Wednesday, September 28, 2011

શું તમે જાણો છો





દુનિયાનું ટચૂકડું હેલિકોપ્ટર




મિત્રો, તમે હેલિકોપ્ટર તો જોયું છે ને! તમે જાણો છો, ફક્ત એક જ જણ બેસી શકે તેવું એક ટચૂકડું હેલિકોપ્ટર જાપાનની ‘ઇન્ટરનેશનલ એરોસ્પેસ’ નામની કંપનીએ બનાવ્યું છે. તેને ‘કોમ્પેકટકોપ્ટર’ એવું નામ આપવામાં આવ્યું છે.આ ટચૂકડા હેલિકોપ્ટર જેવું લાગતું આ કોપ્ટર દૂરથી ખુરશીમાં બેસીને ઊડતા હોઇએ તેવું લાગે છે. આ કોપ્ટરમાં એક વ્યક્તિ બેસીને આગળ આવેલો સળિયો પકડીને હેલિકોપ્ટરને ઉડાડી શકે છે. હેલિકોપ્ટરમાં પગ મૂકવા માટે એક નાનકડો સળિયો મૂકવામાં આવેલો છે. એલ્યુમિનિયમ પાઇપોથી બનેલું અને ગેસોલીન નામના ઇંધણથી ચાલતું હેલિકોપ્ટર ૩૦થી ૬૦ મિનિટ સુધીની સફર એક વારમાં કરી શકે છે. ‘‘

એકતામાં છે બળ




ચંદન વનના રાજા શેરસિંહે બધા પ્રાણીઓને ભેગા કરીને કહ્યું.વનમાં અસહ્ય ગરમી છે. હવે હું આ જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. મહારાજ તમે થોડા દિવસ ક્યાંક ફરી આવો. તમારું મન પ્રફુલ્લિત થઇ જશે.તું સાચું કહી રહ્યો છે. આ વખતે હું ગરમીમાં ખંડાલાના વનમાં ફરી આવું. શેરસિંહ ખંડાલાના વનમાં ઉપડી ગયા.ખબર છે ચંદન વનના રાજા ખંડાલાના વનમાં ફરવા ગયા છે?આપણે બધા આ તકનો લાભ લઇને ચંદન વનમાં દાખલ થઇ જઇએ.

મહેનતનો રોટલો




રાજા ચંદ્રસિંહે દુ:ખી મા-દીકરાની વાતચીત સાંભળી. એમનું લાગણીશીલ હૈયું દ્રવી ઊઠ્યું. ઝૂંપડી પર નિશાની કરી રાજા ચંદ્રસિંહ પોતાના મહેલમાં પાછા ફર્યા.




ચંદનપુરમાં ચંદ્રસિંહ નામે રાજા રાજ કરતા હતા. રાજા ચંદ્રસિંહ પ્રજાના સુખે સુખી અને દુ:ખે દુ:ખી. તેમને એક દીવાન હતા. તેમનું નામ લાલસિંહ. લાલસિંહ સ્વભાવે ખૂબ જ લાલચું અને લોભી પ્રકૃતિના. રાજા ચંદ્રસિંહ લાલસિંહને ગમે તેટલું આપે, છતાંય લાલસિંહ ક્યારેય સંતુષ્ટ થતા જ નહીં. તેમના લોભી અને લાલચુ સ્વભાવથી રાજા ચંદ્રસિંહ પૂરેપૂરા માહિતગાર હતા.

ઝડપી કોણ?



.
સિંહ હરીફાઇ જોવા આવ્યો હતો. બીજા પ્રાણીઓ પણ હરીફાઇ જોવા આવ્યા હતા. વાંદરાભાઇ નિર્ણાયક તરીકે હતા. વાંદરાભાઇએ બંને હરીફોને હરીફાઇના નિયમો કહી સંભળાવ્યા. બે કલાકમાં પાંચ કિલોમીટરનું અંતર કાપવાનું હતું.

