Tuesday, July 5, 2011

બોધકથા


દરિયાથી દૂર એક કૂવામાં એક કાળો દેડકો રહેતો હતો. ત્યાં જ જન્મ્યો. મોટો થયો,પણ કૂવાની બહાર એક પણ દિવસ ક્યાંય નીકળ્યો ન હતો. બહારની દુનિયાનાં એને સાન-ભાન ન હતાં, પણ પોતાને ખૂબજ બુદ્ધિશાળી માનતો. કૂવામાં રહેતાં ને અચાનક કૂવામાં પડતાં જીવ-જંતુ ખાઈને તે શરીરે તગડો બની ગયો.


એક દિવસ આ દેડકાભાઈ ઝોકે ચડ્યા, ત્યાં ઓચિંતાનો દરિયાનો દેડકો ધડામ દઈને કૂવામાં પડ્યો. કોઈ મોટું જીવડું આવી ચડ્યું હશે એમ માનીને કૂવાના દેડકાભાઈ તો જાગી ગયા. અને જીવડાંને હડપી લેવા તૈયાર થયા.

પક્કડ કાન…




એક હતો બ્રાહ્મણ. બહુ ભોળો, બહુ ગરીબ.

શ્રાવણ મહિનો આવ્યો, એટલે એ નીલકંઠ મહાદેવના મંદિરમાં જઈને બેઠો. હાથમાં માળા અને જીભે ભગવાનનું નામ. મહિનો પૂરો થયો એટલે એની તપસ્યાથી પ્રસન્ન થઈ લોકોએ એને એક ગાય આપી. બ્રાહ્મણ ગાય લઈને ઘેર જતો હતો, ત્યાં રસ્તામાં એક ઠગ મળ્યો. ગાય જોઈને ઠગ કહે: અરેરે, આપણા લોકો દાનધરમ કરતાં ક્યારે શીખશે ? આવી ગાય બ્રાહ્મણને દાનમાં અપાતી હશે કદી ? આ ગાય તો માત્ર સાડા ત્રણ અઠવાડિયાં દૂધ દેનારી છે !

ખેલદિલી


સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે. એમને એક ટીમ ઊભી કરવી છે. શેની ટીમ? તરવૈયાઓની સ્તો! બે મહિના પછી દિવાળીની રજાઓ પડશે. એ વખતે બધી કેટલીય જાતની રમતોની હરીફાઈઓ થશે. હુતુતુતુની, ખોખોની, લાંબા-ઊંચા કૂદકાની, દડાફેંકની, લંગડીની, ગિલ્લીદંડાની અને તળાવમાં તરવાની હરીફાઈ પણ ખરી. અને હરીફાઈ પછી ઈનામો પણ ખરાં સ્તો. છાપામાં આવ્યું છે કે શહેરના નગરપતિ પોતે આ હરીફાઈના વિજેતાઓને ઈનામો આપવાના છે અને એમાંયે તરવૈયાની જીતનારી ટીમને તો પોતાના તરફથી ખાસ ઈનામો આપવાના છે. જુદીજુદી ઉંમરના તરવૈયાઓ માટે જુદાજુદા વિભાગ પાડ્યા છે. વિનયમંદિરના નોટિસ બોર્ડ ઉપર જાહેરાત ચોડાઈ ગઈ છે. જુદા જુદા વર્ગોના વિદ્યાર્થીઓ પોતપોતાની સાત સાત જણની ટીમ નક્કી કરે. આવતા અઠવાડિયાથી તરવાની તાલીમ લેવાનું શરૂ થશે. એટલે સાતમા ધોરણના વિદ્યાર્થીઓ એકઠા થયા છે.

Friday, July 1, 2011

કટિબધ્ધ


આંધીનો ઉજાસ


બાળકો, શિસ્ત અને શિક્ષાની વાત


સામાન્ય રીતે ‘સ્વસ્થ’ નો અર્થ આપણે ‘’બિમારીથી મુકત’’ એવું કરીએ છીએ. પરંતુ શું ‘સ્વસ્થ ‘ શબ્દ માત્ર એટલું જ સુચવે છે? ‘સ્વ’ એટલે પોતે અને ‘સ્થ’ એટલે રહેવું પોતાનામાં ( કાબુમાં નિયમનમાં) રહેવું એટલે જ સ્વસ્થ હોવું. એ રીતે જોતા શિસ્તમાં રહેવું. સંયમથી રહેવું એ પણ સ્વાસ્થની નિશાની કહેવાય. શિસ્તના પાઠ બાળપણથી શરૂ થાય છે. ઘણાં મા બાપ બાળકને શિસ્ત ન શીખવીને સમસ્યા સર્જે છે અને ઘણાં મા બાપ અનુચિત શિક્ષા કરીને સમસ્યા સર્જે છે.આ લેખમાં પ્રસ્તુત છે,


બાળકો, શિસ્ત અને શિક્ષાની વાત. . . .



