રોયલ રાજસ્થાન
હું મારા નાના, નાની અને મારી મોટી બહેન સાથે રાજસ્થાનના પ્રવાસે ગઇ હતી. રાજસ્થાન એટલે રાજાઓનું સ્થાન. ત્યાં ઘણા પ્રસિદ્ધ નગરો જેવા કે ઉદેપુર, જયપુર, બિકાનેર, પોખરણ, શ્રીનાથજી વગેરે આવેલા છે. અમે સૌથી પહેલા શામળાજી, કેસરીયાજીના દર્શન કર્યા. ત્યાર બાદ ગુજરાતની સીમા પાર કરીને રાજસ્થાન પહોંચ્યા. ત્યાં ઉદયપુરમાં ઘણા સ્થળે ફર્યા અને ત્યાંનો સિંઘી પેલેસ જોયો. આ પેલેસમાં અમે રાજા-મહારાજાઓના રીતરિવાજો, તેમના યુદ્ધના અવનવા શસ્ત્રો, તેમની શાહી ગાદી તેમજ રાણીના વસ્ત્રો જોયા.