઓ ફેંકી દઇને ગુસ્સો પ્રગટ કરે છે.




અગિયાર મહિનાનું બાળક એક વાર નહીં પરંતુ વારંવાર ભીત સાથે માથું અફાળે એ જરા વધારે પડતું કહેવાય.



આવું કરવાનું બાળક કેવી રીતે શીખે છે? બાળક કોઇ પણ વર્તન શીખે એનાં બે પાસાં વિચારી શકાય એવું વર્તન કરવાની પદ્ધતિ બાળક કયાંથી શીખ્યું? અને એવું વર્તન કરવાની બાળકને જરુર શા માટે પડી?







ભીંત સાથે માથું પછાડવું એ ગુસ્સાનું પ્રકટીકરણ છે. ગુસ્સાની આવી અભિવ્યકતી બાળક જન્મજાત શીખીને તો ન આવ્યું હોય એટલે આ વર્તન બાળકે કયાંકથી જોયેલા વર્તનની નકલ જ હોઇ શકે. શકય છે કે બાળકે મમ્મીને કયારેક ગુસ્સામાં માથું પછાડતી જોઇ હોય કદાચ પપ્પાને કે ફોઇને એવું કરતાં જોયાં હોય, કદાચ બીજા કોઇ બાળક પાસેથી આ બાળક એવું વર્તન શીખ્યું હોય, પરંતુ વધુ મહત્વનું એ નથી કે બાળક આવું વર્તન કે અભિવ્યકતિ કયાંથી શીખ્યું? અગત્યનું તો એ છે કે આવું વર્તન કરવા પાછળનું પે્રરકબળ કયું છે? અગિયાર મહિનાના બાળકમાં આટલો ગુસ્સો કયાંથી આવ્યો? એની નાનકડી જીદગીમાં સૌએ એની સાથે પ્રમભર્યો જ વ્યહવાર કર્યો હોય સૌએ એને લાડપ્યારથી રાખ્યું હોય તો બાળકના મનમાં આટલો ગુસ્સો કેવી રીતે એકઠો થાય, જે એને ભીત સાથે માથું અથડાવી પ્રગટ કરવો પડે?



બાળરોગ નિષ્ણાંત તરીકે મને ઘણી વાર માતાઓની આ ફરિયાદ અંગે કાળજીપૂર્વક નિરીક્ષણ અને તપાસ કરવાની તક મળી છે. આવા લગભગ દરેક કિસ્સામાં તપાસ કરતાં માલૂમ પડયું કે આવું દરેક બાળક એક ચોકકસ પ્રકારની બળજબરીનો ભોગ બનેલું હોય છે. આવા દરેક કિસ્સામાંમાતાના મગજમાં એવી ગ્રંથી હોય છે, કે બાળક પોતાની મરજીથી થોડું જમે? એ તો આપણે જ બળજબરીથી ખવડાવવું પડે એટલે ચાર મહિનાનું બાળક થાય ત્યારથી જ એને દુવડાવી એનું માથું પગ વચ્ચે દબાવી, જરુર પડે તો સહાયકની મદદ લઇ એના હાથ પકડી બળજબરીથી એનું માં ખોલી એમાં દૂધ બિસ્કિટ કે અન્ય ખોરાક ઠોંસવામાં આવે છે. બાળક ગમે એટલા ધમપછાડા કરે, પરંતુ ઉત્સાહી માતા પોતાના ધારેલા સમયે પોતે ધરેલી માત્રામાં બાળકને પુરેપુરો ખવડાવીને જ જંપે છે.આ દશ્ય ખૂબ વ્યાપક છે. તમે પણ જોયું હશે.



બાળકો પર એવી બળજબરી શામાટે? દરેક બાળક પોતે ભૂખની અનુભુતી કરી જ શકે છે. એને પોતાને ઇચ્છા થાય તે સમયે પોતાની રુચિ મુજબનો ખોરાક ખાય છે. પરંતુ ઉત્સાહી યુવાન માતાને આ હકીકત પર વિશ્વાસ હોતો નથી. પોતાના બાળકને તંદુરસ્ત બનાવવાની ઘેલછા અને લહાયમાં એ બાળક પર બળજબરી કરે છે. બાળક ગુસ્સે થાય છે બાળક જિદદી બની જાય છે જો તમે જમવાનીબાબતે મનમાનીકરશો તો હું પણ બીજી બાબતોમાં મનમાની કરીશ એવુંું વલણ ઘારણ કરે છે બાળક અને માતાના સંબંધો વણસે છે. ભવિષ્યમાં અન્ય બાબતોમાં પણ હુંસાતુંસી, ચડસાચડ,સી બળપ્રયોગ અનાદર રકઝક થવાની શકયતા વધે છે. માતા અને બાળક બંનેનાં સમય અને શકિત વેડફાય છે. ઘણી વાર એવું બને છે કે બાળકને હંમેશને માટે ખોરાક ઉપર નફરત થઇ જાય છે.