શિસ્ત એટલે શું ?



શિસ્ત એટલે ડિસીપ્લીન એટલે યોગ્ય વર્તન અને વ્યવહારની તાલીમ.



ડિસીપ્લીનની તાલીમ શામાટે જરૂરી છે ?







બાળક જન્મે છે ત્યારે એને કોે ઈ પણ પ્રકારની સૂઝ સમજ હોતી નથી. એ બાળક મોટું થાય ત્યારે શુંસારૂ અને શું ખરાબ એ જાતે નકકી કરી શકે એ માટે બાળપણમાં એને યોગ્ય માર્ગદર્શનની જરૂર પડે છે. ‘શિસ્તની તાલીમ’ એ આ માર્ગદર્શન આપવાનો શ્રેષ્ઠ રસ્તો છે.



ડિસીપ્લીનની તાલીમ કયારથી શરૂ થાય છે ?



તમને જણીને નવાઇ લાગશે કે ડિસીપ્લીનની તાલીન ત્રણ મહીનાની ઉંમરથી શરૂ થઇ જાય છે !



બાળક ત્રણ મહિનાનું થાય એટલે મોંમા આંગળા નાખવાની શરૂઆત કર છે અને અચૂકપણે મા બાપ જયારે તક મળે ત્યારે હાથ મોંમાથી ખેંચી નાખવાની કોશિષ કરે છે. આમ બાળકને અજાણપણે બોધપાઠ મળતો રહે છે કે આંગળા મોંમા નાખવા એ સારી આદત નથી. (જો કે ત્રણ થી છ મહિનાના બાળક માટે મોંમા નાખવાની આદત કુદરતી વિકાસનું (નોર્મલ )પગથિયું છે.)



ડિસીપ્લીનનો મતલબ એ જ થયો ને કે વાતવાતામાં બાળકને ટોક ટોક કરવું, આ ન કર, તે ન કર . . .



અહીં જે મોટા ભાગના મા બાપ થાપ ખાઈ જાય છે. ડિસીપ્લીનની તાલીમ એક કળા છે, અને દરેક મા બાપે એ કળાને હસ્તગત કરવી જરૂરી છે. માત્ર ટોકયા કરવાથી બાળક સુધરવાને બદલે અકળાય, ગુસ્સે થાય, ચિડાય અને બગડે . ડિસીપ્લીનનો અર્થ છે. સારી બાબતોને પ્રોત્સાહિત કરવી અને ખરાબ બાબતો પ્રત્યે અણગમો જાહેર કરવો.



જે માં બાપ પોતાના બાળકના સારા કૃત્યની સારા વ્યવહાર કે વતૅનની પ્રશંસા કરવાનું ચૂકી જાય છે, એ મા બાપને બાળક પર ગુસ્સે થવાનો, બાળકને ઠપકો આપવાનો કે બાળકને શિક્ષા કરવાનો કોઇ અધિકાર નથી.



તે જ રીતે જે માં બાપ, બાળક ખોટું અથવા ખરાબ કામ કરે ત્યારે ઠપકો આપતા નથી. એવા મા બાપની પ્રશંસાથી બાળક લાડકું થાય છે, બગડે છે.



બાળકોને તો પ્રશંસા કે વખાણની ખાસ અસર થતી નથી, એમની વળી શું પ્રશંસા કરવાની ?



પોતાના દરેક કાર્યનો મા બાપ કેવી રીતે પ્રતિભાવ આપે છે અથવા પ્રત્યાઘાત પાડે છે એના આધારે બાળક પોતાનું જીવન ઘડતર કરે છેે. તેથી બાળકના સારા કાર્યની ઉચિત પ્રશંસા કરશો તો જ એ બીજીવાર એવું સારુ કામ કરવા પ્રેરાશે.



બાળકની પ્રશંસાનો જાહેરમાં તમાશો કરવાની જરૂર નથી. (બાળકોને એ ગમતું નથી હોતું ) બાળકને મોઢે હોય એવી કવિતા કે વાર્તા મહેમનો સામે ( અમુકવાર તો બળજબરી કરીને ) બોલાવવી એ પણ પ્રશંસા નથી. બાળકની પ્રશંસા એકાંતમાં પણ કરી શકાય. તેમજ પ્રશંસા કરવા માટે દરેક વખતે શબ્દો જરૂરીનથી. માત્ર પ્રેમાળ વર્તન દ્વારા પણ એ થઇ શકે.



ડિસીપ્લીનને તાલીમ માટે સૌથી મહત્વનો ગાળો કયો છે ?



