| 1 | ગુજરાત ટાઇમ્સ | http://www.gujarattimesusa.com/ | 
| 2 | દિવ્ય ભાસ્કર | http://www.divyabhaskar.co.in | 
| 3 | કચ્છમિત્ર | http://www.kutchmitradaily.com | 
| 4 | મુંબઈ સમાચાર | http://bombaysamachar.com/new/ | 
| 5 | ગુજરાત સમાચાર | http://www.gujaratsamachar.com/ | 
| 6 | સંદેશ | http://www.sandesh.com | 
| 7 | અકિલા | http://www.akilanews.com | 
| 8 | સમભાવ મેટ્રો | http://www.sambhaav.com | 
| 9 | ગુજરાતી ન્યૂઝ યુ.કે. | http://www.gujaratinews.co.uk | 
| 10 | જન્મભૂમિ | http://www.janmabhoominewspapers.com | 
Thursday, July 28, 2011
Gujarati Newspapers
Labels:
જાણવા જેવુ. વર્તમાન પત્રો,
સામાયિકો
સામયીકોની PDFs
શીવામ્બુ
( શીવામ્બુ ચીકીત્સાનું વાચન – વડોદરા)
સદ્ ભાવના સાધના
( ગાંધીવીચાર આધારીત વાચન – મુંબઈ)
The Holistic Healer
(અંગ્રેજીમાં આરોગ્ય–વાચન – મુંબઈ)
Holistic Healing Helps
(અંગ્રેજી,હીન્દી,ગુજરાતીમાં આરોગ્ય, મુંબઈ)
સર્વાંગી, સ્વાશ્રયી, સ્વાસ્થ્ય.
(તનમનનું સ્વાસ્થ્ય ગુજરાતીમાં – મુંબઈ)
નયા માર્ગ
( વંચીતોની વાતોનું વૈચારીક સામયીક – અમદાવાદ)
જુગલકીશોર (અમદાવાદ) ઉત્તમભાઈ ગજજર (સુરત)
<jjugalkishor@gmail.com> <uttamgajjar@gmail.com>
Labels:
સામાયિકો
ગુજરાતનો ઈતીહાસ (14): મહમુદ ગઝનીની સોમનાથ પર ચઢાઈ
આલેખક: હરીશભાઈ દવે
. . . . . . . . . . . .
અગીયારમી સદીનો પુર્વાર્ધ.
પ્રભાસપાટણ સોમનાથની સમૃદ્ધીની વાતો જગતભરમાં ફેલાઈ હતી.
પ્રભાસ તે સમયે ભારતવર્ષના પશ્ચીમ કીનારાનું અગત્યનું બંદર હતું. અહીંથી આફ્રીકા અને ચીન સાથે દરીયાઈ વ્યાપાર ચાલતો.

નાનકડા ભૂલકાંઓની માતાપિતાને પ્રાર્થના…
૧)મારા હાથ ઘણા નાના છે.હું મારી પથારી પાથરું,ચિત્ર દોરું કે દડો ફેંકું તેમા મારી પાસેથી બહુ ઊંચી અપેક્ષાઓ ના રાખો. મારા પગ નાના છે મહેરબાની કરીને થોડા ધીમે ચાલો જેથી હું તમારી સાથે ચાલી શકું.
૨)તમે જેવી અને જેટલી દુનિયા જોઈ છે તે મારી આંખોએ નથી જોઈ તેથી મને સલામતી સાથે તે જોવા દો.મને બીનજરૂરી રોકો નહીં…હા હું કાંઈ ન જોવાનું જોતો હોઉં તો અચૂક મને સમજાવો.
૩)ઘરનું કામ તો હંમેશા હશે જ.હું બહુ ઓછા સમય માટે નાનો રહેવાનો છું.મને ખૂબ પ્રેમથી આ અદભૂત દુનિયાની માહિતી આપો.
૪)મારી લાગણીઓ ખૂબ નાજુક છે.મારી જરૂરિયાતો માટે લાગણીશીલ રહો.હંમેશાં મને “ના” ન ક્હો.હું તમારી સાથે અમુક રીતે વર્તું એવું જો તમે ચાહતા હો તો તમે પણ મારી સાથે તે રીતે જ વર્તો.હા, હું ખોટી માગણી કરૂં તો રોકો જરૂર.
૫)તમને ભગવાને આપેલી ખાસ ભેટ તે હું છું.ઈશ્વરે તમને આ અમૂલ્ય ખજાનો આપ્યો છે તેનું જાળવીને જતન કરો.મારા સારા કામોને બિરદાવો,મને સાચી દિશામાં જીવવા માટે માર્ગદર્શન આપો.અને પ્રેમથી શિસ્તના પાઠ ભણાવો.હું જરૂર ભણીશ કેમકે તમને હું ખૂબ ચાહું છું.
૬)મારે વિકાસ માટે તમારા પ્રોત્સાહનની જરૂર છે.ભૂલો કાઢવામાં કાળજી રાખો.યાદ રાખો કે તમે હું જે કરું તેમાં ભૂલો કાઢો પણ મારામાં ભૂલો ના શોધો.
૭)મારા માટે નિર્ણયો લેવાની મને સ્વતંત્રતા આપો.મને નિષ્ફળ થવા દો જેથી હું મારી ભૂલોમાંથી બોધપાઠ લઈ સાચું શીખું.તો જ કોઈક દિવસ જીવનમાં જ્યારે જરૂર પડે ત્યારે સાચા નિર્ણયો લેવા હું તૈયાર બનીશ.
૮)મારી પાસેથી અતિશય અપેક્ષાઓ ન રાખો.મને એવું ન લાગવા દો કે હું તમારી અપેક્ષાઓને પૂરી નથી કરી શકતો.મારા વહાલા ભાઈઓ અને બહેનો સાથે મારી સરખામણી ના કરો.આમ કરવાથી તમે અમારું હિત નહીં પણ અહિત કરો છો.
૯)તમે બંને સાથે કોઈક શનિ-રવિવારે ફરવા જાઓ અને અમને ભાઈબહેનોને સાથે બહાર ફરવા જવા દો.તેમાં ડરો નહીં.માતાપિતાને બાળકોથી અને બાળકોને મતાપિતાથી વેકેશન જોઈએ છે.સાથે સાથે અમને બાળકોને એવુ લાગવા દો કે અમારા માતાપિતાના લગ્ન એ વિશષ્ટ છે.
૧૦)મને દર રવિવારે નિયમિત રીતે મંદિરે લઈ જાઓ અને ક્યારેક સત્સંગમાં લઈ જાઓ અને મારા માટે સારું ઉદાહરણ પૂરૂં પાડો જેથી જીવનમાં હું તેને અમલમાં મૂકી શકું.મને ઈશ્વરમાં શ્રદ્દ્ધા છે અને ભગવાન વિષે હુ જાણવા માગું છું.

પ્રેરક પ્રસંગ,
બાળઉછેર,
લેખ
ધન્ય છે આ આગવી સૂઝને
પ્રસિધ્ધ ઉદ્યોગપતિ  અને દાનવીર એવા એન્ડ્રુ કાર્નેગીને કોણ નહીં ઓળખતું હોય?તેમનો જન્મ ૧૮૩૫ માં સ્કોટલેન્ડમાં થયો અને મૃત્યુ ૧૯૧૯ માં.તેમનામાં નાનપણથી જ બીજા લોકોને અને તેમની  જરૂરિયાતોને સમજવાની અસાધારણ સૂઝ હતી.બાળપણમાં તેમણે એક સસલી પાળી હતી.તેનાથી ઘણા બચ્ચાં ઉત્પન્ન થયા.હવે આટલા બધા બચ્ચાંઓને પાળવા કઈ રીતે અને તેમને ખવડાવવા કેટલો બધો ખોરાક જોઈએ? બાળક એન્ડ્રુએ તેનો ઉપાય શોધી કાઢ્યો.તેણે પાડોશમાં રહેતા પોતાના મિત્રોને બોલાવ્યા અને તેમને સસલા રમાડવાની ટેવ પાડી,પછી ધીમેથી તેમની પાસે દાણા મંગાવ્યા અને બચ્ચાંને ખવડાવવાનું શરૂ કર્યું.હજી આગળ તેમણે દરેક મિત્રના નામ પરથી બચ્ચાનું નામ પાડ્યું અને દરેકે પોતાના નામધારી બચ્ચાનું જતન કરવાનું.બાળકો હોંશેહોંશે પોતાના નામધારી બચ્ચાને ખવડાવવા અને તેમનું જતન કરવા લાગ્યા.બોલો કેવો સરસ ઉપાય???
એન્ડ્રુ કાર્નેગી ૧૩ વર્ષની ઉંમરે અમેરિકા ગયા.આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અભ્યાસ માટેની સગવડ ન થઈ શકી અને ખૂબ ઓછું ભણી શક્યા.ત્યારબાદ તાર ઓફિસમાં મામૂલી નોકરી કરવા લાગ્યા.તેમની નિષ્ઠા,ધીરજ,વફાદારી અને આગવી સૂઝને કારણે તેઓ પેન્સિલવેનિયામાં રેલ્વેના પશ્ચિમ વિભાગના વડા નિયુક્ત થયા.તેમણે સૌ પ્રથમ રેલ્વેમાં સ્લીપર કોચની વ્યવસ્થા કરી.જેમજે તેઓ ઉદ્યોગોનો અભ્યાસ કરતા ગયા તેમતેમ તેમને લાગ્યું કે ભવિષ્યમાં લોખંડ અને પોલાદની વધુ જરૂર ઉભી થશે.તેની માંગ વધશે.આથી તેમણે ઉદ્યોગમાં ઝંપલાવ્યું.તેઓ પેન્સિલવેનિયાના રેલરોડને પોતાનું સ્ટીલ વચવા માંગતા હતા.આથી પિટ્સબર્ગમાં તમણે એક નવી સ્ટીલમીલ શરૂ કરી.તેનું નામ રાખ્યું જે.એડગર થોમ્સન સ્ટીલ વર્ક્સ આવું નામ કેમ???
કારણકે તે સમયે જે.એડગર થોમ્સન પેન્સિલવેનિયાના રેલરોડનાં પ્રેસિડન્ટ હતા.તેઓ તો પોતાને મળેલા આ સન્માનથી એટલા પ્રાભાવિત થયા કે એમને જેટલું જરૂરી હતું તે બધું જ સ્ટીલ તેમણે એન્ડ્રુ પાસેથી જ ખરીદ્યું.
બીજાના જીવનમાં શું જરૂરી છે તે જાણીને કામ કરવાની કાર્નેગીની સૂઝે તેમને વિશ્વવિખ્યાત ઉદ્યોગપતિ તરીકે પ્રસ્થાપિત કર્યા.
બાલમિત્રો,આપણામાં પણ આવી જ શક્તિઓ હોય છે જ માત્ર તેને હચમચાવીને જગાડવાની છે.
આશા રાખીએ કે તમે પણ આવી જ સિધ્ધિ હાંસલ કરો.

બાળકો માટે,
લેખ
શિક્ષિકાના આંસુ
 એક સોમાવારે એક શિક્ષિકાએ તેના વર્ગમાં દરેક બાળકને બે કોરા કાગળો લેવાનું કહ્યું અને તેના પર વર્ગનાં તમામ વિદ્યાર્થીઓનાં નામ એકની નીચે એક એમ લખવાનું કહ્યું તેમાં પોતાનું નામ ન લખવા પણ જણાવ્યું અને કહ્યું  કે દરેક નામની નીચે બે ત્રણ લીટી જેટલી જગ્યા રાખે.પછી તેમણે જણાવ્યું કે હવે દરેક વિદ્યાર્થીનાં બે-ત્રણ સારા ગુણો તેમાં લખો અને તમને તે વિદ્યાર્થી કેમ ગમે છે? તે જણાવો અને મને તે કાગળ પાછું આપો.પીરીયડ પૂરો થતાં શિક્ષિકાએ બધાની પાસેથી કાગળો ભગા કર્યા અને શનિવારે દરેકને કાગળ મળે તે રીતે વહેંચ્યા.દરેક કાગળ પર જે-તે વિદ્યાર્થીનું નામ હતું અને તેનામાં બીજા  વિદ્યાર્થીઓએ શું સારું જોયું તેની નોંધ હતી.બધા જ વિદ્યાર્થીઓ “ખરેખર? મારામાં આટલા બધા સારા ગુણ છે? મને મારા વર્ગના આટલા બધા વિદ્યાર્થીઓ ચાહે છે?” એમ બોલીને આનદિત થઈ ગયા.
આ પછી શિક્ષિકાએ કે વિદ્યાર્થીઓએ ક્યારેય તેની ચર્ચા કરી નહીં, વાલીઓએ પણ આ માટે કાંઈ ચર્ચા ન કરી.માત્ર વિદ્યાર્થીઓ પોતાની જાતથી, અન્ય વિદ્યાર્થીઓથી અને આખો સમુહ એકમેકથી ખૂબ રાજી હતા.કેટલાય વર્ષો પછી આ સમુહમાંનો મલય નામનો એક વિદ્યાર્થી યુધ્ધમાં મૃત્યુ પામ્યો.આ શિક્ષિકા તેના અંતિમ સંસ્કાર વખતે વિદ્યાર્થીના ઘેર ગઈ.તેણે જોયું કે આ વિદ્યાર્થીના અંતિમ સંસ્કાર માટે વર્ષો પહેલાંના તે વર્ગના તમામ વિદ્યાર્થીઓ હાજર હતા.તેને અગ્નિસંસ્કાર માટે લઈ જાય તે પહેલાં મલયના એક મિત્ર સૈનિકે તે શિક્ષિકાને કહ્યું.”તમે જ મલયના ગણિતના શિક્ષિકા હતાને? મલય તમારી વારંવાર ખૂબ વાતો કરતો હતો.” મલયને અગ્નિસંસ્કાર આપ્યા પછી પાછા ફરેલા મલયના માતા-પિતાએ તે શિક્ષિકાની પાસે જઈ કહ્યું,”બહેન, એક મિનિટ જરા આ જુઓ તો…”.તેમણે નકશીકામ કરેલી એક લાકડાની નાની ડબ્બી ખોલી અને તેમાંથી એક કાગળ કાઢ્યો.જેમાં પેલો વર્ષો પહેલાનો કાગ હતો. તેના માટે તેના મિત્રોએ લખેલી વિગતો…શિક્ષિકાની આંખોમાં આંસુ આવી ગયા.મલયના તમામ મિત્રો બોલી ઉઠ્યા,” અમે પણ અમારા  માટે લખાયેલ કાગળો સાચવી રાખ્યા છે.બહેન અમે તમને ખૂબ જ ચાહીએ છીએ.તમને અત્યંત આદરભાવથી પૂજીએ છીએ.અમારા આખાય અભ્યાસકાળ દરિમયાન એક માત્ર તમે જ અમને ભાન કરાવ્યું કે અમારામાં ઢગલાબ્ંધ સારા ગુણો છે.ત્યાર પછી અમે અમારામાં રહેલા અવગુણો જોવાનું શરૂ કર્યું અને તેને શક્ય તેટલા દૂર કરવાનો પ્રયત્ન કર્યો.અમે તમારા ખૂબ આભારી છીએ.
શિક્ષિકાની આંખોમાંથી આંસુ નીકળી પડ્યા.વર્ગમાં કરેલા એક નાનકડા પ્રયોગની કેટલી ગાઢ અસર થઈ હતી!!!!!!!!!!!!             દરેકમાં ઘણા બધા સારા ગુણો હોય છે જ. આપણે કોઈનાય ખરાબ ગુણો જોવાને બદલે માત્ર તેનામાં રહેલા સારા ગુણો જોવાનું શરૂ કરીએ તો બધાને માટે જીવન સુખમય બની જાય.ચોમેર આન્ંદ,પ્રેમ,એકમેકના માટે સાચી લાગણી છવાયેલી જોવા મળે…..
Labels:
બાળકો માટે
સાચી શ્રધ્ધાંજલિ
૧૫મી સદીમાં ન્યુરેનબેર્ગ પાસેના એક ગામમાં એક ડ્યુરર કુટુંબમાં ૧૮ બાળકો હતા. આ ૧૮ બાળકોને માત્ર બે ટાઈમનું ભોજન પૂરું પાડવા માટે તેમના પિતા કે જે એક સોની હતા તેમને દિવસના ૧૮ કલાક કામ કરવું પડતું. તેમના સૌથી મોટા બે દીકરાઓ અલ્બ્રેક અને આલ્બર્ટનું સ્વપ્ન હતું કે ખૂબ ભણીને, કળામાં પોતાની તેજસ્વીતા પ્રગટ કરવી. પણ ઘરની કંગાળ હાલત જોતાં આ સ્વપ્ન ક્યારેય સાર્થક થાય તેવું લાગતું ન હતું. તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા કે તેમના પિતા એવા આર્થિક રીતે સધ્ધર ન હતા કે તેમને ન્યુરેનબર્ગની કલાની એકેડેમીમાં (સંસ્થામાં) આગળ અભ્યાસ માટે મોકલી શકે.
Labels:
બાળકો માટે
વહાલા બાળકને…..
ભગવાન એક નાનકડા બાળકને કહે છે……..
તું સવારે પથારીમાંથી ઉઠ્યો ત્યારે હું તારા ઓશિકા પાસે જ ઉભો હતો. મને થયું તું મને યાદ કરીશ્ પણ તું ઉતાવળમાં હતો કેમેકે ઉઠવામાં મોડું થઈ ગયું હતું મને થયું કશો વાંધો નહીં … તું મારું નાનકડું બાળક છે. તું તારા સવારના નિત્યકર્મ પતાવી ટેબલ પર નાસ્તો કરવા બેઠો ત્યારે મને થયું તું મને યાદ કરીશ.પણ તારે સ્કુલે જવાનું મોડુ થતું હતું એટલે તું મને ભૂલી ગયો. સ્કુલમાં ગયો ત્યારે પ્રાર્થના પૂરી થઈ ગઈ હતી. તું તે સમયે પણ મને યાદ ના કરી શક્યો. સ્કુલથી ઘેર આવી જમવા બેઠે ત્યારે મને થયું આ વખતે તો તું મને યાદ કરીશ જ પણ તને સખત ભૂખ લાગી હતી એટલે તું ઝડપથી જમવા માંડ્યો અને મને ભૂલી ગયો. સાંજે નાસ્તો કરતી વખતે મને થયું તું કદાચ મને યાદ કરીશ પણ તારા દોસ્તો બહારથી તને રમવા માટે બોલાવતા હતા એટલે તારો જીવ રમવામાં હતો અને મને તું ભૂલી ગયો. રાત્રે જમવા માટે જ્યારે બધા ખુરશી પર ગોઠવાયા ત્યારે મને થયું કે આ વખતે તો તું જરૂર મને યાદ કરીશ જ. પણ તું રમીને આવ્યો હતો એટલે સખત ભૂખ્યો થયો હતો અને મમ્મીએ સરસ જમવાનું બનાવ્યું હતું એટલે તું ફટાફટ જમવા લાગ્યો અને મને ભૂલી ગયો. રાત્રે તું પથારીમાં સુવા ગયો ત્યારે મને થયું હવે તો તું મને યાદ કરીશ જ્ પણ તને સખત ઉંઘ આવતી હતી એટલે તું તરત જ સુઈ ગયો. બેટા કશો વાંધો નહીં. હું એમ થાકું તેમ નથી. કાલે સવારે તો હું તારી સામે હાજર જ હોઈશ. મને યાદ કરીશ ને. મને ચોક્કસ ખાતરી છે કે એક દિવસ તો તું મને જરૂર યાદ કરીશ જ કેમકે તું મારું ખૂબ ખૂબ વહાલું બાળક છે.