બળક સાથે સંબંધોની કક્ષા કેવી રાખવી એ સંપૂર્ણપણે માતાના હાથમાઢ હોય છે. જો નાનપણથી જ બાળક સાથે પ્રેમ આદર શિસ્ત સમજાવટ અને મકકમતાથી કામ લેવામાં આવે તો કદી ગુસ્સો, બળપ્રયોગ કે દલીલબાજી કરવાની જરુર પડતી નથી. જો બાળક સાથેના વર્તનમાં માતા બાલિશતા કેનાદાની દાખવીને ગુસ્સો બળજબરી કે જીદ કરવા જાય તો એ માતા અને બાળકના સંબંધો સદાય તંગ અને તાણભર્યા રહે છે.







Share

બાળકના સ્વમાનનો આદર કરવાની કળા


બાળક પોતાનું સ્વતંત્ર જીવન લઈ સંસારમાં અવતરે છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર વિચારશકિત અને અવલોકનશકિતના આધારે બાળક પોતાનો જીવનપથ કંડારવા માગે છે. માબાપ તો એને માત્ર વાતાવરણ રૂપે મળ્યાં છે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ હશે તો એમના બાળકને એ વાતાવરણની છત્રછાયામાં લાંબો સમય રહેવાનું ગમશે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ નહશે તો એમના બાળકને એ વાતાવરણમાં રૂંધાશે મૂરઝાશે, કરમાશે અને તક મળશે તો એ વાતાવરણમાંથી ભાગી છૂટશે.




માબાપને પોતાના સંતાનો પર લગાવ હોય છે. માબાપ આ કઠોર સંસારમાં રાતદિવસ જે મહેનત કરે છે, એનું મુખ્ય પે્રરકબળ એમના સંતાન અને એ સંતાનનું ભાવિ હોય છે. નાદાન સંતાનને એની જાણ પણ ન હોય, એ સ્વાભાવિક છે. રાતદિવસ સંતાન વિષે વિચારતાં મા બાપ સંતાન ઉપર ઘણી યોજનાઓ બનાવી રાખે છે.







માબાપ મોટાભાગે સંતાનનું હિત જ ઈચ્છતાં હોય છે, એમાં કોઈનેય કદી શંકા હોઈ ન શકે. છતાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે બાળક આઠ-દસ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માબાપ અને સંતાનોના સંબંધ કથળી ચૂકયા હોય છે. મા બાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી. મોટાભાગે ચૌદ વર્ષની ઉંમર પછી સંતાનો માબાપથી દુઃખી હોય છે.અને માબાપ સંતાનોથી દુખી હોય છે.



ખરેખર તો માબાપની છત્રછાયા લાંબા સમય સુધી રહે એ સંતાનની માનસિક સ્થિરતા માટે ઈચ્છનીય છે. અને સંતાનનું સાનિધ્ય મોટી ઉંમર સુધી માબાપને મળે એ માબાપના માનસિક સંતુલન માટે જરૂરી છે, પરંતુ આમ બનતું નથી. મોટાભાગે આગળ જણાવ્યું તેમ માબાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી.



બે અલગ અલગ દષ્ટિકોણથી જીવનને જોનારી પેઢીઓનું સહઅસ્તિત્વ કઈ રીતે શકય બની શકે? શું કરી શકાય એને માટે?



મારું એવું મંતવ્ય છે કે માબાપ અને સંતાનો વચ્ચે આગળ જતાં કેવા સંબંધો રહેશે એનાં મૂળ ખૂબ નાનપણમાં જ નખાઈ જતાં હોય છે. જયારે બાળક ખૂબ નાનું હોય ત્યારથી જ માબાપ એની સાથે કેવી રીતે વર્તે છે, એને આધારે બાળક નકકી કરે છે કે મારાં માબાપ શ્રદ્ધા અને આદરને પાત્ર છે કે કેમ? બાળપણથી જ જો બાળકને માબાપ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આદર હોય તો એ લગભગ જીવનભર જળવાઈ રહે છે.



બાળક તો નાદાન હોય છે. માબાપ અને સંતાનના સંબંધોને કેવી દિશા આપવી એ સંપૂર્ણપણે માબાપના હાથમાં ગણાય. બાળક પોતાને શ્રદ્ધેય અને આદરપાત્ર ગણે તે દિશામાં મા બાપે જ પ્રયાસ કરવો જોઈએ.