ત્રણ વર્ષની ઉંમર સુધી બાળકને ‘ડિસીપ્લીન’ દ્વારા મા બાપ શું ઇચ્છે છે એનો પૂરેપુરો ખ્યાલ હોતો નથી, તેથી ત્રણની ઉંમર પહેલા કોઇ ખાસ પગલા લેવાની જરૂર નથી પડતી આ ગાળામાં બાળકને અતિશય લાડ ન કરવું એની સાથે ઘેલી ઘેલી ભાષામાં વાત ન કરવી અને ઘરના સભ્યો સિવાયના માણસો સાથે હળવા ભળવાની તક આપવી જોઇએ.



ત્રણ થી સાત વર્ષની ઉંમર બાળકની સામાજીકરણ (સીશીયલાઇઝેશન)ની ઉંમર છે. આ ઉંમરમાં વડીલો સાથે કેવા વર્તન વ્યવહાર રાખવા એની કેળવણી બાળક મેળવે છે. આ વયમાં મા બાપ બેદરકારી રાખે તો બાળક તોછડું, અસ્પષ્ટ અથવા ઓછુબોલું થઇ શકે.



સાત થી તેર વર્ષનો ગાળો સૌથી મહત્વનો ગણાવી શકાય કારણકે આ વર્ષોમાં બાળક નીતિ મૂલ્યો અને સિદ્ધાંતોની સમજ કેળવે છે, એટલે કે બાળકના ‘અંતરાત્મા’નું ઘડતર થાય છે. આ સમયે શિસ્ત કેળવણીની ખોટી રીત બાળકને જીવનભરનું નુકશાન પહોંચાડી શકે છે.



ચૌદ વર્ષની ઉંમર પછી મા બાપે ચિત્રમાંથી ખસી જવાનું હોય છે. (અમુક મા બાપને ચૌદ વર્ષ સુધી બાળક શું કરે છે, એની ખબર હોતી નથી, અને એકાએક ચૌદામા વર્ષે એમની ઊંઘ ઊડે ત્યારે તેઓ ‘ઠોઠ’, ‘બારકસ’ કે ‘એકકરમી’ જેવા શબ્દો વડે બાળકને નવાજી ડિસીપ્લીનના પાઠ શીખવવાની શરૂઆત કર છે.) ૧૪ - ૧૫ વર્ષની ઉંમર પછી બાળક સ્વમનના ભોગે કશું સાંખી શકતું નથી સાચી સલાહ પણ નહી ! તેથી સારા મા બાપ ડિસીપ્લીનનો તમામ ડોઝ ૧૪ વર્ષની ઉંમર પહેલાપીવડાવી દે છે.


 

બાળકની આવડતનું બીજા આગળ પ્રદર્શન


જન્મે ત્યારે બાળક અબુધ અને નાસમજ હોય છે. બાળક છ મહિના, વરસ, બે વરસનું થાય તેમ તેમ નવી નવી આવડતો, નવી નવી અભિવ્યકિતઓ શીખે છે. માબાપને એનો ખૂબ આનંદ હોય એ સ્વાભાવિક છે. બાળકનો વિકાસક્રમ માબાપને મન બાળકની સિદ્ધિ જેવો હોય છે. માબાપને આનંદિત થયેલાં જોઈ બાળક પણ આનંદિત થાય છે.




પરંતુ અમુક માબાપને પોતાના બાળકની આવડતનો બીજાની આગળ પ્રદર્શન કરાવવાનો ખૂબ શોખ હોય છે. આમાં બાળકને મોટાભાગે મજા આવતી નથી હોતી, પરંતુ માબાપનો ઉત્સાહ અપાર હોય છે. બે કિસ્સાઓ દ્વારા આ વાત રજૂ કરું છું ઃ



મારા કન્સલ્ટિંગ રૂમમાં માબાપ બાળકોને બતાવવા લાવે છે. એકાદ વર્ષનું બાળક હોય તો માબાપ નીકળતી વેળા બાળકને કહે છે, "ચાલો, ડોકટર અંકલને આવજો કરો!" બાળક મૂડમાં હોય તો આવજો કહે, મૂડમાં ન હોય તો બાળક આવજો ન કરે. સમજદાર માબાપ આટલેથી અટકી જાય. અમુક માબાપને થાય, "અલ્યા તને આવજો કરતાં આવડે છે, તોય કરતો કેમ નથી?" એટલે પાંચસાત વાર બાળકને કહે "ચાલો, આવજો કરો. ચાલો, આવજો કરો" વળી કોઈ માબાપ તો લાલચ પણ આપી દે, "ચોકલેટ અપાવીશ, "ચાલો આવજો કરો" એક વર્ષના બાળક પાસે મરજી વિરુદ્ધ કશું કરાવી ન શકાય. માબાપ કંટાળે.... એમનું મોં પડી જાય, એમને થાય કે અમારા બાળકની આવડતનું પ્રદર્શન ડોકટર સામે ન કરાવી શકયાં.