જાતમહેનત ઝિંદાબાદ

ઇશ્વરચદ્ર વિદ્યાસગરનાં નામથી કોણ અજાણ હોય ? તેઓ મૂળ બંગાળના.
તેમના પિતા ખૂબ જ ગરીબ હતા.નાંનપણમાં તેમન પોતાની અને ઘરનાં માણસોની રસોઈ જાતે જ બનાવવી પડતી.આટલું જ નહીં પણ ઘરની સફાઈ વાસણ કપડાની સફાઈ પણ જાતે જ કરવી પડતી.કામ પૂરું કરીને બાકીનો જે સમય મળે તેમાં તેઓ અભ્યાસ કરતા.ભણવામાં તે ખૂબ જ હોંશિયાર હતા.મોટા થઈને તેઓ જે કમાયા તેમાંથી લાખો રૂપિયા ગરીબોની સેવામાં વાપર્યા. આખા ભારતમાં તેમનું નામ રોશન થાય તેવા કાર્યો તેમણે કર્યા. આટલા મહાન હોવા છતાં તેમને પોતાના ધન કે ગ્ન્યાનનું સહેજ પણ અબિમાન નહતું.
અહીં એક પ્રસંગ આપું છું જે આપણને ઘણી જ પ્રેરણા આપી જાય છે.
એક રાત્રે તેઓ ટ્રેનમાંથી સ્ટેશન પર ઉતર્યા.આ જ વખતે એક શહેરી બાબુ પણ ટ્રેનમાંથી ઉતર્યા અને તેમણે ઇશ્વરચંદ્રને જોયા અને “કુલી…કુલી અહીં આવ. આ સામન ઉપાડી લે. “
આમ બૂમ પાડી તેમને બોલાવ્યા. ઇશ્વરચંદ્ર તો ઘણી જ નમ્રતાથી તેમની પાસે જઈ બોલ્યા-” હુકમ સરકાર. “
શહેરી બાબુ બોલ્યા-” લે ચાલ, આ સામાન માથે ઉપાડી બહાર સુધી લઈ જા.” ઇશ્વરચંદ્રે તો ચૂપચાપ તેમનો સામાન માથા પર મકી ચાલવા માંડ્યું.સ્ટેશન બહાર રીક્ષામાં સામાન મૂકી બોલ્યા-સરકાર હજી બીજું કાંઈ કામ છે
શહેરીબાબુએ તેમની કામ કરવા બદલ્ મજૂરી ચૂકવવા માંડી તો તે બોલ્યા-માફ કરજો સાહેબ મજૂરી તો હું નહીં લઉં.મારો એક ભાઈ પોતનું કામ જાતે કરી શકતો નથી.તેનો સામાન મેં ઉપાડ્યો તેમાં મેં કોઈ મહાન કામ નથી કર્યું.તમારે જો મને આપવું જ હોય તો એક વચન આપો કે તમે તમારું કામ પોતાની જાતે જ કરશો.
શહેરી બાબુએ ધ્યાનથી જોયું તો તેમણે ઇશ્વરચંદ્રને ઓળખી કાઢ્યા. તે તેમને જ મળવા આવ્યા હતા.
બિચારા ખૂબ જ શરમાઈ ગયા અને ભવિષ્યમાં પોતાનું કામ જાતે જ કરવાનો સંકલ્પ કર્યો.
Labels:
બાળકો માટે
રમ્યાને અભિનંદન

રમ્યા જોઝ મલ્લાપુરમ, કેરાલાની 20 વર્ષની કન્યા. દસમાં ધોરણમાં હતી અને માને કેંસરની બીમારી થઇ. ઘરની જવાબદારી નાનકડી રમ્યા પર આવી પડી. રસોઇ કરવી, ઘર સફાઇ કરવી, વાસણ કરવાં, કપડાં ધોવાં અને ઉપરથી નિશાળમાં દસમાની તૈયારી કરવી. ક્લાસમાં પહેલો નંબર રાખતી રમ્યાએ વીજળી વગર ચાલતા વૉશીંગ મશીનની ડીઝાઇન બનાવી. તેના પિતા જૉસેફ પોતે શિક્ષક છે તેણે રમ્યાની ડીઝાઇનમાં રસ લીધો અને સ્થાનિક ફેબ્રિકેટરની મદદથી પેડલથી ચાલતું વૉશીંગ મશીન બનાવ્યું. નેશનલ ઇનોવેટીવ ફાઉંડેશન (NIF) એ આ શોધમાં રસ લીધો અને “ગ્રાસ રૂટ ટેકનોલોજીકલ ઇનોવેશન એંડ ટ્રેડીશનલ નોલેજ” ની હરિફાઇમાં આશરે 25000 હરીફોમાં રમ્યા પ્રથમ આવી. તે વખતના ભારતના રાષ્ટ્રપતિ માન. શ્રી અબ્દુલ કલામે તેને એવોર્ડ આપ્યો. ડીસ્કવરી ચેનલે તેની શોધનો વીડીયો ઉતાર્યો અને તે યુ-ટ્યુબ પર હીટ પુરવાર થયો.
(http://www.youtube.com/watch?v=rk-H8gGPsGU) હાલમાં રમ્યા ઈલેક્ટ્રોનિક એંજિનીયરીંગમાં અભ્યાસ કરે છે
Labels:
બાળકો માટે
વૃક્ષારોપણ

ઉનાળાની સખત ગરમીમાંથી મુક્તિ આપતી તથા ધરતી અને માનવને શાતા આપતી એવી વર્ષાૠતુ શરૂ થઇ. માહોલ આખો જ બદલાઇ ગયો. લોકો આનંદમાં આવી ગયા.ખેડૂતો રાજી રાજી થઇ ખેતીના કામમાં લાગી ગયા. કુદરતનાં ચાહકો, રક્ષકો, વૃક્ષારોપણ માટે ક્યારના ય તૈયાર થઇને બેઠેલા જ હતા. વરસાદ પડતાંની સાથે જ બધા સક્રિય થઇ ગયા. વિદ્યાવિહાર શાળાનાં શિક્ષકો પણ પોતાના ધોરણના બાળકોને લઇને વૃક્ષારોપણ માટે વનવિભાગમાંથી રોપ લઇ આવ્યા.પાવડા,ત્રિકમ,ખાતર,રોપાઓ વિગેરે વિગેરે સામગ્રી એકઠી કરી બધા જ આગોતરા આયોજન મુજબ વૃક્ષારોપણ કરવા જવાના હતા.
Labels:
બાળઉછેર
છોકરો અને સફરજનનું વૃક્ષ

ઘણા સમય પહેલાં સફરજનનું એક મોટું વૃક્ષ હતું. એક નાનકડો છોકરો ત્યાં રમવા આવતો. વૃક્ષની આસપાસ દોડતો, તેના પર ચઢતો, સફરજન ખાતો અને આનંદ કરતો. વૃક્ષ આથી ખૂબ ખુશ થતું.
સમય પસાર થતો ગયો .ધીમે ધીમે છોકરો મોટો થવા લાગ્યો. હવે તે વૃક્ષ પાસે બહુ રમવા બહુ ઓછો આવતો. વૃક્ષ રોજ તેની રાહ જોતું.
એક દિવસ છોકરો આવ્યો. વૃક્ષ બોલ્યું, “આવ, અને મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, ” હવે હું નાનકડું બાળક નથી. હું મોટો થઇ ગયો છું. મારે રમકડા ખરીદવા છે પણ મારી પાસે પૈસા નથી. તું મને મદદ કરી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે પૈસા નથી પણ સફરજન છે. તું બધા સફરજન ઉતારી લે. તેને વેચી નાંખજે એટલે તને પૈસા મળી જશે. તેનાથી તું રમકડાં ખરીદજે.” છોકરાએ બધા સફરજન ઉતારી લીધા અને લઇ ગયો. ત્યારબાદ તે ઘણા સમય સુધી આવ્યો જ નહીં. વૃક્ષ ખૂબ દુઃખી થઇ ગયું. એકલવાયું થઇ ગયું.
ઘણા વખત પછી પેલો છોકરો વૃક્ષ પાસે આવ્યો. વૃક્ષ રાજીરાજી થઇ ગયું. તે બોલ્યું, “આવ, મારી આસપાસ રમ.” છોકરો બોલ્યો, “હવે તો હું મોટો માણસ બની ગયો છું. છોકરો નથી રહ્યો. મારી પાસે સમય નથી.ખૂબ કામ રહે છે. મારે પણ કુટુંબ છે અને તેનું મારે ધ્યાન રાખવું પડે છે. અમારે રહેવા માટે ઘર બનાવવું છે. તું મને મદદ કરી શકે??” વૃક્ષ બોલ્યું, ” મારી પાસે ઘર તો નથી પણ તું મારી ડાળીઓ કાપીને લઈ જા અને ઘર બનાવી લે.” તે માણસે તો બધી જ ડાળીઓ કાપી લીધી અને તે લઇને ચાલતો થયો.
ઘણાં વર્ષો વીતી ગયા.તે માણસ ફરી કદી આવ્યો જ નહીં. વૃક્ષ સાવ જ ઉદાસ અને એકલવાયું થઇ ગયું.
એક દિવસ તે આવ્યો અને તો ખુશ ખુશ થઇ યું. તે બોલ્યું, ” આવ, મારી આસપાસ રમ.” માણસ બોલ્યો, ” હવે તો મારી ઉંમર થઇ છે. હું ખૂબ જ થાકી ગયો છું. હું બોટમાં સફર કરી દૂર દૂર જવા માંગું છું. તું મને બોટ આપી શકે???” વૃક્ષ બોલ્યું, “મારી પાસે બોટ તો નથી પણ આ જાડું થડ છે. તે કાપીને લઈ જા અને બોટ બનાવી લે અને દૂરદૂર સફર માટે જા અને ખુશ રહે.”માણસે વૃક્ષનું થડ કાપી લીધું અને લઇ ગયો. હવે વૃક્ષ સાવ જ બુઠ્ઠું થઇ ગયું માત્ર મૂળ જ રહ્યા. તેના દુઃખનો પાર નહતો.
વળી પાછ ઘણા સમય પસાર થઇ ગયો. પેલો માણસ એક દિવસ આવ્યો. તે ખૂબ જ ઘરડો લાગતો હતો. વૃક્ષ બોલ્યું, ” હવે તો મારા મૂળ જ રહ્યા છે. હું કશું જ આપી શકું તેમ નથી. મારી પાસે સફરજન નથી કે તું ખાઇ શકે.”માણસ બોલ્યો, “મારે સફરજન ખાવા પણ નથી કેમકે મારે દાંત જ નથી કે હું કાપી કે ચાવી શકું.વૃક્ષ બોલ્યું,” હવે મારી પાસે ડાળીઓ પણ નથી કે તું ઉપર ચઢીને કુદાકુદ કરી શકે.” માણસ બોલ્યો,” હું હવે ઘરડો થઇ ગયો છું. તારી ઉપર ચઢી શકું તેમ જ નથી. “
તે બોલ્યો ” મારે હવે કશું જ નથી જોઇતું. હું શાંતિથી તારી પાસે બેસવા આવ્યો છું અને તારા દેહ પર મારું શરીર મૂકી આરામ કરવૉ છે.” વૃક્ષ આ સાંભળી ખૂબ ખુશ થયું કેમેકે હવે આ માણસ તેની પાસે રહેવાનો હાતો પણ તેની હાલત જોઇને રડી પડ્યું.
આપણા દરેકનાં જીવનમાં આવું એક વૃક્ષ હોય છે જ અને તે છે આપણાં મા-બાપ ……
આપણે ગમે તેટલા વ્યસ્ત હોઇએ તો પણ આપણા મા-બાપ માટે થોડો સમય ફાળવવો જ જોઇએ. કારણકે તેમણે આપણા માટે જે કર્યું છે તેનો બદલો તો આપણે વાળી સશકીએ તેમ જ નથી પણ તેમને સુખી, હૂંફની થોડી ક્ષણો આપી શકીએ તો આપણું જીવ્યું સાર્થક ગણાય…..
જો આપણે તેમેને માટે આવો સમય ફાળવીશું તો જ આપણા બાળકો આપણા માટે પણ સમય ફાળવશે……..
નીચેની લીન્ક પર ક્લીક કરો…
Labels:
બાળઉછેર
છ-સાત માસના બાળકને કેમ રમાડવું

["રીડગુજરાતી" અને "બાલમૂર્તિ"સામાયિકમાંથી સાભાર.]
છ-સાત માસના બાળકને કેમ રમાડવું એ ઘર-ઘરનો અગત્યનો સવાલ છે અને તેના ઉકેલ માટે જો દષ્ટિ હોય તો ઉપાય પણ છે જ. ઊંઘ અને આહાર પછીની આ બાબત એટલી મહત્વની છે કે તેમાં જો આપણે પૂરતી કાળજી ન લઈ શક્યા તો બાળકનો યોગ્ય ઉછેર નહિ થઈ શકે. બાળકને ઉછેરવું એટલે તેને સાચવવું એ ખ્યાલ ગલત છે. ઉછેર એ શબ્દ પર તમે તમારી ચિંતનશક્તિને કેન્દ્રિત કરશો તો તમને એ શબ્દનો સાચો રણકો અવશ્ય સંભળાશે.
Labels:
બાળઉછેર
ગણિત ગમ્મત
101%
માત્ર અને માત્ર ગણિતિક દ્રષ્ટિબિંદુથી જોઈએ તો
100% એટલે શું?
100% થી વધુ આપવું એટલે શુ?
આપણે ઘણીવાર ઘણા લોકોને કહેતા સાંભળીએ છીએ કે તેઓ 100% પણ વધુ આપે છે.શું આ નવાઈ ભરેલું નથી?
આપણે ઘણી વખત એવી પરિસ્થિતિમાં મૂકાે છીએ કે જ્યારે કોઈ આપણને 100% થી પણ વધુ આપવા માંગતું હોય્..
101 મેળવવાનું કેવું લાગે?કહો તો.
જીવનમાં 100% બરાબર શું હોઈ શકે? કહો તો…
અહીં એક નાનકડું ગણિતિક સૂત્ર છે જે કદાચ આ પ્રશ્નોનાં જવાબ આપી શકે.
જો
A B C D E F G H I J K L M N O P Q R S T U V W X Y Z
ને આપણે નીચે પ્રમાણે લખીએ તો
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26.
તો
H-A-R-D-W-O-R- K (સખત પરિશ્રમ)=
8+1+18+4+23+15+18+11 = 98%
અને
K-N-O-W-L-E-D-G-E =(જ્ઞાન)
11+14+15+23+12+5+4+7+5 = 96%
પરંતુ
A-T-T-I-T-U-D-E =(વલણ)
1+20+20+9+20+21+4+5 = 100%
તો હવે વિચારી જુઓ તો
love of God will take you:
L-O-V-E – O-F – G-O-D(ઈશ્વરનો પ્રેમ) = શું થાય?
12+15+22+5+15+6+7+15+4 = 101%
આથી કોઈ પણ કહી શકે કે સખત પરિશ્રમ અને જ્ઞાન 100 % ની નજીક લઈ શકે છે.વલણ તમને 100 % એ પહોંચાડે છે પરંતુ ઈશ્વર્નો પ્રેમ જ તમને 100 % થી ય ઉપર પહોંચાડે છે.(ગણિતિક રીતે 101 %)

ડાયનોસોર પાર્ક
 ટાયરેનોસોરસ(અત્યાચારી ગોધા)
ટાયરેનોસોરસ(અત્યાચારી ગોધા)  ઈગ્વાનોડોન(ઈગ્વાના દાંત
 ઈગ્વાનોડોન(ઈગ્વાના દાંત   રાજાસોરસ નર્મદેન્સીસ
રાજાસોરસ નર્મદેન્સીસ મેગાલોસોરસ(રાક્ષસી ગરોળી)
  મેગાલોસોરસ(રાક્ષસી ગરોળી)  ટ્રાયસીરેપ્ટીસ(ત્રિશૃંગી ચહેરો),
  ટ્રાયસીરેપ્ટીસ(ત્રિશૃંગી ચહેરો),   બ્રોન્ટોસોરસ(ગર્જતી ગોધા),
 બ્રોન્ટોસોરસ(ગર્જતી ગોધા),   ડાયનોનીક્સ(ભયંકર નહોર),
 ડાયનોનીક્સ(ભયંકર નહોર),    સ્ટેગોસોરસ
  સ્ટેગોસોરસ        એલોસોરસ
 એલોસોરસરીના અને મીનુ રમતા રમતા ઉમેશભાઈ પાસે આવ્યા અને બોલ્ય,” અમારી પરીક્ષા થોડા ક જ દિવસોમાં પતી જશે પછી અમને વેકેશનમાં કશું ક નવું જોવા લઈ જશો ને?”ઉમેશભાઈ બોલ્યા,”જરૂર,જરૂર.તમ્ને હું ડાયનોસોરપાર્ક જોવા લઈ જઈશ.”મીનુ અને રીના તો જોઈ જ રહ્યા.
Labels:
જ્ઞાન-વિજ્ઞાન
Sunday, July 24, 2011
સફરજન
સફરજન
સફરજન
૧-સફરજનના ઝાડ વધુમાં વધુ ૩૦ફૂટ સુધી ઉંચા થાય છે.
૨-તેને આહારમાં લેવાથી તેમાં રહેલું પેક્ટીન નામનું રસાયણ શરીરમાં રહેલ કફને છૂટો પાડે છે.
૩-તે હ્રદય,મગજ,યકૃત,હોજરીને બળ આપે છે.
૪-એક સફરજનમાંથી ૭૫ કેલરી ઉર્જા મળે છે. વજન ઓછું કરવા પણ સફરજન ઉપયોગી છે.
૫-રોજ બે સફરજન ચાવીને ખાવાથી કોલેસ્ટેરોલ નિયંત્રણમાં રહે છે.
૬-મગજ અને જ્ઞાનતંતુઓની નબળાઈ,મૂત્રપિંડની પથરી,એસીડીટી,માથાનો દુખાવો જેવા રોગોમાં રાહત મળે છે.
૭-સફરજનમાં ૮૫.૯ % પાણી,૦.૩ %પ્રોટીન, ૯.૫ % કાર્બોહાઈડ્રેટ ,ખનિજ તત્વો ૦.૪ % છે. ઉપરાંત તેમાં લોહ, ફોસ્ફરસ,કેલ્શિયમ, વિટામીન એ-બી-સી રહેલા છે.
Labels:
જાણવા જેવુ
દેડકાનું જીવનચક્ર