એક હતું સુંદરવન. વનમાં વિવિધ વૃક્ષો, છોડ અને વેલાઓની વચ્ચે જાતભાતના પશુ, પંખી, કીટક રહેતા હતા. વનનો રાજા સિંહ પોતાના ખોરાક પૂરતો જ શિકાર કરતો. બધા પ્રત્યે સમભાવ રાખતો. પ્રાણીઓ પણ સિંહની આમન્યા રાખતા. એક દિવસ બધા પશુઓ ભેગા થયા હતા. ત્યાં જ સસલાં અને હરણો વચ્ચે ચર્ચા ચાલતી હતી.

ઘાસના મેદાનમાં વિહરતી જળમરઘી




દોસ્તો, મરઘી નામથી તમે બધા પરિચિત જ છો, પણ તમે ક્યારેય પાણીમાં રહેતી મરઘી જોઇ છે ખરી? રૂપાળી આ મરઘીને આપણે ‘જળમરઘી’ના નામથી ઓળખીએ છીએ.


પાણીમાં ક્યારેય મરઘીને તરતી જોઇ છે! આશ્ચર્ય થાય છે ને કે આવું હોઇ શકે? હા કેમ નહીં, મરઘી તો નહીં પણ જળમરઘીને તમે પાણીમાં તરતા જરૂર જોઇ શકો. જળમરઘીને ‘વોટરહેન’ અને ‘મુરહેન’ નામથી પણ ઓળખી શકાય છે. ભારતમાં જોવા મળતી જળમરઘીને ‘ઇન્ડિયન મુરહેન’ પણ કહે છે. ‘મુર’ એટલે ઘાસવાળું ખુલ્લું મેદાન એવો અર્થ થાય.

કદ, આકાર અને દેખાવ:::

કોડીની વિવિધ કરામાત




બાળમિત્રો, હાલાં તમે વિડિયો ગેમ રમવા પાછળ ઘેલો બન્યા હશો પણ હજુય ઘણી જગ્યાએ કોડીની રમત રમાય છે. એક સમય એવો હતો કે જ્યારે આફ્રિકા અને અન્ય દેશોમાં ચલણ તરીકે કોડીનો ઉપયોગ થતો હતો.




કોડી નામ તમે અવારનવાર બોલતા હશો. ઘણીવાર હોમવર્ક પૂરું કર્યા પછી કે વ્રતના જાગરણ દરમિયાન ઘણા લોકો કોડી રમતા હોય છે. ચોકઠાવાળી બાજી રમતી વખતે દાવ પાડવા માટે પાસાં તરીકે તમે ચાર સફેદ કોડીનો ઉપયોગ કરો છો, ખરું ને! તો આજે અહીં એ જ કોડીની વાત કરવાની છે. તમારામાંથી ઘણા બાળકોને કદાચ એ ખબર નહીં હોય કે આવી નાનકડી અને રમતમાં ઉપયોગી એવી કોડીમાં પણ એક જીવ છુપાયેલો હોય છે.

દુ:ખમાં દોડી આવે તે મિત્ર અપનાવ્યું યોગીએ સૂત્ર




યોગી હરણના વર્તનથી મૈત્રી સમજી ગઇ કે યોગી હૃદયથી ખરાબ નથી, પણ તેનામાં શિષ્ટાચારની કમી છે.

મહી સાગરને કિનારે નંદનવન આવેલું હતું. એમાં આંબા, બદામ, ચીકુ, રાયણ, જાંબુ જેવા ફળઝાડોનો પાર નહોતો. વિપુલ પ્રમાણમાં ખોરાક મળવાથી અહીં જાતજાતનાં પશુઓ અને પંખીઓ રહેતા હતા.એ સૌમાં યોગી હરણ સૌથી જુદો તરી આવતો હતો. તે આંબાના ઘટાદાર ઝાડની નીચે ઉદાસ બનીને પડ્યો રહેતો હતો. ના કોઇની સાથે તે બોલે કે ના કોઇની સાથે ચાલે. એના આવા વર્તનથી જંગલના પશુપંખીઓએ એની સાથે કોઇ પણ જાતનો વ્યવહાર નહીં કરવાનું નક્કી કર્યું હતું.