બાળકને ખભે ઊંચકીને કન્સલ્ટિંગ રૂમનો દરવાજો ખોલીને બહાર નીકળે, માબાપનું મોં મારી વિરુદ્ધ દિશામાં હોય, બારણું બંધ થવાની અણી પર હોય ત્યારે બાળક હાથ હલાવી "ટા-ટા" કરે. માબાપને ખબર પણ ન પડે.



બાળકને શિષ્ટાચાર શીખવવો જરૂરી છે, પરંતુ એનો ઉપયોગ બાળકની મરજીથી અને બાળકની ખુશીથી, બાળક સ્વયંભૂ રીતે કરે એ જ યોગ્ય છે. નહીં તો, માબાપને ભાગે નિરાશા અને બાળકને ભાગે ચીડ જ આવે.



ઘરમાં મહેમાનો કે ઓળખીતા આવ્યા હોય ત્યારે પપ્પા પિન્ટુને બોલાવે છે, "ચાલ, પિન્ટુ પેલી કવિતા બોલી જા જોઉં!" ચિન્ટુ બિચારો ડાહ્યો ડમરો ગભરુ હોય તો કેસેટ વગાડયા કરે. ચિન્ટુને મજા આવતી હોય ત્યાં સુધી આ બધું સહ્ય છે, પરંતુ તમે એવાં માબાપ પણ જોયાં હશે, જે મહેમાન આગળ આવું પ્રદર્શન કરવાની ના પાડનાર બાળકને તમાચો ઠોકી દે!



હવે આ જ ચિન્ટુ જો કોઈ વાર પપ્પા એકલા બેઠા હોય, ત્યારે જઈને કહે, "પપ્પા, પપ્પા! પેલી કવિતા સંભળાવું?" પપ્પા કહેશે, "બેસ છાનોમાનો! જોતો નથી? હું કામમાં છું તે?"



પપ્પાને સાંભળવામાં રસ નથી, સંભળાવવામાં જ રસ છે. ક્રિયામાં રસ નથી, કીર્તિમાં જ રસ છે.



આમ, બાળકની આવડતનું બીજા આગળ પ્રદર્શન કરવાનો મોહ આવકાર્ય નથી. એ મા બાપ તરીકે આપણી નબળાઈ છે. સમય, સંજોગો અનુસાર, બાળકને પસંદ હોય તો બાળક મહેમાનો-પરિચિતો આગળ પોતાની આવડતનું પ્રદર્શન કરે તો કંઈ ખોટું નથી, પરંતુ એમાં દાબ-દબાણને અવકાશ ન હોવો જોઈએ.



જેમની ઉપર દાબ-દબાણ કરાવી એમની આવડત કે કલાનું પ્રદર્શન કરાવવામાં આવે છે, એવાં બાળકોનો માબાપ સાથેનો સેતુ વહેલો જ તૂટી જાય છે. એટલું જ નહીં, આગળ જતાં બાળક પોતાની આવડતો, અભિવ્યકિતઓ, કળાવિકાસ વગેરેની માબાપને જાણ ન થાય એની તકેદારી રાખવા માંડે છે.

બાળક સાથે સંવાદનો સેતુ કાયમ રાખો


આપણને એવું ઘણી વાર સાંભળવા મળે છે, કોઇ ચાૈદ વર્ષની તરુણી રિક્ષાવાળા સાથે ભાગી ગઇ અથવા કોઇ શાકભાજીવાળા સાથે ભાગી ગઇ. એ જ રીતે ચાૈદપંદર વર્ષના યુવાનો સિગારેટ પીતાં કે બ્લ્યૂ ફિલ્મ જોતાં પકડાય છે. આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે.




આવી ઘટના બનવાનાં મૂળ જે તે બાળકના ઉછેરમાં જ હોય છે, એવું કહીએ તો કશું ખોટું નથી. જોકે, આવું ન બને તે માટે માબાપે કડકાઇ રાખવી જોઇએ એવું કહેનારો અને માનનારો ઐક મોટો વર્ગ છે. પરંતુ હકીકત એ છે કે કડકાઇ રાખવાથી આવા બનાવો નિવારી શકાતા નથી, એથી વિપરીત આવું બનવાની શકયતા વધી જાય છે.



કોઇ તરુણ કે તરુણી આવું પગલું ભરે એનો અર્થ એવો ઘટાવી શકાય કે એની સુખની વ્યાખ્યા અને એના ઘરના વડીલોની સુખની વ્યાખ્યા અલગ છે. પોતાના અને વડીલોના વિચાર બિલકુલ અલગ છે, એવી ગ્રંથિ બાળકના મનમાં ખૂબ નાનપણથી બંધાયેલી હોય તો જ એની પરાકાષ્ઠા પે ચાૈદ કે પંદર વર્ષની ઉંમરે તે તરુણ આવું પગલું ભરે છે.







