એક સાવ નવો નક્કોર પ્રયોગ
—————————————————————
એક વાર્તા, બે લેખક
એક ત્રીસીની અંદરનો, તરવરતો જુવાન,
બીજો સિત્તેરની નજીકનો ડોસો
દરેકના માતાપિતા કહેતા હોય છે કે, મારો દીકરો ડોકટર બનશે, મારો દીકરો એન્જીનીયર બનશે પણ કોઈ એમ કહે છે કે ‘ મારો દીકરો કોલ સેન્ટરમાં કામ કરશે? ‘તો આજે જરા કોલ સેન્ટરમાં કામ કરનારાની જિંદગી કેવી હોય ; તેના ઉપર આછી નજર મારી લઈએ.
હું જ્યારે કોલ સેન્ટરમાં કામ કરતો ત્યારે જિંદગી તો એવી કે, જાણે કુવા માંયના દેડકા જેવી. એવૂં એ માટે કારણ કે કોલ સેન્ટરમાં છોકરાઓની શીફ્ટ(નોકરીનો સમય) બપોરે ૩.૦૦થી પછીનો જ હોય અનેતેમાં પણ ૯ કલાકની નોકરી અને ૧ કલાકની જ જેને રિસેસ – અથવા ઓક્સ (Aux, બળદ નહીં ! ) કહેવામાં આવે છે. તેમાંય પણ અલગ અલગ ઓકસ હોય જે નીચે મુજબ છે –