તમને ખબર છે દેડકાનાં અન્ય નામ કયા છે ??/
દેડકાને અંગ્રેજીમાં ફ્રોગ કહેવાય પણ તેનું શાસ્ત્રીય નામ રાના ટાઈગ્રીના (Rana tigrina) છે.
આજે આપણે જોઈએ કે દેડકાનો જન્મ કેવી રીતે થાય
તમને બધાને ખબર છે કે ઉનાળામાં કે શિયાળામાં દેડકા જમીન પર જોવા મળતા નથી પણ જેવો વરસાદ પડે કે તરત ઢગલાબંધ દેડકા જમીન પર કુદાકુદ કરતા જોવા મળે છે. આવું કેમ??????
દોસ્તો, દેડકો શીત રૂધિરવાળું Coldblooded animal પ્રાણી છે એટલે કે ઉનાળામાં જ્યારે સખત ગરમી પડતી હોય ત્યારે તેના શરીરનું તાપમાન વધી જાય છે જો આ વખતે કાંઈ ના કરે તો તેના શરીરનું લોહી ઉકળવા માંડે.અને શિયાળામાં સખત ઠંડી પડે ત્યારે તેના શરીરનું તાપમાન એકદમ નીચું જતું રહે છે.આ સમયે પણ જો તે કાંઈ ના કરે તો તેનું લોહી થીજી જ જાય. પણ ભગવાને દરેક પ્રાણીને બદલાતા વાતાવરણમાં ટકી રહેવા માટે કાંઈ ને કાંઈ બક્ષીસ આપી જ હોય છે. દેડકાને ખબર હોય છે કે જમીનની નીચે તેના પેટાળમાં બહાર કરતાં અલગ જ તાપમાન હોય છે. જમીનની ઉપર ગરમીએ હોય તો તેના પેટાળમાં ઠંડક હોય છે અને જો જમીનની ઉપર ઠંડક હોય તો તેનાં પેટાળમાં હુંફાળું વાતાવરણ હોય છે. એટલે તો દેડકા ઉનાળામાં જમીનની નીચે જતા રહે છે જેને તેમની ગ્રીષ્મનિદ્રા કે ગ્રીષ્મસમાધિ કહે છે. અને શિયાળામાં પણ તે જમીનની નીચે જતા રહે છે જેને તેમની શીતનિદ્દ્રા કે શીતસમાધિ કહે છે. આ સમયે એટલેકે ગ્રીષ્મસમાધિ દરમ્યાન અને શીતસમાધિ દરમ્યાન તેઓ કશું જ ખાતા નથી.ચૂપચાપ એક જ જગ્યાએ બેઠા રહે છે.
બોલો આને સમાધિ જ કહેવાય ને ???????
જ્યારે ચોમાસું આવે ત્યારે બધા જ દેડકા ડ્રાઉં…ડ્રાઉં અવાજ કરતા જમીનની ઉપર આવી જાય છે. આ સમયે તેઓ ખવાય તેટલો ખોરાક ખાય છે. અને સાથેસાથે પ્રજનન પણ કરે છે. તમે જો દેડકાના અવાજને બરાબર ધ્યાનથી સાંભળ્યો હોય તો કેટલાક અવાજ ખૂબ મોટા અને લાંબા હોય છે અને કેટલાક અવાજો ધીમા અને ટૂંકા હોય છે. જે મોટા અને લાંબા અવાજો હોય તે નર દેડકાના હોય અને ધીમા તથા નાના અવાજો હોય તે માદા(દેડકીના) હોય. નર આવા અવાજો કરીને માદાને આકર્ષે છે આ ઉપરાંત નરની ચામડીનો રંગ પણ ચળકતો પીળૉ બની જાય છે.જ્યારે માદાનો ઘેરો -મેલો લીલો રંગ હોય છે. નર કોઈ પણ જળાશયની નજીકમાં જ રહીને આવા અવાજો કરે છે. જે માદા પરિપક્વ થઈ હોય તે આ અવાજની દિશામાં જાય છે. પછી નર કૂદકો મારીને માદાની પીઠ પર ચઢી જાય છે અને પોતાના બે આગલા ઉપાંગો વડે માદાનું પેટ દબાવે છે. આ વખતે માદા નરને પોતાની પીઠ પર લઈને પાણીમાં તરે છે. ઘણી વખત આ સવારી 3થી4 દિવસ સુધી ચાલુ રહે છે.ત્યાર પછી માદા ઢગલાબંધ ઈંડા મૂકે છે અને નર તે ઈંડા પર પોતાના શુક્રકોષોનો સ્ત્રાવ કરે છે. આ પછે નર અને માદા બંને ચાલ્યા જાય છે.તે જોવા રોકાતા નથી કે ઈંડામાંથી બચ્ચા બન્યા કે નહીં…
હવે દેડકાના આ ફલિત થયેલા ઈંડામાંથી સૌ પ્રથન નાના ઈયળ જેવા નવજાત ટેડપોલ બને છે અને તે પાણીમાં ઉગેલી વનસ્પતિનાં પા6દડાને ચોંટી જાય છે. આ અવ્સ્થાને દેડકાની નવજાત ટેડપોલ અવસ્થા Newly born tadpole કહેવાય છે.ઠોડા દિવસો બાદ આ નવજાત ટેડપોલ થોડા લાંબા થાય છે અને નાનકડી માછલી જેવા લાગે છે તેને નાની પૂંછડી હોય છે અને માથા જેવા ભાગ પર ત્રણ જોડ પીંછા જેવી બાહ્યઝાલરો હોય છે. આ અવસ્થાને દેડકાની બાહ્યઝાલર અવસ્થાExternal gill stage કહેવાય છે.આ પછી બાહ્યઝાલરો ખરી પડે છે અને 4 જોડ અંત:ઝાલરો વિકસે છે. આ વખતે ટેડપોલની લંબાઈ વધે છે. આ અવસ્થાને દેડકાની અતઝાલર અવસ્થા Internal gill stage કહેવાય છે. ત્યાર બાદ તેના ધડના પાછળના ભાગમાંથી બે લાંબા પશ્ચઉપાંગો ફૂટે છે જેને દેડકાની પશ્ચપાદ અવસ્થા Hind limb stage કહેવાય છે. ત્યારબાદ બે આગલા તૂંકા અગ્ઉપાંગો ફૂટે છે. જેને દેડકાની ચતુષ્પાદ અવસ્થા કહેવાય છે. જેમાં ચાર ઉપાંગો અને પૂંછડી હોય છે. અત્યાર સુધીની બધી જ અવસ્થાઓ માત્ર પાણીમાં જ જોવા Tetrapoda stage મળે છે. હવે દેડકો ઉપવાસી બને છે.કાંઈ જ ખાતો નથી. ધીમેધીમે તેની પૂંછડી નાની થતી જાય છે અને છેવટે તે નાશ પામે છે. આ અવસ્થાને દેડકાની પૂચ્છવિલોપન અવસ્થા કહેવાય છે. આ અવસ્થામાં તે પાણી ઉપરાંત જમીન પર પણ જોવા મળે છે. અને છેવટે પૂર્ણ દેડકો Adult frog બને છે.
Labels:
જાણવા જેવુ
માનવ રંગસૂત્રોનો અભ્યાસ
માનવ રંગસૂત્રોનો અભ્યાસ કરવાની પધ્ધતિઓ મનુષ્યનાં રંગસૂત્રો જોવા માટેની બે પધ્ધતિઓ છે. (૧)રક્તસંવર્ધન પધ્ધતિ અને (૨)પેશીય સંસ્કરણ પધ્ધતિ 
(૧)-રક્તસંવર્ધન પધ્ધતિ
(૧)આ પધ્ધતિમાં મનુષ્યના રૂધિરનો ઉપયોગ થાય છે.રૂધિરમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણો આવેલા હોય છે.તેમાંથી માત્ર શ્વેતકણોમાં જ કોષકેન્દ્ર હોય છે. જો આપણે રંગસૂત્રો જોવા હોય તો એવો કોષ પસંદ કરવો પડે કે જેમાં કોષકેન્દ્ર હોય. આ પધ્ધતિ નીચે પ્રમાણે કાર્ય કરે છે.
(1)-સૌ પ્રથમ સ્ટરીલાઇઝ(જંતુમુક્ત)ઇંજેક્શનની મદદથી ટેસ્ટટ્યુબમાં ૫(પાંચ)મી.લી રૂધિર લો.જંતુમુક્ત એટલા માટે કે કોઇ ઇન્ફેક્શન લાગુ ન પડે અને પાંચ મી.લી. એટલા માટે કે તે પૂરતો જથ્થો છે.
(2)-તેમાં એક નાની ચપટી ભરીને એમોનિયમ ઓક્ઝલેટ ઉમેરવામાં આવે છે જેથી રૂધિર પ્રવાહી જ રહે, ગઠ્ઠો ન થઇ જાય

‘જ્ઞાન-વિજ્ઞાન’
ભારતનો રાષ્ટ્રધ્વજ

Flag image courtesy of www.flags.net
સ્થાન-એશિયા
માહિતી-યુનાઇટેડ નેશનનો સભ્ય દેશ
રાજધાની-નવી દિલ્હી (દિલ્હી)
મુખ્ય શહેરો-બેંગલોર, કલકત્તા, મુંબઇ(બોમ્બે),મદ્રાસ,
વસ્તી-૯૧૩,૭૪૭,૦૦૦
ક્ષેત્રફળ-૩,૨૮૭,૫૯૦ વર્ગ કીલોમીટર
ચલણી નાણું- ૧ ભારતીય રૂપિયો = ૧૦૦ પૈસા
બોલાતી ભાષા- હિન્દી, અંગ્રેજી, ગુજરાતી,પંજાબી,મરાઠી,કન્નડ,તેલુગુ,મલયાલન વિગેરે અનેક સ્થાનિક ભાષાઓ…
પળાતો ધર્મ-હિન્દુ, મુસ્લીમ, સીખ, ખ્રીસ્તી,વિગેરે અનેક ધર્મો.

ઈ.સ.૧૯૨૧ માં ગાંધીજીએ કોંગ્રેસનાં અધિવેશનમાં ઉપર દર્શાવેલ ધ્વજ પ્રદર્શિત કરવા માટે તૈયાર કરાવ્યો.જેમાં મધ્યમાં ચક્ર તરીકે ચર્રખાનું નિશાન મૂકવા જણાવ્યું.આ ધ્વજની ડીઝાઇન લાલા હંસરાજે તૈયાર કરી હતી. કોઇ કારણસર આ ધ્વજ સમયસર ગાંધીજી પાસે પહોંચી ન શક્યો અને ત્યારબાદ ઘણા ધર્મનાં લોકોએ ધ્વજ માટે અલગઅલગ સૂચનો કર્યા.
ગાંધીજીએ શ્રી વેંકૈયાને ધ્વજની ડીઝાઇન નવેસરથી રચવા જણાવ્યું અને તેના પરિપાકરૂપે ભારતના રાષ્ટ્ર ધ્વજનુ નિર્માણ થયું. જેમાં ઉપર કેસરી રંગ જે શૌર્ય અને સમર્પણ દર્શાવે છે. વચ્ચે સફેદ રંગ જે શાંતિ અને પવિત્રતાનું સૂચન કરે છે અને નીચે લીલો રંગ જે ફળદ્રુપતા, હરિયાળી અને સંતોષનું સૂચન કરે છે. સફેઅદ રંગના પટ્ટાની વચ્ચે દર્શાવેલ ચક્ર પહેલાં ચોવીસ દાંતા(આરા)વાળું હતું જે ચરખાનું પ્રતીક હતું —એટલે કે સ્વદેશી કાપડનું ઉત્પાદન- સ્વનિર્ભરતા…પણ પાછળથી તેનાં સ્થાને અશોકચક્રનું ચિહ્ન મૂકવામાં આવ્યું જે ચક્ર એટલેકે ગતિશીલતાનું સૂચન કરે છે.
૧૩ મી એપ્રીલ ૧૯૨૩ ના દિવસે જલિયાંવાલાબાગમાં બનેલી દુર્ઘટનાના વિરોધમાં નાગપુરમાં નીકળેલા કોંગ્રેસની મહારેલીમાં આ ધ્વજ ફરકાવવામાં આવ્યો.
આપણા આ રાષ્ટ્રધ્વજને હજારો સલામ…..યુગો સુધી તે આપણા દેશમાં લહેરાતો રહે અને વિશ્વનાં તમામ દેશો તેને માન-સન્માન આપે તેવી અભ્યર્થના…..
Labels:
જાણવા જેવુ
ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના
મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….
તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :
http://bhagavadgomandalonline.com/
તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :
http://bhagavadgomandalonline.com/
Labels:
જાણવા જેવુ
બાળકોની સમજણ….
પાત્રો: દાદીમા, મમ્મી, પપ્પા, અનંત(તેમનો દીકરો લગભગ 10 વરસ 
નો) ,હિનલ:(અનંત ની નાની બહેન 8 વરસ ની)
સ્થળ: મધ્યમ વર્ગ નું હોય તેવું સામાન્ય ઘર. (બંને બાળકો યુનીફોર્મ
માં તૈયાર થઇ ને અંદરથી આવે છે.દાદીમા માળા
ફેરવતા બેઠા છે.)
અનંત: ગુડ મોર્નિંગ દાદીમા,
દાદીમા: જેશ્રીક્રુષ્ણ કે’વાય બેટા..
હિનલ: દાદીમા,અમને તો સમજાતુ જ નથી કે અમારે તમારું માનવું કે
સ્કૂલ માં ટીચર નું?
દાદીમા: એટલે? અનંત: એટલે એમ જ કે તમે કહ્યા કરો કે ગુજરાતી
માં બોલો…આપણી માતૃભાષા
માં વાત કરો..
હિનલ: ને સ્કૂલ માં ભૂલથી પણ ગુજરાતી માં બોલાઇ જવાય ને તો
ટીચર ગુસ્સે થાય છે.

બાળનાટક
બાલ રમત-1નદી કિનારે ટામેટુ
આપણી ભૂલાતી જતી બાલ રમતોને ફરી યાદ કરીએ.બાળકો જાતે આ રમતો રમી શકે છે અને જો તેમેને સમજણ ના પડે તો વડીલો તેમેને સમજાવે તો આ રમતો ફરી જીવંત બની શકે. 
આ રમત 3 વર્ષની ઉંમરના અને તેનાથી મોટા બાળકો ખૂબ સારી રીતે માણી શકે છે. અલબત્ત પિકનિક પર ગયા હોઈએ કે બધા મિત્રો કુટુંબીજનો ભેગા થયા હોઈએ ત્યારે મોટાંઓ પણ આ રમત માણી શકે છે.
આ રમતમાં ઓછામાં ઓછા 4-5 બાળકો હોય તો મઝા આવે. તેનાથી જેટલા વધારે બાળકો હોય તેટલી વધુ મઝા…
તેમાં બે બાળકો સામસામે ઉભા રહી હાથ ઉંચા કરી એકબીજાના હાથ મેળવી કમાન જેવું બનાવે બાકીના બાળકો વારાફરતી આ કમાનમાંથી પસાર થાય.
આ વખતે બધા એક સાથે ગાય
નદી કિનારે ટામેટુ ટામેટુ
ઘી ગોળ ખાતુ તુ ખાતુ તુ
માને મળવા જાતુ તુ જાતુ તુ
અસ મસ ને ઢસ…
આ ગીત અહીં પુરું થાય આ વખતે બંને બાળકો નીચી કરી દે અને જે બાળક કમાનમાં રહી ગયું હોય તે આઉટ ગણાય
ફરી કમાન બને અને ફરી ગીત ગવાય
ફરી બીજું બાળક આઉટ થાય
હવે આઉટ થયેલા બે બાળકો કમાન બનાવે અને ફરી રમત શરૂ થાય.
બસ તો દોસ્તો રમી જો જો આ રમત અને કેવી મઝા પડે છે તે જણાવજો.