આવા કિસ્સીા જે કુટુંબોમાં બને છે, એનું વાતાવરણ તપાસીએ તો ખ્યાલ આવે છે કે આવાં કુટુંબોમાં વાલીઓનું વર્તન કોઇ ને કોઇ રીતે અસામાન્ય હોય છે અથવા તો બાળક માટે કોઇને સમય હોતો જ નથી. નાનપણથી બાળકના વર્તનનું ઝીણવટભર્યુ અવલોકન કરી એમાં શું સારું અને શું ખરાબ છે, તે વડીલે પ્રેમપૂર્વક બતાવવાનું હોય છે, તેથી બાળકના મનમાં સારાં અને ખરાબ તત્વો વચ્ચેનો ભેદ સ્થીાપિત થાય છે. માબાપનું વર્તન જો આદરપૂર્ણ અને ભરોસાપાત્ર હશે તો બાળક હંમેશાં સારાં તત્વો જ પસંદ કરશે, પરંતુ કેટલાંક કુટુંબોમાં બિનજવાબદાર રીતે બાળઉછેર કરવામાં આવે છે. નાની ઉંમરે કેટલીક વાર બાળકોના વર્તનમાં અહમૂ અભિમાન, લોભલાલચ, દંભનાટકીયતા વગેરે તત્વો જોવા મળે છે. આવું વર્તન બાળક એકાદબે વાર કરે ત્યારે જ ચેતીને, પરંતુ પ્રેમપૂર્વક બાળકને એ તરફથી વાળી લેવું જોઇએ, પરંતુ અમુક વાલીઓ આ ફરજ ચૂકી જાય છે. "હશે! એ તો બાળક છે". કહી આંખ આડા કાન કરે છે, અને બાળકના મનમાં અહમૂ અભિમાન, લોભલાલચ, દંભનાટકીયતા જેવાં ત]વો પોષાવા માંડે છે. આવી વ;]ાઓ વિકસવાથી વ્યકિતત્વ ખામીયુકત રહેવાની સંભાવના રહે છે.



કેટલીક વાર માબાપ બાળકની બહુ નાનકડી ભૂલ પર બહુ કડકાઇ ભરેલું વલણ અખત્યાર કરે છે. જેથી બાળક ને ભૂલ કર્યાનો પસ્તીાવો થવાને બદલે, ભૂલ કરતાં પકડાયાનો પસ્તીાવો થાય છે. અનુભવોને આધારે બાળક શીખી લે છે કે ભૂલ કે ગેરવર્તન કરવામાં વાંધો નથી. ઘણી વાર માબાપને ખબર ન પડે તો કંઇ થતું નથી, પરંતુ પકડાઇ ગયા તો તકલીફ! તેથી બાળક હકીકત છુપાવવાનું, જૂઠું બોલવાનું કે નાટકીય વર્તન કરવાનું શીખી લે છે.



ખરેખર બાળકમાં એવો વિવાસ ઉત્પન્ન થવો જોઇએ કે મા બાપ મારી પૂરી વાત સાંભળશે, સમજશે, મારી ભૂલ કયાં થઇ, કેવી રીતે થઇ તે મને શાંતિથી પ્રેમપૂર્વક સમજાવશે અને પછી, ધારો કે, કંઇ શિક્ષા પણ કરે તો તે મારા હિતમાં જ હશે. જો માબાપ પોતાના શાંતિ, ધૈર્યપૂર્ણ અને પ્રેમભર્યા વર્તન ારા બાળકમાં આટલો વિવાસ ઉત્પન્ન કરી શકે, તો તે બાળક માબાપથી કદી કોઇ વાત છુપાવશે નહીં.

બાળકને આપણે સતત સલામત, સુરક્ષિત વાતાવરણમાં રાખી શકવાના નથી. બાળક શાળાએથી, મિત્રો પાસેથી, ટીવીફિલ્મો જોઇને, સામાયિકો વાંચીને અમુક પ્રકારનાં અનિષ્ટો શીખવાનું જ છે. આ વખતે કસોટી થાય છે, માબાપનો પ્રેમ બળવાન છે કે અનિષ્ટોનું આકર્ષણ? જો માબાપનો પ્રેમ બળવાન હશે, જો માબાપ અને સંતાન વચ્ચે સ્નીેહપૂર્ણ સંવાદનો સેતુ હશે તો બાળક ગમે તે અનિષ્ટને એકાદવાર ચકાસીને છોડી દેશે. માબાપને અંધારામાં રાખી અનિષ્ટની ગર્તામાં નહીં ધકેલાય. પોતે કરેલી ભૂલનો માબાપ પાસે નિખાલસ એકરાર કરશે અને માબાપ પણ એને પ્રેમથી સાચા માર્ગે વાળી લેશે.