માબાપ દિનપ્રતિદિન બાળકના ઉછેરનું નિરીક્ષણ કરતાં રહે છે. એમાં એમને તરત જ બાળકની ભૂલો, ખામીઓ, ઊણપો નજરે ચડે છે. માબાપ આ ભૂલો, ખામીઓ, ઊણપો સુધારવા ઈચ્છે છે. કોઈની ભૂલ, ખામી, ઊણપ શોધી કાઢવી એ ખૂબ સહેલું કામ છે. "આ તારી ભૂલ છે." એવું કહી દેવું પણ ખૂબ સહેલું છે. ઠપકો આપવો, ખીજવાવું, ઉતારી પાડવું, અપમાનિત કરવું આ બધું ખૂબ સહેલું છે.



કોઈને ખોટું ન લાગે એ રીતે, એનું સ્વમાન જાળવીને, એને પોતાનેય એ ભૂલ સુધારી લેવાની ઈચ્છા થાય, એ રીતે કોઈને એની ભૂલ બતાવવી એ સૌથી મુશ્કેલ કાર્ય છે. મોટાભાગનાં માબાપ અહીં જ થાપ ખાઈ જાય છે.



મોટાભાગનાં માબાપ બાળકોને વાતવાતમાં ટોકે છે, ઠપકો આપે છે, ઉતારી પાડે છે. તેથી બાળકના મનમાં ભૂલનો અહેસાસ થવાને બદલે અપમાનિત થયાની લાગણી ઉદ્ભવે છે.



બાળકનું સ્વમાન જાળવીને પ્રેમપૂર્વક જો એને એની ભૂલ બતાવવામાં આવે તો બાળક ખૂબ ઉત્સાહથી પોતાની ભૂલ સુધારવા મંડી પડે છે. કેમ કે બાળક આપણાં મોટેરાંઓ જેવું અહમ્વાદી કે મિથ્યાભિમાની હોતું નથી.



જે માબાપ બાળકનું સ્વમાન જાળવીને બાળક સાથે વર્તી શકે છે, તે બાળકના ઉછેરમાં પોતે ધારેલ ફેરફાર સહેલાઈથી અમલમાં મુકાવી શકે છે. અને બાળકના જીવનમાં પોતે લાંબા સમય સુધી ચિત્રમાં રહી શકે છે. તેથી જ બાળકના સ્વમાનનો આદર કરવાની કળા દરેક માબાપે હસ્તગસ્ત કરી લેવા જેવી છે.







Share

આપણી અપેક્ષા અને બાળકની ક્ષમતા


આજનો યુગ સ્પર્ધાત્મક યુગ છે. નાના મોટા સહુ નંબર ગેઇમનો શિકાર છે. બધાંએ પોતાની જાતને બીજાની નજરોમાં સાબિત કરવી છે.




"પોતે શું છીએ?" એના કરતાં બીજા આપણે માટે શું માને છે, એનું આપણે વધારે મહત્વ આંકીએ છીએ. આપણે આપણી શકિત, ક્ષમતા, પરિસ્થિતિ કે જરુરીઆતનો વિચાર કર્યા વગર બીજાઓ આપણી પાસે શી અપેક્ષા રાખે છે, તેનો વિચાર કરીએ છીએ, આપણે ઘણી વાર આપણું ધ્યેય નકકી કરવા માટે અથવા આયોજન નકકી કરવા માટે બીજાઓની અપેક્ષા શી છે તે વિચારીએ છીએ. સમાજના માપદંડો શા છે તે વિચારીએ છીએ. આપણી ક્ષમતા કે આપણી ઇચ્છા શી છે તે વિચારતાં નથી. કેટલીક વાર તો માત્ર દેખાદેખી અને ઇર્ષાથી મારે પણ આમ કરવું જોઇએ એને આટલી પ્રસિદ્ધિ મળી તા મને પણ મળવી જોઇએ જેવા વિચારોથી આપણે પીડાતા હોઇએ છીએ. આવા વિચારો આપણાં દુખનું એક મહત્વનું કારણ છે. આપણાં આયોજન, ધ્યેય અને મહત્વાકાંક્ષાઓ ઉંચાં અને આપણી ક્ષમતાઓ અને સવલતો ઓછી હોવાને કારણે જે નિષ્ફળતા મળે છે, એની તાણ આપણે જીવનભર ભોગવીએ છીએ.