રમતો
વરૂનો જમવાનો ટાઇમ

આ રમતમાં પહેલાં પાકવાની ક્રિયા આવે છે.
તેની અનેક રીતો છે. જેમકે
(૧)બધા બાળકો એકબીજાનો હાથ પકડી ગોળાકારે ઉભા રહે
એક બાળક બહાર રહે.
તેણે માત્ર ઉંધી કે ચત્તી, બેમાંથી એક જ શબ્દ બોલવાનો રહે.
હવે વર્તુળાકરે ઉભેલા બાળકો હાથ ઝુલાવી, પોતાની મરજી મુજબ એક હથેળી પર બીજી હથેળી ચત્તી કે ઉંધી મૂકે
આ વખતે જો બહાર ઉભેલ બાળક ચત્તી એમ બોલે તો જેની હથેળી ચત્તી હોય તે પાકી જાય.
કોઇ એક પાકેલું બાળક બહાર ઉભું રહે અને બહાર ઉભેલ બાળક પાકવા આવે.
ફરી આ જ પ્રક્રિયા થાય .
આમ કરતાં કરતાં છેલ્લે જે એક બાળક રહે તેણે દાવ આપવાનો રહે. (૨)બધા જ બાળકો વર્તુળાકારે ઉભા રહે અને કોઇ એક નીચેનું ગીત ગાય.
અંડેરી ગંડેરી ટીકડી ટેન
આઇસન માઇસન વેરી ગુડ મેન
ઓ મીસ્ટર કેટલા વાગ્યા?
વ, ટુ એન્ડ થ્રી…
અંડેરી બોલતી વખતે પોતાની તરફ આંગળી ચીંધવાની
ગંડૅરી વખતે બીજા નંબરની તરફ
ટીકડી વખતે ત્રીજા તરફ
ટેન વખતે ચોથા તરફ…
આમ છેલ્લે જ્યારે વન,ટુ એન્ડ થ્રી…
થ્રી જેના તરફ આવે તે પાકી જાય અને વર્તુળની બહાર નીકળે.
આમ વારંવાર કરી છેલ્લે જે એક બાળક બચે તેણે દાવ આપવાનો રહે
. આ સિવાય કોઇ પણ રીત પાકવાની ક્રિયા કરી રમતની શરૂઆત થઇ શકે…
હવે આજે આપણે “વરૂનો જમવાનો ટાઇમ” રમત રમીશું..
આ રમતમાં પાક્યા બાદ જેને માથે દાવ આપવાનો આવ્યોહોય તે બાળક પીઠ બતાવી ઉભો રહ. તે વરૂભાઇ કહેવાશે.
બાકીનાં બાળકો આ વરૂભાઇથી ૨૦ કદમ પાછળ એક આડી લાઇનમાં ઉભા રહે. હવે બધા બાળકો સાથે વરૂભાઈને પૂઃએ “વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો??? “”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૨ (બે) વાગ્યા” એટલે બાળકોએ બે કદમ વરૂની દિશામાં આગળ વધવાનું ફરી પૂ્છાય’”વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૪ (ચાર)વાગ્યા એટલે બાળકોએ ૪(ચાર) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું વળી પૂછાય વરૂભાઇ,વરૂભાઇ કેટલો ટાઇમ થયો???” વરૂભાઇ બોલે-” ૩(ત્રણ) વાગ્યા” એટલે બાળકોએ ૩(ત્રણ) કદમ વરૂની દિશામાં આગળ વધવાનું આમ ક્યારેક બાળકો પૂછે”વરૂભાઈ,વરૂભાઈ કેટલો ટાઇમ થયો???” અને વરૂભાઇ લાગ જોઇને બોલે-”જમવાનો ટાઇમ” એટલે બધા બાળકોએ ભાગવાનું અને વરૂભાઇ તેમની પાછળ દોડે અને કોઇ એકને પકડી લે. હવે પકડાયેલ બાળક વરૂભાઇ બને અને નવેસરથી રમત શરૂ થાય. સમય પૂછતાં પૂછતા, જો કોઇજો બાળક વરૂભાઈની સાવ નજીક પહોંચી તેની પીઠ પર ધબ્બો મારી દે તો પહેલાના વરૂભાઈએ જ ફરી વરૂભાઇ બનવું પડે…..અને રમત ફરી શરૂ થાય….. બાળકો રમી જો જો ખૂબ મઝા પડશે
Labels:
રમતો
રમતા રમતાં શીખીએ

બાળકો અંગ્રેજીભાષાના સ્પેલિંગો રમતાં રમતાં શીખે અને તેની સાથે સાથે શારિરીક કસરત પણ મળી રહે તે હેતુથી આ રમત રમવાની છે.
તેમાં એક લીડર નક્કી કરે છે કે ફૂલોનાં નામ-
રમનાર ધારોકે પાંચ જણ હોય તો લીડર ગુજરાતીમાં ફુલોનાં નામ આપી દે છે જેમકે ગુલાબ,ચંપો,મોગરો,સૂરજમુખી વિગેરે..
હવે દરેકે ફુલનાં અંગ્રેજી નામ બોલવાનાં-જેમકે
ગુલાબ-ROSE—રોઝ
ચંપો-CHAMPA—-ચમ્પા
મોગરો-MOGRA—-મોગરા
સૂરજમુખી-SUNFLOWER—–સનફ્લાવર
હવે પાંચેય જણ એક લીટી પર ઉભા રહે અને સામે એક ધ્યેય બિંદુ નક્કી કરેલું હોય ત્યાં દોડીને જવાનું ,તેને અડીને બોલવાનું આર પાછા વાવી ફરી ધ્યેયબિંદુ પર જઈ અડીને બોલવાનું ઓ ,પછી બોલવાનું એસ, પછી બોલવાનું ઇ….આમ કોણ પહેલાં દોડીને બધા જ સ્પેલીંગ પૂરાં કરે છે????તે વિજેતા….
આ જ રીતે વાહનોનાં નામ, શાકભાજીનાં નામ,જંગલી પ્રાણીઓનાં નામ,પાંલતુ પ્રાણીઓનાં નામ, ઘરેલુ પ્રાણીઓનાં નામ, પક્ષીઓનાં નામ વિગેરે વિગેરે રમત સાથે પાકા કરી શકાય.
આ ઉપરાંત આ જ રીતે અઠવાડિયાનાં દિવસોનાં નામ, મહિનાનાં નામ, આંક વિગેરે પણ પાકા થઈ શકે….
Labels:
રમતો
ટામેટું

ટામેટૂં
બાળકો, આજે એક મઝાની રમત બતાવું. કદાચ તમે તે રમતા પણ હશો.
આ રમતને ટામેટું કહેવાય છે. તેમાં બધા બાળકો કુંડાળામાં બેસે અથવા ઉભા રહે. એક બાળક વચ્ચે બેસે કે ઉભું રહે. હવે વચ્ચે ઉભેલું બાળક વારા ફરતી, એક એક પછી એક બાળકને સવાલ પૂછે. જેને સવાલ પૂછાય તેણે જવાબમાં માત્ર”ટામેટું” એમ બોલવાનું. આ જવાબ સાંભળી વચ્ચે ઉભેલા બાળકે હસવાનું નહીં. જો ટામેટું ને બદલે બીજો કોઇ જવાબ આપે તો તે આઉટ ગણાય. તેણે કુંડાળામાંથી ઉભા થઇ બહાર નીકળી જવાનું. જેના જવાબથી વચ્ચે ઉભેલું બાળક હસી પડે તો તેણે કુંડાળામાં બીજા બાળકો સાથે ગોઠવાઇ જવાનું અને જેના જવાબથી આ બાળક હસ્યું હોય તે બાળકે વચ્ચે આવી જઇ સવાલો પૂછવાના. આ રમત ખૂબ મઝાની છે. મોટાઓ પણ આ રમત ખૂબ આનંદથી માણે છે.
ઉદાહરણરૂપ થોડા સવાલો
સવાલ-તારા પપ્પાનું નામ શું છે???
જવાબ-ટામેટું
સવાલ-વરસાદમાં આપણે માથા પર શું પહેરીએ છીએ???
જવાબ-ટામેટું
જો જવાબમાં કોઇ ટોપી એમ બોલી દે તો તે આઉટ ગણાય.
Labels:
રમતો
ચાલો વાર્તા બનાવીએ…
ખૂબ જ મનોરંજન આપતી રમત– “ચાલો વાર્તા બનાવીએ”… 
આ રમત મેદાની રમત નથી. તે ઘરમાં રમી શકાય તેવી છે અને કોઇપણ ઉંમરની વ્યક્તિ રમી શકે છે.જેટલી વધુ વ્યક્તિઓ હોય તેમ આ રમત રમવાની વધુ મઝા પડે.
રીત-
એક લાંબો કાગળ લો. પ્રથમ વ્યક્તિ તેની પર એક વાક્ય લખે. અને બીજી વ્યક્તિને આપે.
બીજી વ્યક્તિ તે વાક્ય સાથે બંધ બેસે તેવું એક વાક્ય ઉમેરે. અને પ્રથમ વાક્ય ન દેખાય તે રીતે કાગળને વાળીને ત્રીજી વ્યક્તિને આપે.
આ ત્રીજી વ્યક્તિને એક જ વાક્ય દેખાશે. તે તેને અનુરૂપ એક વાક્ય લખે અને કાગળને વાળી દે. જેથી માત્ર પોતે લખેલું વાક્ય જ દેખાય અને ચોથી વ્યક્તિને આપે…..
આમ કાગળ આગળ વધે. બધાનો વારો આવી જાય પછી સૌ પ્રથમ જેણે પહેલું વાક્ય લખ્યું હોય તેની પાસે કાગળ પહોંચવો જોઇએ.
હવે આ પ્રથમ વ્યક્તિ આખો કાગળ ખોલી વાર્તા વાંચશે અને બધાને સંભળાવશે……
તમે આ રમત રમી જો જો….હસવાની ખૂબ મઝા આવશે.
શાળાના એક વર્ગમાં ચોમાસાને લીધે માત્ર ૧૦ બાળકો જ હાજર હતા.
તે વખતે અમે આ રમત રમ્યા હતા તે ઉદાહરણ માટે અહીં મૂકું છું.
૧-એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
હવે કાગળ ફોલ્ડ થયો, જેથી ૩ નંબરેને માત્ર બીજું વાક્ય જ વંચાયું. અને ત્રીજા બાળકે લખ્યું.
૨-તે બહુ ચાલી શકતો ન હતો.
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે કાગળ ફોલ્ડ થયો અને ચોથા બાળકે ઉમેર્યું
૩-એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. ૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને પાંચમા બાળકે ઉમેર્યું
૪-હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને છઠ્ઠા બાળકે ઉમેર્યું
૫-રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો.
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
હવે કાગળ ફોલ્ડ થયો અને સાતમા બાળકે ઉમેર્યું
૬-તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો.
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે કાગળ ફોલ્ડ થયો અને આઠમા બાળકે ઉમેર્યું
૭-એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
હવે કાગળ ફોલ્ડ થયો અને નવમા બાળકે ઉમેર્યું
૮-હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા.
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
હવે કાગળ ફોલ્ડ થયો અને દસમા બાળકે ઉમેર્યું
૯-તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું.
૧૦-દૉક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
માત્ર દસ જ બાળકોએ કેવી સરસ વાર્તા લખી ….
ચાલો હવે આખી વાર્તા વાંચીએ..
એક જંગલમાં એક ઘરડો સિંહ રહેતો હતો.તે બહુ ચાલી શકતો ન હતો.એક દયાળુ માણસે તેને ચાલવામાં મદદ થાય એટલે એક લાકડી લાવી આપી. હવે તે લાકડીની મદદથી ચાલતો અને બજાર જતો, શાકભાજી ખરીદતો.રસ્તામાં ગાય શીંગડું મારવા આવે તો તેને લાકડી મારી હટાવતો. તોફાન કરતા બાળકોને લાકડી બતાવી તે ડરાવતો અને શાંત કરતો. એક છોકરો બહુ જ જબરો હતો. તે લાકડી લઇ નાસી ગયો. હવે દાદા લાકડી વગર ચાલવા ગયા અને પડી ગયા. તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા અને ડોક્ટરે ઓપરેશન કર્યું. ડોક્ટરે કહ્યું, “હવે તે હાર્ટએટેકથી બચી ગયા છે.”
બનીને મઝાની વાર્તા…..

ટેડપોલ બોલ રમત
 ટેડપોલ બોલ રમત
ટેડપોલ બોલ રમતઆ ર્રમતમાં એક વર્તુળ દોરો અને તેને એક બાજુથી કાપી ત્યાં લાંબી બે લીટીઓ દોરો. આમ તેનો દેખાવ ટેડપોલ જેવો થાય છે અને બે ,ખૂબ નરમ ફૂટબોલ કે અન્ય મોટા બોલનો ઉપયોગ કરો જેથી નાના બાળકોને વાગે નહીં.
જેટલા બાળકો હોય તેને બે ટીમમાં ગોઠવી દો જે ને આપણે A ટીમ અને B ટીમ એમ નામ આપીશું.
હવે A ટીમનાં બાળકો વર્તુળની અંદર છૂટાછવાયા ગોઠવાશે.તેઓ એક બોલનો ઉપયોગ કરશે અને B ટીમ બહાર, બે લીટીની વચ્ચે ગોઠવાશે અને તે બીજા બોલનો ઉપયોગ કરશે. A ટીમનાં બાળકો બોલ એકબીજા તરફ નાંખશે અને કેચ કરશે. જેનાથી કેચ છૂટી જાય તે આઉટ ગણાશે. આ બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
B ટીમનાં બાળકો એકપછી એક હાથમાં બોલ લઇને આખા વર્તુળ ફરતે દોડ લગાવશે.એક બાળક દોડ લગાવીને આવીને બોલ બીજા બાળક્ને આપશે. આમ બધાજ બાળકો વર્તુળને ફરતે દોડી રહે (રીલે રેસ)ત્યાં સુધીમાં એ ટીમનાં બાળકો કેટલા કેચ કરે છે તે નોંધો.
પછી બી ટીમ અંદર જશે અને એ ટીમ બહાર આવશે.
આખી જ રમતનું પુનરાવર્તન થશે.
જે ટીમ સૌથી વધુ કેચ કરી શકે તે વિજેતા ટીમ જાહેર થશે…
Labels:
રમતો
આ સઘળાં ફૂલોને કહી દો

આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે,
પતંગિયાઓને પણ કહી દો સાથે દફતર લાવે.
મન ફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું,
સ્વીમિંગપુલના સઘળા નિયમોનું પાલન કરવાનું.
દરેક કૂંપળને કોમ્પ્યુટર ફરજિયાત શીખવાનું,
લખી જણાવો વાલીઓને તુર્તજ ફી ભરવાનું.
આ ઝરણાંઓને સમજાવો સીઘી લીટી દોરે,
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે.
અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?
ડોનેશનમાં આખ્ખેઆખ્ખું ચોમાસું લેવાનું.
એક નહીં પણ મારી ચાલે છે અઠ્ઠાવન સ્કૂલો,
‘આઉટડેટ’ થયેલો વડલો મારી કાઢે ભૂલો !
— - કૃષ્ણ દવે
Labels:
કાવ્ય
સવિશેષ પરિચય:
ગાંધી મોહનદાસ કરમચંદ(૨-૧૦-૧૮૬૯, ૩૦-૧-૧૯૪૮) : આત્મકથાકાર, નિબંધકાર, પત્રલેખક, અનુવાદક. જન્મ પોરબંદરમાં. ૧૮૮૭માં રાજકોટની આલ્ફ્રેડ હાઈસ્કૂલમાંથી મેટ્રિક. શામળાદાસ કૉલેજ, ભાવનગરમાં પહેલું સત્ર પૂરું કર્યા    પછી ૧૮૮૮માં લંડન પહોંચ્યા અને ૧૮૯૧ માં બેરિસ્ટર થઈ પાછા ફર્યા. રાજકોટની અને મુંબઈની અસફળ વકીલાત પછી ૧૮૯૩ માં આફ્રિકા ગયા. ૧૮૯૪ માં ત્યાંના હિંદીઓના હક્કો માટે નાતાલ ઈન્ડિયન કૉંગ્રેસની સ્થાપના કરી. સંઘર્ષ દરમિયાન    રસ્કિન અને તોલ્સ્તોયના સાદગી અને  સ્વાશ્રયના સિદ્ધાંતોને આધારે નવા જીવનપ્રયોગ માટે ૧૯૦૪ માં ફિનિક્સ આશ્રમ અને ૧૯૧૦ માં તોસ્લ્તોય ફાર્મની સ્થાપના કરી. ૧૯૦૪ થી ૧૯૧૪ સુધી દક્ષિણ આફ્રિકામાં ‘ઈન્ડિયન ઓપિનિયન’    સાપ્તાહિકનું સંપાદન કર્યું. ૧૯૧૫ માં હિંદ પાછા આવ્યા બાદ એમણે અમદાવાદમાં ‘સત્યાગ્રહ આશ્રમની’ સ્થાપના કરી. ૧૯૧૭ માં બિહારના ચંપારણમાં ગળીની ખેતી કરતાં હિન્દીઓ માટે એમણે અંગ્રેજો સામે પહેલી લડત આપી. પછી     અમદાવાદના મિલમજૂરોની હડતાલને બળ પૂરું પાડ્યું. ૧૯૧૮ માં ખેડા સત્યાગ્રહ આદર્યો. ૧૯૧૯ માં રૉલેટ એક્ટની સામે દેશભરમાં વિરોધસભાઓ અને પ્રાર્થના-ઉપવાસની હાકલ કરી. ‘નવજીવન’ ને ‘યંગ ઈન્ડિયા’નું સંપાદન માથે લીધું. ૧૯૨૦    માં ઈન્ડિયન નેશનલ કૉંગ્રેસ મારફતે સંપૂર્ણ અસહકારનું આંદોલન શરૂ કર્યું. એ જ વર્ષમાં અસહકારના કાર્યક્રમના ભાગરૂપે ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. ૧૯૨૨ માં એમની અંગ્રેજો દ્વારા ધરપકડ થઈ, રાજદ્રોહનો આરોપ મુકાયો, પણ ૧૯૨૪    માં એમને છોડી મુકાયા. ૧૯૨૪-૨૫ દરમિયાન એમણે અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અંગેનું રચનાત્મક કાર્ય ઉપાડ્યું. પછીથી ‘હરિજન’, ‘હરિજનસેવક’ ને ‘હરિજનબંધુ’ વૃત્તપત્રોનું સંપાદન પણ હાથ ધરેલું. ૧૯૨૮ માં બારડોલી સત્યાગ્રહને    માર્ગદર્શન આપ્યું. ૧૯૩૦ માં પૂર્ણ સ્વાતંત્ર્યની પ્રતિજ્ઞા સાથે એમણે મીઠાના સત્યાગ્રહ માટે દાંડીકૂચ આરંભી. ૧૯૩૬ માં અમદાવાદ મુકામે ભરાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના બારમા અધિવેશનના પ્રમુખ રહ્યા. ૧૯૪૨ માં અંગ્રેજોને ‘હિંદ    છોડો’ ની હાકલ કરી. છેવટે ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારત સ્વતંત્ર થયું પણ એમની ઈચ્છા વિરુદ્ધ ભારતના ભાગલા પડ્યા, કોમી રમખાણો ફાટી નીકળ્યાં. અંતે મુસ્લિમો તરફથી એમની સમભાવનીતિથી છંછેડાયેલા ગોડસે નામના એક હિન્દુ    મહાસભાવાદીએ દિલ્હીમાં પ્રાર્થના સ્થળ પર એમની હત્યા કરી.  
ગાંધીજીની રાષ્ટ્રવ્યાપી ચેતનાએ માત્ર ગુજરાતી સાહિત્યને નહીં પરંતુ ભારતનાં અન્ય ભાષાસાહિત્યોને પણ અનુપ્રાણિત કરેલાં છે. એમના વ્યક્તિત્વની અને એમની વિચારધારાની બળવાન અસર હેઠળ અનેક ભાષાઓમાં ગાંધીવાદી સાહિત્યે જન્મ લીધો છે. ગુજરાતી સાહિત્યમાં તો પંડિતયુગનાં ભારઝલ્લાં સાહિત્યમૂલ્યોને અતિક્રમી સાદગી અને સરલતાનાં આમમૂલ્યોને ઝીલનારા ગાંધીપ્રભાવિત સાહિત્યુગને ‘ગાંધીયુગ’ નામ અપાયું છે; તેમ જ ગાંધીચિંતન અને ગાંધીશૈલીનો પુરસ્કાર થયો છે.
એમનું સાહિત્ય હેતુલક્ષિતા અને લોકહિતની ભાવનાથી પ્રેરિત છે. એમનાં લખાણો મુખ્યત્વે લોકશિક્ષણ અને લોકજાગૃતિ અર્થે હતાં. એમાં અસાધારણ માનવભાવ અને ઉગ્ર આચારનો સંસ્કાર છે. અનેક સામયિકો દ્વારા તેમણે સામાજિક, રાજકીય, નૈતિક, સાંસ્કૃતિક, ધાર્મિક, આર્થિક, કેળવણી તેમ જ આરોગ્યવિષયક પ્રશ્નો અંગે પ્રજા સાથે જીવંત સંપર્ક સાધેલો. સત્ય અને અહિંસા એમના જીવનનાં તેમ એમના સાહિત્યનાં ચાલકબળ રહ્યાં છે. એમની મિતાક્ષરતા નોંધપાત્ર છે. પ્રજાના હૃદય સુધી પહોંચનારી એમની ગદ્યશૈલી સરલ પ્રૌઢિનો અને સ્પષ્ટવાહકતાનો અંગીકાર કરીને ચાલે છે. એમણે ગુજરાતી ગદ્યને નવું ચેતન, નવી દિશા આપ્યાં છે.
એમનું પુસ્તક ‘સત્યના પ્રયોગો અથવા આત્મકથા’ (૧૯૨૭) ગુજરાતી સાહિત્યને જ નહીં, વિશ્વ સાહિત્યને પણ મહત્ત્વનું પ્રદાન છે. ૫૦૨ પૃષ્ઠોમાં વિસ્તરેલી અને બે ભાગમાં વહેંચાયેલી આ આત્મકથામાં ૧૮૬૯ થી ૧૯૨૦ દરમિયાનની લેખકનાં જન્મ, બચપણ, બાળવિવાહથી આરંભી નાગપુર સત્યાગ્રહ સુધીની ઘટનાઓ સમાવેશ પામેલી છે. નિર્દંભ રજૂઆત, નિભીંક કબૂલાત અને નિર્દય આત્મનિરીક્ષણનો નમૂનો બનતી આ કથાની ભીતરમાં વિચાર અને આચારને એક કરવાના મુકાબલાની સંઘર્ષકથા વહે છે. નિખાલસતા સાથે સત્યની ખેવના કરવાનું સાહસ આમ તો દુષ્કર છે, એને અહીં લેખકે બહુધા સિદ્ધ કરી બતાવ્યું છે. પોતાની સારી કે નરસી બાજુઓને રજૂ કરતા પ્રસંગોનાં નિરુપણોમાં આથી આપમેળે સંયમ અને વિવેક જળવાયેલા જોઈ શકાય છે. અહીં અનલંકૃત ભાષાનો વાગ્મિતા વગરનો વ્યાપાર એની સાદગીના આકર્ષણે સજીવ છે. ટૂંકમાં, નિરભિમાની આત્મશોધકની આ કથા વિશ્વની આત્મકથાઓમાં નોખી છે.
‘દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ’ (૧૯૨૫)માં ફક્ત હકીકતોની સાદીસીધી નોંધ નથી પરંતુ એમાં એમના દક્ષિણ આફ્રિકાના વસવાટ દરમિયાન જે કીમતી અનુભવ થયેલા એનું પાત્રો, સંવાદો, ટીકાટિપ્પણ દ્વારા રસપ્રદ નિરૂપણ છે. એમનું જીવનઘડતર, સત્યાગ્રહો જડેલો પ્રયોગ, રંગદ્રેષ સામેનો એમનો સંઘર્ષ, ત્યાંની ભૂગોળ-બધું એમને હાથે રોચક બનીને ઊતર્યું છે. એમણે દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ કેવી રીતે ઘડયો એનું અહીં તટસ્થ નિરુપણ છે.
‘હિંદ સ્વરાજ’ (૧૯૨૨)માં એમણે હિંદના સ્વરાજ અંગેની પોતાની કલ્પના રજૂ કરી છે; અને એનાં તમામ પાસાંઓની વિચારણા કરી છે. વિદેશી શાસનને દૂર કરી દેશને મુક્ત કરી, સ્વરાજ લાવી શકાય તો એ કેવું હોવું જોઈએ એનો એમાં એક દેશભક્ત નાયકે દીધેલો ચિતાર છે. લેખકનું ક્રાંતિકારી તત્ત્વજ્ઞાન અહીં બળકટ શૈલીમાં પ્રગટ થયું છે. પુસ્તક વાચક અને લેખકના કલ્પિત સંવાદરૂપે લખાયેલું છે.
‘મંગલપ્રભાત’ (૧૯૩૦)માં એમણે આશ્રમવાસીઓ માટેનાં વ્રતો પર યરવડા જેલમાંથી ભાષ્ય કરેલાં એનો સંચય છે. દર મંગળવારની પ્રાર્થના માટે અને મંગલભાવના માટે લખાયેલાં આ લખાણોમાં સાદગીયુક્ત સૂત્રશૈલી છે. આધ્યાત્મિક અને નૈતિક જીવનનાં કેટલાંક સૂત્રોનું એમાં વિવરણ છે.
‘સત્યાગ્રહનો ઈતિહાસ’ ૧૯૩૨માં અધૂરો છોડેલો તેનું પ્રકાશન ૧૯૪૮માં થયું છે. આ ઈતિહાસ કટકે કટકે લખાયેલો ને અધૂરો છે. એમાં સંસ્થાનો વિકાસ-આલેખ આપવાનો પ્રયત્ન છે; સાથે સાથે સત્ય, પ્રાર્થના, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, શારીરિકશ્રમ, સ્વદેશી, અસ્પૃશ્યતા, ખેતી, ગોસેવા, કેળવણી, સત્યાગ્રહ ઈત્યાદિ એમના મહત્ત્વના સિદ્ધાંતોની આચારસિદ્ધિનો મૂલ્યાંકનઆલેખ આપવાનો પણ પ્રયત્ન છે.
આ ઉપરાંત ‘મારો જેલનો અનુભવ’ (૧૯૨૧), ‘સર્વોદય’ (૧૯૨૨), ‘યરવડાના અનુભવ’ (૧૯૨૫), ‘નીતિનાશને માર્ગે’ (૧૯૨૭), ‘ગીતાબોધ’ (૧૯૩૦), ‘અનાસકિતયોગ’ (૧૯૩૦), ‘આરોગ્યની ચાવી’ (૧૯૩૨), ‘ગોસેવા’ (૧૯૩૪), ‘વર્ણવ્યવસ્થા’ (૧૯૩૪), ‘ધર્મમંથન’ (૧૯૩૫), ‘વ્યાપક ધર્મભાવના’ (૧૯૩૭), ‘ખરી કેળવણી’ (૧૯૩૮), ‘કેળવણીનો કોયડો’ (૧૯૩૮), ‘ત્યાગમૂર્તિ અને બીજા લેખો’ (ચો.આ.૧૯૩૮) વગેરે એમના અનેક પુસ્તકો છે.
એમના લખાણો, ભાષણો, પત્રો વગેરેનો સંગ્રહ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ પુસ્તક ૧ થી ૯૦ માં કરવાનો પ્રયત્ન ચાલુ છે. ૧૯૬૮થી આજ સુધીમાં ૭૨ જેટલાં ગ્રંથો આ ગાળામાં બહાર આવી ગયા છે. આ ગ્રંથમાળામાં એમની વિચારસૃષ્ટિનો બૃહદ્ પરિચય સમાયેલો છે. ‘પાયાની કેળવણી’ (૧૯૫૦), ‘સંયમ અને સંતતિનિયમન’ (૧૯૫૯), ‘સર્વોદયદર્શન’ (૧૯૬૪) વગેરે એમનાં લખાણોનાં અનેક મરણોત્તર પ્રકાશનો થયાં છે.
સત્યના પ્રયોગો અથવા આત્મકથા-ભાગ.૧, ૨ (૧૯૨૭, ૧૯૨૯) : ગાંધીજીની આત્મકથા. મૂળે ૨૯-૧૧-૧૯૨૫ થી ૩-૨-૧૯૨૯ દરમિયાન ‘નવજીવન’ માં હપતે હપતે છપાયેલી આ આત્મકથામાં લેખકનું જીવન ઓતપ્રોત હોવા છતાં સત્યના પ્રયોગો જ બહાર તરી આવ્યા છે. રાજ્યપ્રકરણી ક્ષેત્રના નહીં, પણ અધ્યાત્મક્ષેત્રના આ પ્રયોગોની પાછળ નમ્રતાની વૃદ્ધિ અને આત્મદર્શન એવા બે મુખ્ય હેતુ રહ્યા છે; તેથી કથા તટસ્થભાવે નિરભિમાનપણે લખાયેલી છે. એમાં સિદ્ધાંતોનું વર્ણન નથી, પરંતુ સિદ્ધાંતો પર રચાયેલાં કાર્યોનો ઈતિહાસ છે. મુખ્ય સિદ્ધાંત છે સત્યનો. લેખકને મન સત્ય સર્વોપરી છે. એમાં જ સત્યથી ભિન્ન મનાતા અહિંસા, બ્રહ્મચર્ય ઈત્યાદિ નિયમોના પ્રયોગો પણ આવી જાય છે. આથી, સત્ય જ છે અને એ સિવાય બીજું કઈ આ જગતમાં નથી એવા દિનપ્રતિદિન વધતા જતા વિશ્વાસની આ વિકાસકથા બની છે. લેખકે કહેવા યોગ્ય એક પણ વાત છુપાવી નથી અને પોતાના દોષોનું ભાન વાંચનારને પૂરેપૂરું થાય તે પ્રમાણે નિર્ભીકપણે નિરૂપણ કર્યું છે. આત્મનિરીક્ષણ ને આત્મપરીક્ષણની બેવડી ધારે ચાલતું નિરૂપણ, નિવર્યાજ સરલતાને સહૃદયતાથી ઊઘડતી જતી વાત, પ્રસંગે પ્રસંગે વણાટમાં સત્યસૂત્રનો પ્રભાવ, પ્રકરણે પ્રકરણનું વિશ્લેષણ કલેવર, વિનોદ અને નર્મવૃત્તિનો વિવેકપુરઃસર વિનિયોગ, માર્મિક અનુભવસારને ઉપસાવતી દ્રષ્ટિ, સુરુચિની સીમાને ક્યારેય ન અતિક્રમતી અભિવ્યક્તિ-આ બધાંથી શ્રેષ્ઠ આત્મકથાનો આદર્શ અહીં સ્થાપિત થયો છે. ભારતની જ નહીં, જગતભરની ઉત્તમ આત્મકથાઓમાં આ આત્મકથાનું મોખરે સ્થાન છે.
દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઈતિહાસ (ત્રીજી સુધારેલી આવૃત્તિ, બંને ભાગ એકત્રિત, ૧૯૫૦) : પોતાની આત્મકથાની જેમ ગાંધીજીએ મૂળ ગુજરાતીમાં લેખેલો આ ગ્રંથ સાહિત્યદ્રષ્ટિએ તેમજ ઈતિહાસની દ્રષ્ટિએ મહત્ત્વનો છે. ગાંધીજીના પ્રારંભિક જીવનનો ઘડતરકાળ અને સત્યાગ્રહની એમની શોધ અંગેની મથામણ એમાં આલેખાયેલાં છે. ભારતીય સ્વતંત્રતા આંદોલનની પૂર્વભૂમિકા અહીં પડેલી છે. આફ્રિકામાં વસતા ભારતીયોને અંગ્રેજોના અત્યાચારમાંથી મુક્ત કરવા ગાંધીજીએ કરેલા પુરુષાર્થનું એમાં નિરૂપણ છે. ગાંધીજીની મક્કમતા, સત્યાગ્રહનું એમનું અનેરું શસ્ત્ર, સત્ય-અહિંસા વગેરેનાં પરિણામો—આ બધું અહીં મોજૂદ છે.
મંગળપ્રભાત (૧૯૧૧) : મોહનદાસ કરમસદ ગાંધીએ યરવડા જેલમાંથી ૧૯૩૦માં દર અઠવાડિયે આશ્રમવાસીઓ માટે મોકલેલા પ્રવચનલેખોનો સંગ્રહ. આ લેખોમાં એમણે સાબરમતી આશ્રમવાસીઓએ પાળવા માટેનાં અગિયાર વ્રતોનું સ્વરૂપ સમજાયું છે. આ વ્રતોમાં સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ એ પાંચ ભારતીય આધ્યાત્મિક પરંપરામાં પ્રતિષ્ઠા પામેલાં વ્રત છે; તો આસ્વાદ, અભય, અસ્પૃશ્યતાનિવારણ, જાતમહેનત, સર્વધર્મ સમભાવ અને સ્વદેશી એ અન્ય છ એમણે પોતાના અનુભવ તથા દેશની તત્કાલીન સ્થિતિને અનુલક્ષીને આપેલાં વ્રત છે. આ વ્રતોના પાલન પાછળ સ્વનો વિકાસ કરવો અને એ દ્વારા સત્યનું દર્શન કરવું એ આ લેખોનું મુખ્ય લક્ષ્ય છે.

-ચંદ્રકાન્ત ટોપીવાળા

-જયંત ગાડીત
Labels:
લેખ
એકાગ્રતા વધારવાની ઉત્તમ રમત

નાના બાળકો સાથે અમારે થોડો સમય પસાર કરવાનો હતો. બાળકો એટલે નરી ચંચળતા….
બાળકો જરા પણ અવાજ કે ધમાલ ન કરે અને છતાં પણ તેમને સારી રીતે સાચવી શકાય તે માટે એક તરકીબ વિચારી….
નીચે ચિત્રમાં બતાવ્યું છે તે મુજબ એક એક વર્તુળ, ચોરસ અને ત્રિકોણ દોરી આપ્યા હવે તેની અંદર અંદર પેન્સીલથી લાઇન દોરતા જાઓ…..હાથ ઉપાડવાનો નહીં અને કેટલી લાઇન અંદર દોરી શકો છો તે જોઇએ….વળી જો લાઇન પાસેની લાઇને અડકી જાય તો આઉટ ગણાય…..ખૂબ જ મઝા આવી. અમને અને બાળકોને પણ ….સંપૂર્ણ શાંતિ અને ભરપૂર એકાગ્રતા….પહેલાં તો દૂર દૂર લાઇન દોરી પછી ખ્યાલ આવ્યો કે આમ તો ખૂબ ઓછી લાઇન દોરાય એટલે પછી શરૂ થઇ ખરાખરીની રમત….માત્ર બાળકો માટે જ નહીં પણ મોટાઓ માટે પણ આ એક ઉત્તમ રમત છે….ચાલો તો શરૂ કરી દો આ રમત અને જુઓ તો ખરા તમે કેટલી લાઇન અંદર અંદર દોરી શકો છો???? હા એ વાતની હું ખાતરી આપું છું કે જો આવી રમત વારંવાર રમવામાં આવે તો એકાગ્રતા જરૂર વધે જ…
હા, જોજો હોં વર્તુળ દોરો તો તેનો વ્યાસ કે ત્રિજ્યા, ચોરસની દરેક બાજુની લંબાઇ અને ત્રિકોણની પણ દરેક બાજુની લંબાઇ સમાન જ હિય જેમ કે વ્ર્તુળનો વ્યાસ ૪ ઇંચ, ચોરસની દરેક બાજુનું માપ ૪ ઇંચ અને ત્રિકોણની દરેક બાજુનું માપ પણ ૪ ઇંચ,,,,,,,
Labels:
બાળકો માટે
રેલગાડી આવી….. શબ્દોની ગમ્મત લાવી…
રેલગાડી આવી….. શબ્દોની ગમ્મત લાવી…
દોસ્તો,ટ્રેનમાં બેસવું ગમે ને?કેવી મજા આવી જાય નહીં?
અહીં અક્ષરોની ટ્રેન આવી છે..એમા યે સફર કરવી ગમશે ને?મજા આવશે..અને આવી ટ્રેન….રેલગાડી તમે જાતે યે બનાવી શકો હો!! બનાવશો ને?
મૂળાક્ષરોની રેલગાડી……
કીર્તિકાકીએ કનુકાકાને કહ્યું કે કાચના કબાટમાંથી કાચી કેરી કાઢી કચુંબર કર.
• પાલીતાણાના પંકજભાઇ પટેલે અને પાલનપુરના પિયુષભાઇ પ્રેમાણીએ પેટલાદમાં પાંચ પપ્પી પાળ્યા.
• ગોધરાના ગિરિશભાઇ એ ગાન્ધીનગરના ગીતાબેનને ગુરુવારે ગમતથી ગણિત ગણાવ્યું.
• ભાવનગરના ભરતભાઇ એ ભાણવડ ના ભાવનાબેનને ભાવથી ભૂગોળ અને ભૂમિતિ ભણાવ્યા.
• ઘોઘાના ઘંનશ્યામભાઇએ ઘેલીબેન ને ઘેર ઘંટ ઘડાવ્યો
ચોટીલાના ચંદુભાઇએ ચુનીભાઇને ચેવડા સાથે ચાર ચણા ચખાડયા.
Labels:
બાળકો માટે
ચાણક્ય નીતિ – દશમો અધ્યાય
દશમો અધ્યાય 
૧૬ – જેની પાસે બુદ્ધિના રૂપમાં ધન છે તે ખરો બળવાળો છે . બુદ્ધિ વગરનું બળ પણ નકામું છે , કેમ કે બુદ્ધિ હોય તો જ બળ વાપરી શકાય છે . બુદ્ધિની મદદથી જ એક સસલાએ સિંહ કૂવામાં પાડી મારી નાંખ્યો હતો .
૧૭ – જો હરિને વિશ્વંભર માનીએ તો જીવનમાં ચિંતા શેની ? હરિ જ વિશ્વનો પાલનહાર છે . જો તેવું ન હોય તો બાળકના જન્મ થતાં જ માતાના સ્તનમાં દૂધ કેવી રીતે આવે ? આમ વિચારી હે લક્ષ્મીપતિ ! હે યદુપતિ ! હું તમારા ચરણોનું નિરંતર ધ્યાન ધરીને જીવન પાર કરું છું .
૧૮ – જેમ સ્વર્ગમાં દેવતાઓ પાસે અમૃત હોવા છતાં તે અપ્સરાઓના હોઠનું રસપાન કરવા માંગે છે , તેવી રીતે સંસ્કૃત ભાષાનું જ્ઞાન હોવા છતાં પણ મને અન્ય ભાષા શીખવી પસંદ છે .
૧૯ – સામાન્ય અનાજ કરતાં દસ ગણી શક્તિ લોટમાં હોય છે . લોટ કરતાં દસ ગણું પોષણ દૂધમાં હોય છે. દૂધ કરતાં આઠ ગણું પોષણ માંસમાંથી મળે છે અને માંસ કરતાં પણ દસ ગણું પોષણ ઘીમાંથી મળે છે .
૨૦ – શાક ખાવાથી રોગ , દૂધ ખાવાથી શરીર , ઘી ખાવાથી વીર્ય અને માંસના આહારથી માંસ વધે છે .