સમાજમાં તમે જોશો તો માલૂમ પડશે કે એંશી ટકા જેટલાં માબાપ અને સંતાનો વચ્ચે આઠદસ વર્ષની ઉંમર પછી જ સંવાદનો સેતુ તૂટી જાય છે. આમ, બનવાનું કારણ માબાપની વધુ પડતી કડકાઇ,વધુ પડતી રોકટોક, વિસંગત વર્તન, બિનલાગણીપૂર્ણ વ્યવહાર અથવા બિનજવાબદારીપૂર્ણ ઉછેર જ હોય છે. બાળકને માથે એનો દોષ નાખી શકાય નહીં. કેમ કે બાળક તો જન્મ્યું ત્યારે ભોળું અને નાદાન હતું, એ આજે જેવું બન્યું છે તે ઉછેરના કારણે જ બન્યું છે. વળી, બાળક તો સ્વીતંત્ર મિજાજનું હોય છે, એની નજર ભવિષ્ય સામે હોય છે. જયારે માતાપિતા પોતે બાળકના જીવનમાં અંશપ બનવા માગતા હોય છે. પોતાની આશા અપેક્ષાઓ બાળકમાં કેન્ર્દિત કરીને બેઠાં હોય છે આ માબાપની ફરજ અને ગરજ છે કે બાળક સાથે સંવાદનો સેતુ કાયમ રાખે.

બાળકના મનમાં ગુસ્સો કયાંથી આવ્યો...


કેટલીક વાર એવું સાંભળવા મળે છે કે અગિયાર મહિનાનું બાળક ભ ીંત સાથે માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે. જમીન પર માથું અફાળી ગુસ્સો પ્રગટ કરે છે જમીન પર આળોટી ગુસ્સો પ્રગટ કરે છે ઘરની ચીજવસ્તુઓ ફેંકી દઇને ગુસ્સો પ્રગટ કરે છે.




અગિયાર મહિનાનું બાળક એક વાર નહીં પરંતુ વારંવાર ભીત સાથે માથું અફાળે એ જરા વધારે પડતું કહેવાય.



આવું કરવાનું બાળક કેવી રીતે શીખે છે? બાળક કોઇ પણ વર્તન શીખે એનાં બે પાસાં વિચારી શકાય એવું વર્તન કરવાની પદ્ધતિ બાળક કયાંથી શીખ્યું? અને એવું વર્તન કરવાની બાળકને જરુર શા માટે પડી?







ભીંત સાથે માથું પછાડવું એ ગુસ્સાનું પ્રકટીકરણ છે. ગુસ્સાની આવી અભિવ્યકતી બાળક જન્મજાત શીખીને તો ન આવ્યું હોય એટલે આ વર્તન બાળકે કયાંકથી જોયેલા વર્તનની નકલ જ હોઇ શકે. શકય છે કે બાળકે મમ્મીને કયારેક ગુસ્સામાં માથું પછાડતી જોઇ હોય કદાચ પપ્પાને કે ફોઇને એવું કરતાં જોયાં હોય, કદાચ બીજા કોઇ બાળક પાસેથી આ બાળક એવું વર્તન શીખ્યું હોય, પરંતુ વધુ મહત્વનું એ નથી કે બાળક આવું વર્તન કે અભિવ્યકતિ કયાંથી શીખ્યું? અગત્યનું તો એ છે કે આવું વર્તન કરવા પાછળનું પે્રરકબળ કયું છે? અગિયાર મહિનાના બાળકમાં આટલો ગુસ્સો કયાંથી આવ્યો? એની નાનકડી જીદગીમાં સૌએ એની સાથે પ્રમભર્યો જ વ્યહવાર કર્યો હોય સૌએ એને લાડપ્યારથી રાખ્યું હોય તો બાળકના મનમાં આટલો ગુસ્સો કેવી રીતે એકઠો થાય, જે એને ભીત સાથે માથું અથડાવી પ્રગટ કરવો પડે?