"પિત્રોડા"


મહાનુભાવ


મિત્રો, ભારતમાં ટેલિકમ્યુનિકેશન એટલે કે આપણે જે એક સ્થળેથી બીજી સ્થળે ટેલિફોન દ્વારા સંદેશાવ્યવહાર કરી શકીએ છીએ ને તેને ભારતમાં વિકસાવવામાં સામ પિત્રોડાએ સિંહફાળો આપ્યો છે. સામ પિત્રોડાનું આખું અને સાચું નામ સત્યનારાયણ ગંગારામ પિત્રોડા છે. ૪ મે, ૧૯૪૨ના રોજ ઓરિસામાં જન્મેલા પિત્રોડા મૂળે તો ગુજરાતી છે, પરંતુ તેમનાં માતા-પિતા વર્ષોથી ઓરિસામાં સ્થાયી થયાં હતાં અને પિત્રોડાનો જન્મ પણ ઓરિસામાં થયો હતો. વડોદરામાંથી ભૌતિકશાસ્ત્રના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવનારા પિત્રોડા અમેરિકાની ઈલીનોસિસ યુનિર્વિસટીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવી હતી. ૧૯૭૫માં તેમણે ઈલેક્ટ્રોનિક ડાયરીની શોધ કરી હતી. વિશ્વની પહેલી ડિજિટલ સ્વિચની કંપની તેમણે સ્થાપી હતી.

ભારત દર્શન


ભારતનું સૌથી ઠંડું સ્થળ


દ્રાસ, લદ્દાખ

દ્રાસ જમ્મુ-કાશ્મીરના લદ્દાખ જિલ્લામાં આવેલું છે. વિશ્વનાં સૌથી ઠંડાં સ્થળોમાં સાઈબિરીયા બાદ દ્રાસનો નંબર આવે છે.

ભારતમાં સૌથી વધુ વરસાદ

ચેરાપૂંજી

મેઘાલયના શિલોંગથી ૫૬ કિમી દૂર આવેલા ચેરાપૂંજીમાં સૌથી વધુ માત્રામાં વરસાદ પડે છે. દર વર્ષે અહીં ૪૫૦ ઈંચ જેટલો વરસાદ પડે છે.

ચોરનું બલિદાન


એક ગામમાં ત્રણ મિત્રો રહેતા હતા. ત્રણેય કામ-ધંધા વિના રખડપટ્ટી કર્યા કરતા આથી તેમનાં માતા-પિતા તેમના પર ગુસ્સે થતાં. ત્રણેય મિત્રોએ ઘરેથી ભાગી જઈને પર્વતમાંથી કીમતી રત્નો શોધીને જીવનનિર્વાહ ચલાવવાનો નિર્ણય કર્યો.




જંગલ પાર કરીને તેઓ પર્વત પાસે પહોંચ્યા અને નસીબના જોરે તેમને કીમતી રત્નો પણ મળી આવ્યાં. રત્નો વેચીને ખૂબ ધન કમાઈ લેવાનો તેમનો વિચાર હતો. તેઓ પર્વત પરથી પાછા ફર્યા અને જંગલ પસાર કરતા હતા ત્યાં તેમને ચોર -લૂંટારુંનો ડર સતાવવા લાગ્યો. તેમણે રત્નોને કોઈ સુરક્ષિત જગ્યાએ છુપાવવાની યુક્તિ શોધી કાઢી. તેઓ પાણી સાથે રત્નો ગળી ગયા, જેથી કોઈ તેમની જડતી લે તો પણ રત્નો ન મળે. આ બધું એક ચોર ઝાડ પાછળ સંતાઈને જોતો હતો. તેણે આ ત્રણેય મિત્રોને મારીને રત્નો પડાવી લેવાનો વિચાર કર્યો. વટેમાર્ગુ બનીને તે મિત્રોની સાથે જોડાઈ ગયો.