ભણે નરસૈયો – જળકમળ (રસાસ્વાદ)
મિત્રો, નમસ્કાર.
આ શ્રેણીમાં આગળ આપણે નરસિંહ મહેતા અને તેની રચનાઓની થોડી વાતો તથા નરસિંહના સમયના ઈતિહાસ કાળનું થોડું દર્શન કરેલું. આજે આપણે નરસિંહની એક બહુ પ્રખ્યાત રચના ’જળકમળ છાંડી જાને’ નો એક અલગ જ દ્ગષ્ટિકોણથી રસાસ્વાદ માણીશું. આ પ્રયાસ કરવાની હિંમત આવવાના પણ બે-ચાર કારણો છે. સૌ પ્રથમ તો, આગળના લેખમાં ઉલ્લેખેલ તે નરસિંહ મહેતાના જીવન કવનના પ્રખર અભ્યાસુ શ્રી જવાહર બક્ષીજીના જુનાગઢ ખાતેના એક કાર્યક્રમમાં, તેઓના શ્રીમુખેથી માણેલો આ કૃતિનો રસાસ્વાદ અને તે ઉપરાંત મિત્ર જેઠાભાઇ અને એક બે જ્ઞાની મિત્રો સાથે થયેલી આ કૃતિ બાબતની ચર્ચામાંથી મળેલી નવી દ્ગષ્ટિ પણ ખરી.
તો અહીં આપણે આ બધા જ દૃષ્ટિકોણને એકત્ર કરી અને આ સુંદર મજાની કૃતિને માણવાનો એક નાનકડો પ્રયાસ કરીશું, ખાસ તો આપણને એ જાણવા મળશે કે નરસિંહ જેવા જ્ઞાની ભક્ત કવિએ તેની એક એક રચનામાં કેટકેટલું જ્ઞાન ઠાંસીઠાંસીને ભર્યું છે. કારણ કોઇ નાનો એવો કવિ પણ અકારણ તો કશું લખવાનો નથી તો આવા સમર્થ કવિએ સાવ અમસ્તું તો આ રચનાઓ નહીં જ કરી હોય !
 પ્રથમ કડીથી જ શરૂઆત કરીએ તો; ’જળકમળ છાંડી જાને બાળા’, સામાન્ય અર્થ કે હાલમાં બહુપ્રચલીત એવી વાર્તારૂપી અર્થ તો સૌને જાણમાં જ છે. કૃષ્ણ બાળસખાઓ સાથે દડે રમતા હતા અને દડો યમુનાના ઊંડા ધરામાં પડી ગયો જ્યાં એક ભયંકર કાળીનાગ રહેતો હતો. આ નાગની પત્નીઓ એવી નાગણો કૃષ્ણને પાછો વળવા સમજાવે છે અને અંતે કૃષ્ણ કાળીનાગનું દમન કરી દડો લઇ બહાર આવે છે. બસ આટલી અમથી વાત ?! માફ કરજો પણ આ કથા મને બહુ સરળ લાગે છે ! કારણ આ ઘટના ખરે જ બની, ના બની કરતાંએ મોટી વાત એ છે કે એનો સમયગાળો અને નરસિંહના સમયગાળા વચ્ચે હજારો વર્ષનું અંતર છે, અને અગાઉ કહેલું તેમ નરસિંહ કોઇ ઇતિહાસકાર તો છે નહીં ! પછી ઘણા લોકો પ્રશ્નો કરે કે આ બધી માત્ર વાર્તાઓ હોય ! કદાચ !! પણ નરસિંહ એક કવિ છે, ચિંતક છે, જ્ઞાની છે, સમાજ સુધારક છે, ભક્ત છે, આ ધ્યાને રાખીને બે ઘડી વિચારીએ તો સમજાય કે તેની કૃતિઓમાં માત્ર વાર્તા તો નહીં જ હોય, કશોક ગહન અર્થ પણ જરૂર હશે જ. આ પ્રથમ કડીએથી જ વિચારવાનું શરૂ કરીએ તો; જો કૃષ્ણ ઊંડા ધરામાં દડો લેવા પ્રવેશ્યા તે ઘટના જ દર્શાવવી હોય તો કવિએ શબ્દ વાપરવો જોઇએ “જળગહન” જ્યારે અહીં વાત છે “જળકમળ”ની ! બસ અહીંથી મગજમાં વિચારોની સ્વિચ દબાય છે જે અંત સુધી વિચારયાત્રાને થંભવા દેતી નથી !

ઝેન્થિપી – ’દર્શક’ની નજરે (સોક્રેટિસ)
નમસ્કાર. આજે આપણે વાત કરીશું ઇતિહાસનાં એક બહુ વગોવાયેલા પાત્ર “ઝેન્થિપી”  (Xanthippe (Greek: Ξανθίππη))ની. તે સોક્રેટિસની પત્નિ અને ત્રણ સંતાનોની માતા હતી, તેમના અને સોક્રેટિસના ત્રણ સંતાનોના નામ આ પ્રમાણે છે; લેમ્પ્રોકલ્સ  (Lamprocles),  સોફ્રોનિસ્કસ (Sophroniscus) અને મેનેક્ઝેનસ (Menexenus). પ્લેટોના લખાણોને આધારભુત ગણી અને કહી શકાય કે તે સોક્રેટિસ કરતા લગભગ ૪૦ વર્ષ નાની હતી. ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ, ગ્રીક ભાષા મુજબ જોઇએ તો ’ઝેન્થોસ’ = સોનેરી વાળ અને ’હિપ્પોસ’ = અશ્વ અથવા ઘોડો,ઘોડી. આમ ’ઝેન્થિપી’ શબ્દનો અર્થ ’સોનેરી વાળ વાળી ઘોડી’ તેવો થાય છે, એ સમયમાં ગ્રીસમાં ઘોડો એ સન્માનનિય પ્રાણી ગણાતું, અને નામની શાથે ’હિપ્પોસ’, એટલેકે ઘોડા જેવું, શબ્દ લગાવવો તે સન્માન ગણાતું હતું. (ભારતીય સભ્યતામાં જેમ ’સિંહ’ શબ્દ લગાવવાનું સન્માનજનક ગણાય છે તેવું જ) સોક્રેટિસના શિષ્યો દ્વારા વિવિધ લખાણોમાં તેમના વિશે લખાયેલું મળે છે, તે કકર્શા અને દલીલબાજીમાં માહેર સ્ત્રી તો હતી જ, પરંતુ તે માટે ત્યારના સંજોગો પણ જવાબદાર હતા. વધુ જાણકારી માટે આપ વિકિપીડિયા પર જોઇ શકો છો. (લેખના અંતે બધીજ લિંક આપેલી છે.)
   
 અહીં આપણે માટે, માન.શ્રી મનુભાઇ પંચોળી ’દર્શક’ દ્વારા રચાયેલી કથા ’સોક્રેટિસ’ ના આધારે, સોક્રેટિસની અર્ધાંગ્નિ ઝેન્થિપીના પાત્રનું અવલોકન ઘણું જ રસપ્રદ બની રહેશે. સામાન્ય રીતે એક કર્કશા અને ઝઘડાળુ સ્ત્રી તરીકે પ્રસિદ્ધી પામેલી આ સ્ત્રીના ગુણો અને ભાવનાઓનું વર્ણન શ્રી દર્શકે બહુજ ન્યાયપુર્ણ અને તેના વિશેની સામાન્ય છાપથી ઉલ્ટું જ કરેલ છે. એ પાછળ કંઇક તો તથ્ય હશેજ ને ! જે સામાન્યલોકો ન પામી શકે, ફક્ત શ્રી દર્શક જેવા ઉમદા વિચારક જ પામી શકે. તો ચાલો આ કથાના વિવિધ સંવાદો દ્વારા આપણે પણ બહુવગોવાયેલી આ ઝેન્થિપીનું એક નવા જ સ્વરૂપે દર્શન કરીએ. આ શાથે સંદર્ભ માટે સંવાદની આગળપાછળની ઘટનાઓ પર થોડી સમજુતી હું મારી અલ્પમતિ મુજબ ઉમેરીશ. કશી શરતચૂક જણાય તો ધ્યાન દોરવા વિનંતી.

હાસ્યલેખ!! અંધશ્રદ્ધા
મિત્રો, આજે એક ચેપી રોગ લાગુ પડ્યો ! જાણકારોનું કહેવું એમ છે કે કોઇક કોઇક ઓટલાઓ પર આંટા મારવાથી આવા ચેપની અસર થાય છે !  મારા એક મિત્ર ભુપેન્દ્રસિંહજીને પણ ક્યારેક કુરૂક્ષેત્રના મેદાનમાં લડતા લડતા અચાનક આવી ચેપી અસર થાય છે, અતુલભાઇને પણ હમણાં જ્ઞાનની શાથે શાથે આવો હુમલો આવેલો ! અન્ય ઘણા મિત્રો છે જેમને પણ ક્યારેક આવા હુમલાઓ આવતા રહે છે. આને જાણકારો ’હાસ્યરસ’ના હુમલા કહે છે !  (જો કે અમારે જુનાગઢમાં હમણાં કેરીના રસ પર વધુ ધ્યાન અપાય છે !)
મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
 ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
 આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?

મારે તો શાથે શાથે, લક્ષણોના આધારે દાક્તરોના જણાવ્યાનુસાર, અંધશ્રદ્ધાના વિચારોનો ચેપ પણ લાગ્યો હોય તેવું જણાયું છે. કહે છે કે ગોવીંદભાઇ અને અરવિંદભાઇ જેવા મિત્રોની શાથે બેસવાથી આવું થયાની સંભાવના છે. વાત એમ છે કે વર્તમાનપત્રોમાં વાંચવા જેવું બધું વંચાઇ ગયા પછી ક્યારેક નવરાશ વધતી હોય તો (પૈસા વસુલ કરવા જ સ્તો !) ટચુકડી જા.ખ. પર પણ નજર ફેરવાઇ જાય છે. તેમાં જ્યોતિષીઓને લગતી જા.ખ. જોતાં અમુક મુદ્દાઓ ધ્યાને આવ્યા. તેમાં અમુક તો
 ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ??
 ભયાનક પ્રકારના નામ વાળા નિષ્ણાતો જણાયા, લગભગ તમામ નિષ્ણાતોએ ૧૦૦ % કામની ગેરંટી આપેલ છે. અમુક વિરલાઓ ૧૦૧ % કે ૧૫૧ % કામ થવાની ખાત્રી પણ આપે છે, અને એકાદ મહાપુરૂષતો એવા પણ મળ્યા જેમણે ૧૦૦૧ % ગેરંટી આપી દીધી ! હવે વિચારો જરા, આપ સંતાનસુખ માટે આવા નિષ્ણાત પાસે પહોંચી ગયા અને કદાચ એમના દાવાઓ સાચા ઠર્યા તો !! તમે તો ગયા ને કામથી ! તમે એક સંતાન માટે સંપર્ક કરો અને ૧૦૦૧ %નાં ધોરણે તમને ૧૦ સંતાનની પ્રાપ્તિ થઇ જાય ! આવુંજ પત્નિ કે પતિ ઇચ્છુક શાથે પણ બની શકે ! આ મોંઘવારીનાં જમાનામાં દશ દશનાં પેટ કેમ કરીને ભરશો બાપલા ?? આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?
આ લોકોના કાર્યપ્રાવિણ્યની રેન્જ પણ ખરેજ વિચારવા લાયક હોય છે. વ્યાપાર, લગ્ન-છુટાછેડા, પ્રેમલગ્ન-સૌતનદુ:ખ, કોર્ટકેસ, લક્ષ્મિપ્રાપ્તિ, મુઠચોટ, વશિકરણ, વ્યસનમુક્તિ, શત્રુમુક્તિ, સાસુ-વહુ અને ગૃહકંકાસ, વિદેશયાત્રા, લોટરી-શેરસટ્ટો અને કોઇ કોઇ નિષ્ણાતોએતો સટ્ટાનાં નંબર શુધ્ધા, ખાત્રીબંધ મેળવવા માટે ચોખ્ખું લખ્યું છે !! (આ સટ્ટાના નંબર એ એક જાતનો જુગાર-અબુધ લોકોની જાણ માટે !)હવે વિચારો, કામ થવાની તો આપણને ખાત્રી જ છે (અમસ્તી કંઇ અંધશ્રદ્ધા કહેવાય !) એકજ નિષ્ણાત પાસે સાસુ અને વહુ બન્ને પહોંચી જાય તો મહારાજશ્રી બન્નેનું કામ કઇ રીતે કરી આપશે? પ્રેમમાં સફળતા અને સૌતનદુ:ખ માં પણ આવોજ લોચો થાય તેમ છે. પતિ મહાશય પોતાની પ્રેમીકાને વશ કરવા માટે અને પત્નિ પોતાના પતિને પ્રેમીકાથી છોડાવવા માટે, એક જ મહારાજ પાસે પહોંચી જાય તો મહારાજે શું કરવું?અને આ લોકોની કાર્ય સફળતાની સમયમર્યાદા પર ધ્યાન આપો તો એમ જ થાય કે ખરેખર તો સરકારે આમાંથી કંઇક ધડો લેવો જોઇએ !! ગમે તેવું કામ ફક્ત ૭૨ કલાકમાં, ક્યાંક તો ફક્ત ૨૪ કલાકમાં, હજુ વધારે લાગે છે? તો લો અમુક કર્મઠ મહાનુભાવો તો આપને ફક્ત ૧૫ મીનીટમાંજ કોઇપણ પ્રશ્નનો નિકાલ લાવી દેવાની ગેરંટી આપશે !(અને તે પણ પાછી ૧૦૦૧ %) ભઇલાઓ, આ તો તમે અમને બ્લોગરોને માટે ઘણા ઉપયોગી ગણાઓ ! પંદર પંદર મીનીટમાં એક એક નવી પોસ્ટ તૈયાર કરી દો એટલે ભયો ભયો !! અમારે આ જ્યાંત્યાં ડાફોળીયા મારવા મટે !  અને વળી આ કોપી-પેસ્ટનાં આરોપો માથે ચઢતાં બંધ થાય તો વિનયભાઇ જેવા મિત્રોને જવાબો દેવાની ચિંતા પણ ટળે !!   
 
 અમુક વળી લખે છે ’મહીલાઓ નિસંકોચ મળી શકે છે’! લ્યો ! જે જગતજનનીઓ છે, જે સ્વયં શક્તિ છે, તેનાં દુ:ખ આ “જાતે જન્મી પણ ન શકનારાઓ” દુર કરશે ! (આ “-” માં આપેલ શબ્દ સમુહ માટે આપણે ગુજરાતીમાં એક શબ્દ વપરાય છે, યાદ કરો અને મનમાં ઉચ્ચારી લો !!) માતાઓ, જરા વિચારો, તમારા પડછાયાને પણ સ્પર્શવાની જેનામાં લાયકાત નથી તેવાઓ, તમારી અંધશ્રદ્ધાને કારણે, તમને સંતાપી જાય છે.
આ ક્ષેત્રનાં જાણકાર એવા સજ્જનોનું કહેવું છે કે, જ્યોતિષ એ એક પ્રાચિનશાસ્ત્ર છે. જેમાં ખગોળવિદ્યા, સંભાવનાનું ગણિત અને મનોવિજ્ઞાનનો સુમેળ કરાયેલો છે. આ એક પ્રાચિનકલા પણ છે. અને તેના હકારાત્મક ઉપયોગ દ્વારા કદાચ ઘણા લોકોને લાભ થતો પણ હશે. જો કે આમાં વધુ ફાળો તો સમયનો જ હોય છે. કહે છે ને કે, પરિશ્થિતિઓ હંમેશાં એક સમાન નથી રહેતી, બદલાય છે (અને વધુ ખરાબ થાય છે !)
મને પાકું યાદ હોય તો સિકંદરની એક કથા છે, જેમાં કિશોર વયનાં સિકંદરને એક જ્યોતિષે જણાવ્યું કે તારી હથેળીમાં જે આ ચોક્કસ રેખા છે તે થોડી વધુ લાંબી હોત તો તારો વિશ્વવિજેતા બનવાનો યોગ હતો. આ સાંભળી અને સિકંદરે તુરંત છુરા વડે હથેળી પર દર્શાવાયેલી રેખાને છેક સુધી ખેંચી કાઢી, અને તે રક્તરંજીત હથેળી જ્યોતિષ મહોદયને બતાવી પુછ્યું કે ’હવે આપનું શું કહેવું છે ?’ – જો કે (અંધ)શ્રદ્ધાળુજનો તો દલીલ કરશે કે એતો પેલી રેખા લાંબી કરી નાખી તેથીજ સિકંદર વિશ્વવિજેતા પદને પ્રાપ્ત થયો !!  હશે ! જો કે ભજમનભાઇની આ એક પોસ્ટ ચોક્કસ જુઓ અને પછી આગળ વિચારવા વિનંતી.
એક બાબતતો આ જા.ખ.માં લગભગ બધાજ સ્વિકારે છે કે ’ઇશ્વર ઇચ્છા બળવાન છે’- તો ભાઇ, જેની પાસે કોઇ ફાઇનલ ઓથોરીટી નથી તેની આગળ પાછળ ભમવામાં વ્યર્થ સમય બગાડવો એ કોઇ બુદ્ધિનું કામ છે ? આથી તો ઉત્તમ એ છે કે સીધું તે સર્વશક્તિમાનને જ જાણવા,સમજવાની કોશિશ કરવી. અને સુખ,સમૃદ્ધિની પ્રાપ્તિ, દુ:ખના નિરાકરણ અને ભાગ્ય ચમકાવવા માટે, હથેળીઓ બતાવવા કરતાં તો, જાત મહેનત દ્વારા, હથેળીઓ ઘસીને ઉજળી કરવી.
આ લગભગ તો હાસ્યલેખ છે પણ મને લાગે છે કે લાપસીને બદલે ભૈળકું થઇ ગયું !!