બાળરોગ નિષ્ણાંત તરીકે મને ઘણી વાર માતાઓની આ ફરિયાદ અંગે કાળજીપૂર્વક નિરીક્ષણ અને તપાસ કરવાની તક મળી છે. આવા લગભગ દરેક કિસ્સામાં તપાસ કરતાં માલૂમ પડયું કે આવું દરેક બાળક એક ચોકકસ પ્રકારની બળજબરીનો ભોગ બનેલું હોય છે. આવા દરેક કિસ્સામાંમાતાના મગજમાં એવી ગ્રંથી હોય છે, કે બાળક પોતાની મરજીથી થોડું જમે? એ તો આપણે જ બળજબરીથી ખવડાવવું પડે એટલે ચાર મહિનાનું બાળક થાય ત્યારથી જ એને દુવડાવી એનું માથું પગ વચ્ચે દબાવી, જરુર પડે તો સહાયકની મદદ લઇ એના હાથ પકડી બળજબરીથી એનું માં ખોલી એમાં દૂધ બિસ્કિટ કે અન્ય ખોરાક ઠોંસવામાં આવે છે. બાળક ગમે એટલા ધમપછાડા કરે, પરંતુ ઉત્સાહી માતા પોતાના ધારેલા સમયે પોતે ધરેલી માત્રામાં બાળકને પુરેપુરો ખવડાવીને જ જંપે છે.આ દશ્ય ખૂબ વ્યાપક છે. તમે પણ જોયું હશે.



બાળકો પર એવી બળજબરી શામાટે? દરેક બાળક પોતે ભૂખની અનુભુતી કરી જ શકે છે. એને પોતાને ઇચ્છા થાય તે સમયે પોતાની રુચિ મુજબનો ખોરાક ખાય છે. પરંતુ ઉત્સાહી યુવાન માતાને આ હકીકત પર વિશ્વાસ હોતો નથી. પોતાના બાળકને તંદુરસ્ત બનાવવાની ઘેલછા અને લહાયમાં એ બાળક પર બળજબરી કરે છે. બાળક ગુસ્સે થાય છે બાળક જિદદી બની જાય છે જો તમે જમવાનીબાબતે મનમાનીકરશો તો હું પણ બીજી બાબતોમાં મનમાની કરીશ એવુંું વલણ ઘારણ કરે છે બાળક અને માતાના સંબંધો વણસે છે. ભવિષ્યમાં અન્ય બાબતોમાં પણ હુંસાતુંસી, ચડસાચડ,સી બળપ્રયોગ અનાદર રકઝક થવાની શકયતા વધે છે. માતા અને બાળક બંનેનાં સમય અને શકિત વેડફાય છે. ઘણી વાર એવું બને છે કે બાળકને હંમેશને માટે ખોરાક ઉપર નફરત થઇ જાય છે.



બળક સાથે સંબંધોની કક્ષા કેવી રાખવી એ સંપૂર્ણપણે માતાના હાથમાઢ હોય છે. જો નાનપણથી જ બાળક સાથે પ્રેમ આદર શિસ્ત સમજાવટ અને મકકમતાથી કામ લેવામાં આવે તો કદી ગુસ્સો, બળપ્રયોગ કે દલીલબાજી કરવાની જરુર પડતી નથી. જો બાળક સાથેના વર્તનમાં માતા બાલિશતા કેનાદાની દાખવીને ગુસ્સો બળજબરી કે જીદ કરવા જાય તો એ માતા અને બાળકના સંબંધો સદાય તંગ અને તાણભર્યા રહે છે.







Share

બાળકના સ્વમાનનો આદર કરવાની કળા


બાળક પોતાનું સ્વતંત્ર જીવન લઈ સંસારમાં અવતરે છે. પોતાની સ્વતંત્ર બુદ્ધિ, સ્વતંત્ર વિચારશકિત અને અવલોકનશકિતના આધારે બાળક પોતાનો જીવનપથ કંડારવા માગે છે. માબાપ તો એને માત્ર વાતાવરણ રૂપે મળ્યાં છે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ હશે તો એમના બાળકને એ વાતાવરણની છત્રછાયામાં લાંબો સમય રહેવાનું ગમશે. જો માબાપરૂપી આ વાતાવરણ એને અનુકૂળ નહશે તો એમના બાળકને એ વાતાવરણમાં રૂંધાશે મૂરઝાશે, કરમાશે અને તક મળશે તો એ વાતાવરણમાંથી ભાગી છૂટશે.




માબાપને પોતાના સંતાનો પર લગાવ હોય છે. માબાપ આ કઠોર સંસારમાં રાતદિવસ જે મહેનત કરે છે, એનું મુખ્ય પે્રરકબળ એમના સંતાન અને એ સંતાનનું ભાવિ હોય છે. નાદાન સંતાનને એની જાણ પણ ન હોય, એ સ્વાભાવિક છે. રાતદિવસ સંતાન વિષે વિચારતાં મા બાપ સંતાન ઉપર ઘણી યોજનાઓ બનાવી રાખે છે.