તમને થશે કે આમાં બાળકોને લગતું શું છે, પરંતુ આટલી પૂર્વભુમિકા પછી, બાળકોના વિષયમાં આપણે જે આનાથી પણ વધુ ગંભીર કૃત્ય આચરીએ છીએ એની વાત કરવી છે. આગળ રજુ કરેલી વાતના માત્ર બે જ છેડા છે આપણી ઊંચી અપેક્ષા એક તરફ અને બીજી તરફ ઓછી ક્ષમતા. અને એની વચ્ચે તાણ અનુભવતો માણસ જયારે બાળકોના વિષયમાં આ સમસ્યા એક ત્રિકોણ સર્જે છે. એક ખુણે મા બાપ પોતાની અપુર્ણ મહેચ્છાઓ સંતોષવા અથવા બીજાનાં બાળકોની દેખાદેખી અથવા ઇર્ષાથી પોતાના બાળક માટે ઊંચી અપેક્ષા બાંધી બેસે છે. અને એ માટેનું અયોજન કરી બાળકને માથે ઠોકી બેસાડે છે. બીજા ખુણે વાસ્તવિકતાછે, જેમાં બાળકની મર્યાદીત ક્ષમતા, પોતાનું અયોજન જાતે કરવાનો એનો હકક વગેરે પરિબળો છે. અને ત્રીજે ખુણે, મા બાપના આયોજનમાં ધ્યેય સિદ્ધિમાં સહકાર આપવા માટે ક્ષમતા બહાર મહેનત કરીને ત્રાસ અને તાણ ભોગવતું બાળક, અથવાક્ષમતા બહાર મહેનત ન કરી શકવાને કારણે સતત ઠપકો સાંભળી. ર્રીઢું નફફટ, નઠોર અને આળસુ બની ગયેલું બાળક.



આ ત્રિકોણ ખુબ પેચીદો છે. એક અંદાજ મુજબ સમાજના ઓછાંમા ઓછાં સિત્તેર ટકા બાળકોનું બાળપણ આ ત્રિકોણમાં ભેરવાય જાય છે. એક પુખ્ત વ્યકિત તરીકેનો એનો વિકાસ ખોરંભે પડે છે. આજનાં બાળકો આવતી કાલનાં નાગરિકો હોવાથી સમાજને સ્વસ્થ, સ્વતંત્રબુદ્ધિ, દ્રઢ નિર્ણયશકિત ધરાવનાર નાગરિક ને બદલે તાણયુકત અથવા આળસુ નાગરિકો સાંપડે છે.



તેથી જ ખોટી અપેક્ષા વગરનો સ્વસ્થ બાળઉછેર એ સ્વસ્થ સમાજરચનાની દિશામાં પહેલું પગથિયુંછે.











નિષ્ફળતા પચાવતાં શીખો, બાળકને શીખવાડો


દરેક વ્યકિત જીવનમાં આગળ વધવા માગે છે. એ વાત જો પોતાની ક્ષમતાનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને સારાં પરિણામો મેળવવા સુધી સીમિત હોય તો એ આવકારદાયક જ ગણાય, પરંતુ બીજાઓ કેમ આગળ નીકળી ગયા? મારે એમનાથી આગળ નીકળવું છે. જેવા વિચારો તીવ્ર સ્પર્ધાત્મકતા સૂચવે છે. જે ઈર્ષા અને દેખાદેખીના પાયા પર ટકેલી હોય છે.


સ્વ-વિકાસને કેન્દ્ભમાં રાખીને આગળ વધવાની ઈચ્છામાં વ્યકિતની ગરિમાનો સ્વીકાર છે. ઈર્ષાપ્રેરિત સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની ગરિમા નથી.



વળી, સ્પર્ધાત્મકતાની ભાવના વ્યકિતની અંદરથી ઉદ્ભવેલી છે કે બહારથી થોપવામાં આવી છે કે એ પણ મહત્ત્વનું છે. ખાસ કરીને બાળકોના કિસ્સામાં આવી તીવ્ર સ્પર્ધાત્મકતા માબાપ દ્વારા બાળકો પર થોપવામાં આવે છે.



આપણે સ્પર્ધાત્મકતાની વાત કરવી નથી. આપણે એવા એક વિષયની વાત કરવી છે, જે વિષય સ્પર્ધાત્મકતાની સાથે અનિવાર્યપણે સંકળાયેલો છે. એ વિષય છે. નિષ્ફળતા વિષે માબાપનો અને બાળકનો અભિગમ.