હાસ્યલેખ
Thursday, July 14, 2011
ચાલ ને સખી, બાળક બનીએ
ચાલ ને સખી, બાળક બનીએ
ફરી પા-પા પગલી માંડીએ
આંખોમાં કુતૂહલને ભરી દુનિયા ફરીથી નિહાળીએ
જીવનમાં નિર્દોષતા ભરીએ
કોઈને ફરિયાદ ન કરીએ
ચિંતા અને ફિકરની ફાકી કરીને
રોજ જીવન નવું જીવીએ
ફૂલ, પંખી ને પવન ની દોસ્તી કરીએ
હાથમાં લઈને હાથને દોડીએ
દરિયાને કિનારે જઈને
શંખ, છીપ ને મોતી વીણીએ
દુર ગગનમાં વસતાં પેલા
ચાંદ ને તારા ની પાસે જઈએ
ચાલ ને સખી, બાળક બનીએ
Labels:
કવિતા
સુવાક્યો, તેની રમુજી ટીપ્પણીઓ સાથે :)
* “કેમ છો” કહેવાની પહેલ દર વખતે આપણે જ કરવી જોઇએ… (બીજું કોઈ આવીને કહી જાયને આપણે ખોટે ખોટે મજામાં એવો જવાબ આપવો….)
* શ્રેષ્ઠ પુસ્તકો ખરીદવાની ટેવ રાખો પછી ભલે તે વંચાય કે ન વંચાય… (કમ સે કમ કોઈ આવીને જોવે તો થોડોક વટ પડે ને ભાઈ…)
* કોઇએ લંબાવેલો (દોસ્તીનો) હાથ ક્યારેય તરછોડવો નહીં… (શું ખબર, કભી કભી ગધા ભી કામ મેં આ જાતા હૈ…)
Labels:
સુવાક્યો
સોનેરી સુવાક્યો
હું કંઇક છુ એવો અહંકાર કરશો નહિ ....... પાછળ થી પસ્તાવું પડશે.
ગુલાબ અને દાન ની સુગંધ ચોમેર ફેલાતી રહે છે.
નમ્રતા એવી માસ્ટર કી છે જે કોઈપણ દ્વાર નું તાળું ખોલી શકે છે.
હાથ એટલા માટે છે તમે સદા બીજા ને આપી શકો.
સત્કાર્યો સંપતિથી મુલ્યવાન છે.
સમય, વાણી અને પાણી નો સદુપયોગ કરો.
જેની દોસ્તી તમને અપંગ ના બનાવે પણ પાંખ આપે તે તમારો ખરો મિત્ર.
સુખી થવાના બે રસ્તા: એક તમારી જરૂરિયાત ઘટાડો અને બે તમારી આવક વધારો.
દુ:ખ આવે ત્યારે આનંદમાં રહો અને સુખ આવે ત્યારે આનંદ ને કાબુ માં રાખો.
Labels:
સુવાક્યો
વિવિધ દેશના સુવાક્યો
“જે મઘમાંખીના મુખમાં મઘ હોય છે,તેમની પુછડીમાં ડંખ જરૂર હોય છે”.(England ).
“ગરીબી દરવાજે આવે છે ,ત્યારે પ્રેમ બારીમાંથી ભાગી જાય છે .”(England )
“ ભૂખ્યા માણસને એક માછલી આપવાથી તમે તેનો એક દિવસનો ખોરાક આપી શકશો પણ જો તેને માછલી પકડતા શીખવાડશો તો આખી જિંદગી નો ખોરાક આપી શકશો. “(ચીન)
“ જે રસ્તો સૌથી વધુ ધસાયેલો હશે ,એ સૌથી વધુ સલામત હશે.”(ચેકોસ્લોવિયા)
Labels:
સુવાક્યો
સુવક્યો
મુશ્કેલીઓ પાછળ પણ ઇશ્વરીય સંકેત હોય છે. ઇશ્વરની દેન તરીકે જ એને ગણી એનો સામનો કરવો જોઇએ.
..........................................................................................................................................
ઝૂલ્ફ કેરા વાળ સમ છે ભાગ્યની ગૂંચો બધી, માત્ર એને યત્ન કેરી કાંસકી ઓળી શકે.
- શૂન્ય પાલનપુરી
..........................................................................................................................................
હું વિશ્વમાં માત્ર એક જ સરમુખત્યારનો સ્વીકાર કરું છું અને તે છે મારા અંતરાત્માનો અવાજ.
- ગાંધીજી
Labels:
સુવાક્યો
Friday, July 8, 2011
ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-2) – વ્રજેશ આર. વાળંદ
[ ભાગ-1 પછીથી હવે આગળ.... ]
(ભીમનું ગદા સાથે છટાભરી ચાલે આગમન. ચારે બાજુ દષ્ટિ કરી ન્યાયાધીશ, યુધિષ્ઠિર, પ્રેક્ષકોને ક્રમશ: વંદન કરે છે અને યુધિષ્ઠિર-અર્જુનની સામેના બોક્ષમાં ઊભો રહે છે.)
ન્યાયાધીશ : પાંડવ ભીમને એમના પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે !
ભીમ : ન્યાયાધિષ્ઠાતા મહોદય ! મને મારા પર મુકાયેલા આરોપની જાણ કરવામાં આવે એ પહેલાં હું જ ન્યાયાલય પર આરોપ મૂકવા માગું છું.
ન્યાયાધીશ : (સહેજ ચોંકીને) મિ. ભીમ ! અદાલત પર આપ શો આરોપ મૂકવા માગો છો ?
ભીમ : મહોદય ! ન્યાયાલયે મારા ક્ષુધાતૃપ્તિ મહાયજ્ઞમાં વિક્ષેપ સર્જી મને શારીરિક અને માનસિક રીતે યાતના આપી છે.
Labels:
બાળનાટક
ન્યાય તો હજી બાકી જ છે ! (ભાગ-1) – વ્રજેશ આર. વાળંદ
પાત્ર-સૃષ્ટિ
[1] ન્યાયાધીશ – શ્રી કર્મઠપ્રસાદ
[2] વકીલ – મિ. જોશી.
[3] યુધિષ્ઠિર
[4] અર્જુન
[5] ભીમ
[6] ત્રણ પોલીસ
[7] કલાર્ક ઓફ ધ કોર્ટ
[8] બેલિફ : આરોપીનું નામ પોકારનાર
વેષભૂષા : પાંડવોની પૌરાણિક – અન્યની આધુનિક યુગની.
ઉદ્દઘોષક :
માનનીય પ્રેક્ષકગણ, નમસ્કાર !
પ્રથમ તો આજે આપની સમક્ષ મહાભારત યુદ્ધના વિજેતા પાંડવોને આધુનિક યુગની અદાલતમાં આરોપી તરીકે દર્શાવવા બદલ ક્ષમાયાચના ! આપ રખે માનતા કે આમ કરીને એ મહાનુભાવો પર વ્યંગ કરવાનો દુરાશય છે. આપની લાગણી લગીરે ન દુભાય, આપની રસવૃત્તિને ક્ષતિ ન પહોંચે અને છતાંય આપને શુદ્ધ મનોરંજન મળે એ શુભાશય પોષવા સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને એ ખેવના સાકાર થાય એ સદભાવના સેવી છે. (થોભે છે.)
Labels:
બાળનાટક
અકલ્પ્ય… અભૂતપૂર્વ… અવિસ્મરણીય ! – નિર્મિશ ઠાકર
પાત્રો : દિનકરરાય, પ્રેમીલાબેન, કલા, વિનુ, ભૂપેન્દ્ર
સમય : બપોર.
સ્થળ : ડ્રોઈંગરૂમ
[પડદો ખૂલે છે ત્યારે દિનકરરાય આરામખુરશીમાં બેસી છાપાનાં પાનાં ઉથલાવી રહ્યા છે. રૂમમાં સેન્ટર ટેબલ, એની ફરતે સોફાસેટ, દીવાલ પર એક-બે કલાત્મક ચિત્ર ટાંગેલાં દેખાય છે.]
દિનકરરાય : (કંટાળીને છાપું ટેબલ પર ફેંકી, બગાસું ખાતાં) આઉઉઉઉઆઅ…. હ… મારા બેટા ઉલ્લુ સમજી બેઠા છે બધાને ! રોજ સાલું એકનું એક !
પ્રેમીલાબેન : (ચાની ટ્રે સાથે પ્રવેશતાં) શું બબડો છો એકલા એકલા ? (ટ્રે ટેબલ પર મૂકી, એક કપ દિનકરરાયને આપી, નજીકના સોફા પર બેસે છે.)
દિનકરરાય : (અણગમા સાથે) ભૈ કંટાળ્યો છું હવે તો ! કશું નવું બનતું જ નથી જોને ! છાપામાંયે ઘરફોડ-ચોરી, નેતાનાં ભાષણ, જાહેરાતો ને… બધું એનું એ !
(સબડકો બોલાવી ચા પીએ છે.)
Labels:
બાળનાટક
લક્ષ્મી પતિ !! – રવીન્દ્ર ઠાકોર
[ પ્રકાર.. હળવું નાટક : તખતો બે ખંડમાં વહેંચાયેલો છે. પડદો ખૂલે છે ત્યારે તખતાના જમણા ભાગ પર અંધારું. ડાબા ભાગ પર પ્રકાશ. પ્રકાશમાં સ્વર્ગમાંનો વિષ્ણુનો આવાસ દષ્ટિગોચર થાય છે. એક પુરાણા સિંહાસન પર વિષ્ણુ મ્લાન વદને વિરાજમાન છે, એકલા. ત્યાં જ નારદનો પ્રવેશ.]
નારદ : (પ્રવેશતાં) નારાયણ ! નારાયણ !
વિષ્ણુ : (મ્લાન વદને, ખિન્ન સ્વરે) પધારો, મહર્ષિ નારદ ! કેમ, આજ એકાએક આપનું આગમન થયું ?
નારદ : પૃથ્વીની પરિક્રમાએ નીકળ્યો છું. થયું કે પરિક્રમા પ્રારંભતાં પહેલાં લક્ષ્મીપતિ વિષ્ણુનાં તથા દેવી લક્ષ્મીનાં દર્શન કરી તેમના આશીર્વાદ પામું. આમે ય જે સત્સંગ થયો તે ખરો.
વિષ્ણુ : અનુગૃહીત કર્યો મને. શા વૃતાન્ત છે સ્વર્ગનાં ?
નારદ : સવિશેષ તો કૈં નહિ, પણ હમણાં હમણાં સ્વર્ગમાં તો એવી વાત પ્રસરી છે કે આપે આપના આવાસમાં જ આપની જાતને બંદિની કરી છે. ક્યાંય પણ આપની ઉપસ્થિતિ વરતાતી જ નથી અને દેવી લક્ષ્મીજીનાં દર્શન પણ થતાં નથી. શું આપને અને લક્ષ્મીજીને સ્વર્ગ પ્રતિ અનાદર કે ઘૃણા જન્મ્યાં છે કે શું ?
વિષ્ણુ : ના રે ના. સ્વર્ગ છોડીને અન્યત્ર ક્યાં જવાનું છે ? પૃથ્વી પરના શાસનનો દોર પણ અહીંથી જ ચલાવવાનો. ક્યારેક માનવી ધા નાખે તો જ પૃથ્વી પર જવાય, પણ આજકાલ તો માનવીય મને જાણે કે વિસ્મરી ગયો છે.
Labels:
બાળનાટક
વાસંતી કોયલ – વર્ષા અડાલજા
[ સુખી ઉચ્ચ મધ્યમવર્ગનું હોય તેવું ઘર.
સમય : વહેલી સાંજ.
લેચ કી થી બારણું ખોલી ચાવી ઉછાળતો સુનિલ પ્રવેશે. પાછળ જ છે વાસંતી. બન્ને ખુશમિજાજ બનેલા ઠનેલા છે. હાઇ હિલ્સ ઉતારતી, પર્સ સોફામાં ફેંકતી વાસંતી સોફામાં પડતું મૂકે. ]
વાસંતી : ઓહ ! બ્યૂટીફુલ ફિલ્મ.
સુનિલ : હં…..બહુ વખતે આપણે થિયેટરમાં ફિલ્મ જોઇ. વાસંતી !
વાસંતી : યોર આઇડિયા.
સુનિલ : ટી.વી. ડીવીડી પર ફિલ્મ જોવાનું મને કંઇ જામતું નથી. એની વે. આજે તારો બર્થ-ડે મારે સેલીબ્રેટ કરવો હતો.
Labels:
બાળનાટક
હિપ હિપ...હુરર્રે….હુરર્રે…. હુરર્રે……
પાત્રો :
ચીકો, મીકો, કેતન, પિન્ટુ, સનત, લાલુ, રાજુ, નયન, સ્વીટુ, જય
(બધા મિત્રો. વય ધો-5 થી 8 મા અભ્યાસ કરતા હોય તેટલી)
બાલુકાકા (કાપડના વેપારી, વડીલ – ઉંમર 55-60 વર્ષ)
રૂપેશભાઈ-રૂપાબહેન (સ્વીટુનાં મમ્મી પપ્પા)
પાનવાળો, બે ગુંડા જેવા માણસો (ઉંમર : 35-40 વર્ષ)
પોલીસ ઈન્સ્પેકટર.
દશ્ય – 1
સ્થળ : શેરીનો-સોસાયટીનો ચોક
સમય : વેકેશનની બપોર
(શેરીના છોકરાંઓ રમવા ભેગાં થઈ રહ્યાં છે. હજી ચીકો ને મીકો જ આવ્યા છે. ચીકાના હાથમાં બેટ છે – મીકા પાસે બૉલ છે. એ બંને મિત્રો એમના બાળદોસ્તોની રાહ જુએ છે…. ટાઈમ પાસ કરવા ચીકો ક્રિકેટ બેટથી, ઊભો ઊભો બેટિંગ કરતો હોય એમ અલગ અલગ સ્ટાઈલ મારે છે, મીકો એને જોઈ રહ્યો છે. એવામાં શેરીના સામે છેડે, ચોક પૂરો થાય ત્યાં પહેલાં જ ઘરમાં રહેતા વડીલ બાલુકાકા, બજારમાં એમની દુકાનેથી જમવા ઘરે જતા હોય છે તે પ્રવેશે છે. ચીકા-મીકાનું ધ્યાન નથી. બંનેને જોઈને બાલુકાકા બગડે છે….)
Labels:
બાળનાટક
Tuesday, July 5, 2011
આજીબાઈનો તખુડો …
ઘણાં વરસ પહેલાંની વાત છે.કોઈ એક ગામમાં આજીબાઈ નામે સ્ત્રી રહેતી હતી. એના ઘરવાળાનું અવસાન થયું હતું. આજીબાઈને એક દીકરા સિવાય દુનિયામાં કોઈ સગુંવહાલું નહોતું. દીકરાનું નામ એણે તખતસંગ રાખેલું. પણ બધા એને લાડમાં તખુડો કહેતા.આજીબાઈએ તો દીકરાને ખૂબ લાડ લડાવ્યા. ખૂબ મોઢે ચડાવ્યો. ખવડાવી-પિવડાવીને તગડો બનાવ્યો. પણ એને કામ કશું શીખવ્યું નહીં.
આજીબાઈનું ઘર ગામમાં મોટું ગણાતું. આજીબાઈ સ્ત્રીઓમાં ચતુર ગણાતી. એને આંગણે એક કૂવો હતો, અને કૂવાનું પાણી મીઠું ગણાતું. આથી ઘણી બહેનો આજીબાઈને ઘેર આવતી. કોઈ બેસવા આવતી, કોઈ શિખામણ લેવા આવતી,કોઈ પાણી ભરવા આવતી. ટૂંકમાં આજીબાઈનું ઘર આખો વખત સ્ત્રીઓથી ભર્યુંભર્યું રહેતું અને તખુડો સ્ત્રીઓની વચ્ચે ઉછરતો.
Labels:
બાળવાર્તા
શ્રેષ્ઠ કોણ ? …(જાતક કથા)…
કૌશલનરેશ મલ્લિક એક ન્યાયપ્રિય અને શક્તિશાળી રાજા હતો, પરંતુ એને પોતાની યોગ્યતા ઉપર જરાય વિશ્વાસ નહોતો. એ હંમેશા વિચાર્યા કરતો કે લોકો મારા માટે જે કહે છે તે સાચું છે? લોકો મને સજ્જન, વીર, બહાદુર અને પરાક્રમી કહે છે તેવો હું ખરેખર છું?
એક દિવસ રાજા દરબાર ભરીને બેઠો હતો. એણે ભર્યા દરબારમાં પોતાના મંત્રીઓને પૂછ્યું : ‘મને સાચે-સાચું બતાવો કે શું મારામાં ખરેખર કોઈ દોષ નથી?
Labels:
બાળવાર્તા
હીરાની કિંમત …
એક બુદ્ધિશાળી ઝવેરી હતો. પોતાના કામમાં બહુ જ ચતુર હતો. દેવયોગે યુવાવયે જ તેનું મૃત્યુ થયું. તેની પાછળ તેની પત્ની અને નાનું બાળક રહ્યા. લોકોએ એમનાં પૈસા દબાવી લીધા. ધન નષ્ટ થયું. એ સ્ત્રી પાસે એના પતિએ આપેલો એક હીરો હતો. એ હીરો અતિ કિંમતી હતો. જ્યારે તેનો પુત્ર પંદરવીસ વર્ષનો થયો ત્યારે તે સ્ત્રીએ તેને કહ્યું : ‘જો બેટા ! તારા પિતાજીએ આ હીરો આપ્યો હતો. એમણે આ હીરાની કિંમત કહી નહોતી. આ હીરો અમૂલ્ય હોવાનું કહ્યું હતું. દરેક પોતપોતાની બુદ્ધિ અનુસાર આ હીરાનું મૂલ્ય આંકશે, હીરાની કિંમત નહિ કરે. આ હીરો લઇ તું જા અને તેની કિંમતની આકરણી કરી આવ. પરંતુ કોઈ જગ્યાએ હીરો દેવાનો નહિ.
Labels:
બાળવાર્તા
ચતુર પુત્ર …
નાનકડા એક ગામમાં રામદીન નામે એક ખેડૂત તેની પત્ની, એક પુત્ર અને વૃદ્ધ પિતા સાથે રહેતો હતો.
એક સવારે રામદીન પોતાના વૃદ્ધ પિતાને ક્યાંક લઈને જઈ રહ્યો હતો. એ વખતે એનો પુત્ર બોલી ઊઠ્યો, ‘પિતાજી ! આપ દાદાજીને ક્યાં લઇ જઈ રહ્યા છો ?’
‘બેટા ! શહેરમાં લઇ જઈ રહ્યો છું.’
‘હું પણ શહેરમાં આવીશ.’ પુત્ર જીદ કરવા લાગ્યો.
‘ના, બેટા ! તું અહિંયા જ રહે. તારી માં તને સારી-સારી વસ્તુઓ, મીઠાઈઓ ખવડાવશે.’
‘અંદર ચાલ. તારા પિતાજી ગઈકાલે તારા માટે મીઠાઈ લાવ્યા હતાં, એ ખવડાવીશ.’ એની માએ બાળકને લાલચ આપતાં કહ્યું.
Labels:
બાળવાર્તા
માતૃ દર્શન …
માતૃ દર્શન …
૧૬૫૭ની ઓક્ટોબરની એક સાંજનો સમય છે, સંધ્યા સુંદર ખીલી છે અને વાતાવરણ ગુલાબી છે. શિવાજી માતા ભવાનીના મંદિરમાંથી બહાર આવીને આશ્ચર્યમાં ડૂબી ગયા.
ખચ્ચરો અને બળદગાડીની એક લાંબી કતાર નજરે ચડે છે. હીરા-પન્ના અને જર-જવાહરાતથી ભરેલ અને સોના ચાંદીના ભારથી દબાયેલા પશુ ધીમે ધીમે કિલ્લામાં પ્રવેશ કરી રહ્યા છે.
પ્રધાન મોરો પંતે શિવાજીની જિજ્ઞાસાને શાંત કરતાં કહ્યું : ‘મહારાજ, અંબાજી સોનદેવે કલ્યાણના સુબા પર આધિપત્ય કરી લીધું છે અને લૂંટનો સામાન લઈને આવ્યા છે.’ શિવાજી અંબાજીને ભેટી પડ્યા અને પોતાનો બહુમૂલ્ય હાર ઇનામ રૂપે આપ્યો. કલ્યાણના શક્તિશાળી સુબેદાર આટલી આસાનીથી હારી ગયા, એનાથી શિવાજી આશ્ચર્ય અનુભવતા હતા. શિવાજીની છાતી ગર્વથી ફૂલી ઊઠી. પોતાના બહાદૂર વીર સેનાપતિને જોઈને કહ્યું : ‘ શાબાશ અંબાજી !વાહ !તમારી સ્વામીભક્તિ અને બહાદૂરી માટે હું ગર્વ અનુભવું છું.’
Labels:
બાળવાર્તા
કાબર અને કાગડો…
એક હતી કાબર અને એક હતો કાગડો.
બન્ને વચ્ચે દોસ્તી થઈ.
કાબર બિચારી ભલી અને ભોળી હતી, પણ કાગડો હતો આળસુ અને ઢોંગી.
કાબરે કાગડાને કહ્યું – કાગડાભાઈ, કાગડાભાઈ ! ચાલોને આપણે ખેતર ખેડીએ ! દાણા સારા થાય તો આખું વરસ ચણવા જવું ન પડે અને નિરાંતે ખાઈએ.
કાગડો કહે – બહુ સારું; ચાલો.
પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યાં.
થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવવા ગયો. જતાં જતાં કાબરને કહેતો ગયો – કાબરબાઈ ! તમે ખેતર ખેડતાં થાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું.
કાબર કહે – ઠીક.
Labels:
બાળવાર્તા
લાડુની જાત્રા..
અમારા ગામમાં એક ભોપુદાદા હતા.
એ ગોકુલમથુરાની જાત્રા કરી આવ્યા. જાત્રાની ખુશાલીમાં ભોપુદાદાનાં વહુએ લાડવા કર્યા.
ખાસ્સી કથરોટ ભરાઈ.
બધાં કહે : વાહ, ભોપુદાદા, વાહ ! તમે ખરી જાત્રા કરી આવ્યા !
કથરોટમાં પડેલા લાડવાઓએ આ સાંભળ્યું.
એક લાડવો કહે : હુંયે જાત્રા કરવા જાઉં અને વાહવાહ લઉં ! એ તો કથરોટમાંથી કૂદીને બહાર પડ્યો અને દડબડ દડબડ દોડવા લાગ્યો. ઘર મેલ્યું, ઊમરો મેલ્યો, આંગણું મેલ્યું, ફળિયું મેલ્યું ને ફળિયાનો ચોક મેલ્યો.
Labels:
બાળવાર્તા
માગતાં શીખો…
એક વાણિયો હતો, જેનું નામ હતું માણેકલાલ; નહોતાં મા-બાપ, કે નહોતી સ્ત્રી કે ઘરબાર, અને વળી અધૂરામાં પૂરું બિચારો બન્ને આંખે હતો અંધ. એક શહેરમાં આવીને રહેલો અને તેની જ કોમના એક ગૃહસ્થે દયા લાવીને દુકાને મુનીમ રાખેલ. મુનીમનું કામ મોઢેથી ટપોટપ હિસાબ કરી દેવાનું હતું. હિસાબમાં એવો એક્કો હતો કે એની કોઈ જોડ મળે નહિ. દસ રૂપિયા પગાર મળતો, તેમાંથી દોઢ રૂપિયો ઓરડીના ભાડાનો ભરતો; જેશંકર નામના બ્રાહ્મણને ત્રણ રૂપિયા રસોઈના મહેનતાણાના આપી રસોઈ કરાવતો અને જેશંકર અને માણેકલાલ લહેર કરતા. જેશંકર ગામમાં માગવા જતો અને ખાઈ-પી લહેર કરતો. જેશંકર ઘરબારી હતો, તેને એક છોકરો હતો અને ઘરવાળી હતી; ત્રણચાર રૂપિયા ઘેર મોકલતો અને ગાડું ઠીકઠીક ગબડે જતું હતું.