માબાપ મોટાભાગે સંતાનનું હિત જ ઈચ્છતાં હોય છે, એમાં કોઈનેય કદી શંકા હોઈ ન શકે. છતાં આપણે ઘણી વાર જોઈએ છીએ કે બાળક આઠ-દસ વર્ષનું થાય ત્યાં સુધીમાં તો માબાપ અને સંતાનોના સંબંધ કથળી ચૂકયા હોય છે. મા બાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી. મોટાભાગે ચૌદ વર્ષની ઉંમર પછી સંતાનો માબાપથી દુઃખી હોય છે.અને માબાપ સંતાનોથી દુખી હોય છે.



ખરેખર તો માબાપની છત્રછાયા લાંબા સમય સુધી રહે એ સંતાનની માનસિક સ્થિરતા માટે ઈચ્છનીય છે. અને સંતાનનું સાનિધ્ય મોટી ઉંમર સુધી માબાપને મળે એ માબાપના માનસિક સંતુલન માટે જરૂરી છે, પરંતુ આમ બનતું નથી. મોટાભાગે આગળ જણાવ્યું તેમ માબાપ અને સંતાનો વચ્ચે સંવાદનો કોઈ સેતુ રહેતો નથી.



બે અલગ અલગ દષ્ટિકોણથી જીવનને જોનારી પેઢીઓનું સહઅસ્તિત્વ કઈ રીતે શકય બની શકે? શું કરી શકાય એને માટે?



મારું એવું મંતવ્ય છે કે માબાપ અને સંતાનો વચ્ચે આગળ જતાં કેવા સંબંધો રહેશે એનાં મૂળ ખૂબ નાનપણમાં જ નખાઈ જતાં હોય છે. જયારે બાળક ખૂબ નાનું હોય ત્યારથી જ માબાપ એની સાથે કેવી રીતે વર્તે છે, એને આધારે બાળક નકકી કરે છે કે મારાં માબાપ શ્રદ્ધા અને આદરને પાત્ર છે કે કેમ? બાળપણથી જ જો બાળકને માબાપ પ્રત્યે ઊંડી શ્રદ્ધા અને આદર હોય તો એ લગભગ જીવનભર જળવાઈ રહે છે.



બાળક તો નાદાન હોય છે. માબાપ અને સંતાનના સંબંધોને કેવી દિશા આપવી એ સંપૂર્ણપણે માબાપના હાથમાં ગણાય. બાળક પોતાને શ્રદ્ધેય અને આદરપાત્ર ગણે તે દિશામાં મા બાપે જ પ્રયાસ કરવો જોઈએ.



માબાપ દિનપ્રતિદિન બાળકના ઉછેરનું નિરીક્ષણ કરતાં રહે છે. એમાં એમને તરત જ બાળકની ભૂલો, ખામીઓ, ઊણપો નજરે ચડે છે. માબાપ આ ભૂલો, ખામીઓ, ઊણપો સુધારવા ઈચ્છે છે. કોઈની ભૂલ, ખામી, ઊણપ શોધી કાઢવી એ ખૂબ સહેલું કામ છે. "આ તારી ભૂલ છે." એવું કહી દેવું પણ ખૂબ સહેલું છે. ઠપકો આપવો, ખીજવાવું, ઉતારી પાડવું, અપમાનિત કરવું આ બધું ખૂબ સહેલું છે.



કોઈને ખોટું ન લાગે એ રીતે, એનું સ્વમાન જાળવીને, એને પોતાનેય એ ભૂલ સુધારી લેવાની ઈચ્છા થાય, એ રીતે કોઈને એની ભૂલ બતાવવી એ સૌથી મુશ્કેલ કાર્ય છે. મોટાભાગનાં માબાપ અહીં જ થાપ ખાઈ જાય છે.



મોટાભાગનાં માબાપ બાળકોને વાતવાતમાં ટોકે છે, ઠપકો આપે છે, ઉતારી પાડે છે. તેથી બાળકના મનમાં ભૂલનો અહેસાસ થવાને બદલે અપમાનિત થયાની લાગણી ઉદ્ભવે છે.



બાળકનું સ્વમાન જાળવીને પ્રેમપૂર્વક જો એને એની ભૂલ બતાવવામાં આવે તો બાળક ખૂબ ઉત્સાહથી પોતાની ભૂલ સુધારવા મંડી પડે છે. કેમ કે બાળક આપણાં મોટેરાંઓ જેવું અહમ્વાદી કે મિથ્યાભિમાની હોતું નથી.



જે માબાપ બાળકનું સ્વમાન જાળવીને બાળક સાથે વર્તી શકે છે, તે બાળકના ઉછેરમાં પોતે ધારેલ ફેરફાર સહેલાઈથી અમલમાં મુકાવી શકે છે. અને બાળકના જીવનમાં પોતે લાંબા સમય સુધી ચિત્રમાં રહી શકે છે. તેથી જ બાળકના સ્વમાનનો આદર કરવાની કળા દરેક માબાપે હસ્તગસ્ત કરી લેવા જેવી છે.







Share