માબાપ ઈચ્છે છે કે એમનું બાળક દરેક રીતે બીજાં બાળકો કરતાં આગળ જ હોય. તે માટે તેઓ બાળક પાછળ મહેનત પણ ખૂબ કરે છે, પ્રોત્સાહન પણ ખૂબ આપે છે, પોતાનાં સમય-શકિતનો ભોગ પણ ખૂબ કરે છે, પરંતુ તેઓ બાળકની નિષ્ફળતા સ્વીકારી શકતાં નથી. આપણે જાણીએ છીએ કે દરેક વખતે આપણા ક્ષેત્રમાં નંબર વન રહી શકતા નથી. કોઈ પણ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવા માટે જે તે વ્યકિતની મહેનત ઉપરાંત એ વ્યકિતના કાબૂમાં ન હોય એવાં ઘણાં પરિબળો કામ કરતાં હોય છે. તેથી જ આપણે જીવનમાં ઘણાં ક્ષેત્રોમાં મને-કમને નિષ્ફળતા સ્વીકારીને બેસવું જ પડે છે.



છતાં, માબાપ બાળકો માટે આ સત્ય સમજી શકતાં નથી. બાળકોને સહેજ સરખી નિષ્ફળતા મળે તો માબાપ વિચલિત થઈ જાય છે અને કયારેક બાળક પર રોષ ઠાલવી બેસે છે. બાળકોની સફળતા માટે અત્યંત આગ્રહી માબાપ એમનાં બાળકોને માનસિક રીતે સ્વસ્થ બનાવી મૂકે છે.



નિષ્ફળતાનો સ્વીકાર ન કરનાર વ્યકિત, નિષ્ફળતા ન પચાવી શકનાર વ્યકિત, સફળતાની રાહ પરથી ખૂબ ઝડપથી ફંગોળાઈ જાય છે. નિષ્ફળતા ન જીરવાય તો નિષ્ફળતા હતાશામાં પરિણમે છે. હતાશાને કારણે કાર્યશકિત ઘટે છે. જીવન પ્રત્યેનો અભિગમ નકારાત્મક બને છે તેથી હતાશા વ્યકિત ફરી ફરીથી નિષ્ફળ નીવડે છે.



જે નિષ્ફળતાને સ્વીકારી શકે છે. તે જ નિષ્ફળતાને સમજી શકે છે. નિષ્ફળતાનાં કારણોનું મંથન કરી શકે છે. બીજી વાર વધુ સારા પ્રયાસો કરવા માટે જરૂરી એવું હકારાત્મક વલણ કેળવી શકે છે. નિષ્ફળતાને પચાવી શકનાર વ્યકિત કયારેક ને કયારેક સફળતા પામે જ છે.



જીવન અનિશ્ચિત છે. આપણાં કાર્યોની સફળતા - નિષ્ફળતા અનેક પરિબળો પર અવલંબિત છે. આ અનેક પરિબળોમાંથી માત્ર ‘પ્રયાસ’ જ આપણા કાબૂમાં છે. તેથી આપણા શ્રેષ્ઠ પ્રયાસો પછી પણ કોઈ પણ કાર્યમાં નિષ્ફળતા મળી શકે છે. અને જો નિષ્ફળતા મળે તો હતાશ થયા વિના ફરીથી પ્રયાસ શરૂ કરી દેવો જોઈએ. આવું જ્ઞાન પોતાનાં જીવનમાં પચાવીને પોતાનાં સંસ્કારરૂપે આપી શકે તો એથી ઉત્તમ વારસો બીજો કોઈ હોઈ ન શકે.





A quation for u









any one tell me why modisir dint reply for my student postcards....

i did that activities for better post card writting and a very helpfull prograam in my claass going that life skill throughdrama project about thx but modi sir didnt reply why????

Tuesday, June 28, 2011

best educational video


top educational video

nursury rhymes, gujarati rhymes, prayers, action songs, animeted story in gujarati hindi, funny video, funny baby, funny animals video, mr.bean funny video, and lots of educational video in one blog download free.......
plz click here

Tuesday, May 24, 2011

TET full information


evry 1 want 2 know about Teacher agibility test 2011 in gujarat.
here i added link there is full information about TET exam for Bed, PTC student
so plz go and take information about waht is TET 2011?, which type of question will b  come in exam?, which type of preparation will we do? totally information there........................................................................

BEST OF LUCK
for TET information click here 

Tuesday, May 3, 2011

my action research post video


after a long research, evolution, debats, there is a good prayer progremm made in my school .
if u want to watch this video so plz
click here to watch

and enjoy it ..

Monday, May 2, 2011

my action research pre video


swarnim sandhya


namste mitro...
amari school ma varshikotsva nimite swarnim sandhya 2011 karyakram yojai gayo tena photographs ahi mukela plz visit and do best

swarnim sandhya 2011 photographs here