ઈંડા જેવડો દાણો ! ટૉલ્સ્ટૉય…
ઈંડા જેવડો દાણો ! ટૉલ્સ્ટૉય…
રજાના કોઈ એક દિવસે ગામનાં બાળકો રમતાં રમતાં ગામ નજીક આવેલી ટેકરીઓમાં જઈ ચડ્યાં. ત્યાંથી તેમને એક અજાયબ વસ્તુ મળી. આ વસ્તુનો આકાર ઘઉંના દાણા જેવો હતો અને તેનું કદ મરઘીના ઈંડા જેવડું હતું. રસ્તે પસાર થતા મુસાફરે બાળકોને નજીવી કિંમત આપી તેમની પાસેથી એ વસ્તુ લઈ લીધી અને રાજાને ભેટ આપી. આ અજાયબ વસ્તુના બદલામાં રાજાએ મુસાફરને મોટી બક્ષિસ આપી.
રાજાએ પોતાના પંડિતોને બોલાવ્યા અને આ અજાયબ વસ્તુ હકીકતમાં શું છે તે શોધી કાઢવા જણાવ્યું. પંડિતોએ રાતદિવસ એક કર્યાં અને હતાં તેટલાં થોથાં ઉકેલી જોયાં, પણ આ અજાયબ વસ્તુ શી છે, તેનો ભેદ તેઓ પામી શક્યા નહીં. એક દિવસ રાજપંડિત એ વસ્તુ સામે મૂકી તેનો ભેદ ઉકેલવા મથતા હતા ત્યાં ઓચિંતી એક મરઘી આવી ચડી અને ઝડપથી આ વસ્તુ લઈને ભાગી ગઈ. તેણે ચાંચ મારી આ વસ્તુમાં કાણું પાડી નાખ્યું. રાજપંડિતે મહામુશ્કેલીએ મરઘી પાસેથી એ વસ્તુ પડાવી લીધી. ત્યારે તેમને ખબર પડી કે, આ અજાયબ વસ્તુ તો બીજું કશું નહીં, પણ એક ઘઉંનો દાણો જ છે ! તેણે બીજા પંડિતોને બોલાવ્યા. બધા પંડિતો ભેગા થઈ રાજા પાસે ગયા અને કહ્યું:
Labels:
બાળવાર્તા
દોડવીર કાચબો
એક કાચબો શાંતિથી ધીમે ધીમે ચાલતો જતો હતો. ત્યાં સસલાનું એક ટોળું તેની પાસેથી નાચતું કુદતું નીકળ્યું. તેમાંથી એક સસલાએ પાછા વળી કાચબાની મશ્કરી કરતાં કહ્યું, ‘કાચબાભાઈ તમે કેવા ઠચૂક ઠચૂક ચાલો છો. અમને પણ તમારા જેવી ચાલ શીખવોને!’
કાચબાએ અગાઉ ઘણાં સસલાં જોયા હતા. એને ખબર હતી કે સસલાં કોઈ કામ ચીવટથી કરી શકતા નથી. તેઓ બેદરકાર ને ઉંઘણશી હોય છે. આથી તેણે વટથી કહ્યું, ‘સસલાભાઈ! મારી ચાલ ભલે ઠચૂક હોય તો પણ તમારા જેવા દોડવીરને પણ દોડવાની હરીફાઈમાં હરાવી શકું તેવો છું સમજ્યા!’
આ બંનેની વાત ત્યાં ઊભેલા એક શિયાળે સાંભળી. તેણે સસલાને પાનો ચડાવતાં કહ્યું, ‘અરે સસલાભાઈ! આ કાચબાએ તમારા જેવા દોડવીરને પડકાર ફેંક્યો છે છતાં તમે ચૂપ કેમ છો?’
Labels:
બાળવાર્તા
મા ! મને છમ વડું…
એક હતો બ્રાહ્મણ ને એક હતી બ્રાહ્મણી. એમને હતી સાત છોડીઓ.
બ્રાહ્મણ ઘરનો બહુ જ ગરીબ. રોજ બિચારો સાત ગામ માગે ત્યારે માંડ માંડ પેટનું પૂરું થાય.
એક દિવસ બ્રાહ્મણને વડાં ખાવાનું મન થયું. એણે બ્રાહ્મણીને કહ્યું – આજ તો વડાં ખાવાનું મન થયું છે.
બ્રાહ્મણીએ કહે – પણ બધાંયને થાય એટલો લોટ ઘરમાં નથી. પાંચ-સાત વડાં થાય એટલો લોટ માંડ માંડ નીકળે તો પણ ઘણું.
બ્રાહ્મણ કહે – ત્યારે કંઈ નહિ; વાત માંડી વાળો.
બ્રાહ્મણી કહે – ના, એમ નહીં. પરમ દહાડે ધોળી કાકી થોડાંક વડાં આપી ગયાં હતાં તે મેં ને છોડીઓએ ચાખ્યા છે; એક તમે રહી ગયા છો. છોડીઓને વાળુ કરીને સૂઈ જવા દો. પછી હું તમને પાંચ-સાત પાડી આપીશ. મારે કંઈ ખાવાં નથી એટલે તમે એટલાં વડાં ખાઈને પાણી પીશો તો પેટ ભરાશે.
બ્રાહ્મણ કહે – ભલે, પણ તુંએ એકાદ-બે ચાખજે ને.
Labels:
બાળવાર્તા
વહોરાભાઇનું નાડું…
એક નાનું સરખું ગામ હતું. તેમાં એક વહોરાજી રહે.
વહોરાજી દિલના બહુ સાફ અને નેક. બીજાને મદદ કરવા કાયમ તૈયાર હોય. ગામના લોકો પણ તેમને ઘણું માન આપે. પણ ઘણી વખત પોતાના ભોળા સ્વભાવના કારણે એ એવા છબરડા વાળી બેસે કે બધાં હસી હસીને થાકી જાય. પછી પોતાની ભૂલ સમજાય એટલે વહોરાજી પણ બધાંની સાથે પોતે પણ હસવા લાગે.
એક વખત એક પટેલ ખેતરેથી લીલું ઘાસ ગાડામાં ભરી ઘેર આવતા હતા. રસ્તામાં વહોરાજી મળ્યા.
પટેલ કહે – ચાચા, પગે ચાલતા શા માટે જાઓ છો ? ગાડા ઉપર બેસી જાઓ. પણ, રસ્તામાં ખાડા ટેકરા આવે છે. તેથી આંચકા લાગશે, તમે નાડું બરાબર પકડજો, નહિતર ક્યાંક નીચે જમીન પર ઉથલી પડશો.
વહોરાજી કહે – પટેલ, સારૂં થયું તમે કહ્યું. હું નાડું મજબૂત રીતે પકડી રાખીશ. છોડીશ જ નહી ! એમ કહીને વહોરાજીએ તો પોતાના સૂંથણાનું નાડું બરાબર પકડી રાખ્યું. બે હાથે નાડું પકડીને બેઠા.
Labels:
બાળવાર્તા
રીંછે કાનમાં શું કહ્યું ?
એક હતો ગોપાલ અને એક હતો મોહન.
મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.
મોહન કહે – ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?
ગોપાલ કહે – તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.
મોહન ફરી બોલ્યો – પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?
Labels:
બાળવાર્તા
બે દેડકાઓ…
દેડકાઓનું એક ટોળું જંગલોમાં જઈ રહ્યું હતું, કૂદકા મારીને ખૂબ ઝડપથી આગળ વધી રહેલા આ ટોળામાંના બે દેડકાઓ અચાનક એક ઉંડા ખાડામાં પડી ગયા. જ્યારે અન્ય દેડકાઓએ જોયું કે પેલો ખાડો ખૂબ ઉંડો છે તો તેમણે પેલા બે દેડકાઓ, જે ખાડામાં પડી ગયા હતાં, તેમને કહ્યું, કે તેઓ હવે એ ખાડામાં જ પોતાનું જીવન પુરૂં થાય તેની રાહ જુએ, કારણકે તેમાંથી બહાર નીકળવાનો કોઈ માર્ગ નથી. પેલા બે દેડકાઓએ તેમની વાતોને અવગણીને ખાડામાંથી બહાર આવવા કૂદવાનું શરૂ કર્યું. તેઓએ પોતાની બધી તાકાત લગાડીને કૂદવાનું શરૂ કર્યું. ખાડાની બહાર રહેલા દેડકાઓ તેમને આમ ન કરવા સમજાવતા રહ્યાં, એમ કહેતા રહ્યાં કે એ ખાડામાં જ હવે તે મૃત્યુને પામશે. આખરે તેમાંથી એક દેડકાએ પેલા બહારના દેડકાઓની વાત પર ધ્યાન આપી ખાડાની બહાર નીકળી શકાશે કે નહીં તે વિચારવાનું શરૂ કર્યું, તેને એ વાત સાચી લાગી, તે કૂદવામાં બેધ્યાન બની ગયો અને આખરે પથ્થર પર પટકાઈને મૃત્યુ પામ્યો.
Labels:
બાળવાર્તા
કોઈના ચડાવે ચઢવું નહિ
પરભો પોપટ વિચારમાં પડયો. આ ખ્યાતિ ખિસકોલીને ‘ચિંકી’ ચકલીનું કાંઈક કરવું પડશે. બે જણીઓ ઝગડયા જ કરે છે. અવાજ અવાજ કરીને આખીય સોસાયટી ગજવી મૂકે છે. એમના કકળાટનો અંત જ નથી આવતો. રોજ સવાર પડી નથી ને સ્વાતીબેનના ચબુતરામાં લોકો દાણા નાંખી જાય. મસ્ત મજાની જાર ને બાજરી ને ઝીણા ઘઉં ને એવું ભાતભાતનું ખાવાનું સામે જ પડયું હોય ને લડવાનું કોને સુઝે ? પણ આ બે જણીઓને તો જાણે ‘બાપે માર્યા વેર’ છે. જ્યાં ચિંકી ચકલી બેસે અને દાણા ખાવાનું શરૂ કરે ત્યાંજ જઈને પેલી ખ્યાતિ ખિસકોલી બેસે ને પેલીના મોં આગળથી દાણા ઝૂંટવી લે. પછી તો ચિંકી ઝપે ? તરત જ ચીં ચીં ચીં ચીં કરીને કગરોળ શરૂ. બીજી બાજુ પેલી ખિસકોલી’ય તે, ખાવાનું ભૂલી ને લડવાનું શરૂ કરી દે. બધાં પક્ષીઓ બીચારાં દાણા તો ચણે પણ પેલી બેના કાગારોળમાં ખાવાની કે પીવાની કાંઈ મજા જ ન આવે.
આજે તો જ્યારે ખ્યાતિ ખિસકોલી ને ચિંકી ચકલી બપોરનો આરામ કરતી હતી ત્યારે પરભા પોપટે બધાં પક્ષીઓને ભેગાં કર્યા. અભયભાઈની અગાશીમાં ‘શેડ’ નીચે બેસીને એક યોજના બનાવી. પેલી બેને ખબર જ ન પડે એવી રીતે બધું નક્કી કરીને બધાં છૂટાં પડ્યાં.

Subscribe to:
Comments (Atom)